Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
Catalog link: https://jainqq.org/explore/004583/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રાવક કવિ મનસુખલાલ ડૉ. કવિન શાહ 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ લેખક ડૉ. કવિન શાહ જેનાથી તત્ત્વનું જ્ઞાન થઈ શકે; ચિત્તનો નિરોધ સાધી શકાય તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં જ્ઞાન કહે છે. શ્રી સમસુત્ત, શ્લોક પર (અનુવાદ) પ્રકાશક કુસુમ કે. શાહ અષ્ટમંગલ એપાર્ટમેન્ટ, ૩/૧, માણેકશા, બીલી ચાર રસ્તા, બીલીમોરા-૩૯૬૩૨૧ 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shravak Kavi Mansukhlal - Life and Works of Shravak Kavi Mansukhlal by Dr. Kavin Shah લેખક : ડૉ. કવિન શાહ પ્રથમ આવૃત્તિ : ઈ.સ. ૧૯૯૯; સં. ૨૦૫૫, આસો સુદ ૧ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૩૦-૦૦ પ્રકાશક : પ્રાપ્તિસ્થાન કુસુમ કે. શાહ અષ્ટમંગલ એપાર્ટમેન્ટ, ૩/૧, માણેકશા, બીલી ચાર રસ્તા, બીલીમોરા-૩૯૬૩૨૧ ટાઇપસેટિંગ : ફર્સ્ટ પેજર ૩૦૩, “વેદાંત', ૭, કલ્પના કૉલોની, મ્યુનિ. માર્કેટની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : ૬૪૩ ૧૧ ૩૪ મુદ્રક : વિજય ઓફસેટ અજય એસ્ટેટ, દૂધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪ પ્રકાશનઆયોજન : ગિરીશ જેસલપુરા ૧૩, તેજપાલ સોસાયટી, ફતહનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ સ.... મ.... "... ણ માતૃદેવોભવ પિતૃદેવો ભવ પૂ. માતા-પિતાનું વાત્સલ્ય, આશીર્વાદ અને માનવીય ગુણોના સંસ્કારસિંચનની પુણ્ય સ્મૃતિમાં પૂ. માતુશ્રી પ્રધાનબહેન અને પૂ. પિતાશ્રી માણેકલાલના ચરણકમળમાં સાદર સમર્પણ. 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાફિકથન શ્રી વિશાનીમા જૈન જ્ઞાતિબંધુઓ ગોધરા, વેજલપુર, લુણાવાડા, કપડવણજ, મહુધા, ચુણેલ, વીરપુર, દાહોદ અર્થાતુ પંચમહાલ અને ખેડા જિલ્લામાં સ્થાયી થયેલા છે. ત્યારપછી વેપાર-ધંધા અને નોકરીને કારણે ઘણી મોટી સંખ્યામાં સ્થળાંતર થતાં અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં લોકો સ્થાયી થયા છે. વિશાનીમા જૈન જ્ઞાતિના વેપારધંધામાં સિદ્ધિ મેળવીને ભૌતિક રીતે સમૃદ્ધ થનાર જ્ઞાતિજનોની સંખ્યા મોટી છે. પણ અધ્યાત્મક્ષેત્રમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર જ્ઞાતિજનો અતિ અલ્પ સંખ્યામાં છે. વેપારી વર્ગના જ્ઞાતિજનોમાં ધાર્મિક અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરેલા બંધુઓ ઘણા છે. પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનને સર્વસાધારણ જનતા સુધી પહોંચાડવા માટે સર્જક તરીકે સિદ્ધિ મેળવનાર અલ્પ છે. તેમાંય પંચમહાલ જિલ્લાના ગોધરા નગરના વિશાનીમાં જ્ઞાતિના કોહીનૂર હીરા સમાન તેજસ્વી, જ્ઞાનમાર્ગના ઉપાસક, શ્રુતજ્ઞાનપ્રેમી ને કવિ તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર “મનસુખલાલ” સર્વપ્રથમ છે. અધ્યાત્મવાદના વારસાનું આચમન કરાવવા માટે ગોધરાના નરરત્ન શ્રી અમૃતલાલ મહાસુખ પારેખ કે જેઓશ્રી શ્રીમદ્ રાજચંદ્રના ઉચ્ચકોટિના અનુયાયી હતા. તેઓ રાજચંદ્રની વિચારધારાને સાક્ષાત્ જીવનમાં આચરણ - પ્રવચન ને વાર્તાલાપ દ્વારા આત્મસાત્ કરીને રાજચંદ્રમય બની ગયા હતા. એમની નસેનસમાં શ્રીમદ્ભા સાત્વિક વિચારોનો પ્રવાહ વહેતો હતો. સમગ્ર જીવન અધ્યાત્મવાદને સમર્પણ કરીને ગોધરાનું ગૌરવ વધાર્યું છે. આ ગૌરવને ચાર ચાંદ લગાવનાર કે મંદિર પર કળશ ચઢાવવાનું પવિત્ર કાર્ય કરનાર જો કોઈ હોય તો તે મનસુખલાલ છે. અર્વાચીન સમયના જ્ઞાતિબંધુઓને મનસુખલાલનું નામ શ્રવણ કર્યાનું સ્મરણ હોય, બાકી એમના ભરપૂર તત્ત્વજ્ઞાનથી ઊભરાતા અધ્યાત્મવાદના કીમતી ગ્રંથોની માહિતી ભાગ્યે જ હશે. પ્રસ્તુત પુસ્તકમાં કવિ મનસુખલાલના તત્ત્વદર્શી વિચારોનો એમના ગ્રંથોને આધારે પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. “ઉંબર મૂકીને ડુંગર પૂજવા જઈએ” તે પહેલાં આપણે જ્ઞાતિના કવિ વિશે પરિચય મેળવીને આપણી જાતને ધન્ય માનવાનો અવસર ચૂકી 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ જઈએ નહિ તેનો ખ્યાલ રાખવો જોઈએ. વ્યવહારજીવનમાં ગમે તેટલી સિદ્ધિ મેળવીએ તો તે આ જન્મ પૂરતી જ છે. જ્યારે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, આત્મસ્વરૂપનો પરિચય કરાવે તેવા ગ્રંથોનું જ્ઞાન એ તો ભવોભવનું ભાથું છે કે આત્માને સાચો માર્ગ બતાવે છે તે દૃષ્ટિએ પણ મનસુખલાલની કાવ્યસૃષ્ટિમાં સફર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો જિનશાસન પામ્યા પછી જિનવાણી શાસ્ત્રના વિચારોને પામવા માટે સાચો રાહ બતાવવાનો એમનો “આંગળી ચીંધ્યાનું પુણ્ય” માનીને કૃતિઓનો રસાસ્વાદ માણીએ તો જૈનકુળ, જૈનત્વ અને વિશાનીમા જ્ઞાતિબંધુ તરીકે આપણે જિનશાસનના વફાદાર સાધર્મિક છીએ એમ માની શકાય. આ પુસ્તકમાં કવિના ત્રણ ગ્રંથોનો પરિચય આપવામાં આવ્યો છે. એમની બધી જ કૃતિઓ પ્રગટ થઈ શકે તેમ નથી એટલે એમના ગ્રંથોમાંથી પસંદગી કરીને સ્તવન, ચૈત્યવંદન, સક્ઝાય, થોય, પદ, ગઝલ, પૂજા, ઢાળ, ગહુલી વગેરે નાની-મોટી કાવ્યકૃતિઓ પ્રગટ કરવામાં આવી છે, આ કૃતિઓ કવિની કલમની પ્રસાદી રૂપે છે. તેમાંથી આધ્યાત્મિક આનંદ અને ઉપશમભાવની અનુભૂતિ થાય તેવી ક્ષમતા છે. પૂર્વના પુણ્ય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને કારણે વિશાનીમા જ્ઞાતિનું ગૌરવ વધારનાર આત્મકલ્યાણ કરનારા મોક્ષમાર્ગના યાત્રી મુમુક્ષુ સાધુ-સાધ્વીજીની સંખ્યા પણ ગણનાપાત્ર છે તેની પણ અત્રે નોંધ લેવામાં આવે છે. મનસુખલાલ વિશે નોંધ કરીએ છીએ ત્યારે શ્રાવકવર્ગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. સંસારની જંજાળમાં પડેલા માનવીને આવા તત્ત્વજ્ઞાનની શુષ્ક વાતો કરવાની, સર્જન કરવાનું અને ઉપદેશ આપવાનું પુણ્ય કાર્ય કરવાની તમન્ના થાય તે પણ પૂર્વના પુણ્યનો ઉદય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે તે નિઃશંક સ્વીકારવું પડશે. તત્ત્વજિજ્ઞાસાને જાગૃત કરીને સંતૃપ્ત કરવાના માર્ગમાં વિશેષ પ્રગતિ કરવા માટે કવિ મનસુખલાલની કાવ્યસૃષ્ટિનો પરિચય પ્રેરક, પોષક ને પથ પ્રદર્શક બને તેમ છે. તત્ત્વની વિચારધારા કઠિન છે એમ માનીને તેની ઉપેક્ષા ન સેવતાં તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવશ્ય પુરુષાર્થ કરવો ૫ 2010_03 WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. કવિના પુરુષાર્થની સાથે એક વાચક તરીકે સક્રિય બનીએ તો દ્રવ્યાનુયોગનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. પ્રશ્ન એ જ છે કે આત્મા પ્રત્યેનું દૃષ્ટિબિન્દુ કેળવીએ. વ્યવહારથી ક્રિયા વગેરે કરીએ પણ ઉપયોગ અવશ્ય હોય ને લક્ષ આત્મશુદ્ધિ ને શાશ્વત સુખનું હોય તો જૈન દર્શનના સાચા રહસ્યને પામી જીવન કૃતાર્થ થાય. શ્રી દોલત ભટ્ટ “ગુજરાત સમાચાર'ના “ધરતીનો ધબકાર” કૉલમમાં મનસુખલાલનો મિતાક્ષરી પરિચય આપતાં “મહાન સંસારી સાધુ મનસુખલાલજી” એમ નોંધ્યું હતું. શ્રીમાન મનસુખલાલના ચિત્ર તરફ દૃષ્ટિ કરતાં અધ્યાત્મપુરુષના મુખારવિંદની સ્મૃતિ તાજી થાય છે. સંસ્કૃત ભાષામાં ઉક્તિ છે કે “સારુતિઃ TIIનું ઋથતિ”ને ન્યાયે કવિના ફોટાના દર્શનથી એમની આધ્યાત્મિક પ્રકૃતિનો પ્રાથમિક પરિચય મળે છે. કવિ માટે આ ઉક્તિ યથાર્થ લાગે છે. વિશેષ તો એમના જીવન અને કવનનો પરિચય થાય ત્યારે જ એમના વ્યક્તિત્વમાં રહેલી આધ્યાત્મિક ભાવના અને નિજાનંદે મસ્ત પ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રાવક કવિ મનસુખલાલના પુસ્તકમાં સ્વ. હસમુખભાઈ ગાંધી : પુણ્ય સ્મરણ તરીકે એમની જીવનઝરમરને આગળના પાનાંઓમાં પ્રાફિકથન પછી સ્થાન આપવામાં આવ્યું છે. એક સહાધ્યાયી સાધર્મિક અને પ્રિય સુહૃદ તરીકે એમની સાથેનો ઘનિષ્ઠ પરિચય હોવાથી ગુણાનુરાગની દૃષ્ટિએ સતશ્રીના જીવન વિશે નોંધ લખી છે તેમાં સદ્દગતશ્રીના નિકટવર્તી મિત્ર શ્રી રજનીભાઈ એસ. સોની (વેજલપુરવાળા)ના કેટલાક વિચારોનો સમાવેશ કરીને એમની મિત્ર પ્રત્યેની સદૂભાવનાનું ઋણ પ્રગટ કરવાની અદમ્ય અભિલાષાને શબ્દસ્થ કરવામાં આવી છે. પૂ. આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ અને પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિ મ.સા.ની અસીમ કૃપા અને માર્ગદર્શન માટે અનુમોદના સહ ભાવપૂર્વક વંદન કરું છું. આ પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવા માટે અ.સૌ. રીટા શાહ અને પ્રકાશન-આયોજન કરવા માટે ગિરીશ જેસલપુરાનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. જય જિનેન્દ્ર. બીલીમોરા – ડૉ. કવિન શાહ 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હસમુખભાઈ ગાંધી : પુણ્યસ્મરણ સ્વ. વાડીલાલ નાથજીભાઈ ગાંધીના સુપુત્ર સ્વ. કેશવલાલ વાડીલાલ ગાંધીના લાડકવાયા પુત્ર હસમુખભાઈનો જન્મ વેજલપુર (પંચમહાલ)માં તા. ૩૧/૧૦/૧૯૩૪ના રોજ માતુશ્રી ચંદનબહેન (ચંચળબહેન)ની કુક્ષિએ થયો હતો. એમના પરિવારના વારસાગત ધાર્મિક સંસ્કારોનું સિંચન માતા અને વિદ્યાગુરુ દ્વારા થયું હતું. બાલ્યવસ્થાથી જ એમની પ્રતિભાની લાક્ષણિકતા જોવા મળી હતી જેનો પરિચય એમના જીવન અને કાર્યો દ્વારા જાણવા મળે છે. લઘુવયમાં પિતાની છત્રછાયા ગુમાવીને કાકાશ્રી નગીનભાઈ અને કાન્તિભાઈની નિશ્રામાં કેટલાંક વર્ષો વિતાવ્યાં. એમની કુશગ્ર બુદ્ધિને કારણે ધાર્મિક અને વ્યવહારના અભ્યાસમાં પ્રથમ પંક્તિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એમને વિશેષ રીતે સંસ્કૃત ભાષા અને જૈન તત્ત્વજ્ઞાનમાં ઊંડી અભિરુચિ હતી. મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી એમ.