Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશેષાર્થ –એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારે છે. તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. પિતપોતાની એગ્ય પર્યાપ્તિ જે જીવોની સંપૂર્ણ થાય છે તે પર્યાપ્ત અને જેમની પર્યાપ્તિ પુરી નથી થતી તે અપર્યાપ્ત કહેવાય છે. આ જીવે અસંસી હોય છે, આ પ્રકારે બે-ઈન્દ્રિય જીવ, ત્રણ-ઈન્દ્રિય જીવ ચાર-ઈન્દ્રિય જીવ, આ ત્રણ વિકસેન્દ્રિય જીવો, તથા સંજ્ઞિ–પંચેન્દ્રિય અને અસંશિ–પંચેન્દ્રિય જીવ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. વિકલેન્દ્રિય ત્રણ અસંજ્ઞી જ હોય છે. તેને મન નથી હોતું. આ રીતે આ સાતે પ્રકારના જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ પ્રકારે થાય છે, જે અસંયમી જીવો કોઈ પણ પ્રજનવશ અથવા તે પ્રયજન વગર તેની વિરાધના કરે છે તેઓ તે જીવોમાં અનેક પ્રકારની પર્યાને ધારણ કરે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીની ન કેઈનાથી ઘાત થાય છે અને તે જીવે દ્વારા પણ કોઈની ઘાત થઈ શકતી નથી, તે પણ માત્ર મનની દુષ્પરિણતિથી હિંસા થાય છે, આ કારણે ટીકાકારે જીવના ચૌદ ભેદોમાં તેઓને અહીં નિર્દેશ કરેલ છે. અથવા તે જીવેની જે જે પ્રકારે વિરાધના કરે છે તેઓ તે જીની વિરાધનાથી થનારા કર્મબંધને કારણે તેજ જીવનિકાયોમાં જન્મ ધારણ કરી તેવા તેવા પ્રકારે અનેક દુઃખોને અનુભવ કરે છે.
જીવ આવાં સાવદ્ય વ્યાપાર શા માટે કરે છે? તેના ઉત્તરમાં “ગુરલતાથ જામા ” આ વાક્ય સૂત્રકાર કહે છે. એમાં તેમણે બતાવ્યું છે કે એમની ઈચ્છાઓ પ્રબળ છે. હિંસાદિક પાપ કામો કરવામાં તેઓને શબ્દાદિવિષયક ઈચ્છાઓ નિમિત્ત બને છે. આ ઈચ્છાઓને આધીન બનેલા સંસારી જીવ સાવધ વ્યાપાર કરતાં કરતાં “નરક નિગોદાદિકનાં દુઃખ અમારે ભેગવવાં પડશે આવા પ્રકારના ભયથી નિર્મકતા રહ્યા કરે છે. વાત પણ સાચી છે, જેને પાપાદિ વ્યાપારોના ફળસ્વરૂપ નરકનિગોદાદિકનાં ભયંકર દુઃખ સહન કરવો પડશે એવો ખ્યાલ નથી એવા અજ્ઞાની પ્રાયોની શબ્દાદિવિષયક ઈચ્છાઓ જોરદાર હોય તો તેમાં કોઈ આશ્ચ ત્યની વાત નથી. આવી ઈચછાઓને આધીન થયેલા જીવો “આ તજી શકાય તેવું કાર્ય નથી” એવું તે અજ્ઞાનથી માની બેઠા હોય છે. જેનું છોડવું જેઓને માટે અશક્ય હોય છે તે વિષય તેઓને મનભારે કઠીન લાગતી હોય છે. અજ્ઞાની શબ્દાદિક વિષયોને નહીં તજવાજોગ સમજે છે, એટલા માટે અસંયમિત જીવી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫ ૩