Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેળવીને રત્નત્રયની આરાધના માટે તત્પર છે તે પિતાની એક પણ ક્ષણ પાંચ પ્રકારના પ્રમાદના સેવનમાં વ્યતીત ન કરે. સમસ્ત જીવોને પોતાના સમાન ગણીને કઈ વખત પણ તેની હિંસા આદિ ન કરે. પ્રત્યેક પ્રાણીના શારિરીક માનસિક દુઃખોને તથા તેના કારણભૂત કર્મોને તથા સુખને જાણુને ઉસ્થિત વ્યક્તિ કઈ વખત પણ પ્રમત્ત ન બને. તાત્પર્ય એ કેસમસ્ત પ્રાણીઓને સુખ અભિલષણીય છે અને દુઃખ પરિહરણીય છે. એવું સમજીને કેઈ પણ પ્રાણીને દુઃખી ન કરે.
સંસારના સમસ્ત પ્રાણીઓના દુ:ખજનક અભિપ્રાય પણ એક પ્રકારના ન હોય-ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે માટે સૂત્રકાર “ પુ” ઈત્યાદિ. પદથી આ વાતને સમજાવીને કહે છે કે–આ મનુષ્યલોક તથા સંઝુિલોકમાં જેટલા પણ મનુષ્ય અને સંજ્ઞિ–પ્રાણું છે તે બધા ભિન્ન ભિન્ન અભિપ્રાય. સંપન્ન છે. જેવી રીતે ખીરનું સેવન કેઈને સુખદાયી હોય છે અને કોઈને દુઃખદાયી હોય છે, એવા પ્રકારે જે ઉપાય વગેરે કઈ જીવને સુખરૂપ હોય છે તે જ ઉપાય આદિ અન્ય જીવન માટે દુઃખદાયી હોય છે. આ પ્રકારની લેક કહેવત છે કે-મિિિ ઢો: લેકેની રૂચી ભિન્ન ભિન્ન પ્રકારની રહ્યા કરે છે, અથવા–“પ્રથા ફુઠ્ઠ માનવાઃ” તેને અભિપ્રાય એ છે કે મનુષ્યમાત્ર અને અન્ય સંશિ–પ્રાણી જેટલા છે તે બધાના છન્દ – સંકલ્પ અભિપ્રાય અલગ અલગ છે. સંસારમાં જેટલા પણ સંજ્ઞિ–પ્રાણી છે તે બધા પિતાપિતાની અપેક્ષા અગણિત અભિપ્રાય ધરાવનાર છે. માનવશબ્દ ઉપલક્ષણ છે જેનાથી બીજા સંજ્ઞિપ્રાણીઓનું પણ આ સ્થળે સમાવેશ થઈ રહે છે. જ્યારે આ માની લેવાયું છે કે પ્રાણીઓના સમસ્ત સંકલ્પ ભિન્ન ભિન્ન અને અગણિત છે તે આથી પણ એ સિદ્ધ થાય છે કે તેનું કર્તવ્ય કર્મ તથા કર્મ જનક દુઃખ પણ ભિન્ન ભિન્ન અને અગણિત છે, કેમ કે કારણેમાં
જ્યારે ભેદ છે ત્યારે એમના કાર્યોમાં પણ ભેદ માનવે પડે છે. આથી એ નિશ્ચિત થાય છે કે સમસ્ત જીવોનાં દુઃખો પણ ભિન્ન ભિન્ન રૂપનાં છે. આ બધાને વિચાર કરી આરંભજીવી જીવ શું કરે ? આ અંગે “ગવિહિંસાને
શ્રી આચારાંગ સૂત્ર : ૩