એસ. યુનિ. વડોદરાની કૉમર્સ વિદ્યાશાખામાં અભ્યાસ શરૂ કર્યો પણ ધંધાની જવાબદારી સ્વીકારવાની કાન્તિકાકાની આજ્ઞાને વશ થઈ ધંધામાં પ્રવેશ કર્યો. ઑઇલ મિલના ધંધામાં જોડાઈને નાનામાં નાની પ્રવૃત્તિથી મોટી જવાબદારીભરેલી કામગીરી કરીને એક વેપારી તરીકે ઝળહળતો વિજય મેળવીને ઑઇલ મિલના વેપારી તરીકે તેઓ ખ્યાતિ પામ્યા હતા. વેપાર-ધંધામાં જરૂરી હિંમત, સાહસ, ગંભીરતા અને કાર્યક્ષમતા ને જવાબદારીપાલનની ઉચ્ચતમ ભાવના જેવા ગુણોથી એમણે ઉદ્યોગપતિ તરીકે સફળતા પ્રાપ્ત કરી હતી. વેપાર-ધંધાની સાથે ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓમાં પણ તન, મન અને ધનથી સમય અને શક્તિનો સર્વ્યય કરીને એમની કર્તવ્યપરાયણતાનો સૌ કોઈને પરિચય કરાવ્યો હતો. લાયન્સ ક્લબના સામાન્ય સભ્યપદમાંથી મંત્રી, પ્રમુખ અને ગવર્નર તરીકેની યશસ્વી કારકિર્દી(ડી. ૩૨૩ F)માં આજે પણ એક ઔતિહાસિક ૭ 2010_03_ Page #9 -------------------------------------------------------------------------- ________________ ઘટના ગણાય છે. લાયનવાદમાં વિચારોનો પ્રવાહ એમની નસેનસમાં વહેતો હતો. અને તેને માટે ઘણી વાર વેપાર-ધંધો કે અન્ય પ્રવૃત્તિને ગૌણ કરીને લાયનવાદને સફળ બનાવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. એમનો મિલનસાર સ્વભાવ, આયોજન અને અમલીકરણની ચતુરાઈ, અસરકારક વક્તવ્ય, બુદ્ધિયુક્તતા ને વિચક્ષણતા જેવા ગુણોથી લાયનવાદી મેમ્બર તરીકે સફળ થયા હતા. લાયન્સ ક્લબની પ્રવૃત્તિમાં જોડાયા પછી એમના વેપારી રીતરસમના વેશમાંથી gentleman type વેશભૂષામાં આકર્ષક વ્યક્તિત્વ પાંગર્યું હતું. પંચમહાલ જિલ્લાથી વલસાડ સુધીની ડી. ૩૨૩ ની લાયન્સ ક્લબની એમની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ આજે પણ એક મધુર સંસ્મરણ બની ગઈ છે. એમની પ્રતિભાના પ્રભાવથી મિત્રવર્તુળના નાનામાં નાના વેપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારી સુધી વિસ્તર્યું હતું. તેઓશ્રી સૌના દિલોજાન દોસ્ત જેવા હતા. ચિત્રવિચિત્ર સ્વભાવ અને કામ કરવાની અન્ય લોકોની રીત હોવા છતાં એમને પોતાના વ્યક્તિત્વથી સર્વ સ્થળે અનન્ય સન્માન ને લોકચાહના મેળવી હતી. લાયન્સ ક્લબના અન્ય ગવર્નરોની સરખામણીમાં સ્વ. હસમુખભાઈની લોકપ્રિયતા અદ્યાપિપર્યત ચિરંજીવ સ્મૃતિ પ્રાપ્ત કરે છે. વેજલપુરમાં કે. કે હાઈસ્કૂલ, ચંદનબહેન ચેરિટેબલ ટ્રસ્ટ, વશાનીમા જૈન વિદ્યોત્તેજક મંડળ, મુંબઈ મિલ ઓનર્સ એસોસીએશન, કપડવણજ કેળવણી મંડળ, મફતલાલ કાન્તિલાલ છાત્રાલય, લાયન્સ ક્લબ કપડવણજ આઈ હૉસ્પિટલ, જયંત હૉસ્પિટલ, મીઠાભાઈ ગુલાબચંદ પાંજરાપોળકપડવણજ જેવી સંસ્થાઓમાં સક્રિય કાર્યકર્તા તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહ્યા હતા. એમણે બાયપાસ સર્જરીના કારણે ધંધાકીય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સમય ઓછો કરવાનો નિશ્ચય કર્યો હતો પણ એમની કર્તવ્યપરાપણતાની પ્રબળ ભાવના હોવાથી નિવૃત્ત થઈ શક્યા ન હતા. જેને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમનું યોગદાન નોંધપાત્ર હતું. સાધુસાધ્વી વૈયાવચ્ચ, શ્રુતજ્ઞાન ભક્તિ, સીદાતા સાધર્મિકને સહાય, ગુપ્તદાન ૮ 2010_03 WWW.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ જેવી કામગીરીથી એમની ઉદારતા, ધર્મપ્રિયતા અને જિન શાસન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો હતો. “સ્વ. હસમુખભાઈ એટલે વેપાર-ધંધાની સાથે જનસેવા એ પ્રભુસેવા છે એ ભાવનાથી વિકાસ માટે સમર્પિત કાર્યદક્ષતાનું આદર્શ જીવન.” એમના દેહવિલયની રાત્રિએ ૧૧-૧૫ મિનિટ સુધી જીવદયાની સંસ્થાના હિસાબનું ઑડિટ અને અન્ય કામકાજ અંગે ક્લાર્કને સમજણ આપીને કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું હતું. એમનું મૃત્યુ એ મહોત્સવ હતું કે જેમાંથી સતત કર્તવ્યપરાયણતા ને સેવાની સૌરભ પથરાયેલી હતી. તે જ મધ્યરાત્રિએ કફ અને શ્વાસની તકલીફ થઈ. અતિઅલ્પ સમયમાં એમણે ચિરવિદાય લીધી. એ દિવસ હતો માર્ચ ૧૧, ૧૯૯૭નો. આજે એમનો પાર્થિવ દેહ નથી, પણ એમની અસ્મિતા વિવિધ સંસ્થાઓના વિકાસમાં એકરૂપ થયેલી નિહાળી શકાય છે. એમના વ્યક્તિત્વમાં સાહસ, કર્તવ્યપરાયણતા, સેવાપ્રવૃત્તિ, ધર્મભાવના, ઉદારતા, મિલનસારપણું, મૈત્રીપૂર્ણ વ્યવહાર, લાગણીશીલતા, સલાહકાર ને માર્ગદર્શક વ્યવહારકુશળતા વગેરે લક્ષણો સાહજિક હતાં. એમની બહુમુખી પ્રતિભા સ્મૃતિસંવદનો દ્વારા દૃષ્ટિગોચર થાય છે. આજની ક્ષણે એમના નામની આગળ સ્વર્ગસ્થ શબ્દ મૂકતાં કલમ ક્ષોભ અનુભવે છે. જીવનની ષષ્ટિપૂર્તિ કરતાં પહેલાં જ અનંતની યાત્રા એમનું લક્ષ્ય બની ગયું. જીવનને ધન્યતા આપવાના કાર્યાન્વયન દ્વારા સમાજસેવાની પગદંડીને ઉજ્જવલ બનાવી ગયા. પ્રેમ, ત્યાગ અને હૃદયની શુદ્ધતા જેવાં મહામૂલ્ય અને શ્રેષ્ઠતમ જીવનતત્ત્વો દ્વારા જીવન અને કર્મ પ્રત્યેનો અભિનવ દૃષ્ટિકોણ એમની સંસ્કારશૈલીનું સારસ્વત અભિવ્યક્તિકારક હતું. આયુષ્યના માંગલ્યની કુમકુમ પત્રિકામાં ઈશ્વરપ્રદત્ત સર્વોત્તમ વરદાનોના એ સભાગી હતા. અને એ પત્રિકા તેમણે સ્નેહ-પ્રેમના અક્ષરોથી સ્વયં શૃંગારિત કરી હતી. ક્રોધ, દ્વેષ, ઈર્ષા જેવા નકારાત્મક તત્ત્વોનાં પરિણામોને શક્તિવંત થતાં રોકવાની પ્રક્રિયામાં જ તેઓ જીવનમાં એક વિશિષ્ટ વ્યક્તિત્વની સાર્થકતા સંપાદન કરી શકતા હતાં. એ એમના 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ માનસજગતની તેમજ કર્મ પ્રત્યેની જાગરૂકતાનો સંકેત આપે છે. એમની જીવનશૈલી બીજાના જીવન માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તેટલી પ્રશંસનીય અને ઊર્ધ્વગામી હતી એમ કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નથી. સદ્ગત શ્રી હસમુખભાઈ કેશવલાલ ગાંધીની પુણ્યસ્મૃતિ ને આત્મશ્રેયાર્થે શ્રાવક કવિ મનસુખલાલનું પુસ્તક પ્રગટ કરવામાં ગં. સ્વ. વીરપ્રભાબહેને મુખ્ય આર્થિક સહાયક તરીકે લાભ લઈને શ્રુતજ્ઞાન ભક્તિની પરંપરાનું સાતત્ય જાળવી રાખ્યું છે તેની અનુમોદના કરું છું ને શુભેચ્છા પાઠવું છું. “Mr Hasmukhbhai Gandhi lived in sincere deeds and not in years." – ડૉ. કવિન શાહ બીલીમોરા. ૧૦ 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની વંશાવળી મહાસુખલાલ મગનલાલ મણિલાલ નગીનદાસ | મંગળદાસ રમણલાલ પાનાચંદ સુરેન્દ્ર ચંદ્રવદન જગદીશ બિપીન સુધીર મૂકેશ રાજીવ મિતેષ | મેહુલ વિપુલ પાર્થિવ વિંદન ચીમનભાઈ રજનીભાઈ હસમુખભાઈ પ્રેરક અતુલ [ રાજેશ વિજય તારક શ્રેયક બચુભાઈ હર્ષદભાઈ | નવીન દિનેશ ચંદ્રકાંત જશવંત પ્રકાશ ચેતન રિકેશ શીલ ૧૧ 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. કવિજીવન અને કાવ્યસર્જન હુકમ મુનિનો પરિચય સાહિત્યસર્જન ૨. કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય સુમતિ વિલાસ સુમતિ વ્યવહાર સુમતિ પ્રકાશ નવપદનું સ્વરૂપ આધ્યાત્મિક પદો ૩. મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ચૈત્યવંદન સ્તવન સજ્ઝાય ગહુલી ગઝલ સ્તુતિ નવપદની પૂજા પદ આરિત ૪. ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) પદોનો પરિચય નયવાદ ૫. મનસુખલાલની કવિપ્રતિભા ૬. ઉપસંહાર ૧૨ 2010_03_ ૧૨ ૫૪ ૧૧૭ ૧૩૧ ૧૩૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હસમુખલાલ કે. ગાંધી જન્મસ્થળ : વેજલપુર, ૩૧-૧૦-૧૯૩૪ અવસાન : કપડવણજ, ૧૧-૩-૧૯૯૭ 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સૌજન્ય શ્રુતજ્ઞાન-ભક્તિ નિમિત્તે દ્રવ્ય-સહાયકોની અનુમોદના અને હાર્દિક આભાર. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, દાહોદ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોધરા પંચમહાલ) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વેજલપુર (પંચમહાલ) સ્વ. શેઠશ્રી પાનાચંદ ખેમચંદ ગાંધી પરિવાર (વેજલપુરવાળા), વડોદરા સ્વ. હસમુખલાલ કેશવલાલ ગાંધી, કપડવણજ (ગં.સ્વ. વીરપ્રભાબહેન) સ્વ. શાહ મણિલાલ મહાસુખલાલ પરિવાર (ગોધરાવાળા), અમદાવાદ 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ કવિજીવન અને કાવ્યસર્જન જૈન સાહિત્ય સાધુ-કવિઓની કલમથી વિશેષ પ્રમાણમાં સર્જાયું છે. ઘણી ઓછી સંખ્યામાં શ્રાવકોએ સાહિત્યનું સર્જન કર્યું છે. શ્રાવક વર્ગમાંથી સર્જન કરનાર એક મહાનુભાવ કવિ મનસુખલાલ પંચમહાલ જિલ્લાના ગોધરામાં જન્મ્યા ને ગોધરાને કર્મભૂમિ બનાવી હતી. કવિનો જન્મ સંવત ૧૮૯૯માં મહા વદ ૧૪ના દિવસે માતા જયંતીની કુક્ષિએ ગોધરામાં થયો હતો. પિતા હરિલાલ વ્રજલાલ ધર્મવૃત્તિવાળા હતા. એટલે બાલ્યકાળથી કવિએ જૈન ધર્મના આચારવિચાર અને સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. દાદાશ્રી દોશી અંબાઈદાસ દયાળજીના સંપર્કથી સંસ્કારસિંચન થયું હતું. કવિએ ખાનગી શાળામાં હિસાબની પદ્ધતિ અને વેપારનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું હતું. ગોવા નિવાસી ડેવિડ નામના અંગ્રેજી વ્યક્તિ પાસે રહીને અંગ્રેજી શિક્ષણ લીધું હતું. ૧૩ વર્ષની વયે મોરારજી કસનજીની બીજી દીકરી સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પ્રસંગે પાનબીડું અને કંસાર ખાવાના રિવાજની અવગણના કરી અને રાત્રિભોજન ન કર્યું. જીવનનિર્વાહ અર્થે સંવત ૧૯૧૯માં ગોધરા શહેરના મુખી શેઠ ઈસ્માઈલજી ગુલામહુસેન સાહેરવાલાને ત્યાં પાંચ વર્ષ નોકરી કરીને નાણાંની બચત કરી. સંવત ૧૯૨૪ની સાલમાં કલકત્તામાં વ્યાપાર માટે જવાનો નિર્ણય કરીને કવિ વડોદરા આવી પહોંચ્યા. અહીં થોડોઘણો વેપાર કરીને કમાણી કરી. વડોદરામાં પૂર્વના જાણીતા વેપારી દાહોદનિવાસી મહંમદઅલીની મુલાકાત થઈ. પરિણામે તેઓ મહંમદઅલીની સલાહથી કલકત્તા જવાનો વિચાર છોડીને એમની સાથે દાહોદ ગયા. અહીંયાં કમિશન એજન્ટનો ધંધો શરૂ કર્યો અને તેમાં પ્રગતિ થતાં ધંધામાં સ્થાયી થયા. 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ સંવત ૧૯૩૯ની સાલમાં કવિએ ધંધાની જવાબદારી પોતાના મોટા દિીકરા મગનને સોંપીને નિવૃત્તિ લીધી હતી. આર્થિક જવાબદારીમાંથી ચિંતામુક્ત થવાથી કવિની જ્ઞાનોપાસના વધુ તેજસ્વી બની. અધ્યયન-ચિંતન અને મનન દ્વારા જ્ઞાનદૃષ્ટિનો વિકાસ થયો જેના પરિણામે ભવિષ્યમાં જૈન દર્શનના સફળ ઉપદેશક બન્યા હતા. તેઓ ગામ બહાર ફરવા જતા ત્યારે અને મધ્યરાત્રિએ જાગીને આત્મસ્વરૂપની ઝાંખી કરવા માટે શુદ્ધ ઉપયોગમાં રહેવાનો પ્રયત્ન કરતા હતા. કવિના બીજા પુત્ર મહાસુખલાલ બી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રેવન્યુ ખાતાના અધિકારી તરીકે કામ કરતા હતા. એક વખત જૈન સાધુ રામવિજયનો પરિચય થયો અને એમની પાસેથી સંસ્કૃત અને માગધી ભાષાનું જ્ઞાન સંપાદન કર્યું. તેઓ વ્યવહારકુશળ હતા. બાલ્યાવસ્થામાં દાદા અંબાઈદાસ સાથે ઉપાશ્રયમાં જઈને એકચિત્તે વ્યાખ્યાન સાંભળતા હતા. તેના પ્રભાવથી જૈન ધર્મના સંસ્કારો પુનર્જીવિત થયા. તેના પરિણામે રાત્રિભોજન અને કંદમૂળત્યાગનો નિયમ ગ્રહણ કર્યો. જૈન ધર્મના અભ્યાસથી તેઓ પ્રભાવિત થયા અને નિશ્ચય કર્યો કે સાચા નિગ્રંથને જ હું ગુરુ માનીને વંદન કરીશ. ૧૧ વર્ષની વયે આવશ્યક ક્રિયાનાં સૂત્રો ઉપરાંત જીવવિચાર અને નવતત્ત્વ જેવા જૈન દર્શનના પ્રારંભિક તાત્ત્વિક ગ્રંથોનો અભ્યાસ કરીને પોતાની અસાધારણ બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવ્યો. એમણે ઉપવાસ અને આયંબિલ તપની આરાધના કરીને મનની સ્થિરતા કેળવી હતી. જૈન દર્શનના અભ્યાસથી સમક્તિ વિષે શંકા જાગી અને સાચા ગુરુની શોધ કરી. આ સમયે વિદ્યમાન જૈન સાધુઓ અને પંડિતો પાસે પોતાની શંકાનું નિવારણ કરવા પ્રયત્ન કર્યો પણ એમના જવાબથી કોઈ 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ કવિજીવન અને કાવ્યસર્જન સંતોષ ન થયો. સમકિત નિર્મળ કરવાની પ્રવૃત્તિના ઊંડા વિચારોમાં આવશ્યક ક્રિયા પ્રત્યે બેદરકારી આવી ગઈ. ક્રિયાની જડતા, શ્વેતામ્બરદિગમ્બરના ભેદથી સાધુ પ્રત્યે સન્માનની ભાવના ઓછી થઈ. પોતાની પૂર્વભવની આરાધના અને જ્ઞાનના ક્ષયોપશમને કારણે જૈન ગ્રંથોનો સ્વયં અભ્યાસ કર્યો. બાઇબલ, ષડ્રદર્શન, વેદ જેવા ગ્રંથોનું પણ જ્ઞાન સંપાદન કર્યું હતું. તત્ત્વજ્ઞાનવિષયક વિચારો સમજીને અન્યને સમજાવવા માટે વાર્તાલાપ અને ઉપદેશની પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. જૈન દર્શનના રહસ્યને સમજવા માટે તેઓ સાચા ગુરુની શોધમાં હતા ત્યારે હુકમ મુનિનો પરિચય થયો. તે પ્રસંગનો અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિના મિત્ર શાહ મનસુખલાલ દેવચંદને હુકમ મુનિના આગમનની જાણ થઈ અને એમનો પરિચય થતાં એમ લાગ્યું કે કવિની શંકાનું નિવારણ હુકમ મુનિ કરી શકે તેમ છે. એટલે મિત્ર મનસુખલાલ દાહોદ પત્ર લખીને રૂબરૂ આવવા કવિને જણાવ્યું ત્યારે કવિએ પ્રત્યુત્તર પાઠવ્યો કે મને સાધુઓને મળવાની ઇચ્છા નથી. કવિને લખ્યું કે તમારા મુખ્ય પ્રશ્નો મને લખી