Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છઠા સુત્રકા અવતરણ, છઠા સુત્ર ઔર છાયા !
“આત્માએ બીજા જીવોની હિંસા આદિ ન કરવું જોઈએ; કેમ કે હિંસાજન્ય પાપકર્મનું ફળ એણે ભેગવવું પડે છે, એવો નિશ્ચય કરી તે હિંસા આદિનો ત્યાગ કરે.” એવું આપે કહ્યું છે. પણ આ પ્રકારનો નિશ્ચય તે આત્મા જ્ઞાનથી જ કરે છે, ત્યારે અમે આપને આ પૂછીએ છીએ કે જે પ્રકારે કણાદ અને ગૌતમના અનુયાયીઓએ આત્માથી જ્ઞાન ગુણને સર્વથા ભિન્ન માનેલ છે, એ પ્રકારે આપ પણ શું આત્માથી જ્ઞાન ગુણને સર્વથા ભેદ યા અભેદ માને છે? આ પ્રકારના જખ્ખસ્વામીના પ્રશ્નનો ઉત્તર દેતાં શ્રી સુધર્માસ્વામી મહારાજ કહે છે-“જે ગાય” ઈત્યાદિ.
જો આત્મા હૈ વહી વિજ્ઞાતા હૈ ઔર જો વિજ્ઞાતા હૈ વહી આત્મા હૈ .. જિસસે જાના જાતા હૈ વહ આત્મા હૈ ા વહ જ્ઞાનસ્વરૂપ આત્મા ભી ઉસ આત્મશબ્દ સે હી કહા જાતા હૈ, અર્થાત્ જ્ઞાન ભી આત્મ શબ્દસે વ્યવહત
હોતા હૈ. યહ આત્મવાદી સમ્યકપર્યાય કહા જાતા હૈ !'
નિત્ય અને ઉપગલક્ષણવાળા જીવ જ આત્મા છે અને એ જ વિજ્ઞાન કિયાના કર્તા છે. આ આત્માથી પદાર્થોનું બેધક જ્ઞાનગુણ સર્વથા ભિન્ન નથી, આમ જે પદાર્થ–પરિચછેદક ઉપગ છે એ જ આત્મા છે, કેમકે આત્મા સ્વયં ઉપયોગલક્ષણવાળો છે. આ ઉપગ જ જ્ઞાનસ્વરૂપ છે. આ માટે જ્ઞાન અને આત્મામાં અભેદ છે.
ભાવાર્થ_શિષ્ય જે એવો પ્રશ્ન કર્યો હતો કે આત્માથી જ્ઞાનગુણ સર્વથા ભિન્ન છે? એને ઉત્તર સૂત્રકારે અહિં આપેલ છે, એ કહે છે કે આત્મા અને જ્ઞાનગુણમાં પરસ્પરમાં સર્વથા ભેદ નથી, કેમ કે આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને એ ઉપગ ત્રણ કાળમાં પણ આત્માથી સર્વથા ભિન્ન થઈ શકતું નથી. આ રીતે ઉપયોગસ્વરૂપથી પરિણત જ આત્મા છે. ઉપગ બે પ્રકારને છે, (૧) જ્ઞાનોપગ, (૨) દશને પગ. દર્શને પગમાં પદાર્થને સામાન્ય પ્રતિભાસ થાય
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧ ૩૧