Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સેવનથી સદા દૂર રાખે. અને બીજાઓને પણ એના ત્યાગ માર્ગે દોરે. અને સર્વથા એને ત્યાગ કરાવે. આ પ્રકારે ભગવાનના વચન અનુસાર સ્ત્રી–પ્રસંગને દુખપ્રદ એવં કલહ આસંગકારક જાણુંને મેં આના પરિત્યાગને પ્રકાર કહેલ છે. મુનિએ એટલું એ પણ કરવું જોઈએ કે તે કયારેય તેની જાતિની, એના કુળની તેમજ શંગારાદિકની ચર્ચા ન કરે. અને તેને એકાન્તમાં કદી ધર્માદિક ઉપદેશ પણ ન આપે. તેમજ સ્ત્રી સાથે તેના વિષયની કઈ વાત ન કરે. અર્થાતુતમારે પતિ કે છે? તમારો એ આદર કરે છે કે નહિ? આજે તમે ઉદાસ કેમ દેખાવ છો? તમારે શું સંતાન છે, પુત્ર છે કે પુત્રી ? તમે પુત્રીને વિવાહ કરી દીધું છે કે નહિ? કર્યો છે તે કોની સાથે કર્યો છે? નથી કર્યો તો કેમ નથી કર્યો? તમારો જમાઈ અને તેનું કુટુંબ કેમ છે? ધર્માત્મા છે? ધનિક છે? કે કેમ. ઈત્યાદિ રીતે પુછવાથી મુનિને પિતાના ચારિત્રમાં દૂષણ આવે છે. આ માટે આવા પ્રશ્નો સ્ત્રીઓ સાથે કરવા મુનિજન માટે નિષેધ છે. એ જ પ્રકારે મુનિજને જોઈએ કે તે પિતાની સંસારી દશામાં વિવાહિત થયેલી સ્ત્રીમાં પણ મમત્વ ન રાખે. જ્યારે તેને પોતાની સ્ત્રીથી પણ મમત્વ ન રાખવાને આદેશ છે ત્યારે બીજી સ્ત્રીઓમાં તે મમત્વ કઈ રીતે કરી શકે ? અર્થાત્ નહિ કરી શકે. મુનિએ કૃતક્રિય પણ ન બનવું જોઈએ. સ્ત્રીપ્રસંગની પ્રાપ્તિના નિમિત્ત તેને અંગ તેમજ ઉપાંગાદિકની ચેષ્ટાના ત્યાગી બનવું જોઈએ. આ કથનથી તેને કાયેગના નિષેધ કરવાનો આદેશ અપાયેલ છે. અર્થાત આ પ્રકારની પ્રવૃત્તિથી કાયમને નિરોધ થાય છે. મુનિએ વાગુસ-વાચંયમ બનવું જોઈએ. એકાંતમાં સ્ત્રીની સાથે વાર્તાલાપાદિનહિ કર જોઈએ. આનાથી વચનગને નિરોધ થાય છે. આ રીતે મુનિએ અધ્યાત્મ સંવૃત બનવું જોઈએ, એટલે મનેગને નિરોધક બનવું જોઈએ. આ પ્રકારની પિતાની પ્રવૃત્તિ રાખનાર મુનિ સદા સ્ત્રીપ્રસંગથી બનતા દુષ્કૃત અને પાપજનક મૈથુનાદિક કર્મથી નિવૃત્ત થાય છે. પ્રાણાતિપાતાદિક પાપકર્મને પણ એ ઉપલક્ષક છે. આનાથી નિવૃત્ત થવાથી મુનિ હિંસાદિક પાપકર્મોથી પણ નિવૃત્ત બની જાય છે. એવો અર્થ સમજી લેવું જોઈએ. આ પ્રકારે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે, મુનિ આ મૌન-સંયમનું સદા પાલન કરે. “ત્રીમિ” આ પદને અર્થ અગાઉ કહી દેવામાં આવેલ છે.
પાંચમા અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત છે ૫-૪
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૧ ૩