મોકલો. હું મહારાજશ્રીને મળીને તેના ઉત્તર લખી મોકલીશ. પ્રશ્ન : ૧. ગુણઠાણાં એટલે શું ? ૨. ધર્મ શું ? તે રૂપી કે અરૂપી ? અને તે આત્માથી ભિન્ન * કે અભિન્ન ? ૩. ધર્માસ્તિકાય બંધ પર્યાય તે શું? આ પ્રશ્નો ગહન છે અને ઘણા લાંબા સમય સુધી સમજાવવામાં આવે તો પણ તેનો ઉત્તર પૂર્ણ થાય તેમ નથી. છેવટે મિત્રની વિનંતીથી હુકમ મુનિએ સંક્ષેપમાં પ્રશ્નના ઉત્તર લખાવ્યા. કવિએ મિત્રનો પત્ર વાંચ્યો અને અતિ હર્ષોલ્લાસમાં આવી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ મુનિ જ્ઞાની 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ લાગે છે. એટલે નોકરીની પરવાહ કર્યા વગર શેઠની રજા લઈને દાહોદથી ગોધરા આવી મિત્ર અને બીજા શ્રાવકો સાથે વેજલપુર પાસે ગુસર ગામમાં બિરાજમાન હુકમ મુનિની મુલાકાત કરી. અહીં પ્રશ્નનો ઉત્તર મુનિના મુખેથી સાંભળતાં કેવળજ્ઞાનીની વાણીથી સંશય દૂર થાય તેમ કવિની શંકાનું સમાધાન થયું. મનમાં ક્લેશ હતો તેને સ્થાને સમાધિ આવી. પરિણામે જ્ઞાનાનંદની અપૂર્વ લહેરમાં લીન થઈને નિશ્ચય કર્યો કે આ જ મારા ગુરુ અને ધર્માચાર્ય. પછીથી ગુરુને વિનંતી કરીને ગોધરા પધારવા જણાવ્યું. હુકમ મુનિ ગોધરા પધાર્યા. કવિએ આઠ દિવસ સુધી સતત સત્સંગ કરીને જૈન દર્શનના રહસ્યોને પામી શક્યા. અન્ય પ્રશ્નોના પણ સંતોષકારક જવાબ મળવાથી આનંદ ને પરિતોષ થયો. મહારાશ્રીની શુદ્ધ નયની દેશનાથી પ્રભાવિત થયા અને જૈન દર્શન પ્રત્યેની શ્રદ્ધા વધુ દૃઢ બની ને ગુરુ પ્રત્યેનો પૂજ્યભાવ પ્રગટ્યો. હુકમ મુનિના સત્સંગથી એમના વિચારોમાં પરિવર્તન આવ્યું. એમણે વિચાર્યું કે પુદ્ગલ, દ્રવ્યાદિ રાગદ્વેષનો ત્યાગ કરી ઉપયોગ-સ્થિરતા અંગે શુદ્ધ નયે સ્વાધ્યાય કર્યા કરવો. દાહોદ પહોંચ્યા ત્યાં સુધી અને ત્યાર પછીના જીવનમાં તાત્ત્વિક આનંદની મસ્તી દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી. પછી મુનિ દેવચંદ્રજીકૃત નયચક્રસાર અને આગમસારનો અભ્યાસ કર્યો. કુંદકુંદાચાર્યનું ‘સમયસાર', ‘પંચાસ્તિકાય’, ‘પ્રવચનસાર', ‘અષ્ટપાહુડ' ગ્રંથો ઉપરાંત યશોવિજયજી ઉપાધ્યાયજીકૃત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’, ‘અધ્યાત્મસાર' વગેરે તાત્ત્વિક ગ્રંથોનું અધ્યયન કર્યું. ૪ આટલા ઊંડા તત્ત્વ-પરિશીલન પછી ગોધરા, વેજલપુર અને દાહોદમાં ઉપદેશ આપીને ભક્તોને જૈન દર્શનમાં શ્રદ્ધાળુ બનાવી આત્મસ્વરૂપ પામવા માટેની જિજ્ઞાસા જગાડી. વ્યવહારમાંથી નિશ્ચય તરફ જવા માટે શાસ્ત્રોક્ત માર્ગ દેખાડ્યો. શાસ્ત્રાભ્યાસની ઉત્કટ ભાવના હતી તે સ્વયંવાંચન અને અન્ય વ્યક્તિની સહાયથી શ્રવણ દ્વારા પૂર્ણ કરીને તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. કવિને હુકમ મુનિનો પરિચય સંવત ૧૯૧૫માં ગુસરમાં થયો હતો. 2010_03_ Page #20 -------------------------------------------------------------------------- ________________ કવિજીવન અને કાવ્યસર્જન આ પ્રસંગે એમના જીવનમાં પરિવર્તન લાવીને જ્ઞાનોપાસના તથા આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિશેની જિજ્ઞાસા જગાડીને તે માર્ગમાં વધુ પ્રવૃત્ત થવા માટે પ્રેરક નીવડ્યો હતો. કવિની ઇચ્છાનુસાર સાચા ગુરુની પ્રાપ્તિ થઈ એ ગુરુના જીવનનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. ગુરુ પ્રત્યેના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. કવિના જીવનમાં આત્મલક્ષીપણાની ભાવનાથી સાચી દિશા-માર્ગ, દર્શકના જીવનનો પરિચય પણ ઉપયોગી હોવાથી અત્રે તેને સ્થાન આપ્યું છે. હુકમ મુનિનો પરિચય રાધનપુરના વીશા શ્રીમાળી લાલચંદની પત્ની અચરતની કુલિએ સંવત ૧૮૮૭માં તે જન્મ્યા હતા. એમણે સ્વયંસ્કુરણાથી – પૂર્વજન્મના મહાન પુણ્યોદયે ચારિત્ર સ્વીકાર્યું. સંયમજીવનના પાયારૂપ અનેકવિધ તપશ્ચર્યા કરીને ગ્રામાનુગામ વિહાર કરીને જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોતત્ત્વજ્ઞાનની લોકોને લ્હાણ કરી, એમની ધર્મોપદેશની પ્રવૃત્તિથી જૈન સમાજમાં ધાર્મિક જાગૃતિ આવી ને સાથે સાથે શુદ્ધાત્મલક્ષી ધર્મપરાયણતામાં લોકોની રસવૃત્તિ કેળવાઈ. તેઓશ્રી સુરતમાં સ્થાયી થયા હતા. એમની સ્મૃતિમાં ઉપાશ્રયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ સુરત શહેરમાં હુકમ મુનિનો ઉપાશ્રય વિદ્યમાન છે. એમનો કાળધર્મ સંવત ૧૯૪૮માં થયો હતો. ૪૫ વર્ષના સંયમજીવનની આરાધનાના પરિપાકરૂપે હુકમ મુનિએ ગદ્યપદ્ય-રચનાઓ દ્વારા જૈન સાહિત્યના તત્ત્વજ્ઞાનના વારસાને ગુજરાતી ભાષામાં પ્રગટ કરવા માટેનું મૂલ્યવાન કાર્ય કર્યું હતું. એમની સાહિત્યકૃતિઓની યાદી નીચે મુજબ છે : “સખ્યત્વ સારોદ્ધાર', “જ્ઞાનવિલાસ', “તત્ત્વસારોદ્ધાર’, ‘જ્ઞાનભૂષણ', હુકમવિલાસ', “આત્મચિંતામણિ', “પ્રકૃતિપ્રકાશ”, “પદસંગ્રહ', ધ્યાનવિલાસ', “મિથ્યાત્વ વિધૂસણ અભાવ પ્રકરણ અનુભવ પ્રકાશ', અધ્યાત્મ સારોદ્ધારબોધ દિનકર'. 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ હુકમ મુનિનું સાહિત્ય દ્રવ્યાનુયોગને અનુસરીને આત્મલક્ષી-. આત્મસ્વરૂપ પામવા માટેના શાસ્ત્રીય વિચારોને પ્રગટ કરે છે. હુકમ મુનિનો સંક્ષિપ્ત પરિચય અત્રે આપવાનું પ્રયોજન એ છે કે કવિ મનસુખલાલ જ્યારે સાચા તત્ત્વદર્શી ગુરુની શોધમાં હતા ત્યારે એમનો પરિચય થયો અને કવિની ધાર્મિક શંકાઓનું સમાધાન આ મુનિએ કર્યું હતું. તેઓશ્રી આ મુનિના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. કવિની રચનાઓ પર મુનિશ્રીના વિચારોનો પ્રભાવ પડેલો નિહાળી શકાય છે. દ્રવ્યાનુયોગ જેવા કઠિન વિષયને સમજવા માટે એમનો પુરુષાર્થ હુકમ મુનિના સત્સંગથી પરિપૂર્ણ થયો અને જીવ્યા ત્યાં સુધી એમની વિચારધારાને અનુરૂપ ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરી ને સાથે સાથે ત્રણ ગ્રંથોની રચના દ્વારા આત્માનંદની અનેરી અનુભૂતિનો આસ્વાદ કરાવ્યો હતો. તેઓ ધર્મગ્રંથોનો ઉપદેશ આપતા પણ ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય એટલે શાસ્ત્ર વિરુદ્ધ બોલાય નહિ તેની સતત જાગૃતિ રાખતા હતા. આચારાંગ, જીવાભિમગમ, નંદીસૂત્ર, મહાનિશીથ, ઉત્તરાધ્યયનસૂત્ર, દેશવૈકાલિક આદિ આગમસાહિત્યનો અભ્યાસ કર્યો. જૈન દર્શનના સારરૂપ તત્ત્વાર્થસૂત્રનો પણ અભ્યાસ કર્યો એટલે એમનો જ્ઞાનમાર્ગનો પુરુષાર્થ અનુકરણીય બની રહે તેવો છે. એક શ્રાવક તરીકે નાનકડા ગામમાં એમનો જૈન દર્શનનો આવો અભ્યાસ એમની જ્ઞાનપિપાસા અને આત્મજાગૃતિનું પ્રમાણ આપે છે. સંવત ૧૯૩૫ની સાલમાં મૂળ સૂત્રો સ્વયં વાંચવાનો વિચાર કર્યો પણ આંખની તકલીફને કારણે આ કાર્યમાં વિલંબ થયો. કવિ તે આ વખતે પોતાના પૂર્વકૃત કર્મનો ઉદય માની સમતા રાખી હતી. તેમ છતાં જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા હોવાથી કોઈ પુસ્તક વાંચીને સંભળાવે તે માટે પ્રયત્ન કરતાં દાહોદનિવાસી કસ્તુરીબાઈ અને હમીરાબાઈએ સૂત્રવાંચન કરવાની જવાબદારી લઈને કવિની જિજ્ઞાસા તૃપ્ત કરી. એમની સૂત્ર સાંભળવાની અભિલાષા પૂર્ણ કરવામાં વેજલપુરનિવાસી ગાંધી દલસુખ નાથજીએ પણ સેવા આપી હતી. 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ કવિજીવન અને કાવ્યસર્જન તેરાપંથના સાધુ દીપચંદજી અને સાધ્વીજી ભુરાંજીનો પરિચય થયો અને તેરાપંથ વિશે માહિતી પ્રાપ્ત કરી. કવિએ દાહોદમાં વસતા તેરાપંથી ગૃહસ્થોને શુદ્ધ આત્મ સ્વરૂપનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપી ધર્મમાં સ્થિર કર્યાં. સંવત ૧૯૫૬ની સાલમાં દુષ્કાળ પડ્યો હતો. ત્યારે દાહોદમાં પાણીની સખત તંગી હતી. ઘણું ડહોળું પાણી મળતું હતું. આ સમયમાં ગોધરાના એક વહોરા વેપારીની માંદગીને કારણે ત્યાં જવાનું થયું અને અહીં નિવાસ દરમ્યાન ઘણા જૈનોએ એમના સંપર્કમાં આવીને ઉપદેશનો લાભ લીધો હતો. અહીં પાણી અને દૂધ દાહોદ કરતાં શુદ્ધ મળતાં હતાં એટલે ત્રણ મહિના ગોધરામાં રહીને શ્રુતજ્ઞાનની ભક્તિરૂપે ઉપદેશ આપવાનું કામ કર્યું. એમણે સ્વયંપ્રજ્ઞા અને પોતાના જ્ઞાનોપાસનાથી પ્રેરાઈને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના વિષયોનો ઉપદેશ આપવાનો પુરુષાર્થ કર્યો હતો. ગોધરા, વેજલપુર અને દાહોદમાં ઉપદેશક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમની શૈલી રોચક અને અસરકારક હોવાથી ભક્તોની સંખ્યા દિનપ્રતિદિન વૃદ્ધિ પામી. એમના ભક્તોમાં શાહ શામળદાસ ગિરધરલાલ, સંતોકચંદ માણેકચંદ, મણિલાલ ખેમચંદ શાહ, બાલાભાઈ દલસુખભાઈ શાહ, માણેકલાલ ખેમચંદ શાહ, ગિરધરલાલ હેમચંદ શાહ, મહાસુખલાલ જેચંદ શાહ, કોદરલાલ છગનલાલ, દલસુખ નાથજી ગાંધી, સમરતબહેન અમીચંદ, કસ્તુરીબાઈ, હમીરાંબાઈ વગેરે વિશેષ ખ્યાતિ પામ્યાં હતાં. એમના ઉપદેશથી શ્વેતામ્બર જૈનો ઉપરાંત દિગમ્બર જૈનો, બ્રાહ્મણો, તેરાપંથ મતવાળા ગૃહસ્થો, મુસ્લિમો ધર્મના સાચા સ્વરૂપને સમજીને સાત્ત્વિક જીવન જીવ્ય હતા. એમનો ઉપદેશ માત્ર વ્યવહારધર્મનો ન હતો પણ તેમાંથી આગળ વધીને નિશ્ચયધર્મમાં જોડાવાનો હતો. આત્માર્થી બનવા માટેનો ઉપદેશ આપ્યો હતો. કવિએ સંવત ૧૯૫૭થી લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ઉપદેશની સાથે પ્રાપ્ત કરેલા જ્ઞાનના પ્રસાર માટે લેખન કરીને નિશ્ચયધર્મ પ્રત્યેનો પોતાનો 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ અભિગમ પ્રગટ કરીને ભક્તજનો માટે જ્ઞાન અને ક્રિયાના સંદર્ભમાં શુદ્ધ ઉપયોગ-આત્મલક્ષીપણા-ની મૂળભૂત ભાવના તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એમના ચાર ગ્રંથો ‘સુમતિ પ્રકાશ’, ‘સુમતિવિલાસ’, ‘સુમતિવ્યવહાર' અને ‘નવપદપૂજાદિ સંગ્રહ' ઉપલબ્ધ થાય છે. તેની વિશેષ માહિતી ચરિત્રને અંતે આપવામાં આવી છે. ८ સંવત ૧૯૬૦ના વર્ષમાં કવિને આંખની પીડા થઈ એટલે સ્વયં વાંચવા માટે શક્તિ ન રહી. પરિણામે ઉપદેશ આપવાનું અને સર્જનકાર્ય બંધ કર્યું. તેમ છતાં એમની ઇચ્છા તો હતી કે તબિયત સુધરે તો પુનઃ ઉપદેશ-સર્જનકાર્ય કરવું. એમણે જીવનનાં છેલ્લાં વર્ષો દાહોદમાં વીતાવ્યાં હતાં. વેજલપુર અને ગોધરાના ભક્તો ઉપદેશ માટે આમંત્રણ આપીને બોલાવતા હતા છતાં તંદુરસ્તી સારી નહિ હોવાથી દાહોદમાં જ સ્થાયી થયા હતા. દાહોદની ભૂમિમાં એમણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. સંવત ૧૯૬૦માં આંખની પીડા થઈ ત્યારપછી દાહોદની બે બહેનો કસ્તુરીબાઈ અને બાઈ ભુરાં ધર્મગ્રંથો વાંચતી હતી. કવિ શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આંખ ઉપરાંત શારીરિક પીડા વધી જતાં અસ્વસ્થતાનું પ્રમાણ વિશેષ રહેતું હતું. આ સમયે પોતે સમતા રાખીને અશુભ કર્મના ઉદયની સ્થિતિનો વિચાર કરતા હતા. એમના જ્ઞાનના પ્રભાવનો એક પ્રસંગ લોકમુખેથી ચર્ચાતો જાણવા મળ્યો છે. જનશ્રુતિ અનુસાર આ પ્રસંગ અત્રે નોંધવામાં આવે છે. કવિ એક વખત દાહોદમાં વ્યાખ્યાન-ઉપદેશ આપતા હતા ત્યારે એકદમ દૃષ્ટિ ઊંચી કરીને કંઈક જોતા હતા. આ વખતે બોલવાનું બંધ થઈ ગયું હતું. કોઈ ભક્તે પૂછ્યું કે ‘દાદા, તમે શું જુઓ છો ?' ત્યારે દાદાએ પ્રત્યુત્તર પાઠવ્યો કે ‘વેજલપુરમાં મારા ભક્ત દલસુખનાથજી ગાંધીનું અવસાન થયું છે.' પછી ઉપદેશ ચાલુ થયો. બીજે દિવસે દાહોદમાં સમાચાર આવ્યા કે વેજલપુરમાં દલસુખનાથજી ગાંધીનું અવસાન થયું છે. 