Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
”ઈત્યાદિ પદેથી તીર્થંકરે કહેલ વક્ષ્યમાણ વિષયને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે-આ વીતરાગ પ્રવચનમાં વ્યવસ્થિત મુનિને તીર્થંકર ભગવાને જે કાંઈ પણ મુનિ ધર્મના વિષયમાં પોતાના ઉપદેશમાં કહ્યું છે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. કારણ કે તે “શ્રાવણી-રજ્ઞાવાક્ષી” આજ્ઞાને અનુસરનાર છે. તીર્થકર ભગવાનના ઉપદેશની આકાંક્ષા કરવાને જેને સ્વભાવ છે તે આજ્ઞાકાંક્ષી છે. અર્થાત્ જે જેના શાસનમાં રહે છે તે તેના શાસનધર્મને પાલક બને છે. સ્વેચ્છાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા જે પ્રકારે તે શાસનથી વિમુખ ગણવામાં આવે છે તે પ્રકારે જનપ્રણીત મુનિશાસનથી વિમુખ પિતાની ઈચ્છાનુસાર ચાલવાવાળા મુનિ પણ શાસનથી બહિર્ભત બનીને આજ્ઞાના આરાધક બનતા નથી.
આજ્ઞાકાંક્ષી થવા માટે તેણે મુનિ ધર્મનાં એવા નિયમનું પાલન કરવું આવશ્યક છે-અરિના–પોતાના માતા પિતા આદિમાં, શબ્દાદિક વિષયોમાં, અને શરીર આદિકમાં નેહ મમતા રહિત થવું, વાતા–એટલે તીર્થંકર પ્રભુની આજ્ઞામાં કુશળતા પ્રાપ્ત કરવી.
ભાવાર્થ –નિયમને સારી રીતે પાળવાવાળી અને તેને દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિની વ્યવસ્થા અનુસાર પાલન કરવાવાળી વ્યક્તિ જેવી રીતે અંધશ્રદ્ધાળુ ન બનીને પોતાના પ્રત્યેક કાર્યને ઉપગપૂર્વક કરે છે, અને તેથી લોકમાં પ્રશંસનીય તેમજ કુશળ મનાય છે. આ જ રીતે જે મુનિ ધર્મના પ્રત્યેક નિયમને સારી રીતે કુશળતાપૂર્વક પાળે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વ્યવસ્થાનુસાર પાલન કરે છે તેવો મેઘાવી મુનિ કોઈ પણ વખતે પોતાના કર્તવ્ય-પથથી ચલિત થતું નથી, અને મુનિ ધર્મ પાલનજન્ય કર્મોની અનંતગુણ નિર્જરારૂપ સુફળથી શોભિત બનીને કમથી મુક્તિને લાભ કરે છે. આ કારણે આવશ્યક છે કે મુનિજન વીતરાગ પ્રવચનમાં સ્થિત બનીને તેના પ્રત્યેક નિયમો અને ઉપનિયમોને સાચો જાણકાર બને. મુનિધર્મમાં દક્ષ મુનિ પાપભીરુ હોય છે. માતાપિતાદિકમાં સ્નેહરહિત મુનિ ગાડીના ધરામાં પુરાતા તેલની માફક દેહની સ્થિતિ માટે જ
શ્રી આચારાંગ સૂત્ર : ૩