Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કિતનેક લોગ તીર્થંકરસે અનુપદિષ્ટ ધર્માભાસ માર્ગમેં ઉધોગશાલી હોતે હૈ
ઔર અપનેકો તીર્થકરોપદિષ્ટ ધર્મમાર્ગ કે સંયમી સમઝતે હૈં નિન્દ્રિત માર્ગને અનુયાયી કિતનેક લોગ તીર્થકરોંસે અનુપદિષ્ટ ધર્મમાર્ગમેં સર્વથા અનુધોગી હોતે હૈ I હે શિષ્ય! તુમ એસે મત બનો પૂર્વોક્ત દોનોં પ્રકારકા ન બનના યહ તીર્થકરોંકા અભિમત હૈ ા શિષ્યકો સર્વદા આચાર્ય કે
સંકેતાનુસારી હોના ચાહિયે .
કોઈ એક સત્ અને અસત્તા વિવેકથી વિકલ બનેલ પ્રાણી ઈન્દ્રિયોના વિષયરૂપી પાસથી બંધાઈને તીર્થંકરદ્વારા પ્રતિપાદિત થયેલા રસ્તે પ્રવૃત્તિ કરી સંયમાભાસના આરાધનને પ્રયત્ન કરવામાં ઉદ્યમશીલ રહે છે. સ્વચ્છેદ-પ્રવૃત્તિવિશિષ્ટ હોવાથી એ જીવ સાવદ્ય આચારી બને છે અને એથી એ જીવ વતરાગદ્વારા ઉપદિષ્ટ માર્ગથી દૂર રહે છે એવા, સંયમાભાસી (દ્રવ્યલિંગી) જીવ “અમે પણ સંયમી છીયે” આ પ્રકારનો ગર્વ કરીને સંયમી હોવાને લેકો સમક્ષ ભાવ પ્રગટ કરે છે, અને ભોળાભાળા માણસોને પિતાની જાળમાં ફસાવતા રહે છે. કોઈ એવા પણ હોય છે કે જે તીર્થંકર પ્રભુની આજ્ઞાન આરાધન કરવામાં ઉદ્યોગરહિત છે. આવા મનુષ્ય નિન્દિતમાર્ગનું અનુસરણ કરવાવાળા હોવાને કારણે દૂષિત અંતાકરણવાળા અને પ્રમાદશીલ રહ્યા કરે છે. એવા જી ભગવત્કથિત મોક્ષમાર્ગમાં નિરૂધમી હોય છે. ભગવાને જે આચારનું પાલન કરવાને ઉપદેશ આપે છે એ આચારનું પાલન કરવાથી વિમુખ રહ્યા કરે છે.
ભાવાર્થ–સંસારમાં કેટલાક એવા મનુષ્ય છે જે તીર્થકર અપ્રતિપાદિત માર્ગમાં ઉદ્યોગશીલ રહે છે અને સ્વેચ્છાનુસાર પોતાની ભિન્ન પ્રવૃત્તિ કર્યો જાય છે, અને સમજાવવા છતાં પણ આવા મનુષ્ય આત્મકલ્યાણના માર્ગ તરફ વળતા નથી. કોઈ એવા પણ જીવ છે જે પ્રભુપ્રતિપાદિત માર્ગમાં ઉદ્યમથી દુર છે. પ્રથમ કોટિના જીવ લોકોને ઠગવા નિમિત્તે દ્રવ્યલિંગી સાધુનો વેશ પહેરી પોતાને સાચા સંયમી જાહેર કરે છે. એનાથી બીજી કોટિના જીવ મૂળમાં જ તીર્થકર ભગવાનની આજ્ઞાના આરાધક નથી હોતા, એમને જે સમજાવવામાં આવે તે સમજી શકે છે અને યથાર્થ આચારની તરફ એ વળી શકે છે. શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર અશીર્વાદ વચનરૂપમાં એમને કહે છે કે હે શિષ્ય !
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૭