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ કવિજીવન અને કાવ્યસર્જન આ પ્રસંગ એમના જ્ઞાનનો પરિચય કરાવે છે. વેજલપુરમાં બનેલી ઘટનાને દાહોદમાં ઉપદેશ વખતે જ્ઞાનથી જોઈને આગાહી કરવાની શક્તિ લોકજીભે ચમત્કારરૂપે જાણીતી છે. કવિના વિશિષ્ટ જ્ઞાનના ઉદાહરણરૂપે એવી કિંવદંતિ પ્રચલિત છે કે તેઓ આકાશદર્શન કરીને તેજી-મંદી - ખાસ કરીને અનાજના ભાવની વધ-ઘટનું અનુમાન કરતા હતા અને તે પ્રમાણે ધંધામાં લાભાલાભ થતો હતો. એમની આ શક્તિ ધંધા પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની કામગીરી ને અનુભવને લીધે હોય અથવા તો ધર્મના ઊંડા અભ્યાસી હોવાથી તેના પ્રભાવથી આવું જ્ઞાન હોવાનો સંભવ છે. તેમ છતાં ધંધાકીય અનુભવ કરતાં એમના જ્ઞાનનો જ એક પ્રભાવ હતો એવું માનવા માટેનું મુખ્ય કારણ એમની શ્રુતજ્ઞાનભક્તિ છે. એમના આયુષ્ય અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. પણ ગોધરા નિવાસી, ૮૩ વર્ષની વય ધરાવનાર ચંદનબહેનના કહેવા અનુસાર એમ જાણવા મળે છે કે ચંદનબહેનની ૭ વર્ષની વય હતી ત્યારે તેઓ દાહોદ મોસાળમાં ગયા હતા અને તે દરમ્યાન મનસુખલાલના અવસાનનો પ્રસંગ બન્યો હતો એમ લોકો ચર્ચા કરતા હતા. તે દૃષ્ટિએ વિચારતાં સંવત ૧૯૭૬માં કવિનું અવસાન થયું હોય એમ નિર્ણય કરવામાં આવે છે. એમના અવસાનને દિવસે સમગ્ર દાહોદમાં શોક પાળવામાં આવ્યો હતો. કવિના મૃતદેહને પાલખીમાં બેસાડીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ વખતે લોકોએ સોના-રૂપાનાં પુષ્પોથી કવિના નશ્વર દેહને સન્માનપૂર્વક વધાવ્યો હતો. એમની સ્મૃતિમાં ભોજન-સમારંભ યોજવામાં આવ્યો હતો અને ગરીબોને દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગનો કોઈ ચોક્કસ પુરાવો ઉપલબ્ધ નથી પણ આવી એક જનશ્રુતિ છે તેને આધારે કવિના અંતિમ જીવનનો પરિચય પ્રાપ્ત થાય છે. 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવક કવિ મનસુખલાલ કવિનો જન્મ સં. ૧૮૯૯માં થયો હતો અને અવસાન સં. ૧૯૪૬માં થયું તે રીતે વિચારતાં એમનું આયુષ્ય લગભગ ૭૭ વર્ષનું માનવામાં આવે છે. કવિજીવનના પ્રસંગોનો વિચાર કરતાં એમના જીવનની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ તો સદ્ગુરુની શોધ, તીવ્ર જ્ઞાનપિપાસા, ઉત્કટ આત્મલક્ષી - શુદ્ધ ઉપયોગની ભાવના, પ્રભાવશાળી ઉપદેશક, જ્ઞાનમાર્ગની વિચારધારાના કવિ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રાપ્ત કરાવવાની આકાંક્ષા, અભુત સ્મરણશક્તિ અને જિનશાસનની પ્રભાવના વગેરે એમની પ્રતિભાના અંશો છે. એમના જીવનચરિત્રની વિગતો “સુમતિપ્રકાશ' ગ્રંથના પ્રારંભમાં એમના પુત્ર મહાસુખલાલે આપતાં લખ્યું છે : પિતા-પુત્રના સંબંધને કારણે એમણે આપેલી જીવનવિષયક માહિતી વધુ આધારભૂત માની શકાય તેમ છે. આ સિવાય એમના ચરિત્ર વિશે જાણવાનું કોઈ સાધન ઉપલબ્ધ નથી. એમના ચાર ગ્રંથો જ એમના જીવન અને કાર્યનો સાક્ષાત્કાર કરાવવા સમર્થ છે. એમના જીવનની ભૌતિક માહિતી કરતાં જીવનમાં સાધનાના મૂળભૂત અંગેની શ્રુતજ્ઞાનોપાસના અને તેના પ્રસાર માટેનો પ્રયત્ન એ જ સારભૂત તત્ત્વ છે. આત્મસ્વરૂપને પામવા માટે અજ્ઞાનરૂપી અંધકારમાં ગોથાં ખાતા લોકોને જ્ઞાનનો સાચો માર્ગ બતાવવાનું પુણ્ય કાર્ય કરીને કવિ અમર કીર્તિને વર્યા છે. આવા જ્ઞાની હોવા છતાં મનસુખલાલે દીક્ષા કેમ ન લીધી આ પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે થાય. પણ દરેક વ્યક્તિ પૂર્વસંચિત કર્મોના ઉદયથી વર્તે છે. ચારિત્રમોહનીય કર્મના કારણે દીક્ષા લઈ શક્યા નહિ એમ માનવું જોઈએ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વિશેષ એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને ઉપદેશ દ્વારા શુદ્ધાત્મ સ્વરૂપ પામવાના માર્ગમાં ભક્તોને રસ લેતા કર્યા. એમના જીવનના આ કાર્ય માટે સૌ કોઈએ ગૌરવ લેવા જેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનમાર્ગનો વિસ્તાર કરી મહાત્મા તરીકે જીવ્યા. મનસુખલાલ પણ સંસારી પુરુષોમાં સંત-મહાત્મા 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ કવિજીવન અને કાવ્યસર્જન તરીકે જીવ્યા હતા. Simple Life and High Thinkingના સૂત્રને એમણે જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. ૧૧ આજના ભૌતિકવાદી યુગના માનવીનું જીવન સમસ્યાપ્રધાન બની ગયું છે ત્યારે કવિના જીવનની જ્ઞાનોપાસના જીવન જીવવાનો સાચો માર્ગ ચીંધે છે. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે તેવી ઉક્તિ – ભૌતિકવાદના અંતિમ વિચારોમાંથી માનવજાત બહાર નીકળીને પુન: અધ્યાત્મમાર્ગમાં પગરવ ક૨ી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે તે સમય આવી ગયો છે. લોકોની કહેવાતી પ્રગતિ એ અધોગતિનું કારણ બન્યું છે ત્યારે નવી દિશા તરફ નિશાન લગાવીને જીવવાનો સફળ પુરુષાર્થ સૌ કોઈને ઉપયોગી નીવડશે. આવા કલ્યાણકારી વિચારથી કવિનાં જીવન અને કવનનો વિચાર કરીએ તો એમનું સાચું મૂલ્ય આંકી શકાય. સાહિત્યસર્જન કવિની સર્જનપ્રવૃત્તિ સં. ૧૯૫૭થી શરૂ થઈ હતી. તેઓ સમતાભાવના ઉપાસક હતા એટલે સૌપ્રથમ “સામાયિક સિદ્ધમુપાય”ની રચના કરી સામાયિકનું મૂલ્ય સમજાવીને તેની મહત્તા દર્શાવી હતી. એમની સર્જનપ્રવૃત્તિ ૧૦ વર્ષ સુધી સતત ચાલુ રહી હતી. ત્યાર પછી નાદુરસ્ત તબિયતને કારણે સર્જન અને ઉપદેશનું કાર્ય બંધ કર્યું હતું. જૈન અને જૈનેતર દર્શનશાસ્ત્રોના અભ્યાસની સાથે સુગુરુ હુકમ મુનિના પરિચય, સત્સંગ અને આશીર્વાદથી શાસ્ત્રોક્ત વિચારોનું ચિંતન અને મનન કરીને તાત્ત્વિક વિચારો સમજાવવાની પ્રવૃત્તિ આદરી હતી. એમની શૈલી ને પ્રતિભાથી જૈનોનું આકર્ષણ વધ્યું અને ભક્તોની રુચિને અનુલક્ષીને ઉપદેશની પ્રવૃત્તિમાંથી સાહિત્યસર્જન કર્યું. એમની કૃતિઓની સંક્ષિપ્ત માહિતી પ્રકરણ ૨ માં છે. બીજા પ્રકરણમાં આ કૃતિઓ વિશે વિવેચનાત્મક નોંધ અને ઉદાહરણ આપવામાં આવેલ છે તે ઉપરથી એમની તત્ત્વજ્ઞાનની રુચિ – જ્ઞાનોપાસના – પ્રભુભક્તિ અને શુદ્ધ આત્મોપયોગની તીવ્ર ઇચ્છા કેટલી પ્રબળ છે તેનો ખ્યાલ આવશે. 2010_03_ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૧. સુમતિવિલાસ (પ્રકાશન : સંવત ૧૯૬૩) ‘સામાયિક સિધ્યુઉપાય', સંવત ૧૯૬૦, શ્રાવણ સુદ ૫ – ‘સમ્યક્ ન્યાય સુધારસ', સંવત ૧૯૭૨, વૈશાખ વદ ૧૦, ગુરુવાર ‘આત્મબોધ પત્રિકા’, સંવત ૧૯૬૧, શ્રાવણ વદ ૧૧ (પ્રકાશન : સંવત ૧૯૬૩, ઈ.સ. ૧૯૦૭) ૨. સુમતિવ્યવહાર ‘સ્તવનચોવીશી’, સંવત ૧૯૬૩, આસો સુદ ૧૧ ૩. નવપદપૂજાદિસંગ્રહ (પ્રકાશન : સંવત ૧૯૭૪, ઈ.સ. ૧૯૦૮ ‘નવપદ પૂજા સાર્થ, સંવત ૧૯૭૪, ફાગણ વદ ૩ (પ્રકાશન : સંવત ૧૯૬૫, ઈ.સ. ૧૯૦૯) ૪. સુમતિપ્રકાશ - - વિહરમાન જિન ચોવીશી (કવિ દેવચંદ્રજીકૃત), બાળાવબોધની રચના, સંવત ૧૯૬૨, આસો સુદ ૭ - શ્રી સૂત્ર તત્ત્વાર્થસારની ઢાળો', સંવત ૧૯૬૫, શ્રાવણ સુદ ૧૦ – ‘મમત્વ પરિહારની ઢાળો', સંવત ૧૯૬૫, ચૈત્ર સુદ ૧૫ - ‘વિષય પરિહારની ઢાળો', સંવત ૧૯૬૫, શ્રાવણ સુદ ૧૫, રવિવાર – ‘અતીત ચોવીશી' (કવિ દેવચંદ્રજીષ્કૃત), બાળાવબોધની રચના, સંવત ૧૯૬૫, ફાગણ સુદ ૧૫ (પ્રકાશન : સંવત ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧) આ ચાર ગ્રંથોમાંથી ઉપરની માહિતી ઉપલબ્ધ થાય છે. ૧૨ 2010_03_ Page #28 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૧૩ એમના સાહિત્ય તરફ દૃષ્ટિ કરતાં સ્તવન, ચૈત્યવંદન, ગઝલ, આધ્યાત્મિક પદો, ગહેલીઓ અને અધ્યાત્મવિષયક વિવિધ પ્રકારની ઢાળો, આરતી, વગેરે કાવ્યપ્રકારની કૃતિઓ સ્થાન પામી છે. કવિનું ગદ્ય કોઈ એક વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયું નથી, પણ તાત્ત્વિક વિચારોની વિવેચનાત્મક વ્યાખ્યા કરવામાં આવી છે. શાસ્ત્રીય આધારભૂત શ્લોકોનું ભાષાંતર અને વિવેચન કરવામાં આવ્યું છે. તદુપરાંત પત્રરૂપે લખાયેલી આત્મબોધપત્રિકા એમના ગદ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. નવપદની પૂજા સાથે અને દેવચંદ્રજી કૃત “ચોવીસી'ના અર્થ પણ ગદ્ય લખાણના ઉદાહરણરૂપ છે. કવિનું સાહિત્ય મુખ્યત્વે પદ્યમાં છે છતાં ગદ્યમાં પણ ઉપલબ્ધ થાય છે. [૧] સુમતિવિલાસમાં મુખ્યત્વે સામાયિક સિદ્ધપાય', “સમ્યફ ન્યાય સુધારસ', “આત્મબોધ પત્રિકા', “શુદ્ધોપયોગ પ્રવેશિકા' અને “અનુભવ પ્રવેશિકા' – એમાં પાંચ વિષયોનું શાસ્ત્રોક્ત માહિતીસભર વિશ્લેષણ કરીને આત્મદર્શન કરવા માટેના મનનીય વિચારો પ્રગટ કર્યા છે. [૨] સુમતિવ્યવહારમાં ‘ઉત્તરાધ્યયન' સૂત્રના ૨૯મા મોક્ષમાર્ગના અધ્યયનનાં સમ્યક, પરાક્રમ નામના ૧૯મા અધ્યયનનો સાર, તેર કિયાની સઝાય, અઠ્ઠાવીશ લબ્ધિનું સ્તવન, અધ્યાત્મ અષ્ટોત્તરી, ગલીઓ, વિવિધ સ્તવનો, આધ્યાત્મિક પદો, સવૈયા છંદમાં નવતત્ત્વનું સ્વરૂપ, ચાર કષાય સ્તવન અને ચૈત્યવંદન ચોવીશી અર્થસહિત એક ગાથાની ૨૪ તીર્થકરોની સ્તુતિ વગેરે વિષયોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવતી કાવ્યરચનાઓનો સમાવેશ થાય છે. [૩] “શ્રી નવપદ પૂજાદિસંગ્રહમાં નવપદની પૂજા, જિનવાણી, છંદ બાવની, સ્તવન, ગહુંલી, ગરબી, આધ્યાત્મિક પદો વગેરે કાવ્યરચનાઓનો સંગ્રહ થયેલો છે. કવિ દ્રવ્યાનુયોગથી પ્રભાવિત થયા હતા તેથી મહોપાધ્યાય દેવચંદ્રજીકૃત અષ્ટપ્રવચનમાતાની સઝાય”, “સાધુની પાંચ 2010_03 WWW.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવક કવિ મનસુખલાલ ભાવના', “પ્રભંજનાની સઝાયનો પણ તેમાં સંચય કરવામાં આવ્યો છે. તદુપરાંત કવિના પરમભક્ત શિષ્ય સંતોકચંદજીકૃત “ચૈત્યવંદન અને પદ', બહેન કસ્તુરાકૃત સ્તવન – ગઝલ અને છંદરચનાઓનો પણ સમાવેશ થયો છે. બહેન સમરથરચિત એક ગહુલી અને ગૌતમસ્વામીનો રાસ અર્થસહિત એમ વૈવિધ્યપૂર્ણ રચનાઓથી આ ગ્રંથ સમૃદ્ધ છે. એમના ત્રણેય ગ્રંથો આત્માભિમુખ થવા માટે જ્ઞાનસરિતાના નિર્મળ જળમાં સ્નાન કરાવે છે. “નવપદપૂજાદિ સંગ્રહ' દ્વારા ભક્તિરસમાં લીન કરે છે. એટલે જ્ઞાન અને ભક્તિના સમન્વયવાળી એમની કાવ્યસૃષ્ટિ એક શ્રાવક તરીકે વિશિષ્ટ જ્ઞાન ને કવિપ્રતિભાનો પરિચય કરાવે છે. [૪] સુમતિપ્રકાશમાં દેવચંદ્રજીકૃત સ્તવન ચોવીશીનો બાલાવબોધ, શ્રુતધરની સોળ ઉપમા વિષય અને મમત્વ પરિવારની ઢાળ, પાંચ ચારિત્ર, બાર ભાવના, છ દ્રવ્યનું સ્વરૂપ અને ધર્મકથાનુયોગવિષયક વિચારો ઢાળમાં વ્યક્ત કર્યા છે. જૈન તત્ત્વજ્ઞાનના ગહન વિચારો વ્યક્ત કરતો આ ગ્રંથ આત્માર્થી જનોને મહાનઉપકારક નીવડે તેમ છે. કવિએ આધ્યાત્મિક વિચારોની અભિવ્યક્તિમાં ઉત્તરાધ્યયન સૂત્ર, જીવાભિગમ, આચારાંગ વગેરે સૂત્રોના શ્લોકોનો સંદર્ભ આપીને વિચારોનું સમર્થન કર્યું છે. એમની બધી રચનાઓ પદ્યમાં છે છતાં અર્થસહિત સ્તવન, ચોવીશીની રચના, કેટલીક કથાઓ તથા વિષયવસ્તુનું પ્રતિપાદન કરવા માટે ગદ્યનો પણ પ્રયોગ થયો છે. એટલે પદ્યની સાથે ગદ્યશૈલી પણ નમૂનારૂપે જોઈ શકાય છે. સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકોનો અનુવાદ આપીને વસ્તુગત વિચારોની અભિવ્યક્તિ કરી છે. દૃષ્ટિ રાગ ઉપર રક્ત પુરુષની કથા'માં ગદ્યશૈલીના નમૂનારૂપ પરિચ્છેદ જોઈએ તો – તે કુરંગી પોતાનો પતિ ગયા પછી પોતાના યારો સાથે નિ:શંકપણે રમવા લાગી અને થોડા દિવસમાં તેઓને પોતાનું સમસ્ત ધનદોલત આપી ખાઈ ખોદી પૂરું કીધું. કેટલાક દિવસે પોતાના પતિનું આવવું નજીક જાણી ઉત્તમ પતિવ્રતાનો ઢોંગ ધરી રહેવા લાગી. બહુધાન્ય કે પોતાના ગામની 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૧૫ ભાગોળે આવી એક વૃક્ષ તળે વિશ્રામ કર્યો અને પોતાના નોકરને કુરંગી પાસે મોકલ્યો. (સુમતિવિલાસ, પા.