Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ શરીરમાં અધિષ્ઠિત પ્રત્યક્ષ રૂપથી પ્રતીત થાય છે તે પછી એને વિઘાત થવાથી તેને પણ વિઘાત માની લેવાય છે. આ પ્રકારે આત્મોપમતાસર્વત્ર–વક્ષ્યમાણુ પદના અર્થની સાથે પણ સમન્વિત કરી લેવી જોઈએ. આ વાત “સુમસિ” ઈત્યાદિ! પદમાં પ્રગટ કરેલ છે. તમે જે દુષ્કર એવાં અનભિમત કાર્યમાં અન્ય જીવેને “આ ત્યાં નિયુક્ત કરવા યોગ્ય છે” એવું સમજીને નિયુક્ત કરે છે, એવે વ્યવહાર તમારે એ જીવોની સાથે નથી, પરંતુ આ વ્યવહાર તમે ફક્ત પિતાની જ સાથે કરે છે, એમ સમજવું જોઈએ. કેમકે એનામાં અને તમારામાં જીવસામાન્ય લક્ષણની અપેક્ષા કેઈ અંતર નથી. આ રીતે જે જીવોને તમે શારીરિક અને માનસિક પીડા પહોંચાડવા ગ્ય માનીને એને એવી જાતની પીડા પહોંચાડો છે, પ્રાણથી તેને છુટા પાડવા ગ્ય માનીને તમે તેને પ્રાણથી નિયુક્ત કરે છે, પરિગ્રહણ ગ્ય માનીને તમે જે જીવોનું દાસ-દાસી આદિ રૂપમાં પરિગ્રહ કરે છે, આ સઘળો વ્યવહાર તમારે તે જીવો સાથેને ઉચિત નથી. જે રીતે તમારી હિંસા કરવાવાળાને જોઈને જેટલું દુઃખ તમને થાય છે, પિતાને અનુચિત એવા દુષ્કર કાર્યમાં નિયુક્ત કરનારને સામે જોઈ જેમ તમને દુઃખને અનુભવ થાય છે, તમને પરિતાપ પહોંચાડનાર વ્યકિતને જાણી જે રીતે તમોને સંતાપ થાય છે, તમને દાસ-દાસી રૂપે સમજનાર તરફ જે તમને તિર
સ્કાર જાગૃત થાય છે અને જેમ તમને પ્રાણથી નિયુકત કરવા ગ્ય માનવાવાળા ઉપર તમને ક્રોધ થાય છે. આજ રીતે તમે પણ આવા પ્રકારને વ્યવહાર બીજા એના તરફ કરે તે તમારે આ વ્યવહાર આત્મોપમતાથી તમને દુઃખદાયક થશે, કારણ કે હિંસનીય, આજ્ઞાપનીય, પરિતાપનીય, પરિગ્રહણીય, અને અપદ્રાવણીય તમે સ્વયં બની જાય છે. માટે બીજાને તેને વ્યવહારને એગ્ય માનવું તે સ્વયં પિતાને જ તે તે વ્યવહારને ગ્ય માનવા બરાબર છે. આ પૂર્વોકત સમસ્ત વાક્ય હિંસાના પ્રકારનું જ પ્રતિપાદક છે, એવું સમજવું જોઈએ. એથી આત્મજ્ઞાની મુનિનું કર્તવ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૯