Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસુમાન્ મુનિ પદાર્થજ્ઞાનયુક્ત આત્માસે સંપન્ન હોકર, અકરણીય પાપકર્મો કા અન્વેષી નહીં હોતા હૈ ! જો સમ્યત્વ હૈ વહી મૌન હૈ, જો
મૌન હૈ વહી સમ્યત્વ હૈ–ઇસ વસ્તુ કો સમઝો ઇસ સમ્યત્વકા આચરણ વહ નહીં કર સકતા હૈ જો શિથિલ હોતા હૈ, પુત્રાદિકોં કે પ્રેમમેં ફસા રહતા હૈ, શબ્દાદિ વિષયોં મેં જિસકી અભિરૂચિ હોતી હૈ, જો પ્રમાદી હૈ ઔર જો ગૃહસ્થિત હૈ, જો ઇસ સમ્યત્વ કા આચરણ કરતા હૈ એસા મુનિ, સર્વ સાવધવ્યાપાર પરિત્યાગરૂપ મુનિભાવ કો સમ્યક્ પ્રકાર સે ગ્રહણ કર કાર્મણ ઔર ઔદારિક આદિ શરીરોં કો દૂર કરે એસા મુનિ વીર હોતા હૈ, અન્તપ્રાંત આહારકો સેવન કરતા હૈ. એસા મુનિ હી સંસાર સાગર કો તિરનેવાલા, મુક્ત ઔર વિરત કહા ગયા હૈ ા ઉદેશસમાપ્તિ
વસુ શબ્દનો અર્થ દ્રવ્ય છે. દ્રવ્ય બે પ્રકારનું હોય છે. ૧ બાહ્યદ્રવ્ય, ૨ ભાવદ્રવ્ય. બાહ્ય દ્રવ્ય હીરા, મોતી, સુવર્ણ અને ધન આદિ છે, અને ભાવદ્રવ્ય તપ, સંયમ આદિ હોય છે. આ ભાવદ્રવ્ય જેની પાસે હોય છે તે વસુમાન કહેવાય છે. મુનિજન ભાવ દ્રવ્યવાળા જ હોય છે, તપ અને સંયમરૂપી દ્રવ્ય જ તેમની પાસે હોય છે. આ દ્રવ્યનું અસ્તિત્વ જ પચન–પાચનાદિરૂપ સાવદ્ય વ્યાપારની નિવૃત્તિ સ્વરૂપ છે. અર્થાત્ –જ્યાં આ દ્રવ્ય છે ત્યાં સાવદ્ય વ્યાપાર હોતું નથી. એવા એ વસુમાન મુનિ સર્વ સમન્વાગતવિજ્ઞાન યુકત આત્માથી એ સમજીને કે પાપકર્મ અકરણીય છે. એને નથી ગષત, એની અભિલાષા નથી કરતે “સર્વસમન્વીન” આ પદમાં સર્વ, સમ, અનુ, આગત એવા ચાર શબ્દો છે. સમ શબ્દનો અર્થ - સભ્ય. અનુ શબ્દને અર્થ – સામ્યભાવ. આગતને અર્થ પ્રાપ્ત થવું. અર્થાત્ નિર્દોષ સમતા ભાવથી પ્રાપ્ત થવું તે સમન્વાગત છે, સર્વ પદની સાથે સમન્વાગત કર્મધારય સમાસ થયેલ છે. સર્વ સમસ્ત જે સમન્વાગત તે સર્વસમન્વાગત છે.
ભાવાર્થ –સમતા ભાવથી મુનિજન જેટલું પણ સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે સર્વસમન્વાગતપ્રજ્ઞાન છે. અથવા ગુરૂ પરંપરાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું આવ્યું છે એ પણ સર્વસમન્વાગતપ્રજ્ઞાન છે. છઠ્ઠા ગુણસ્થાનવત મુનિને આ ગુણસ્થાનમાં જેટલું જ્ઞાન થવું જોઈએ એની અપેક્ષાથી જ એ જ્ઞાનમાં સર્વ વિશેષણની સાર્થકતા સમજવી જોઈએ. પદાર્થોના સ્વરૂપના આવિર્ભાવક તથા આચાર્ય પરંપરાથી આગત આ સર્વસમન્વાગત જ્ઞાન જે આત્મામાં પ્રગટે છે તે સર્વસમન્વાગતપ્રજ્ઞાન આત્મા છે, આ જ્ઞાનવિશિષ્ટ આત્માથી મુનિજન એ જાણે છે કે પાપ-પાપજનક પ્રાણાતિપાતદિરૂપ કર્મ કરવા યોગ્ય નથી, આ માટે તે એના અવેષી--ગવેષણ કરવાના સ્વભાવવાળા થતા નથી. અર્થાત્ પાપગવેપી બનતા નથી. મુનિજનોનો આત્મા પરમાર્થને જ્ઞાતા છે. આથી એ આત્માદ્વારા પાપકર્મ કરવાગ્ય નથી એમ એ સમજે છે.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧૦૧