નં. ૧૫) (પા. ૧૦૮) મૈત્રીભાવનાનું નિરૂપણ કરતો ગદ્યખંડ જોઈએ તો સર્વજીવ સાથે મિત્રભાવનું ચિતવવું, જેમ પોતાનું ઇષ્ટ ઇચ્છીએ તેમ સર્વે જીવનું કલ્યાણ ચાહવું – જેમ કે મારા જીવમિત્રો મિથ્યાત્વાદિકને વશ પડી વિષયકષાયાદિકની વેદના વેદી ભવભ્રમણના તાપને ભોગવે છે. મારી જે શક્તિ છે તે ફોરવી તે શત્રુના તાબાથી જીવબંધુઓને છોડાવું અગર હજુ પણ મારી શક્તિ વિશેષ હોય તો એક જીવને પણ મિથ્યાત્વાદિકને વશ રહેવા દઉં નહિ. વળી કોઈનું બિલકુલ બૂરું ચિંતવવું નહિ. સર્વ પોતાના જ્ઞાનાનંદના ભોક્તા થાઉં એમ ચિંતવન કરવું તે મિત્રભાવના જાણવી. ઈહાં સર્વે જીવો ઉપર સમય પરિણામ કરવો તે સામાયિક જાણવું.” પ્રાકૃત શ્લોકનું ભાષાન્તર નમૂનારૂપે જોઈએ તો, જો પુછજ્જઈ દેવો તવયણે જે નરા વિરારંતિ હારંતિ બોહિલોજીટ કુદિદ્ધિ રાખેણ અન્નાણી (સુ.વિ., પા. ૨૨) : જે જિનવર દેવને પૂજે પણ તેનું વચન જે પુરુષ વિરાધે તે પુરુષ મિથ્યાદૃષ્ટિ રાગ વડે બોધબીજ સમ્યક્ત્વ પ્રતેહારે. અને જે દેવને પૂજીએ તે દેવની આણા માનીએ તો સુખદાયી થાય. એમની ગહુલીઓમાં જિનાજ્ઞા, જિનવાણી, ગૌતમસ્વામી આત્મસ્વરૂપ દર્શન, નેમનાથ ભગવાન, ગુરુનો મહિમા વગેરે વિષયો છે. આત્માને સંબોધન કરી રચાયેલી ગહુલી જોઈએ તો - “ચેતન ચતુરાએતી નિજ ઘર આવોને ગોરી ને ભોરી સુમના વીનવે કુમતા કુટિલા પર ઘર ભ્રમણ કરાવ્યું રે, એવીને કુળજા ઘર પગ કુણ હવે.” (પૂજા, પા. ૨૮૧) 2010_03 'WWW.jainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રાવક કવિ મનસુખલાલ પદની પંક્તિઓનું ઉદા. “ચેતન એક હી તું નિજ રીઝે ઓર રીઝ કછુ કામ ન આવત કોટી જતન જે રે ફીજે.” (પૂજા - પા. ૨૬૯) “કયા પરને ઉપદેશે મૂરખ, કયા પરને ઉપદેશે આતમ ગુણ થિરતા નહિ પાયો બાહિર દગ આવેશે હો.’ (પૂજા - પા. ૨૬૯) ગઝલનું ઉદાહરણ જોઈએ તો “સુબાધકે ઉઘાત હોત દુરિત તમ હરા શ્રી સિદ્ધસ્યો સરૂપ લખી અશેષ સુખભરા” ||૧|| આત્મા શુદ્ધ સ્વરૂપને પામે તે વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી ‘આત્મપ્રબોધ પત્રિકા' વિસ્તારવાળો પત્ર છે. “સ્વસ્તિશ્રી માનવપુર મહાશુભ સ્થાને જીવાજી ચેતના ચિરંજીવ યોગ્ય શ્રી સદૂભાવ. વસંતપુરીથી લી. મનસુખલાલ. હું ચાહું છું કે સકલ તીર્થંકરોના અપાયપગમાતિશય પસાયે તાહરા સકલ વિઘ્ન દૂર થાઓ” 2010_03 તું શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે. સમ્યકૂદર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગ નિર્વિઘ્નપણે ચાલ. (સુ.વિ., પા. ૧૯૭) Page #32 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૧૭. ૧. સુમતિ વિલાસ એમની રૂપકાત્મક અભિવ્યક્તિ દ્વારા કવિત્વશક્તિના નમૂનારૂપ ઉપરોક્ત પત્રની પંક્તિઓ ઉદાહરણરૂપ છે. કવિની ભાષા ગુજરાતી હોવા છતાં એમની કૃતિઓ પર હિન્દી ભાષાનો પ્રભાવ પડેલો છે. મુસલમાન વેપારીને ત્યાં નોકરી અને કુરાનના અભ્યાસથી હિન્દી ભાષા-ઉર્દૂ-ના શબ્દો ગ્રહણ કર્યા છે. ગઝલ પ્રકારની રચનાઓ પાછળનું પ્રેરકબળ પણ આ જ માનાય છે. કવિની કૃતિઓનો કાવ્યલય અને કેટલાક હિન્દી શબ્દોનો પ્રયોગ સમકાલીન પ્રભાવ દર્શાવે છે. સુમતિવિલાસ” ગ્રંથમાંથી ઉદાહરણ તરીકે “આત્મબોધપત્રિકા'નું મૂળ લખાણ અત્રે નોંધવામાં આવ્યું છે. આત્મબોધપત્રિકા સ્વસ્તિશ્રી માનવપુરી મહા શુભસ્થાને જીવાજી ચેતના ચિરંજીવ. યોગ્ય શ્રી સદ્ભાવ વસંતપુરી લી. મનસુખલાલ. હું ચાહું છું કે સકલ તીર્થકરોના અપાયાગમના અતિશયે તાહારા સકલ વિઘ્ન દૂર થાઓ. તેઓના વચનાતિશય પસાયે દ્વાદશાંગના ભાવની જાણ થા. તેઓના જ્ઞાનાતિશય પસાથે આપણા સકલ સંશય મટો. તેઓના પૂજાતિશય પસાથે તું પોતાના અવિચલ પૂજ્યપદને પામ. તેઓની તારક પરિણતિની કરુણા તાહરા સર્વ પ્રદેશ અને સાત ધાતુઓ પરિણામો. તે સાથે મારી પણ તને એમ જ આશિષ છે. તે પોતાના ચૈતન્ય લક્ષણે અસ્તિપણાને, નિત્યપણાને, શુદ્ધાશુદ્ધપણાને, શુદ્ધાશુદ્ધ ભોક્તાપણાને, અનંત આનંદમય પરમપદની પ્રાપ્તિને તથા પરમપદપ્રાપ્તિના ઉપાય સંયમજ્ઞાનને શુદ્ધ નયે પોતે નિજ અનુભવજ્ઞાને જાણ. 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાવક કવિ મનસુખલાલ વલી જિનોક્ત જીવાદિ નવ પદાર્થના ભાવને ચારે નિક્ષેપે યથાર્થ જાણી સકલ વિકલ્પોના સમુદ્રને તર. આશ્રવ બંધ આદિ ભયંકર દુ:ખકારી ભાવને તજી સંવર નિર્જરાદિક અનંત સ્વતંત્ર આનંદદાયક આત્મભાવને આદર. તું શુદ્ધ ચેતના સતાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે, એમ દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગે નિર્વિઘ્નપણે ચાલ. જોકે તેં ઉત્પત્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે અવગાહના કરી પુદ્ગલો ગ્રહી આહારદિક પર્યાપ્તિએ કરી સાત ધાતુપણે પુદ્ગલો પરિણમાવી લોલીભૂતપણે થઈ મમત્વ કર્યું તે જ પુદગલો વધારતાં અનંતાનંત નવાનવા લીધા, અને નિહારાદિકે અનંતાનંત છોડ્યા. જન્મ થયા પછી વસ્ત્ર આભરણ પરિજન ઘર મિત્રાદિ અનેક પરવસ્તુનું મમત્વ કર્યું. શાતા સમાધિ વિષયાદિ ભોગ સમયે પોતાને સુખી માન્યો. અશાતા અસમાધિ ભય ચિંતા વિયોગાદિક સમયે પોતાને દુ:ખી માન્યો. તે જાણકાર તથા માનનાર બન્ને વખતમાં સર્વકાલ અનુગત તું પોતે એક જ છે એમ પૂર્વભવે પણ અનાદિ કાલથી તું પોતે એક જ છે. અનંતકાલ સુધી ચૈતન્યશક્તિ સહિત તું પોતે કાયમ રહીશ. કોઈ દ્રવ્ય કોઈનો સંગી નથી તો આનંદમય નિજાત્મ તત્ત્વને જાણી કેમ છોડીયે ? અહિંયા અનિત્યાદિ બાર ભાવના વિચારી ધર્મ, બોધ પામવો દુર્લભ જાણી સદાગમનો સંગ અને સ્વપર વિવેકમિત્ર અને સમકિત કામદાર, સુરુચિ સખી, વિમલબોધ, નિવૃતિનારી. સુબુદ્ધિ ભવવૈરાગ્ય. સમ્બોધ આદિ પોતાના હેતુઓને કોઈ સમયે વિસારીશ નહીં. તે પોતાના પુરુષત્વને ચુકીશ નહીં. અન્ય જાતિ શત્રુને ભરોસે આપણું રાજ્ય સોંપીશ નહીં. પર પુદ્ગલ દ્રવ્ય શત્રુનો વિશ્વાસ કરીશ નહીં. પુદ્ગલ વર્ણાદિકમાં મોહનો વાસ છે અને જ્ઞાનાવરણાદિક સર્વે કર્મ પરિણામનો કુટુંબ પુદ્ગલ વર્ણાદિકમાં વસે છે માટે તે માટે વિશ્વાસ કરી સુખસ્થાન જાણી સુખની આશાએ પ્રવેશ કરવો નહીં તો. શત્રુ તેના સપાટામાં સપટાયા પછી છુટવું મુશ્કેલ છે. 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય પ્રથમ દેશવિરતિ સ્ત્રીથી સગપણ કર. એટલે તે જ પોતાની મોટી બેન સંયમ સ્ત્રીને મેલવી આપશે. પછી પોતાનું રાજ્ય લેવા ક્ષમા ખડ્રગ કરમાં ધરી ક્રોધને માર. અને અનંત જીવોને ક્ષેમંકર થા. ૧૯ તારા આત્માઅંગનું તથા જ્ઞાનાદિ ધનનું સદા રખોપું કરજે માહણતા ભાવપ્રકાશી કવિનું દ્રવ્યભાવે રક્ષણ કરજે, કરાવજે. રક્ષણકર્તાને અનુમતિ આપજે. વલી માર્દવ પરિણામે કરી અને વિનયરૂપ વજદંડે માનના આઠે પર્વતોને તોડ. અને ધર્માચાર્ય તથા અરિહંતાદિ તથા આત્માગુણ સેવતા, સેવરાવતાને વિનય કર. કોઈ જીવને પણ અવગણીશ નહીં એટલે તું અનંત સન્માનપાત્ર થઈશ. વલી આર્જવરૂપ અસિધારાએ માયાવેલીને છેદી મૂલથી ઉખેડી નાંખ. વલી તુ સહજાનંદ કામી થઈ પર દ્રવ્ય પરમાણુ માત્રની કામના મૂર્છા કે ઇચ્છા રાખીશ નહીં. તેથી તું ચૌદ રજ્જુ પ્રમાણે લોભ સાગરને સહજે તરીશ એટલે તૃષ્ણા, માંગણી અને દીનતા વીંછું તને સ્પર્શ કરી શકશે નહીં. દૂરથી જ મૂર્છિત થઈ જશે. તું પોતાના સહજ ચેતના, વિલાસ, અવ્યાબાધ ભોગને ભોગ એટલે તને પંચેન્દ્રિયના ભોગની ઇચ્છા વિના પરમ તૃપ્તિ રહેશે. તું પંચેન્દ્રિયના વિષય તથા પંચ અવ્રત, ચાર કષાય. મન-વચન-કાયાના જોગ પ્રવૃત્તિની ચલાચલ છોડી નિર્મલ ચેતનામાં ઉપયોગ સ્થિર સ્થાપી અચલઅકંપ રહેજે. એટલે સંયમ પરમ પવિત્ર સ્થિર રહેશે. સરત રાખવી કે તાહારા ઉપયોગને કોણ ચલાવે છે ? જાગૃત થઈ સામે સચેત રહેવાથી કોઈ ઉપયોગ ચલાવી શકશે નહીં. જો ઉપયોગ ચલવાનું કારણ જણાય તો તેને ભેદજ્ઞાનની ધારાએ તુરત નાશ કરજે. તું પોતાને પોતાના દ્રવ્યાદિ કે સત્ય સ્વરૂપને ધારી પરદ્રવ્યાદિ અસત્ય અને નાસ્તિક રૂપમાં લક્ષ દઈશ નહીં. રાગાદિક રહિત સદા શુદ્ધ 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રાવક કવિ મનસુખલાલ રહેજે. મિથ્યાત્વાદિ અશુદ્ધતાના અંશ માત્ર પણ આત્મઅંગે લાગવા દઈશ નહીં. તું અકિંચન ભાવે સ્થિર રહેજે એટલે પુદ્ગલ પરમાણુ માત્રનો પણ આસંગો કરીશ નહીં. અઢાર હજાર શીલાંગ રથના વહાણમાં બેશી શુદ્ધ બ્રહ્મનું જહાજ ચલાવજે. દ્રવ્ય ભાવથી જીવનું રક્ષણ કરજે. શુદ્ધ ઉપયોગમાં અપ્રમત્ત ભાવે સ્થિર રહેવું એમાં ભાવદયા તથા દ્રવ્યદયા. વલી સ્વપર દયા આદિ સર્વે જિનપ્રણીત ધર્મમાં સમાવેશ થાય છે. અને મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિમાંની એકમાં પણ વર્તતાં પ્રથમ તો પોતાના જ ભાવપ્રાણની હાણી થઈ અને પછી સ્વપર દ્રવ્ય ભાવ પ્રાણની પાણીની સંતતી ચાલે માટે પ્રમાદ એ જ હિંસાની રાએ અને જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ પણ એ જ છે. માટે બહુ સાવચેતીથી પરમ પુરુષાર્થ કે ગફલત ન રાખતાં એ જડને મૂલથી ઉખેડી ફેંકવી મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ સર્વે હિંસાના જ પર્યાય જાણવા. સ્વપર આત્માને હિતકારી શિવાય અન્ય કશું અલિક બોલીશ નહીં ચાર પ્રકારનું અદત્ત તજજે. ઉદારિક વૈક્રિય અંગના કામ-ભોગની મન-વચન-કાયાએ અભિલાષા કરીશ નહીં. બીજાને અભિલાષા કરાવીશ નહીં. અભિલાષાને ભલા જાણીશ નહીં. પરિગ્રહની મૂછ રાખીશ નહીં. અઢાર પાપસ્થાનને તજજે એટલે તને કોઈ પરિગ્રહ આવશે નહીં. હે ભવ્ય ! તું એ જડ પદાર્થથી ભૂલી ચેતન મિત્ર સાથે વિશુદ્ધ થઈશ નહીં. હે આર્ય ! તું પોતાના વિવેક દૂર રાખીશ નહીં. તે તમને બિલકુલ ઠગાવા દેશે નહીં. બંધુ ! તું અધ્યાત્મ સાધકોનો સંગ છોડીશ નહીં. કુટુંબ મિત્ર આદિ બહુરૂપે મોહ નરવો છે. કોઈ રીતે પણ પોતાના પાસમાં લઈ વિકરાલ ભવ-અટવીમાં નચાવી બહુ વિપત્તિ પમાડવા ચાહે છે. | સર્વ વાતનો સાર એ કે પોતાની સત્તાભૂમિમાં અચલ-અડગ થઈ અનંત અણિ વાળું, જળહળતું જ્ઞાન ખગ મોહના મર્મસ્થાનમાં દાવ રાખી 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય મારજે. તેથી મોહ શત્રુ તરત અનંત ખંડોખંડ થઈ નાશ પામશે. તેની મૂઢતા નામે ૨મી ટળવળતી શુકલ ધ્યાન અગ્નિ માંહે પ્રલય પામશે. પછી તું જળહળ જ્ઞાનઉદ્યોતમાં પોતાના અનંત ગુણપર્યાયને દેખતો જાણતો પરમ રમ્ય સ્વરૂપમાં રમણ કરી સ્વભાવાચરણી થઈ ૫૨મ અચલ વીર્ય અવ્યાબાધ અનંત સુખી અને અવગાહનાવંત અગુરુલઘુવિલાસી આનંદપુરીમાં સદા આનંદમાં રહેજે. દોહા શુકલ ધ્યાન કેસર લહી, પૂજો પરમાતમ અંગ, નિજગુણ મૃગમદ મહમહે, વિલસે રંગ અભંગ. આત્મ પુદ્દગલ દોહદે લખિયાં પત્ર ઉદાર, વાંચી અર્થ હૃદય ધરે, પામે સૌખ્ય અપાર. શશિ રસ ભક્તિ ચંદ્રમાં, વરસે શ્રાવણ માસ, કૃષ્ણપક્ષ અગ્યારસે, કીધો પત્ર વિલાસ. વાંચી નિર્મલ હૃદયમાં, ધરજે તત્ત્વ પ્રકાશ, પૂર્ણાનંદ સમાધિમાં, કરજે અવિચલ વાસ. // ૧ // // ૨ // // ૩ / ૨૧ || ૪ || (સુ.