Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઉદરી–ભૂખથી ઓછો અલ્પ આહાર લે. આ બાહ્ય તપ છે. આટલું કરવા છતાં પણ જે ગ્રામધર્મની શાન્તિ ન થાય તે એવી પરિસ્થિતિમાં “કર્થ સ્થાને રિન્ટે” હાથને ઉંચા કરી કાત્સગપૂર્વક શીતળ અને ગરમીરૂપ આતાપન ગ ધારણ કરે રાત્રિના તથા દિવસના પણ એક બે ત્રણ અને ચાર પ્રહર કમથી કાન્સર્ગ કરે. આટલું કરવા છતાં પણ જે ગ્રામધર્મ શાન્ત ન બને તે ગામેગામ વિચરતા રહે.
જ્યાં પતે રેકાયેલ છે તે ગામ છે જ્યાં જવું છે તે અનુગ્રામ છે. ત્યાં એ રેકાય નહિ. છતાં પણ જે ગ્રામધર્મ શાન્ત ન થાય તે એવી દશામાં આહારને ત્યાગ કરી દે. વધુ શું કહેવાનું હોય ! જે ઉપાયથી વૈષયિક અભિલાષા ઉત્પન્ન ન થાય-હનું ઉપશમ બને એજ ઉપાય કરતા રહેવું જોઈએ. પરંતુ સ્ત્રીઓ તરફ મનને લાગવા દેવું ન જોઈએ. સ્ત્રીસંગ કરવાવાળા માટે જે દુઃખો ભોગવવાં પડે છે સૂત્રકાર એનું વર્ણન “પૂર્વET” ઈત્યાદિ પદેથી કરે છે. સ્ત્રીસંગને લાંબા સમય સુધી પરિપુષ્ટ કરવા માટે કામી જન ધન મેળવવામાં તત્પર રહે છે–અર્થસંગ્રહશીલ બને છે. ખેતી આદિ સાવદ્ય વ્યાપારમાં લાગે છે, ભૂખ તરસ આદિની વિટંબણાઓ સહન કરે છે.મતલબ સાવઘવ્યાપારજન્ય અને ભૂખ તરસ આદિ જન્ય અનેક “e” દુઃખ વગેરેને એ ભોગવે છે. પછી સ્ત્રીસેવનથી ઉદ્દભૂત કર્મના વિપાકથી નરકાદિકોની યાતનાવાળું દુઃખવિશેષોને તેણે સામને કરવો પડે છે. અને પ્રથમ સ્ત્રી પ્રાપ્તિ માટે લાકડીઓ તેમજ તેના જેવા બીજા પ્રહાર તેમજ પાછળથી રાજ્યના તરફથી દંડરૂપમાં મળનાર બન્ધન કારાગાર ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ કામીઓએ ભોગવવાં પડે છે. આ પ્રકારે પ્રથમ સ્ત્રી આદિનાં આલિગનથી “પ” કાલ્પનિક આનંદ અને પછી પરભવમાં નરકાદિગતિઓમાં ગમનરૂપ, એ લેકમાં હાથ, જીભ, વગેરેનું છેદન જેવા અનેક દંડ કામીઓએ સહન કરવા પડે છે. આ પ્રકારે પૂર્વોકત દંડ સ્પર્શ આદિની પ્રાપ્તિથી સ્ત્રીપ્રસંગથી ઉત્પન્ન આ કામ, કલહના આસંગને ઉત્પન્ન કરનાર બને છે. આ વાત સર્વ જનને માલુમ છે. સ્ત્રીના નિમિત્તથી પરસ્પર અનેક રાજાઓમાં યુદ્ધ થયાં છે અને તેઓ એના વિનાશના હેતુ બન્યા છે અથવા સ્ત્રી પ્રાપ્તિ માટે ક્રોધ અને રાગને સદ્ભાવ પણ પ્રાણીઓમાં સર્વજનપ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી આ વાત પણ સમજી લેવી જોઈએ કે સ્ત્રીસંગથી કામ માન અને માયા ઈત્યાદિ કષા પણ ઉદ્ભવે છે. આ માટે આ સ્ત્રીપ્રસંગને આ લેક અને પરલેકમાં સર્વ પ્રકારથી દંડ અને સ્પર્શ આદિના કરવાવાળા તેમજ કલહના આસંગને ઉત્પાદક છે એ. વિચાર કરી આ બધાને જાણીને મુનિએ જોઈએ કે પિતાના આત્માને તેના
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૧૨