Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એકાકી વિહાર કરવાવાળાના દેનું કથન કરી હવે સૂત્રકાર ગુરૂની નિકટ વસવાવાળા મુનિનાં કર્તવ્યને બતાવે છે.
તદEવા ઈત્યાદિ. ગુરૂની સંજ્ઞા જેને છે તે તસંજ્ઞી છે, અર્થાત્ ગુરૂના અભિપ્રાય અને ચેષ્ટાએને જે જાણવાવાળા છે. જે સન્નિવેશન-ગુરૂકુળમાં રહેવાવાળા છે, ગુરૂને વિનય વૈયાવૃત્તિ આદિ સમસ્ત કાર્યો કરવામાં જે અગ્રેસર રહે છે એવા મુનિ ગુરૂના અભિપ્રાયથી અથવા નિરવદ્ય અનુષ્ઠાનમાં દષ્ટિથી અને તક્તિ-ગુરૂવળે પ્રતિપાદિત સર્વવિષયવિરતિરૂપ મુક્તિથી વિચરણ કરે.
ભાવાર્થ–ગુરૂસમીપ રહેનાર શિષ્ય જ તેની આજ્ઞાનુસાર સંયમને આરાધનાશીલ બનીને સમ્યજ્ઞાનાદિકના લાભથી યુક્ત બને છે. પણ એકલવિહારી નહીં, ગુરૂજનની નિકટ નિવાસ કરનાર શિષ્ય યત્નાઓ કરતાં કરતાં વિહાર કરવાના સ્વભાવવાળો બને છે.
ગુરૂની રૂચિથી ચાલવાના સ્વભાવવાળા આચાર્ય મહારાજના અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિશીલ બને છે. કેઈ પણ સ્થળે બહાર ગયેલા ગુરૂના આગમનનું ધ્યાન, અવલોકન કરવાની વૃત્તિવાળા તેના આગમનની પ્રતીક્ષાવાળા, ગુરૂના માર્ગ પર ચાલવાવાળા, ઉપલક્ષણથી તેની શૈયા-આસન આદિનું નિરીક્ષણ કરવાવાળા ગુરૂ માટે આહારાદિકની ગવેષણ કરવાવાળા ઈત્યાદિ વાતોને પણ સંગ્રહ કરી લેવું જોઈએ. તથા પર્યાદ્ધિા–આચાર્ય મહારાજની આગળ અને પાછળ સ્થિત બનીને પણ દૂરવતી ન હોય અને ગુરૂપ્રદત્ત-નિયમાદિકોના પાલક હોય અર્થાત્ ગુરૂદેવ જે પણ પચ્ચખાણ દે તેને પ્રસન્નચિત્તથી ગ્રહણ કરવાવાળા હોય એવા મનિ જ એકેન્દ્રિયાદિક જેને આત્મૌપજ્યથી દેખીને–અર્થાત્ આત્મસમાન જાણીને તેના ઉપમર્દનથી વિરકત હોય ગુરૂની આજ્ઞામાં રહેવાગ્ય હોય છે. એમની આજ્ઞાનુસાર પિતાની પ્રત્યેક ચર્ચા કરવાવાળા મુનિ જ તેમની સમીપ રહી શકે છે. આ સૂટ ૨ !
તૃતીય સુત્ર ઔર છાયા |
આ વિષયને લગતી બીજી પણ વાત કહે છે “હે મન્ચમમાળે” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૭