Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સામાન્ય માનવશબ્દને પ્રયોગ કરેલ છે એથી એ સૂચિત થાય છે કે એકાકી વિહાર કરવાવાળા સાધુ નિદાને પાત્ર છે. એકાકી વિહાર કરવાવાળા સાધુને જે કંઈ ગૃહસ્થજન સમજાવે છે તે તેનાથી તે પિતાનું અપમાન સમજે છે અને કહે છે કે આ શા માટે મારે અપમાન કરે છે. આ વાતનો વિચાર કરીને તે સમજાવવાવાળા ઉપર કેધિત બને છે, અથવા તેને સમજાવનાર ગૃહસ્થજનને તે એવું સંભલાવે છે કે આવા પ્રકારના અનુચિત આચારનું આચરણ કરવાવાળા શું કઈ બીજા નથી? જે આપ અમારે જ તિરસ્કાર કરતા રહો છે. અમને જ સમજાવે છે. આ પ્રકારથી પણ તે સંતપ્ત બને છે. અથવા “એમનું જીવન વ્યર્થ છે, એ તે પિતાના ઉદર નિર્વાહ માટે જ સાધુ થયેલ છે – આ પ્રકારના વચન માત્ર કહેતાં જ તે ક્રોધિત બની જાય છે. “જિ” શબ્દ ભિન્નકમવાળે છે. “ યુનિ'' આ ક્રિયાની સાથે તેને સંબંધ હોવાથી “કુત્તિ જ ? કે પણ કરે છે અને “મિરાન્તિ” શ્રાપ પણ દે છે. નરકનિગોદાદિ ગતિમાં જીવનું પતન કરવાવાળા ક્રોધને વશીભૂત કેમ બને છે? આને માટે સૂત્રકાર “કન્નરઈત્યાદિ કહે છે એટલે કે જેને ઉન્નત માન થાય છે, જાતિ આદિના મદથી જે સંપન્ન હોય છે એ મનુષ્ય ઘણા ભારી મોહથી–પ્રબલ કષાયના ઉદયથી વિવેકરહિત બની જાય છે. વિવેક વગરના બનવાથી તે “સાધુ-માનવ એકચર્યાથી કુતિરૂપ ફળની પ્રાપ્તિ કરે છે–આ સિદ્ધાંતથી અનભિજ્ઞ બની જાય છે. સાથોસાથે તેને એ પણ માલુમ નથી રહેતું કે તપ અને સંયમની આરાધનાથી શિવસુખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ પિતાની મનમાની હાલતમાં પરિષહ અને ઉપસર્ગજન્ય અનેક વેદનાઓને તેણે વારંવાર ભયંકર સામનો કરવો પડે છે. અર્થા–આવા એકલવિહારી પરિષહ ઉપસર્ગજન્ય એવી એવી વેદનાઓની જાળમાં ફસી જાય છે કે જેનાથી રક્ષણ મેળવવું ઘણું અઘરૂ બની જાય છે. આ કારણે શિષ્યજનેની આ વેદનાઓથી સદા રક્ષણ બની રહે આ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કે–“તત્તે મા મg” હે શિષ્ય ! તમે કદાપિ પણ એકાકી વિહાર કરવાવાળા બનશે નહિ, નહિ તે તમારે પણુ પરીષહ અને ઉપસર્ગો. દિકોથી ઉત્પન્ન અનેક પ્રાણાંતકારી કષ્ટોને સામને કરવું પડશે. તમે આ કષ્ટના જાણકાર ન હોવાથી તમોને શું ખબર પડે કે એકાકી વિહાર કરવાથી કઈ કઈ જાતનાં દુઃખો અને ઉપદ્ર ભેગવવા પડે છે. હે શિષ્ય ! તમે ગુરૂની આજ્ઞાના પાલક છે. આ કારણે તમને મારું એ કહેવાનું છે કે તમે કદિ પણ એકલવિહારી બનશે નહિ. આવા વર્તનથી જ તમે પૂર્વોક્ત ઉપદ્રવથી સદા સુરક્ષિત રહેશે, શ્રી સુધર્મારવામી કહે છે કુશળ ઉપદેશક ભગવાન મહાવીરનું આ પૂર્વકથિત દર્શન એટલે સિદ્ધાંત છે. આને અભિપ્રાય એ છે કે-ગુરૂની પાસે રહેવાવાળા શિષ્યોને અનેક પ્રકારને લાભ થાય છે અને તેનાથી વિપરીત એકાકી વિહાર કરવાવાળામાં અનેક દોષ ઉત્પન્ન થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૬