Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આચાર્યડે આજ્ઞાનુસાર ચલનેવાલા મુનિ ગમનાગમનાદિ ક્રિયાયેં શાસ્ત્રોક્ત રીતિકે અનુસાર કરતા હુઆ ગુરૂકુલમેં નિવાસ કરે । કભી કભી મુનિગુણોંસે યુક્ત મુનિકે દ્વારા ભી દ્વિન્ક્રિયાદિ પ્રાણિયોંકી વિરાધના હો જાતી હૈ, પરન્તુ ઉનકે વહ વિરાધનાજનિત કર્મ ઉસી ભવનેં ક્ષીણ હો જાતે હૈં, ક્યોં કિં અપ્રમાદપૂર્વક ઉન કર્યો કે ક્ષપણાર્થ પ્રાયશ્ચિત કરતા હૈ
પૂર્વોક્ત રીતિથી આચાર્ય ના આદેશનું પાલન કરવાવાળા મુનિ જાવાના સમયે આવવાના સમયે, હાથ અને પગ ફેલાવતાં અને એના સકોચ કરતાં સમયે સકલ સાવદ્ય ક્રિયાઓથી સારી રીતે રહિત ખની તેમજ હાથ પગ આદિ અવયવાનું અને પેાતાના બેસવા ઉડવાના સ્થાનનું રજોહરણાદિકથી પરમાન કરતાં ગુરૂકુળમાં રહેવાને લાયક બને છે, અર્થાત્–ગુરૂકુળમાં નિવાસ તે મુનિ કરી શકે જે પોતાના આચાર્યના આદેશનું પાલન કરનાર હોય તથા યત્નપૂર્વક પ્રત્યેક ગમનાગમનાર્દિક અને હસ્તપ્રસારણાદિ ક્રિયાઓના કરવાવાળા હોય, યત્નથી પ્રવૃત્તિશીલ સાધુ સકલસાવદ્ય વ્યાપારાથી રહિત હોય છે.
આ સૂત્રમાં મુનિએની અન્ય ક્રિયાએ કે જેમનું તેમણે યથાવિધિ પાલન કરવાનું હોય છે તે બતાવવામાં આવેલ છે. ઉપવેશન–બેસવું, શયનસુવું તથા પાર્શ્વ પરિવર્તન–પડખું બદલવું આ ક્રિયાએ મુનિજનાએ યથાવિધિ કરવી જોઇએ. ગુરૂની સામે ઉકડૂ-આદિ આસનથી બેસવું જોઈએ. એ આસનથી જો તે વધારે સમય એસી ન શકે તે પૃથ્વીપર-બેસવાના સ્થાનને રૂડી રીતે જોઈ રજોહરણથી સાફ કરી શારીરિક અવયવેાની ટુકડાની માફક સંકોચ અથવા વિસ્તાર ઈત્યાદ્રિ અર્થાત્ પ્રસારવા આદિ ક્રિયાએ નિયમસર કરતા થકા મારની માફક જીવોની વિરાધનાથીડરતો રહે. એક પડખે સુતેલ હોય અને બીજુ પડખુ ફેરવતાં સચેત બની રજોહરણાદિકથી એ સ્થાન પુંજીને પડખું બદલે. આ રીતે મુનિએ નિરન્તર પેાતાની બધી ક્રિયાઓ કરવી જોઇએ.
66
પ્રમાદરહિત પેાતાની બધી ક્રિયાએ કરનાર મુનિજનને કાઇ કાઈ વખત અન્તરાયના ઉદ્મયથી જે થાય છે તે સૂત્રકાર રામુળસમિત ” ઇત્યાદિ સૂત્રાંશથી પ્રગટ કરે છે--મુનિગુણુ અપ્રમાદથી યુકત એવા મુનિના કદાચ ચાલતા સમયે અર્થાત્ આવતાં-જતાં, ઉઠતાં બેસતાંના સમયે શારીરિક સ્પર્શ પ્રાપ્ત કરી દ્વીન્દ્રિયાક્રિક જીવ વિરાધિત બની જાય છે. અથવા અહિં પર મરણરૂપ પશ્ચિમ-અંતિમ અવસ્થાના ગ્રહણથી એને એની પૂર્વ અવસ્થાનુ પણ ગ્રહણ થાય છે. આથી એ વાત સમજી લેવી જોઈએ કે કાઇ કાઈ કુચ્છ્વાદિક જીવાની તેના હસ્તાદિકના અડવાથી વિરાધના થઇ જાય છે. કાઈ કાઈ જીવ ગ્લાન થઈ જાય છે, કાઈ કાઈ સંતાપ કરે છે.
અહિંયાં કખ ધનની વિચિત્રતા છે. જેમ કે-શૈલેશી-અવસ્થા—સ પન્નના
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૮