Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રકારને વ્યવહાર હોય છે. કહ્યું પણ છે-“મૂતિકા ચિા શૈવ રહ્યું સિવ વોરે” ઈત્યાદિ.
શંકા–વાસ્તવમાં જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ માનવાથી આપ શું સિદ્ધ કરવા માગો છો?
ઉત્તર–તમિત્યાતિ-જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રતીતિથી એ જ સ્વરૂપમાં આત્માનું કથન કહેવામાં આવે છે.
ભાવાર્થ-જ્ઞાન અને આત્માને અભેદ માનવાથી આ લાભ થાય છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સિદ્ધ થાય છે, એ સિવાય આત્મામાં જડત્વને પ્રસંગ બને, કેમ કે ભેદ સંબંધમાં આત્મા અજ્ઞ સ્વભાવ ઠરે છે, સમવાયાદિ સંબંધથી આત્મામાં જ્ઞાનને સંબંધ માની લેવાથી પણ એમાં સત્વ ધર્મ આવી શકતું નથી, કારણ કે સમવાય એક અને નિત્ય હોવાથી જ્ઞાનને સંબંધ આત્માથી જ કરાશે. અન્ય આકાશાદિકની સાથે નહીં. આમાં કેઈ નિયામક તર્ક નથી. આથી અભેદ પક્ષમાં આત્મામાં તસ્વરૂપતાની સિદ્ધિ થાય છે, આ એક ઘણું મટે લાભ છે. બીજું જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ માનવાવાળા આત્મવાદી સમ્યભાવથી સંયમ-મુનિના આચારનું આચરણ કરવાવાળા બને છે, આ વાતમાં સાંખ્યમતનું ખંડન કરેલ છે. સાંખ્ય-સિદ્ધાંતમાં જ્ઞાન પ્રકૃતિને ધર્મ માનેલ છે. આત્માને તે કમલપત્રની માફક નિલેપ બતાવેલ છે. આથી મુનિયેના સમ્યક આચારનું આચરણ કરવાને બધા પ્રકૃતિને જ છે આત્માને નહીં. પછી આત્માને આ પ્રકારના દુઃખમાં પડવાથી લાભ શું છે. પ્રકૃતિને સંબંધ વિચછેદ થવાથી જ્ઞાનના અભાવમાં આત્મા અજ્ઞ થઈ જવાથી જડવરૂપ બની જશે. પરંતુ એવું તે છે નહિ કેમ કે સ્વાનુભવથી આત્મા સ્વરૂપથી ચેતન છે અને એ માટે એ પિતાની મલિન પરિણતિને છોડવા માટે મુનિઓના નિર્મલ આચારનું પાલન કરવા માટે પ્રયત્નશીલ બને છે. અથવા “મિચાઈ પરિચા”ની સંસ્કૃત છાયા ફમિતાપર્યાયઃ પણ હોય છે, તે આ પ્રકારે અર્થની સંગતિ થાય છે કે જ્ઞાન અને
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૫