Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અને અસત્ સત્ થઈ શકે નહિ. આ પ્રકારે જે વસ્તુ નિત્ય છે તે અનિત્ય કઈ રીતે થઇ શકે અને જે અનિત્ય હોય તે નિત્ય કેમ થઈ શકે. જો પરસ્પર વિરૂદ્ધ ધર્માને પણ એકત્ર અવસ્થાન માનવામાં આવે તે પછી જગતમાં વિરોધ નામની કોઈ વસ્તુ જ નહીં રહે–સમસ્ત વસ્તુએમાં પરસ્પર એકતા જ મની જવાની; પરંતુ આવું તે નથી, આથી એ અનેકાન્તવાદ યુતિયુકત સિદ્ધાંત નથી. તેમ એવા કેાઈ હેતુ કે દૃષ્ટાંત પણ નથી કે જેના જોર ઉપર એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્માંની સત્તા એકરૂપ બની શકે. (૨) અસભ્યનિતિ મન્યમાનચેરા સન્યા મત્તિ ’મિથ્યાત્વના અનુબ`ધ જેમના આત્મામાં લાગેલ છે. એવા મનુષ્ય વીતરાગ પ્રતિપાદિત તત્વને અસમ્યક્ સમજે છે. મિથ્યાત્વના આવેશમાં એ વિચારે છે કે “ જૈન સિદ્ધાંતમાં શબ્દને જે પુદ્ગલની પર્યાય માનવામાં આવેલ છે તે સાચું નથી ” આજ પ્રકારે આત્માને વ્યાપક ન માની એને સ્વદેહ પ્રમાણ માનેલ છે એ માન્યતા પણુ ઉચિત નથી, ઇત્યાદિ રૂપથી તે આત્મા વીતરાગ પ્રતિપાદિત તત્વમાં અસમ્યપણું જુએ છે. આ પ્રકારની એની માન્યતાનું કારણ પ્રબલ મિથ્યાત્વના ઉદય છે, એની પ્રબળતામાં એ ખીજી પણ અનેક અનર્થક માન્યતાઓની કલ્પનાને સમ્યક્ માન્યા કરે છે. જગતને ઈશ્વર કઈંક માનવાનું પણ આ કારણ છે. આ પ્રકારે અને મિથ્યાત્વની વાસનાથી પ્રભુ કથિત માર્ગ ઉલ્ટા—અયથા પ્રતિભાસિત ખને છે. પરન્તુ જ્યારે એની નિષ્પક્ષ આચાર્યાદિકના સમ્યગ્ ઉપદેશથી અથવા પરિણામની વિચિત્રતાથી અથવા મિથ્યાત્વના ઉપશમથી આંખ ખુલે છે—તત્વનું વાસ્તવિક ભાન એને થવા પામે છે ત્યારે એની પૂર્વ માન્યતામાં સહસા પરિવર્તન થઇ જાય છે. સંશય દૂર થતાં જ ફરી એને એ નિશ્ચય ખંધાઈ જાય છે કે વીતરાગે તત્વાના સ્વરૂ પને જે રીતે કહેલ છે તે જ વાસ્તવિક છે. શબ્દ આકાશના ગુણુ નથી પણ પુદ્ગલની જ એક પર્યાય છે. કદાચ એ પૌલિક ન હોત તા એના દ્વારા કહ્યું ઇન્દ્રિયના જે ઉપઘાત જોવામાં આવે છે તે આકાશ અમૂર્તિક હોવાથી એના
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૪