Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ રીતે વેઢાન્તવાદીઓનું કથન પણ પરસ્પર વિરોધ બતાવનાર છે. તે આ પ્રકારે છે “ તેએ આ જગતરૂપ પ્રપંચનું નિમિત્તકારણ અને ઉપાદાનકારણ એક ઇશ્વરને માને છે. ઘટ-----મડ શકટ અને કટ ( સાદડી ) ઇત્યાદિ જે અનેક વસ્તુરૂપ પ્રપંચ પ્રતિભાસિત હોય છે આ બધું અવિદ્યા-માયારૂપ વિભ્રમથી દેખાય છે, જેમ સીપમાં રજતનું જ્ઞાન હોય છે. સીપમાં જેમ રજતને આરોપ થાય છે, આ જ પ્રકારે એક બ્રહ્મમાં આ જગતના આરોપ થાય છે. ઉત્તર કાળમાં જે રીતે આ રજત નથી’” આ પ્રકારે ખાધક પ્રત્યય ( જ્ઞાન) હોય છે અને આથી ફક્ત અધિષ્ઠાન માત્ર સીપ અવશિષ્ટ બની રહે છે, આ રીતે આ સંસારમાં પ્રત્યક્ષ દેખાતા વિવિધ પદાથી કાંઇ નથી, પણ અવિદ્યા માયાના વિભ્રમથી અનેક રૂપ દેખાય છે, વાસ્તવિકમાં નથી; વાસ્તવિકતા એક બ્રહ્મ જ છે. આ રીતે ઉત્તરકાલીન બાધક પ્રત્યયથી (જ્ઞાનથી) એક અધિષ્ઠાનરૂપ અદ્વૈત બ્રહ્મની જ સિદ્ધિ હોય છે.” આ પ્રકારનુ વેજ્ઞાન્તિઓનું એ કથન પણું ઠીક નથી; કારણ કે એકજ બ્રહ્મ નિમિત્ત અને ઉપાદાન કારણ થઈ શકે નહિ. કદાચ કોઈ એવું દૃષ્ટાંત અપાત કે જો નિમિત્ત અને ઉપાદાન કારણ હોત તે આ માન્યતા ઠીક માની જાત. પરંતુ એવું કોઈ દૃષ્ટાંત દેખાતુ નથી. આથી એ કલ્પના માત્ર છે, વાસ્તવિક નથી. ખીજું પ્રત્યક્ષથી સ્પષ્ટ દેખાતા આ જગતમાં સામાન્ય શબ્દ પ્રમાણથી કલ્પના પણ થઈ શકતી નથી. આ કારણે વેદાન્ત મત માનવાયોગ્ય મનાતા નથી. બૌદ્ધ સિદ્ધાંત પણ માનવા યોગ્ય નથી; કેમ કે તે “ યત્સત્ તÆય ક્ષનિ ” જે જે પદાર્થ છે તે બધા ક્ષણિક નિરન્વય નાશશીલ છે એમ કહે છે; પરન્તુ આક્ષણિકવાદમાં ઉપાદાનઉપાદેયભાવ સિદ્ધ નહિ હોવાથી કાર્ય કારણ ભાવની સિદ્ધિ થઈ શકતી નથી. જે ઉપાદાનરૂપ કારણથી જે ઉપાદેયરૂપ કાર્ય થાય છે આ કાના એ ઉપા દાનરૂપ કારણમાં નાશ થાય છે, જેમ ઘડા પ્રતિ ઉપાદાનકારણુ માટીનો પિંડ છે અને એ ઘડાનો એમાં જ વિનાશ થાય છે. આ રીતે ઘડાનો અને માટીપિંડનો પરસ્પર કાર્ય કારણથી મેળ સિદ્ધ થાય છે, પરંતુ જો પદાના નિરન્ત્રય વિનાશ માની લેવામાં આવે તે ઘડાનો નાશ કર્યો થાય ? આ રીતે ઉપાદાન અને ઉપાદેય ભાવ ન મનવાથી પરસ્પરમાં નિયમિત કાર્ય કારણ ભાવની સિદ્ધિ નથી થઈ શકતી, આથી આ મત પણ ખરાબર નથી.
66
કહેવાનું તાત્પ માત્ર એટલું જ છે કે અનેક યુક્તિથી બીજા મતનું નિરાકરણ કરી વિદ્વાન્ મુનિએ સજ્ઞ પ્રભુના ઉપદેશમાં જ સદા શ્રદ્ધાળુ રહેવું જોઇએ.
ረ સમસ્યા પચ્યાìન અન્વેષાં વાન્તિને શ્રુત્વા ” આ પ્રકારે પેાતાની જાતિસ્મરણુ–પ્રતિભાર્દિકરૂપ બુદ્ધિથી અને તીર્થંકર પ્રભુએ કહેલ આગમથી મુનિ આ પરમતોને સંપૂર્ણ જ્ઞાતા અને. પરંતુ કાંચ એવા યાગ ન મળે તેા આચાય આદિ ગુરૂઓની પાસે રહી એમના ઉપદેશ શ્રવણથી વાસ્તવિક વસ્તુતત્ત્વના જાણકાર બને.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪૩