Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધક છે. માટે તેમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ માટે જ એવી પ્રવૃત્તિ કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવે છે. લેકમાં એવું કેઈ પણ સ્થાન નથી કે
જ્યાં રહીને જીવ કર્મોના આસ્રવથી રહિત બની શકે. ઉર્વલોક, મધ્યલોક અને અધોલેકમાં સઘળાં સ્થાન કર્મોના આશ્રવના કારણોથી ભરેલાં છે. આથી એક સંયમરૂપ માર્ગ એ છે જે કર્મોના આશ્રવને રેકે છે. આ માટે એમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા |
આ વિષયને લગતી બીજી એક વાત પણ સૂત્રકાર કહે છે. “આવ ઈત્યાદિ.
વીતરાગોપદિષ્ટ આગમકે પરિજ્ઞાતા મુનિ, આવર્તકો પર્યાલોચના કર કે આસ્રવદ્ધારોંસે વિરત હોતા કર્મોક આસ્રવોંકો દૂર કરને કે લિયે પ્રવજિત યે મહાપુરૂષ મુનિ અકર્મા હોતા હૈ, ઔર જ્ઞાન-દર્શનસે યુક્ત હોતા હૈ . પરમાર્થ જાનનેવાલા યે મુનિ, અચ્છી તરહ વિચાર કર કિસી ભી વસ્તુકી અભિલાષા નહીં કરતા મોક્ષપ્રાસિકે લિયે ઉધુક્તયે મુનિ મનુષ્યલોકમેં રહતા હુઆ ભી જીવોંકી આગતિ ઔર ગતિકો જાનકર જન્મ મરણકે
માર્ગકા ઉલ્લંધન કર જાતા હૈ, અર્થાત્ મુક્ત હો જાતા હૈ .
જે મનુષ્ય આ લોકમાં અથવા આ પર્યાયમાં વીતરાગ પ્રણીત આગમને જ્ઞાતા છે, તેનું કર્તવ્ય છે કે તે મિથ્યાત્વ અવિરતિ આદિરૂપ જે ભાવ આપત્ત છે તેનાથી, તથા “સુ” આ શબ્દથી ગૃહીત શબ્દાદિક વિષયરૂપી આવર્તેથી; અથવા કર્મબંધરૂપી આવર્તાથી વિચારપૂર્વક અવશ્ય અવશ્ય વિરક્ત બને. સંસારમાં મિથ્યાત્વ અવિરતિ આદિ જે સઘળાં કર્મોના આશ્રવનાં કારણ બતાવેલ છે જેના દ્વારા જ જીવ નવીન નવીન કર્મોને આશ્રવ અને બંધ કર્યા કરે છે. આ આસના કારણેને રોકવા માટે પહેલું એ કર્તવ્ય છે કે વીતરાગપ્રણીત આગમને જાણ કાર બને. આ પ્રકારના જ્ઞાનના ભાવથી જીવ સારી પેઠે એ સમજી શકે છે કે આ સંસારમાં ભરમાવવાનું અને શબ્દાદિક વિષય કષાયમાં ફસાવવાનું પ્રધાન કારણ મિથ્યાત્વ અને અવિરતિ પરિણામ છે. આ પ્રકારે જ્યારે એ આવા આવરણને પ્રતિરોધ કરવાને દઢસંકલ્પી બને છે ત્યારે તે નિયમથી એ આવરણોના નિરોધક જીનદીક્ષા અંગીકાર કરી પોતાને માર્ગ મોકળો બનાવી આગળ ને આગળ વધવા ગુણસ્થાને પર ચઢી ઉદારચરિત મહાત્મા પુરૂષોની શ્રેણીમાં પરિગણિત બને છે. એક સમય એવો પણ આવે છે કે પરિણામેની અત્યંત નિર્મળતાના પ્રભાવથી તે ઘાતીયા કર્મોને વિનાશક બની અનન્ત જ્ઞાન
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
૧૪ ૮