વિ., પા. ૧૯૭) ‘આત્મબોધપત્રિકા' એ ઉપદેશાત્મક પત્ર છે. આત્માને ‘ચેતન' શબ્દથી ઉદ્બોધન કરીને સ્વ-સ્વરૂપ પામવા માટે કેવા વિચારો ને વર્તન કરવું જોઈએ તેનો આધ્યાત્મિક પરિભાષામાં ઉલ્લેખ થયેલો છે. પત્રનો એક એક શબ્દ આત્મસ્વરૂપને પામવા માટે શું’કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલે કે ત્યાગ કરવો જોઈએ તે વિશે માર્ગદર્શન આપે છે. આત્મસ્વરૂપ પામવાની આ ઉપદેશાત્મક રચના કવિની આધ્યાત્મિક ભાવના સર્વસાધારણ જનતા સુધી પહોંચે તેવા કલ્યાણની ભાવના વ્યક્ત કરે છે. આત્મબોધ પત્રિકા' મૂલ્યવાન છે. પ્રથમ દૃષ્ટિએ તેનું મૂલ્ય સમજાય તેવું નથી. પ્રેમપત્રની માફક વારંવાર વાંચવાથી તેનો મૂળભૂત 3 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાવક કવિ મનસુખલાલ ભાવ પામી શકાય તેમ છે. સત્સંગ-જ્ઞાની પુરુષની સોબત અને ગુરુગમ દ્વારા પત્રિકાના સર્વ વિચારો આત્મસાત્ કરી શકાય તેમ છે. દ્રવ્યાનુયોગ કઠિન છે છતાં તેમાં પુરુષાર્થ કરવામાં આવે તો આત્માનંદની જીવનમાં અધ્યાત્મનો અભિનવ રંગ લગાડે છે, જે અનુભૂતિ ચિરકાળ પર્વત સ્થાયી રહે છે ને વૃદ્ધિ પામી સ્વરૂપાનુસંધાનમાં નિમિત્તરૂપ બને છે. સાધનાનો માર્ગ ભક્તિ જેવો સહજ સાધ્ય નથી. અહીં તો મનની સ્થિરતા, બુદ્ધિનો વિનિયોગ અને આત્મસ્વરૂપ પામવાની લગની લાગી હોય તો જ પત્રિકાનો ગહનભાવ કે રહસ્યને પામી શકાય તેમ છે. સુમતિવાળો માનવી વિલાસ કરી શકે. કુમતિ કે મિથ્યાત્વી તેનો રસ પામી શકે નહિ. સુમતિવિલાસ માટે આ પત્રિકા વાચકોને પડકારરૂપ છે. કવિના વિચારોને પામે તો શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૨. સુમતિ વ્યવહાર જૈન ધર્મના મૂળભૂત ગ્રંથો આગમની પ્રાકૃત ભાષા અને અન્ય દાર્શનિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. વિદ્વાનો સિવાય તેનો અભ્યાસ સર્વસામાન્ય જનતાને માટે અશક્ય છે. દ્વાદશાંગ, દ્રવ્યાનુયોગ અને સ્યાદ્વાદ જેવા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હેતુથી આ ગ્રંથની રચના કરી છે. મૂળભૂત રીતે તો મોક્ષમાર્ગને કેન્દ્રમાં રાખીને કેટલીક માહિતી સંદોહન કરીને ગ્રંથસ્થ કરવામાં આવી છે. પ્રસ્તાવનામાં કવિ જણાવે છે કે – ભવભ્રમણના અસહ્ય તાપોથી ઉદ્વિગ્ન અનંત સ્વાધીન સુખરૂપ પોતાનું શુદ્ધાતમ સ્વરૂપ (મોક્ષ) સાધવાને તેનો મોક્ષનો) સાધ્ય સાપેક્ષ વ્યવહાર જાણવા આાદરવા માટે ઉત્સુક ન્યાયદૃષ્ટિ વિનયી પુરુષો આ ગ્રંથના અધિકારી છે. સદ્દગુરુના ગુરુગમ વડે સંસારતાપથી ઉદ્વિગ્ન થઈ વિષય-વિકારોથી વિરામ પામી શુદ્ધાતમ સ્વરૂપના ગ્રાહક સાધ્ય સાપેક્ષ શુદ્ધ વ્યવહાર જાણી આદરી અનાદિ અવિદ્યા વડે જ્ઞાનાવરણાદિક કર્મથી મલિન 2010_03 WWW.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય થયેલા સત્તાગત સિદ્ધ સમાન આત્મધર્મને સમ્યક્ પરાક્રમ વડે પ્રગટ કરી સ્વતંત્ર અવિનાશી પરમાનંદમય અભૂતપૂર્વ (આગળ કોઈ કાળે નહિ પામેલા) એવંભૂત નયે આત્મસિદ્ધિ પામી સાદિ અનંતકાળ સુધી નિઃશંકપણે વિલાસ કરશે.” કવિએ આ ગ્રંથમાં નીચેની સામગ્રીનો સમાવેશ કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા મોક્ષમાર્ગ નામના અધ્યયનના સારરૂપે રચના કરી છે. આ અધ્યયનને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની શુદ્ધિ એ માર્ગ છે તેનો ચાર ઢાળમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. મધ્યકાલીન જૈન કાવ્ય પરંપરાને અનુસરીને ઇષ્ટદેવ શ્રી મહાવીર સ્વામી અને સરસ્વતીને વંદના કરવામાં આવી છે : “ચરણ કમલ કમલા વસે, અમલ કમલ દલ નયણ, ચરણ નમું જિનવીરના, હૃદય ધરી તરુ વયણ. વિમલ કમલ વદને વસે, સ્વાતુ પદ યુત જિન વાણ, અમૃત રસઘન વરસતી, નમો સરસ્વતી સુવિધાન. . ૨૩ // ૧ // 2010_03 // ૨ // (41. 9) ૨૯મા ‘સમ્યક્ પરાક્રમ' નામના અધ્યાયનો સાર ૧૪ ઢાળમાં આપ્યો છે. સૌપ્રથમ મંગલાચરણ કરીને સંવેગાદિ ૭૩ બોલ સંવેગ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધા, ગુરુ સાધર્મિક શુશ્રુષા, પ્રત્યાખ્યાન, દોષ આલોચના, નિજદૂષણ નિંદા, ગહ, સામાયિક, ૨૪ જિનસ્તુતિ, દ્વાદશાવર્તવંદન, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, કાયોત્સર્ગ, ક્ષમા, સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, સૂત્રઆરાધના, એકાગ્રચિત્તત્વ, સંયમ, તપ, વિષયવિનિવર્તના આહાર, કષાય, યોગ, શરીર-પ્રત્યાખ્યાન, વૈયાવચ્ચ, વીતરાગતા, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, જ્ઞાન-દર્શન-ચારિત્ર-સંપન્નતા. પંચેન્દ્રિયનિગ્રહ, કષાયવિજય, મિથ્યાત્વવિજય, શૈલેશીભાવ અને અકર્મતા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક કવિ મનસુખલાલ જેવા ગહન વિચારોને ઢાળબદ્ધ ગેય દેશમાં ગૂંથી લેવામાં આવ્યા છે. કવિની રચનાઓમાં વિવિધતા છે. અહીં અનાથી મુનિની સઝાયને સ્થાન આપેલ છે. આત્મસ્વરૂપ કર્તા-અકર્તા-ભોક્તા, સામયિક-પ્રત્યાખ્યાન, સંયમવૈતરણી, શત્રુ-મિત્ર-અરિહંત આદિ નવપદ, દશયતિ ધર્મ, સુગુરુ-કુગુરુ, કેશી સ્વામી - ગૌતમ સ્વામી પ્રશ્નોત્તર, તેરક્રિયા વગેરે વિષયોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. બધા જ વિષયો તત્ત્વજ્ઞાન-આત્મસ્વરૂપને લગતા છે જે એકાંતે મોક્ષમાર્ગમાં સ્થાન મેળવવા અનન્ય ઉપકારક છે. તદુપરાંત સ્તવનો, સક્ઝાય, ગહુંલીઓ, ચૈત્યવંદન અને આધ્યાત્મિક પદો પણ રચ્યાં છે તેનો સમાવેશ કર્યો છે. સ્તવન ચોવીશીની રચના પણ એમની પ્રભુભક્તિની અપૂર્વ શ્રદ્ધા વ્યક્ત કરે છે. કળશમાં તેની રચનાસમય જણાવ્યો છે : દોહદ સંવત ઓગણીશ ત્રેસઠ, અશ્વિન રંગ જમાવો, શુકલ એકાદશી ગુરુગુણ રંગે, હરખત રંગ વધાવો રે. (સુ.વ્ય, પા. ૩૦૯) કવિએ પોતાની લઘુતા, નમ્રતા અને મતિ મંદતાનો નિખાલસતાથી ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, . જિન ગુણ ગણ કેમ થણી શકું પૂરા, મુજ મતિ બાલ સ્વભાવે, પણ ગુણ એક સ્તવે જન કોઈ, નાશે સર્વ વિભાવો રે. // ૭ // - (સુ.વ્ય., પા. ૩૦૯) કવિની ચૈત્યવંદન ચોવીશી પણ નોંધપાત્ર છે. ઋષભ આદિથી મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થકરના ચૈત્યવંદનની રચના કરી છે. કવિની વિશેષતા છે કે સ્તવન અને ચૈત્યવંદન ચોવીશીની રચનામાં 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય પ્રત્યેક ગાથાનો અર્થ આપવામાં આવ્યો છે. તત્ત્વની કઠિન વાતોને આત્મસાત્ કરવા માટે કવિની આ યોજના આવકારદાયક છે. અર્થને કારણે કવિગત તાત્ત્વિક વિચારોનું પ્રત્યાયન થઈ શકે છે. સામાન્ય રીતે ચૈત્યવંદનમાં ત્રણ ગાથા હોય છે. કવિએ આરંભના ચૈત્યવંદનની રચના એટલે કે ઋષભદેવથી ચંદ્રપ્રભુ સુધીનાં ચૈત્યવંદન બે ગાથામાં છે. બાકીનાં ચૈત્યવંદન ત્રણ ગાથામાં છે. નમૂનારૂપે ઋષભદેવનું ચૈત્યવંદન અત્રે નોંધવામાં આવ્યું છે. ઋષભ જિન ચૈત્યવંદન (મંદાક્રાંતા છંદ) “બોધાધારે રિખવજિનજી, વંદિએ આદિનાથં. દાતા ત્રાતા, ભવિકજનને, મુક્તિનાં મૂલ સાથે, વિના ખેદે સ્વગુણ ૨મણે, શાશ્વતાં સુખ આપે, દ્રવ્યે ભાવે નિજ પર કૃપા, આપમાં આપ થાયે. ।। ૧ || (સુ. વ્યવ., પા. ૩૧૧) ૨૫ “સારે વારે ભવ જલધિથી, પાપ સંતાપ કાપે, મેં તો ભેટ્યો ત્રિભુવન ગુરુ, સિદ્ધિનાં સુખ આપે; તારી વાણી વિમલ મતિએ, શુદ્ધતા રાખિ સાથે, પામે રિદ્ધિ શિવમનસુખે, અંગમાં રંગ વાધે. || ૨ || (સુ. વ્ય., પા. ૩૧૨) કવિએ મહાવીર સ્વામીનું ચૈત્યવંદન સર્વ લઘુ ૩૨ અક્ષરથી રચ્યું છે. છંદ શાસ્ત્રના એમના જ્ઞાનનો પરિચય આવી રચનાથી થાય છે ઃ “પુરમ ધરમ ધર કરમ ભરમ હર, ધરમ તીરથકર સકલ વિશ્વનહર, 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રાવક કવિ મનસુખલાલ પ્રભુ તિ જગત શિર વિરજગ જપ કર, અખિલ કુમત હ૨ ૫૨મ સુમતિ કર; અજિતથી જિત કર ભરમતિમિરર, ભવદવપહર તપહર રવિકર, હરત કરમ ઘન થિરતન સમમન, ત્રિભુવન સુખકર સહજ અચલ ધન. | ૧ || દેવગુણપરજવ નિજ ચિર અનુભવ અખય અચલ સબ પરિણતિનવનવ, વિમલ કમલ મુખ શુદ્ધ વચ નિરમલ, સુન્નત હરતમલ કરિ બલ નિરમલ, લખિ નિજ તજિ પર પરમચરણ ધર, જગ જન થિરકર દરશન દુ:ખ હર; નચત અમર વર તરત ભવ અંતર અજર અમર વિર પરમ પ્રબલ ધીર | ૨ || વચ સફલ ફલત ભવતુ અમિત હિત, લખત સુમિત તુરિ અમિત પ્રિત, ચરણ શરણ રહિ તુમ વચ ચિત ગહિ, શુધ નિજતત લહુ પર મમત નગહું; ઉપશમ પદ ધિર ચલ મન થિર કરિ, ભવવન, ભયહિર તુજવચ ભવતાર, પરમ વિરજ ધર અખય અકલ પર, સુખભર નિજઘર મનસુખ શિવકર. ॥ ૩ || (સુ. વ્યવ., પા. ૩૫૧) 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય કવિની શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસની રચના કવિત્વ-શક્તિના ઉદાહરણરૂપ છે. કવિએ સ્તુતિચોવીશીની રચના કરી છે. સામાન્યત: ચાર ગાથાની સ્તુતિ હોય છે. પણ અપવાદરૂપે એક ગાથાની સ્તુતિની રચના પણ થયેલી છે. કવિ પંડિત વીરવિજયજી, પદ્મવિજયજી અને જ્ઞાનવિમલસૂરિએ દેવવંદનની રચનામાં એક જ ગાથામાં સ્તુતિની રચના કરી છે. મનસુખલાલે આ રચના પ્રભુગુણ ગાવાના પ્રયાસરૂપે કરી છે. તેમાં દેવદેવી કે શ્રુતજ્ઞાનનો સંદર્ભ અન્ય સ્તુતિઓ સમાન જોવા મળતો નથી. ઉદાહરણ તરીકે મુનિ સુવ્રત અને પાર્શ્વનાથની થોય નીચે પ્રમાણે છે. (માલિની છંદ) “મુનિસુવ્રત જિણંદા, આત્મ આનંદ કંદા, ભર તિમિર નશાવે, જ્ઞાન જ્યોતિ દિણંદા; સસમય સુખ આપે, મોક્ષ માર્ગાધિકારી સુખ પ્રશમરતીનું, શાંતી ઘો નિર્વિકારી || ૧ ||” (સુ.વ્યવ., પા. ૩૫૭) “મુનિ દ્વંદ સેવે પાય, આઠ કર્મ નાશ જાસ, પાસદેવ સેવ સાર, તે ઉદાર મેં લહી, આત્મ શક્તિ વ્યક્તિ કરું, વાણિ ધ્યાનમાં રહી.” || ૧ | (સુ.વ્યવ., પા. ૩૫૮) કવિએ એક જ ગાથામાં નવપદની સ્તુતિ રચી છે. ગાય ગુણ કિન્નરી, ભોગ શીવ સુંદરી, ૨૭ જ્ઞાનપદની થોય “પંચ જ્ઞાનમાં શુદ્ધ સદાગમ તે દાયક લાયક મુક્તિ તણો, જાણી શ્રુતધર પાસે ભવિજન, અતિ સન્માને શ્રુત ભટ્ટો; 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રાવક કવિ મનસુખલાલ ટાલી અડ અતિચાર વિનય યુત, ચુતધરની આણા સેવો. દરશન જ્ઞાન ચરણ શિવ કારણ, મનસુખ સેવો શ્રુતમેવો / ૧ / (સુ.વ્યય, પા. ૩૫૯) આ રીતે સુમતિવ્યવહારગ્રંથના તાત્ત્વિક વિષયો જ્ઞાન અને ભક્તિમાર્ગના વિચારોને પ્રગટ કરે છે. કવિની વિશેષતા છે કે ગ્રંથને અંતે “શબ્દાર્થ કોષ' શીર્ષકથી ને દર્શનને લગતા પારિભાષિક શબ્દો વિષે કક્કાવારી પ્રમાણે સમજૂતી આપી છે. તત્ત્વજ્ઞાનના ગહન-ગંભીર વિચારોને શબ્દાર્થ જાણીને પણ સમજી શકાય તેમ છે. કવિની ઇચ્છા એવી છે કે સૌ કોઈ આવા વિષયોને ગ્રહણ કરીને આત્મસ્વરૂપ પામવાના માર્ગમાં વિશેષ પ્રગતિ કરે. વિવિધ પ્રકારની ગેય દેશીઓ, સંસ્કૃત વૃત્તો ને માત્રામેળ છંદોનો આશ્રય લઈને લયબદ્ધ રચના કરી છે. પાને પાને તત્ત્વજ્ઞાનના વિચારો ઊભરાય છે. કવિના અંતરમાં “આત્મા પરમાત્મા છે” – સિદ્ધ બુદ્ધ બની શકે છે તે વિચારને આત્મસાત્ કરવા માટેના શાસ્ત્રીય વિચારોને વિવિધ કાવ્યપ્રકારો દ્વારા પ્રગટ કર્યા છે. સુમતિવ્યવહાર ગ્રંથ ઈ.સ. ૧૯૦૮માં પ્રગટ થયો હતો. ગ્રંથપરિચય ઉપરથી સૌ કોઈને ખ્યાલ આવશે કે કોઈ ગુરુગમ કે પંડિત પાસે અભ્યાસ કર્યો ન હોવા છતાં જૈન દર્શનના ગૂઢ વિચારોને સર્વસાધારણ જનતાના લાભાર્થે વ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યો છે. તે ઉપરથી તેઓ માત્ર કવિ નહિ પણ સાચા જ્ઞાની મહાત્મા હતા તેવું જણાય છે. આ પરિચય તો માત્ર જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરવા માટે ભૂમિકા પૂરી પાડીને આત્માર્થી જનો વિશેષ ઉદ્યમવંત બની આત્મસ્વરૂપ સમજવા અને તે માટે દર્શાવેલા માર્ગમાં ચરણ-કરણાનુયોગથી પ્રવૃત્ત થાય ને અંતે કવિ ઇચ્છે છે તે મોક્ષપદ પામી શકાય તેમાં નિમિત્ત રૂપ બને એવો શુભ આશય ગર્ભિત રીતે વ્યક્ત થયેલો છે. 