Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એ કે હોય છે? આના સમાધાનમાં સૂત્રકાર “તે શું સંવિદ્ધપો મુળ” આ શેષાંશનું કથન કરતાં કહે છે કે – ગર્ભાદિકની પ્રાપ્તિના કારણરૂપ જે વિષય કષાય છે એમાં જે અભિલાષ વગરનો બની આ સમજી ચુકેલ છે કે આ જીવનું વિષયાદિકના સેવનથી જ ગર્ભાદિકમાં પતન થતું રહે છે અને એ ધર્મથી પતિત ન બનતાં કર્માસ્ત્રથી જુદો રહે છે. અહિં “હુ” શબ્દ અવધારણ અર્થમાં છે. આથી એ અભિપ્રાય નિકળે છે કે જે વિષયાદિકથી નિવૃત્ત છે એ ધર્મથી અપતિત અને આસવોથી રહિત છે, બીજા નહિ. એ જ વાસ્તવિક મુનિ છે, બીજા નહિ. એ જ સાચા પથ ઉપર છે. અભ્યસ્ત-રત્નત્રયવાળા છે. અભ્યસ્તરત્નત્રયવાળા જ સાચા મુનિ બની શકે છે, બીજા નહિ. આવા મુનિરત્ન અસંયત લેકેને વિષયકષાયના મધ્યમાં પડેલા જેઈ અને હિંસાદિક પાપોથી અનિવૃત્ત જોઈને એનાથી નિવૃત્ત થઈ મન, વચન અને કાયાથી પ્રાણીઓની હિસાથી નિવૃત્ત બની જાય છે અને બીજાઓને આવા કાર્યોથી રેકે છે, કેમ કે એ જાણે છે કે-હિંસાદિક પાપથી અથવા પૂર્વોકત કારણોથી જીવને જ્ઞાનાવરણીયાદિક કર્મોને બંધ થાય છે. આ માટે જ્ઞાનાવરણીયાદિક કર્મોને, તથા એના કારણરૂપ સાવદ્ય વ્યાપારોને એ સારી રીતે જ્ઞ–પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન–પરિજ્ઞાથી એને ત્યાગ કરે છે. આ પ્રકારે એ કર્મ પરિજ્ઞાથી મુનિ મન, વચન અને કાયાથી તેમજ કૃત, કારિત અને અનુમોદનથી આ બધાને ત્યાગ કરનાર હોય છે, તેમજ પચન પાચનાદિકથી પોતાની જાતને નવ કોટિથી વિશુદ્ધ રાખે છે. અથવા ૧૭ સત્તર પ્રકારના સંયમનું આચરણ કરે છે. આમ છતાં એના દિલમાં માનને લેશમાત્ર મોહ જાગતું નથી, અથવા સંયમકિયા અથવા પ્રતિલેખનાદિ ક્રિયાના આચરણથી શું થઈ શકે છે ? આવી ધૃષ્ટતા પણ તેના મનમાં જાગતી નથી. ઉપલક્ષણથી એ વાત પણ માનવામાં આવી છે કે એ મુનિ આટલું કરવા છતાં પણ ન તે ક્યારે ક્રોધ કરે છે કે ન જાતિ અને કુળ આદિનો ગર્વ કરે છે. ન તે કયાંય
શ્રી આચારાંગ સૂત્ર : ૩