Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થનાર હોય છે તે થઈ ને જ રહે છે, આમાં થોડા પણ સન્દેહ નથી. મારા એના પ્રત્યે શુભ કરવાના પ્રયાસથી પણ એનુ શુભ થઈ શકવાનું નથી આ નિશ્ચિત સિદ્ધાંત છે, તે પણ મુનિજન આ બધા જીવો તરફ શુભ પ્રવૃત્તિ જ કરે છે. કોઇ પણ જીવમાત્ર તરફે કષ્ટકારક પ્રવૃત્તિ કરતા નથી. એનું કારણ એ છે કે તે સમસ્ત જીવોને પોતાની માફક જ જુએ છે—જાણે છે, તેઓ સારી રીતે અનુભવ કરે છે કે જે પ્રકારે બીજાઓની અશુભ પ્રવૃત્તિથી મને દુઃખ થાય છે એજ રીતે મારી અશુભ પ્રવૃત્તિથી બીજાને દુઃખ થશે, આ સમજી વિચારી તેઓ પોતાના આચાર-વિચારા પવિત્ર તથા ખીજાઓને હિતકારી અને તેમ જ કરે છે. એ માને છે કે તેઓ ખીજાના કર્મોને ટાળી શકતા નથી, પરંતુ એટલું તા કરી શકે છે કે તેના અશુભ કર્મોપાનથી બચી શકે છે. આ માટે મુનિ સમસ્ત જીવાને પોતાના સમાન જાણી એની ન પોતે હિંસા કરે છે ન ખીજાથી કરાવે છે કે ન તો હિંસા કરવાવાળાને અનુમોદન આપે છે
સંસારી જીવામાં આ પ્રવૃત્તિ દેખાઇ આવે છે કે તેઓ પોતાના સ્વજનને ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવામાં પોતાને સુખી તથા અપ્રાપ્તિ થવામાં દુઃખી માને છે. જેમ કે પુત્ર કલત્રાહિનાં શારીરિક અને માનસિક સુખ દુઃખમાં સુખી દુઃખી બન્યા કરે છે. કોઈ સ્થળે આનાથી વિપરીત પ્રવૃત્તિ પણ દેખવામાં આવે છે, જેમકે શત્રુના સુખી થવાથી કેાઈને માનસિક કષ્ટ થાય છે અને તેના દુ:ખી થવાથી તેને માનસિક સુખ થાય છે. પરંતુ જે માધ્યસ્થ્યવૃત્તિસ ંપન્ન છે. તેને સમસ્ત પ્રાણીઓને–ભલે તે પોતાના શત્રુ હાય કે હિતેચ્છુ હોય એને-સુખી દેખી સુખ થાય છે અને તેના દુઃખથી દુ:ખ થાય છે, તેનામાં પક્ષપાતની દૃષ્ટિ હેાતી નથી; કારણ કે “ સમ: શસ્ત્રો ષ મિત્રે જ્ ''સમભાવી સમ્રા શત્રુ અને મિત્રમાં સમભાવ રાખે છે. આથી ચાલુ પ્રકરણમાં આ વાત આવી કે મુનિજન સદા સમભાવી હોય છે તે સમસ્ત લેાક-ઉં, મધ્ય અને અધઃ લોકમાં વર્ણા દેશી હોય છે. યશ, કીર્તિ, સ્વપર કલ્યાણ તથા શરીર કાન્તિની ઈચ્છા રાખવાવાળાને વર્ણો દેશી કહે છે, અર્થાત્ -- સમસ્ત જીવાને પોતાના સમાન સમજવાની કામનાવાળા વર્ણો દેશી છે. મુનિજન સમસ્ત જીવાને એક આત્મારૂપ માને છે અને મુનિજન મુદ્દે ” એકપ્રમુખ હોય છે. એક કેવળ મોક્ષમાં અથવા મોક્ષના કારણ સંયમમાં તેનું અંતઃકરણ લાગ્યું રહે છે, તેઓ વિક્િપ્રતીણું હોય છે. મોક્ષ અથવા તેનાં સાધનાની તરફ ઢળેલી પ્રવૃત્તિનું નામ દિ છે, એનાથી વિપરીત પ્રવૃત્તિ વિ િછે. સાવદ્ય આચરણુરૂપ સંસારાભિમુખી વિદ્વિપ્રવૃત્તિને જેને ભલીભાંતિ પોતે પાર કરેલ છે-છેાડી દીધી છે. રાગદ્વેષ જેના મૂળ છે એવા અગાધ સંસારરૂપી સાગરને જેઓ તરી ચૂકયા છે તેઓ વિક્િપ્રતીક્ષ્ણ છે. માહ્ય પદાર્થ પુત્ર કલાદિકમાં તેમજ આભ્યન્તરમાં ક્રોધાદિકમાં જેમને સદા વૈરાગ્ય થાય છે. મુનિજન એવા જ પોતાના આચાર વિચાર રાખે છે કે જેનાથી સંસાર અવસ્થાના સ્ત્રી પુત્રાદિકમાં મમતા ન થઇ શકે તેમ જ ક્રોધાદિકના
(6
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૯૯