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૩. સુમતિ પ્રકાશ સુમતિવિલાસ અને વ્યવહારમાં મુખ્યત્વે કવિએ પોતાની કૃતિઓનો સમાવેશ કર્યો છે. અહીં કવિએ પોતાની કૃતિઓ ઉપરાંત દેવચંદ્રજી અને કવિના ભક્તોમાંથી સંતોકચંદજી, દલસુખનાથજી, વાડીલાલ પાનાચંદની કેટલીક રચનાઓનો સમાવેશ કર્યો છે. કવિના જીવન પર દેવચંદજીનો વિશેષ પ્રભાવ હતો. તેઓ આત્માર્થી હોઈ દ્રવ્યાનુયોગના ઉપાસક હોવાથી કવિને એમના પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ હતો. તેથી દેવચંદ્રજીકૃત અતીત સ્તવન ચોવીશીનો બાલાવબોધ (એટલે અર્થ સમજાવ્યો છે.), વિષયત્યાગની ઢાળો, તત્ત્વાર્થસારમાં દર્શન અને જ્ઞાનપદ, ઉપશમભાવ, નરક, દેવ, છ દ્રવ્ય, પાંચ મહાવ્રત, દેશવિરતિધર્મ, કર્મબંધ-હેતુ સ્વરૂપ, બાવીશ પરિષહ, અનિત્યાદિ બાર ભાવના, પાંચ ચારિત્ર, મોક્ષાધિકાર, ધર્મકથાનુયોગ, આદિ વિષયોને લગતા વિચારો વ્યક્ત કર્યા છે. બધા જ વિષયો લગભગ આત્માના સ્વરૂપને સ્પર્શતા ત્યાગ અને વૈરાગ્યભાવનાથી સમૃદ્ધ છે. અંતે કવિના ત્રણ ભક્તોએ પદો રચ્યાં છે તેનો ઉલ્લેખ કર્યો છે. ચેતન શબ્દ દ્વારા ઉદ્બોધન કરીને વિષયત્યાગ વિશે કવિ જણાવે છે કે ચેતન ચેતો રે ચેતના, આતમ તત્ત્વ વિચાર; વશ કરિ ઇંદ્રિય ચોરને, જિમ લહિયે શિવ સાર. ચેતન ચેતો રે ચેતના. || ૧ || સત્ય પ્રશંસા રે તેહની, નંહિ વિષયવશ જેહ, જ્ઞાનાદિક નિજગુણ વિષે, મગ્ન રહે મુનિ તેહ. ચેતન. ॥ ૪ / (સુ.પ્ર., પા. ૧૧૭) ૨૯ 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ વિષયના સ્વરૂપનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે – અગ્નિ બૂઝી શકે જલ થકી, બૂઝે નહિ કાળની આગ રે કોડ, સમુદ્રના જલ થકી, દુષ્ટ અતિ મદનનો રાગ રે. વિષય વિષ પરિહરો ચેતના. / ૧ //. જીવહિંસા વિષયવશ કરે, આદરે જૂઠ અદત્ત રે, કુશીલ પરિગ્રહ આદરે, કરી કરી અધિક મમત્તરે. વિષય. // ૩ // (સુ.., પા. ૧૧૮) કવિ જિનવાણીના સંદર્ભ આપી જણાવે છે કે – જ્ઞાનીને રાગ હોવે નહિ, રાગ વિણ વિષય ન હોય ચેતન જી; સાર સિદ્ધાંતનો એ લહી, વિષય તજો સહુ કોઈ ચેતન જી. બલિ. // ૧૨ // (સુ.પ્ર., પા. ૧૨૧) વીર વચન હૃદયે ધરો, ભવધિ તારક જેહ રે. વિષય વિકાર નિવારતાં, પ્રગટે નિજ ગુણ ગેહ રે. વીર. // ૧ // (પા. ૧૨૯) મમત્વ ત્યાગ વિશે કવિ જણાવે છે કે – સકલ શાસ્ત્રનો સાર એ સહી, સુનય સેવિને આત્મતા લહી; મમત ત્યાગને જાગિએ સદા, પરમ આત્મનો લાભ લ્યો ખુદા. (સુ.પ્ર., પા. ૧૩૫) (લલિત છંદ) ઉત્તમ નરભવ લાહો લીજે, આતમ અનુભવ પ્યાલા પીજે; આલપંપાલ જંજાલ નિવારી, શુદ્ધાતમ પદમાં મતિ ધારી. / ૧ // 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૨૧ સમય પ્રમાદ ન કીજે ભાઈ, પુદ્ગલ ચિંતા સર્વ મિટાઈ, સિદ્ધ સમાન શુદ્ધાતમ ધ્યાવો, પરમ મહોદય પૂરણ પામો. // ૨ // (સુ.પ્ર., પા. ૧૩૩) (ચોપાઈ) જ્ઞાને નાશે મોહનું જોર ભારી, ધ્યાને આવે થિરતા સિદ્ધિકારી, માટે ત્યાગો પુદ્ગલોનો પ્રસંગ, તો તો પામો શુદ્ધ ભાવે સુરંગ. (સુ.પ્ર., પા. ૧૩૮) (શાલિની) બાંધ્યાં કર્મો મમત કરિને દેહપંચ પ્રકારે; ઇન્દ્રી પંચે મનવચતનું, બંધ વ્યક્તિ વિકાર, આવે તે તો મમત સહિત, એક કાલે ઉદેને, જાણે જીવો પુદ્ગલ, ક્રિયા, કાજ કીધું હમે એ. / ૧ / (સુ.મ., પા. ૧૪૯) નવતત્ત્વ વિચારણાની ઢાળોમાં કવિએ વર્ણવ્યું છે કે આત્મા કર્મનો કર્તા, ભોક્તા, સિદ્ધ બુદ્ધ, તત્ત્વને ગ્રહણ કરવાવાળો બની શકે. ઉપરાંત દાન, લાભ, ઉપભોગ, વીર્ય વિષયક વિચારો પણ વ્યક્ત કર્યા છે. આત્મા કર્મનો કર્યા છે તે વિશે કવિના શબ્દો છે કે – શુભાશુભ પરિણામનો, કર્તા મમતાવંત હો વિનીત; તે સંસારી જીવ છે, ભાખેશ્રી ભગવંતો વિનીત. // ૧ / શુભ પરિણામે પુણ્યને, કરે સુગુણ નર કોય હો. અશુભ કરમ પાપી કરે, મૂઢ પુરુષ જ હોય છે. / ૪ // (સુપ્ર., પા. ૧૪૨) 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રાવક કવિ મનસુખલાલ આત્મા કર્મનો ભોક્તા છે તે વિશે કવિના શબ્દો છે – શુભાશુભ પરિણામનો જી, ભોગી તે જગજીવ; ભોગી જ્ઞાનાદિક તણો જી, જ્ઞાની સિદ્ધ સદીવ. સુગુણ નર ધાર તત્ત્વવિચાર, એ જિન શાસન સાર; ભવિકજન ધારો તત્ત્વવિચાર. / ૧ / (સુ.મ, પા. ૧૪૨) અજ્ઞાનતાને કારણે આત્મા પુદ્ગલની મમતાથી ચૌદ રાજલોકમાં રખડે છે તે વિશે કવિ જણાવે છે કે – શુદ્ધ આત્મતા અજ્ઞાનથી નર, મમત કરિ પુદ્ગલતણું; કરિ રાગરોષ વિમોહ, અતિશય કર્મ બંધન કરિ ઘણું. દુ:ખ તાપ બહુસંતાપ, સહતાં ઉપાર્જે ચઉદે રાજમાં, બહુ જન્મ મરણ ક્લેશ ભોગે રહે ન નિજ સુખ કાજમાં. / ૧ / સમ્યક્દર્શન એટલે સમકિત. સમકિત એ ધર્મરૂપી મહેલનો પાયો છે. કવિના ઉપરોક્ત વિષયના વિચારો જોઈએ તો – જિન દેશિત સપ્ત તત્ત્વની રે શ્રદ્ધા રુચી પ્રતિત; નિર્મલ હોવે જેહને રે, સમકિત કહીયે મિતરે, પ્રાણી. / ૪ / બાર ભાવના ભાવિયે રે, ચારિત્ર પંચ પ્રકાર, સમસંવરજે આદરે રે, તેહ તરે સંસાર રે. પ્રાણી. / ૧ // (સુ.પ્ર., પા. ૧૫૪) વસ્તુનું સ્વરૂપ ચાર નિક્ષેપણથી જાણવું જોઈએ. તે વિશે કવિના શબ્દોમાં જોઈએ તો – સકલ વસ્તુને જાણીએ ચાર નિક્ષેપ સમેત લલના, ન્યાસ કહ્યા એ વસ્તુના, દ્રવ્ય પ્રજાય અભેદ લલના; તત્ત્વદૃષ્ટિ દઢ રાખીએ. // ૧ // 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૩૩ નામ સ્થાપના દ્રવ્ય ભાવ સહિત હોય અપાર લલના, વસ્તુના વસ્તુ વિષે શુદ્ધ નિક્ષેપ વિચાર લલના. તત્ત્વ. / ૨ // (સુ.એ, પા. ૧૫૫) મધ્યકાલીન પરંપરા અનુસાર દોહરામાં વસ્તુ નિર્દેશ કરીને ઢાળમાં તેનો વિસ્તાર કર્યો છે. દેવલોકના વર્ણનમાં આ પ્રણાલિકા જોવા મળે છે. (દોહરા) દેવો ચાર નિકાયના, ભનવપતી દશ જાણ, વ્યંતર આઠ પ્રકારના, જોઈસ પંચ પ્રમાણ. / ૧ / દ્વાદશ કલ્પ વિમાની છે નવ ગ્રંવેક વખાણ; પંચ અનુત્તર વાસિનાં, કલ્પાતીત સુજાણ. // ૨ // (સુ.પ્ર., પા. ૧૭૯) કર્મબંધનાં કારણો દર્શાવતાં કવિ કહે છે કે – મિથ્યા દરશન ને અવિરતિ વલી, પ્રમાદ કષાય ને યોગ; પંચ કારણ એ કર્મ બંધનાં, તજી લો શિવમગ યોગ. હો ભવિયા જિન દરસન રસ લીજે જ્ઞાન સુધારસ પીજે. હો ભવિયા. // ૧ // (સુપ્ર., પા. ૧૯૩) કવિએ આ ગ્રંથના છેલ્લા વિભાગમાં દેવચંદ્રજીની ચોવીશીના અર્થ લખ્યા છે. સ્તવન સુંદર કંઠે ગવાતું સાંભળીએ પણ તેનો અર્થ સમજાય નહિ તો આત્મભાવમાં કે પ્રભુભક્તિમાં મન સ્થિર બને નહિ એટલે સ્તવન કે અન્ય કાવ્યપ્રકારની રચનાઓનો અર્થ જાણવાથી વધુ ભાવના ભાવી શકાય છે. દેવચંદ્રજીનાં સ્તવનો શુદ્ધ આત્મસ્વરૂપ ને દ્રવ્યાનુયોગની કઠિન વાતોને વ્યક્ત કરે છે. આ સમજાવવા માટેનો કવિનો પ્રયત્ન પ્રશસ્ય છે. માત્ર પોપટિયા રટણથી કોઈ લાભ નથી. 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રાવક કવિ મનસુખલાલ સીમંધર જિન સ્તવનની પંક્તિઓ અત્રે ઉદાહરણ રૂપે નોંધવામાં આવી છે – શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવ ધારો, શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમએ, પ્રગટો તેહ અહારો રે, સ્વામી વિનવિયે મન રંગે // ૧ / (સુ.પ્ર., પા. ૨૧૭) અવલંબન ઉપદેશક રીતે શ્રી સીમંધર દેવ; ભજીયે શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીયે ભવભય ટેવ રે. સ્વામી. / ૯ / સુ.મ., પા. ૨૨૨) આ રીતે આત્મસ્વરૂપને ઉપકારક વૈવિધ્યપૂર્ણ તત્ત્વદર્શનની માહિતીવાળો ગ્રંથ જ્ઞાનમાર્ગના ગુજરાતી ગ્રંથોમાં ઉત્તમ કોટિનો છે. કવિએ વિવિધ દેશીઓની સાથે વિવિધ અક્ષરમેળ અને માત્રામેળ છંદોનો પ્રયોગ કરીને કવિશક્તિનો પરિચય કરાવ્યો છે. આ ગ્રંથની રચના ઈ.સ. ૧૯૧૧માં થઈ હતી. સુમતિપ્રકાશ ગ્રંથમાંથી નમૂનારૂપે વિષયપરિહારની ઢાળ – ૨, ૭, ૮ની પંક્તિઓ અત્રે કવિના શબ્દોમાં નોંધવામાં આવી છે. તે ઉપરથી એમની વિચારધારા અને આત્મવૃત્તિનો પરિચય થાય છે. સાથે સાથે એમની કવિ-પ્રતિભાનો ખ્યાલ આવે છે. વિષયપરિહાર વિશે કેટલીક ઉપમાઓ અને દૃષ્ટાંતો દ્વારા ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કરતી ઢાળ-૨ અત્રે ઉદાહરણરૂપે નોંધવામાં આવે છે. 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય (ઢાળ ૨). (વિષય વિષ પરિહર પ્રાણીયા – એ) દેશી અગ્નિ બૂઝી શકે જલ થકી, બૂઝે નહિ કામની આગ રે / કોડ સમુદ્રના જલ થકી, દુષ્ટ અતિ મદનનો રાગ રે / વિષય વિષ પરિહરો ચેતના / ૧ કાલ અનંત લગે વલિવલિ ભોગવ્યા વિષય વિકાર રે / તો પણ તૃપ્તિ પામ્યા નહીં, વિષય દુ:ખદાઈ અસાર રે // વિષય // ૨ જીવહિંસા વિષય વશ કરે, આ દરે જૂઠ અદત રે ! કૂશીલ પરિગ્રહ આદરે કરી કરી અધિક મમત રે / વિષય // ૩ સકલ કષાય હોય એહથી પાપનાં સ્થાન અઢાર રે //. ભવજંજાલ એહથી વધે, લહે ન શુદ્ધાતમ સાર રે / વિષય / ૪ વિષય પરિણામ જેણે જીતિયા, મુગતિ સુખ તેહ ને ગોદરે / મનુષ્યભવ લાહ ભવિ આદરો જિન વચન નિર્મલ બોધ રે / વિષય / ય વિષયમદ પાને ઉન્મત થયો નવિ લહે યોગ અયોગ્ય રે / કૃત્ય અકૃત્ય પણ નવિ ગણે, ચાહે એક વિષય વિષ ભોગ રે / વિષય / ૬ આવિ વિપાક હાજર હુવે, દીનું પરવશ લહે કલેશે રે નરકનિગોદ ગતિમાં પડ્યો, જિહાં નહી સૂખનો લેશ રે / વિષય / ૭ કીડા વિષ્ટાના વિષ્ટા વિષે લીખ કીડા લિખ માંહિ રે / તેમ વિષથી વિષય વિષ વિષે માનિ સુખ મગ્ન રહે તોહિ રે / વિષય // ૮ ક્ષણિક ચપલ પરતંત્ર જે રાખ્યા પણ નવિ રહે જેહ રે // વિષય નરનારિના જાણિએ, મૂકિ એ એહ પર સ્નેહ રે / વિષયે મેં ૯ જેમ જેમ અગ્નિ ઇંધન અતી નાંખતાં તૃપ્ત ચેતનજી // તેમ એ વિષયીને વિષયથી તૃપ્તિ રતિ હોય નવિ કોય રે // વિષય / ૧૦ 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રાવક કવિ મનસુખલાલ - - - દેવ મનુષ્ય તીર્યચના ભોગ સહુ અથરિ પરતંત્ર રે / ચેતનજી તેહથી નવિ લહ્યા નિજ ગુણ સહજ સ્વતંત્ર રે / વિષય / ૧૧ ભોગતાં રમ્ય મનને લગે પરિણમે કટુક વિપાક રે / ગીત વિલાપ સમ જાણિએ નૃત્ય વિટંબના થાક રે // વિષય / ૧૨ (સુમ, પા. ૧૧૮) (ઢાળ ૭) ચેતન એ તન કારમું / તમે ધ્યાવોને; વિષય તજી જિન ધર્મ ભવિક નીત ધ્યાવોને. અનંત કાલે નરભવ લહ્યો. તુમે. પ્રગટ કરી શિવ શર્મ. ભવિક. / ૧ / ચિંતામણી સમ એ લહી // તમે // ધર્મ યોગતા સાર // ભવિક છે વિષય વિકાર વચ્ચે રહી છે તમે // નવિ કરો તેહ અસાર / ભવિક / ૨ સૂકી ભષ્મને કારણે // તુમ બાલે ચંદન કોય / ભવિક / ગજ બોડિ બકરો ગ્રહ // તમે // તે મહા મૂરખ હોય / ભવિક ૩ ધતૂર વાવે આંગણે / તુમે / ઉખેડી કલ્પવૃક્ષ // ભવિક // મૂર્ખ શિરોમણી તે કહ્યો // તમે / કોણ કહે તસ દક્ષ / ભાવિક / ૪ આયુ ચપલથી ચેતિને / તુમે / તજી પ્રમાદ થઈ સૂર // ભવિક / આતમ સત્તા નિરમલી // તુમે / ચિદાનંદ રસ પૂરા / ભવિક // ૫ જીતી દુર્જય વિષયને // તુમે // દર્શન જ્ઞાન ચરિત // ભવિક / સમ ભાવે રંગે રમો / તુમે / પંચાચારે મિત્ત / ભવિક / ૭ અણગમતા ગમતા બહુ // તુમે વિષયો પંચ પ્રકાર / ભાવિક / રમણ તજી સવિ એહનું તુમે / ચિત ચાલતાવ // ભવિક / ૭. 