Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જીવાદિક તમાં સન્ડેહશીલ હોવાથી મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં તે સમકિતલાભથી વંચિત બને છે. કદાચ ઉત્તરકાળમાં સમકિત પ્રાપ્તિની અધિકતા એને ન મળે તે સમક્તિ લાભ જેટલા રૂપમાં એને પૂર્વ અવસ્થામાં મળે છે એ રૂપમાં બન્યું રહે છે, અથવા એની અપેક્ષા ઓછી થઈ જાય છે.
ભાવાર્થ–આત્મા ઉપશમ–સમકિતના કારણે અન્તરમુહુર્ત પછી નિયમથી અથવા સમકિતના અભાવથી મિથ્યાત્વદશાસંપન્ન બની જશે અથવા ક્ષાયોપથમિક સમકિતવાળા થઈ જશે. ક્ષાપશમિકથી આગળ વધી તે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થઈ જાય છે. આ પ્રકારની વિચિત્ર આત્મપરિણતિનું પ્રદર્શન કરાવતાં સૂત્રકાર કહે છે કે,
નવચનમાં શંકારહિત રહી પ્રવૃત્તિશીલ એ પ્રાણીને એ સમય “જિનેક્ત તત્વ જ સત્ય છે? આ પ્રકારના વિશ્વાસથી સમકિતને લાભ થાય છે. કારણ કે સમકિતને રોકવાવાળા જે શંકાદિક દોષ છે તે એ સમયે એના આત્માથી દૂર થઈ જાય છે. (૧) “કિિત અન્ય માનવ અન્ય મતિ” જીન પ્રવચનમાં શ્રદ્ધાસંપન્ન એ માનવનું જ્ઞાન જે પહેલાં સમકિત રૂપમાં હતું. ઉત્તર કાળમાં બીજા ધર્મનાં શાસ્ત્રોના સાંભળવાથી અથવા તે ધુતારા માણસે કે જેણે જીન ગ્રંથોમાં એકાન્ત રૂપથી નિશ્ચયનયનું વર્ણન કર્યું છે એવા ગ્રંથોના અવેલેકનથી મતિમાં ભ્રમણા ઉત્પન્ન થઈ જવાના કારણે હત્યાભાસ અને દુષ્ટાન્તાભાસને પણ સાચા હેતુરૂપ અને સાચા દષ્ટાન્તરૂપ માની લે છે, આથી તે મિથ્યાત્વથી યુક્ત બની જવાના કારણે સમકિતથી વંચિત અંતઃકરણવાળો બની જાય છે. કેમકે એના હૃદયમાં વિપરીત શ્રદ્ધાને નિવાસ થવા પામ્યું હોય છે. આ કારણે એ સ્યાદ્વાદસિદ્ધાંતના રહસ્યને ભૂલી જવાથી જિકત સમ્યક્તને પણ અસમ્યક્રૂપથી માનવા લાગી જાય છે. અનેકા
ન્તવાદને પછી તે એ ખંડન કરવા માંડે છે, અચાનક જ કહી ઉઠે છે કે વાહ! સ્યાદ્વાદ સિદ્ધાંત ! તું તો એક વિલક્ષણ જ સિદ્ધાંત છે. સત્ અસત, નિત્ય અનિત્ય આદિ અનેક પરસ્પર વિરોધી ધર્મોને જે તું એક જ સાથે સ્વીકાર કરે છે, ભલા આ પણ કોઈ વાત છે, અરે ! જે સત્ છે તે અસત્ ન થઈ શકે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૩