Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિને જ સંસાર સમજે છે અને એનાં દુઃખોને જ દુઃખ માને છે, પરંતુ અમારૂં વક્તવ્ય એવું છે કે તેમની માન્યતાથી પણ અધિક સંસાર તથા દુઃખરાશિ છે. પેાતાના હાથથી બધાને સાડાત્રણ (રૂ।।) હાથ સમજવા, એ જે રીતે ભૂલભયુ છે તેવા પ્રકારે પોતાની માન્યતાનુસાર જ સંસાર અને દુઃખ સમજવાં પણ ભૂલ ભરેલ છે, આ સ્થળે દુ:ખાનુ વર્ણન ચાલે છે માટે તેની પ્રધાનતા પ્રગટ કરવા નરનિગોદાદિક ગતિઆના આ જગ્યાએ નિર્દેશ કરેલ છે. નરકાનાં દુઃખોથી પણ વધારે નિગઢગતિનાં દુ:ખો છે જેને વિષયાસક્ત જીવ પ્રાપ્ત કરે છે–સહન કરે છે.
આ લેાકમાં પણ પરસ્ત્રી-આસક્ત જેવા મહામોહી જીવ દુઃખ, વધ, બંધન અને શસ્ત્રાદિજન્ય દુઃખોને તા પ્રાપ્ત કરે જ છે તેમ જ તેને ફાંસી પર પણ લટકવું પડે છે.
અથવા જાણકાર પણ વિષયામાં આસકત પ્રાણી રાગ અને દ્વેષથી બંધાઈ ને વિષયસ્રોતાદ્વારા તે તે વિષયેાની તરફ ખેંચાતા રહે છે. અથવા તે વિષયસેવનકાં દ્વારા આ સંસારસમુદ્રમાં ધકેલવામાં આવે છે. વિષયામાં મુગ્ધ બનેલ પ્રાણી શું પ્રાપ્ત કરે છે? આ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે—ત્ર' ઈત્યાદિ વિષય-લંપટ મનુષ્ય આ સંસારમાં વિષય-સેવન-જન્ય દુઃખને વારવાર પ્રાપ્ત કરતા રહે છે, અથવા આરભ આદિમાં પ્રવૃત્તિ કરતો રહે છે. ગૃહસ્થજીવન, વગર સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્તિ કચે ચાલતું નથી, આ માટે સૂત્રકાર કહે છે કે–સાવદ્ય વ્યાપારામાં પ્રવૃત્તિશાળી ગૃહસ્થ માણસો હોય છે, માટે આમાં જેટલા પણ આર ભજીવી સાવદ્ય વ્યાપાર કરવામાં લાગેલ ગૃહસ્થ માણસો છે તેઓ પૂર્વોક્ત નરક-નિગોદ્યાદિના દુઃખોના અનુભવ કરવાવાળા હોય છે, તેમજ ગૃહસ્થાના આશ્રિત જે દ્રવ્યલિંગી સાધુ હાય છે તે પણ દુઃખોને પ્રાપ્ત કરે છે, આ વાત “ ૫ેવેવ બક્ષ્મીવિનઃ ” આ સૂત્રાંશથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આરભ–અસ યમથી જીવવાના જેના સ્વભાવ છે એ આર ભજીવી છે. સાવધ વ્યાપારમાં તત્પર ગૃહસ્થોમાં જ ષડ્થનિકાયના ઉપમક આરભજીવી, અર્થાત્ સેવા માટે પોતાની સાથે જે ગૃહસ્થોને રાખે છે તથા એના દ્વારા નિર્માપિત અને આધાકર્માદ્રિક દોષોથી દૂષિત આહારથી જે જીવે છે એવા ઢંડી શાકત્યાદિ સાધુ અથવા ગૃહસ્થોની નિશ્રામાં વિહાર કરવાવાળા અવસન્ન-પાસથાદિક અથવા મુનિવેષધારી દ્રવ્યલિંગી સાધુ ઉત્પન્ન થાય છે. અથવા આ આરભજીવી ઠંડી, શાકયાદિ ષવનિકાયોમાં જ ઉત્પન્ન થાય છે.
જે સમ્યગ્દર્શનાક્રિકને પ્રાપ્ત કરીને પણ પાતાની વિપરીત પરિણતિથી તેની સફળતાને પ્રાપ્ત ન કરતાં પાછળથી ચારિત્રાંતરાય ( ચારિત્રમેહનીય ) ના ઉદયથી પુન: સાવદ્ય વ્યાપારના કરવાવાળા મને છે. સૂત્રકાર-‘ત્રાવિવાહઃ વવિથમાનો રમતે વાવેત્તુ મેનુ બારનું મે ાળમિતિ મન્વમાન” આ સૂત્રાંશથી તેવા જીવાનું પ્રદર્શન કરે છે કે દીક્ષાને અંગીકાર કરીને પણ જે સાવદ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૬ ૮