Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નિવાસ કરવાથી ખરેખર શિથિલ બને છે. એનું નામ ગામ છે. એનાથી બીજું ગમ્યમાન ગામ-જ્યાં જવાય છે તે અનુગ્રામ છે. એકચર્યાથી એકાકી ગ્રામનુગ્રામ વિહાર કરવાવાળા જે આગમથી અવ્યક્ત-અનભિજ્ઞ છે. અથવા ઉંમરથી અવ્યક્ત છે અથવા આગમ અને વય બનેથી અવ્યક્ત છે એવા મુનિને વિહાર નિંદ્ય છે. એકાકી વિહાર કરવાનું તેનું પરાક્રમ નિંદા ચગ્ય છેપ્રશંસનીય નથી–આગમ અનુકૂળ નથી, કારણ કે આ પ્રકારના મુનિના તેવા એકાકી વિહારથી ચારિત્ર અંતરાયના ઉદયથી બ્રહ્મચર્ય વ્રતની સ્કૂલના નિશ્ચિત બની રહે છે.
ભાવાર્થ...આગમથી જે અવ્યક્ત છે એવા મુનિને એકાકી રામાનુગ્રામ વિહાર કર ઉચિત નથી. જે મુનિજન એકાકી વિહાર કરીને પિતાના પરાકમની પ્રશંસા કરે છે તેનું વા પ્રકારનું કથન નિદ્ય છે. કારણ કે શ્રતાદિથી અવ્યક્ત મુનિને તે એકાકી વિહાર તેના બ્રહ્મચર્ય વ્રતની ક્ષતિ (નાશ)નું કારણ બની જાય છે.
વ્યક્ત અને અવ્યક્તના ભેદથી મુનિ બે પ્રકારના છે. અહિંયા એ ચતુભંગી બને છે. જેમ (૧) જે શ્રુતથી પણ અવ્યક્ત છે, અને વયથી પણ અવ્યક્ત છે. (૨) મૃતથી અવ્યક્ત છે, વયથી વ્યક્ત છે, (૩) શ્રતથી જે વ્યક્તિ છે વયથી અવ્યક્ત છે, (૪) શ્રુતથી પણ વ્યક્ત છે અને વયથી પણ વ્યક્ત છે.
આમાં “શ્રત અને વયથી અવ્યક્ત છે” આ પ્રથમ ભંગને ખુલાસે આ પ્રકારે છે. શ્રુતથી અવ્યક્તને મતલબ જે આગમને જ્ઞાતા નથી. વયથી નાની ઉંમરને છે. આઠ વર્ષથી માંડી રપ વર્ષ સુધીને સાધુ અલ્પ વયસ્ક માનવામાં આવેલ છે. આ રીતે બને પ્રકારથી જે અવ્યક્ત છે તેના સંયમની અને આત્માની વિરાધના સંભવિત છે. એથી એકાકી વિહાર તેને કલ્પ નથી. આ પ્રથમ ભંગ છે. મૃતથી અવ્યક્ત અને વયથી વ્યક્ત મુનિની પણ એકચર્યા કલ્પિત નથી, કારણ કે શાસ્ત્રઆગમથી અનભિજ્ઞ હોવાથી તેના બને સંયમ અને આત્માની વિરાધના સંભવિત છે. આ બીજો ભંગ છે.
શ્રતથી વ્યક્ત અને વયથી અવ્યક્ત મુનિની પણ એકચર્યા કલ્પિત નથી. કારણ કે નાની ઉંમર હોવાથી તે મુનિ સ્વાભાવિક ચપળતાના કારણે સકળ જનતાની હાંસીને પાત્ર બની જાય છે તથા એ પરિષહ અને ઉપસર્ગાદિકને પણ સહન કરી શકતો નથી. આ ત્રીજો ભંગ છે.
જે મુનિ બન્ને પ્રકારથી વ્યક્ત છે અને આઠ ગુણોથી સંપન્ન છે તેના માટે અને જે પ્રતિમાઓના ધારક છે તેના માટે, તથા જે સ્થવિરકલ્પી છે કારણવશ તેના માટે એકચર્યા કલ્પિત છે. પરંતુ કારણના અભાવમાં સ્થવિરકપીને એકચર્યા પ્રતિષિદ્ધ છે. શ્રદ્ધા, સત્ય, મેધા, બહુશ્રુતત્વ, શક્તિ, અકલેશિત્વ, ધૃતિ અને વીર્ય આઠ ગુણ સ્થાનાંગના આઠમા સ્થાનમાં કહેલ છે. એકચર્યામાં, ગુપ્તિ સમિતિ આદિ જે સાધુના ગુણ છે તેમાં દેવ અને ભૂલની સંભાવના રહે છે. તે પણ
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧૦૪