Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વચનેમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આપની આજ્ઞાથી હું સિંહની સાથે પણ યુદ્ધ કરવા સમર્થ છું. હે ગુરૂદેવ ! હું તે કર્મોનો નાશ કરવા માટે જ ઘેરથી નીકળે છું. મારે માટે અશક્ય એવું કંઈ કામ નથી. આ માટે મારા કર્મોને જલ્દીમાં જલ્દી ક્ષય થાય એ ઉપાય તાત્કાલિક બતાવો.આ પ્રકારે ગુરૂ પાસે પૂછનારા શિષ્યજનને ગુરૂદેવ કહે છે કે—હે શિષ્ય ! તું આ ઔદારિક શરીરથી જ જ્ઞાનાવરણીયાદિક કર્મશત્રુઓની સાથે રત્નત્રયની આરાધનારૂપ પતાકાને ગ્રહણ કરવા માટે અથવા મુક્તિ મેળવવા પ્રાણ પણ (પ્રાણની પરવા કર્યા વગર) યુદ્ધ કર-કર્મ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર, બાહરના–તારાથી દૂર એવા સિંહાદિકની સાથે યુદ્ધ કરવાથી તને કયે લાભ મળવાનું છે? મોહનીય કર્મને જીતવાથી જ તારા સમસ્ત કને વિનાશ થશે, એ નિશ્ચય કરી એની સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર મોહનીયના વિનાશથી તારા શેષ કર્મોને તાત્કાલિક નાશ થઈ જશે. સૂ૦ ૩
ચતુર્થ સુત્રકા અવતરણ, ચતુર્થ સુત્ર ઔર છાયા |
દુગ્ધાર આ સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરવાવાળા પ્રાણી માટે આ સુસાધન અનેક ભામાં પણ દુર્લભ છે–આ વાતને સૂત્રકાર પ્રદર્શિત કરે છે– શુદ્ધારિ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૯૪