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય શબ્દ સુણી મને અતિ ચલે / તુમે છે ઇષ્ટ અનિષ્ટ જાય છે ભવિક છે રૂપ દેખી તેમ જાણિએ // તુમે // થિર ચિત ક્ષણ નર હાય / ભાવિક // ૮ ગંધની ધંધમાં મન ચાલે છે તમે જે ચૂકે ધ્યાનની તાલ // ભાવિક / ૯ રસ વિષયથી એમ બહુ // તુમે / આવે ખોટા ખ્યાલ // ભાવિક // તેમ એ પંચે જાણિએ / તમે // જીવીને નહિ અનુકુલ // ભાવિક // ૧૦ (સુપ્ર, પા. ૧૨૮) (ઢાળ ૮) (વીર કહે ગૌતમ સુણો - એ દેશી) વીર વચન હૃદયે ધરો, ભવધિ તારક જેહ રે // વિષય વિકાર નિવારતાં, પ્રગટે નિજ ગુણ ગૃહ રે વીર // ૧ / સૂત શીલ વિજ્ઞાન ને વલિ વૈરાગને ચૂકી રે // બહુ નર ભવદધિમાં પડ્યા વિષયથી લાજને મૂકી રે / વીર // ૨ / રોગ સકલ પ્રતિકારને વિષથી નર સુખ માને રે // આતમ ગુણની વિરાધના હોય તેહ નવિ જાણે રે / વીર // ૩ // ઉદભટ વેષે નારીને દેખી દૂરમતી ચૂક્યો રે // જેણે જિન વચન હૃદય ધર્યા, રાગ પ્રથમથી મૂક્યો રે // વીર // ૪ / સુખ શાશ્વત જે મુક્તિનું ઉજ્જવલ જરા જેમ ઇંદુ રે / છંડી મોહો ઉપચારથી સુખ વિષય મધુ બિંદૂ રે // વીર / ૫ // પ્રચલિત વિષય અગ્નિ થકી, ચારિત્ર સાર ને બાલી રે / સમ્યક દર્શ વિરાધીને અનંત સંસારમાં ઘાલી રે // વીર // ૯ // મૂરખ આપહી આપને હોય મહાદુઃખ દાતા રે // વિષય થકી જો દુર રહે, તેમને કોઈ ન અશાતા રે | વીર // ૭ 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રાવક કવિ મનસુખલાલ સંસાર અરણ્ય બિહામણો વિષય તૃષ્ણાએ નચાવ્યા રે / ચૌદ પૂરવધર મુનિવર શ્રેણિ ચૂકિ નિગોદમાં આવ્યા રે // ૮ / હાહા વિષય એ વિષમ છે, પ્રતિબંધી દુ:ખ પામ્યા રે // ઇંદ જાલ પેરે ચપલ એ બંધ્યા તેણે દુ:ખ વાગ્યા રે // વીર // ૯ // ફરસ વર્ણ રસ ગંધ છે, શબ્દ સંસ્થાન પ્રજાય રે // પુદ્ગલના સહુ જાણિયે, ક્ષિણ ક્ષિણમાં બદલાય રે / વીર // ૧૦ // (સુ.પ્ર. પા. ૧૨૯) ૪. નવપદનું સ્વરૂપ જૈન તત્ત્વજ્ઞાનમાં નવતત્ત્વ, સ્યાદ્વાદ અને નવપદ એ ત્રણ વિષયો ગૂઢ સહસ્યમય હોવા છતાં અધ્યાત્મ માર્ગના પાયારૂપ ગણાય છે. નવપદનું મૂળ જોઈએ તો એમ જાણવા મળે છે કે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નવપદનો મહિમા વર્ણવ્યો હતો. ત્યાર પછી વિદ્યાપ્રવાદ પૂર્વમાં નવપદનું સ્વરૂપ ગ્રંથસ્થ થયું હતું. મહાવીર સ્વામીના મુખે શ્રવણ કરેલો ઉપરોક્ત મહિમા મગધનરેશ શ્રેણિકને ગૌતમ સ્વામીએ ઉપદેશ રૂપે સમજાવ્યો હતો. શ્રી રશેખરસૂરિએ તેમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતમાં “સિરિવાળકા' એ નામના લોકપ્રિય ગ્રંથની રચના કરી છે, જેમાં નવપદનું સ્વરૂપ વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ કવિ ચૌદમા સૈકાના પ્રારંભમાં થયા હતા. “સિરિવાળકા' ગ્રંથમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને વિનયવિજયજીગણિએ શ્રીપાળ રાજાના રાસની ગુજરાતી ભાષામાં રચના કરી છે. કવિએ પાંચમા ખંડની ૨૧ ગાથાની રચના કર્યા પછી આયુષ્ય પૂર્ણ થતાં ગ્રંથ અપૂર્ણ હતો તે યશોવિજયજી ઉપાધ્યાયે પૂર્ણ કર્યો. આ કવિનો સમય ૧૮મી સદીનો હતો. એટલે ઉપરોક્ત ઐતિહાસિક વિગતોને આધારે નવપદનું સ્વરૂપ પ્રચાર 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય પામ્યું. યશોવિજયજીએ સૌપ્રથમ નવપદનો મહિમા પૂજાસ્વરૂપમાં ગાયો છે. નવપદમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, દર્શન-જ્ઞાનચારિત્ર અને તપનો સમાવેશ થાય છે. પ્રત્યેક પૂજામાં એક પદના સ્વરૂપની માહિતી રહેલી છે. પૂજા ઉપરાંત સ્તવન, રાસ, સ્તુતિ અને ચૈત્યવંદન સ્વરૂપમાં પણ નવપદને વિષય તરીકે કવિઓએ સ્વીકાર્યો છે. યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદની પૂજા નવપદની પૂજા-રચના યશોવિજયજી ઉપાધ્યાયે કરી હતી. સામાન્ય રીતે પૂજાનો આરંભ વિષયપ્રવેશ કે વસ્તુદેશક દુહાથી થાય છે. અહીં કવિએ દુહાને બદલે પ્રત્યેક પૂજામાં ભુજંગપ્રયાત્. છંદમાં વસ્તુનિર્દેશ કર્યો છે. કવિએ સિદ્ધચક્રની સ્તુતિ કરીને તેનો મહિમા દર્શાવ્યો છે. કવિનું સંસ્કૃત ભાષાનું અગાધ જ્ઞાન હતું એનો પરિચય પૂજાના આરંભમાં જ થાય છે. એમની સંસ્કૃત ભાષાની રચનાઓ પણ ગુજરાતી ભાષાની રચનાઓ જેટલી લોકપ્રચલિત બની છે. જૈન ધર્મના જ્ઞાનમાર્ગની કવિતામાં એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન એમની રચનાઓ છે. નમોડનંત સંત પ્રમોદપ્રદાન પ્રધાનાય ભવ્યાત્મન ભાસ્વતાય થયા જેહના ધ્યાનથી સૌખ્યભાજા સદા સિદ્ધચકાય શ્રીપાળ રાજા: ૧, ૨, ૪ એ ત્રણ પંક્તિઓ સંસ્કૃત ભાષામાં અને પંક્તિ ૩ ગુજરાતી ભાષામાં છે. આમ કવિએ દુહાને સ્થાને છંદરચના કરીને પછી ઢાળમાં નવપદના સ્વરૂપની માહિતી આપી છે. પૂજાને અંતે કાવ્યરચના છે જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં થઈ છે. તેના દ્વારા નવપદ વિશે મિતાક્ષરી પરિચય થાય છે. એમની રચનામાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એમ ત્રણ ભાષાનો સમન્વય સધાયો છે. કવિએ ઉલાળાની દેશી અને શ્રીપાળના રાસની દેશીનો પ્રયોગ કરીને 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ પ્રત્યેક પૂજા રચી છે. નવપદના રહસ્યને સમજાવવાનો કવિએ પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. પારિભાષિક શબ્દોના અર્થ વગર તેનો મહિમા સમજી શકાય તેમ નથી. અન્ય કવિઓએ પણ વત્તાઓછા પ્રમાણમાં આવા શબ્દપ્રયોગો કર્યા છે. ચાર નિક્ષેપ, સાત નય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આગમ વગેરે શબ્દો કઠિન છે. ૪૦ આ પૂજામાં નવપદના ઊંડા રહસ્યની વિગતો ગૂંથી લેવામાં આવી છે. વળી પ્રાકૃત શબ્દોનો પ્રયોગ પણ વિશેષ છે. ભક્તિ અને જ્ઞાનના સમન્વયંવાળી યશોવિજયજીની પૂજા એ નવપદનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં ઉપકારક છે. યશોવિજયજી પછી પદ્મવિજયજી અને આત્મારામજીની ઉપરોક્ત વિષયની પૂજા સરળ અને સુગ્રાહ્ય છે. યશોવિજયજી પ્રકાંડ પંડિત હતા એટલે એમના પાંડિત્યનો પરિપાક રચનાઓમાં હોય તે સ્વાભાવિક છે. (વિવિધ પૂજાસંગ્રહ, પા. ૩૧૫) પંડિત પદ્મવિજયજીકૃત નવપદની પૂજા પંડિત પદ્મવિજયજીએ સંવત ૧૮૩૮ના મહા વદ બીજને ગુરુવારે લીંબડીના ચાતુર્માસ દરમ્યાન આ પૂજાની રચના કરી હતી. આ પૂજામાં નવપદના સ્વરૂપના પરિચય સાથે શાસ્ત્રીય સંદર્ભો અને દૃષ્ટાંતરૂપ વ્યક્તિઓનો ઉલ્લેખ થયેલો છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનની ઝાંખી રસિક અભિવ્યક્તિ દ્વારા થઈ છે. દુહો, ઢાળ, કાવ્ય અને મંત્ર એમ પૂજાના નિયમ પ્રમાણે કવિએ રચના કરી છે. કવિએ ભૈરવ, દેશાખ, ફાગ, બિહાગડો અને વસંત રાગનો પ્રયોગ કર્યો છે. તદુપરાંત પ્રચલિત દેશીઓથી આ પૂજા વધુ લોકપ્રિય બની છે. ધાર્મિક પ્રસંગોએ પદ્મવિજયજીની આ પૂજા વિશેષ ગવાય છે. નમૂનારૂપ દેશીઓ અને ધ્રુવપંક્તિ જોઈએ તો “પારિજાતિનું 좋더 જિનવર આવજો રે સંભવ મુજ ઘર સરગથી વિનતિ નાથ. 2010_03 -M Page #56 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૪૧ ગિરિ રાજકું સદા મોરી વંદના ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા.” પ્રત્યેક પદના સ્વરૂપનો પરિચય પૂજામાં આપ્યો છે. પહ્મવિજયજીની આ રચનાઓ ગીતકાવ્ય તરીકે વધુ આસ્વાદ્ય બની રહે છે. ઉદા. તરીકે જોઈએ તો - “સસનેહી પ્યારા હો સંયમ કબ મિલે, તપસ્યા કરતાં હો ડંકા જોર બજાયા હો; મુનિવર પરમ દયાળ, ભવિયા મુનિવર, સિદ્ધભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી” સમ્યગદર્શન પદ તમે પ્રણમો. પૂજાને અંતે કળશની રચના પરંપરાગત લક્ષણયુક્ત છે. (વિવિધ પૂજાસંગ્રહ) આત્મારામજીકૃત નવપદની પૂજા આ પૂજા દુહા અને ઢાળ એમ બે વિભાગમાં વહેંચાયેલી છે. તેમાં કાવ્ય અને મંત્ર પણ છે. પ્રત્યેક પદના સ્વરૂપ વિશેની વિગતો પૂજામાં પ્રગટ થયેલી છે. પૂજા સાહિત્ય એ ભાવધર્મનો પ્રકાર હોઈ તેમાં ભક્તિભાવપોષક શાસ્ત્રીય રાગોનો પ્રયોગ થયેલો છે. ખમાચ, પરજ, કાલિંગડો, બિહાગ, ઝિંદકાફી, ભૈરવી, વસંત, ઉપરાંત પ્રચલિત દેશીઓનો પ્રયોગ કરીને ગેયતા સિદ્ધહસ્ત થયેલી જોઈ શકાય છે. પૂજામાં ગુજરાતી ભાષાની સાથે હિન્દી ભાષાનો પ્રયોગ પણ થયો છે. આ રચનાને અંતે કળશનું અનુસરણ કરીને ગુરુપરંપરા અને રચયિતા અને વરસનો ઉલ્લેખ છે. એમનું પૂજાસાહિત્ય ભાવવાહી છે. કવિને સંગીત પ્રિય હતું એટલે પૂજામાં ગેયતા સિદ્ધ થયેલી છે. Sા છે. 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ કાવ્યની રચના સંસ્કૃત ભાષાના કૂતવિલંબિત છંદમાં કરી છે. જૈન તત્ત્વજ્ઞાન ને નવપદની પૂજા દ્વારા લોકભોગ્ય બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. યશોવિજયજી, પદ્મવિજયજી અને આત્મારામજીની નવપદની પૂજાનો મિતાક્ષરી પરિચય ભૂમિકા રૂપે આપવામાં આવ્યો છે. કવિ મનસુખલાલની નવપદની પૂજા વિશેની કેટલીક માહિતી નીચે મુજબ છે : કવિ મનસુખલાલજીકૃત નવપદની પૂજા કવિ મનસુખલાલજીએ દાહોદ મુકામે સંવત ૧૯૬૪ના ફાગણ વદ ત્રીજને દિવસે નવપદની પૂજાની રચના કરી છે. તેનો ઉલ્લેખ પૂજાને અંતે કળશમાંથી ઉપલબ્ધ થાય છે. “દોહદ ઓગણીસ સોસઠ ફાલ્ગણ ધર્મ શુકલ મન આયો કૃષ્ણ ત્રીજ મન રંગ ઉલ્લાસ અનુભવ રસ ઉલસાયો રે. નવપદ / ૪ //” (નવ. પૂ, પા. ૩૪) નવપદની પૂજા રચવા માટેની પ્રેરણા આપનાર શ્રી કોદરભાઈ છગનલાલ હતા. કવિએ આ પૂજાની રચનાનો હેતુ જિનશાસનની ઉન્નતિ થાય અને શિવસુખ મળે તે હોવાનું જણાવ્યું છે. શાસન ઉન્નતિ અર્થે રચી મેં જનમન હર્ષ ઉપાયો, આતમ ભાવે વીરજ ફોરી મનસુખ શીવરસ પાયો રે. નવપદ // ૯ //” (નવ. પૂ, પા. ૩૪) 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય કવિ મનસુખલાલે નવપદનો પરિચય “દોહરા”માં કરાવ્યો છે - “પરમ ધરમ મંગલ સદા, મંગલ શ્રી અરિહંત, મંગલ સિદ્ધ અનંત છે, આચારજ ભગવંત. // ૧ / વાચક મુનિ મંગલ સદા, દર્શન જ્ઞાન ચરિત્ર, તપ નવપદ મંગલ મહા, શ્રી જિનવચન પવિત્ર. / ૨ // આરાધક આણાધરું, પામે પરમ કલ્યાણ, પદ પદ મંગલ તે લહે, રિદ્ધિ સિદ્ધિ નિધાન / ૩ !” (નવ. પૂ, પા. ૧) કવિની આ રચના પર યશોવિજયજી ઉપાધ્યાયનો પ્રભાવ પડેલો જોવા મળે છે. સામાન્ય રીતે પૂજાનો આરંભ દુહાથી થાય છે. જ્યારે કવિએ માલિની, હરિગીત, મંદાક્રાન્તામાંથી કોઈ એક છંદથી પૂજાનો પ્રારંભ કર્યો છે. ઢાળમાં વિષયવસ્તુની વિગતો આપી છે. પૂજાને અંતે કાવ્યની રચના માલિની, ભુજંગી કે ઇન્દ્રવજા છંદપ્રયોગોમાં કરી છે. એમની અન્ય રચનાઓના સંદર્ભમાં એમ કહી શકાય કે કવિને છંદશાસ્ત્રનું અને સંગીતનું પદ્ધતિસર જ્ઞાન હતું. કવિની પ્રત્યેક રચના આના ઉદાહરણરૂપ છે. પૂજા ૧. નમો નમો કે શત્રુંજય ગિરિવર. ૨. મનડું મોહ્યું રે મન મોહનજી. ૩. પ્રભુ પડિમા પૂજીને પોસહ કરિયે રે. ૪. મુક્તિ સે જાઈ મિલ્યો મોહન. ૫. વત સાતમેં વિરતિ આદરું રે લો. ૬. અનિહાં રે વહાલો વસે. ૭. એગુણ જ્ઞાન રસાળ ભવાયાં. 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ ૮. ભરતની પાટે ભૂપતી રે. ૯. શ્રુતપદ નમીયે ભાવે ભવાયાં. કવિએ પ્રયોજેલી દેશીઓ જૈન સમાજમાં અતિ પ્રચલિત છે. વિરવિજયજીની ઘણી રચનાઓમાં આ દેશીઓનો પ્રયોગ થયો છે. કવિએ પૂર્વે થઈ ગયેલા કવિઓની દેશીઓ અને ધ્રુવપંક્તિઓ પસંદ કરી રચના કરી છે. નવપદના વિષયની અભિવ્યક્તિ માટે માત્ર ઢાળરચના પર્યાપ્ત નથી પણ આરંભના છંદની ગાથાઓ વિષયને સ્પર્શે છે. એટલે આ પૂજા પરંપરાગત લક્ષણોથી કંઈ જુદી તરી આવે છે. છંદ અને ઢાળ એમ બે વિભાગમાં વહેંચાયેલી પૂજા પ્રત્યેક પદનો પરિચય કરાવે છે. નવપદ પૂજાદિસંગ્રહ “નવપદ પૂજાદિસંગ્રહ' પુસ્તકની રચના સંવત ૧૯૬૫માં થઈ છે. તેમાં વિવિધ પ્રકારની સાહિત્યની કૃતિઓ છે. નવપદની પૂજાની રચના દ્વારા અરિહંતાદિ નવપદનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. પૂજા સ્વરૂપને અનુરૂપ દેશીના પ્રયોગથી લયબદ્ધ સુગેય કાવ્યરચના બની છે. તત્ત્વજ્ઞાનના વિચારો સમજવા કઠિન છે તેમ માનીને કવિએ નવપદની પૂજાની રચનાની સાથે પ્રત્યેક પૂજાનો ગાથા પ્રમાણે અર્થ આપ્યો છે. પરિણામે પૂજામાં વ્યક્ત થયેલા નવપદના વિચારો સર્વસાધારણ જનતાને સમજી શકાય તેમ છે. પૂજાને અંતે પરંપરાગત રીતે કળશરચના દ્વારા સમય, મહિનો, તિથિ વગેરેનો ઉલ્લેખ થયેલો છે. આ પુસ્તકમાં પૂજા ઉપરાંત શાંતિનાથ અને મહાવીર જિન સ્તવન, ગહેલીઓ અને ૧૧ પદોનો સમાવેશ થયેલો છે. કવિએ આ રચનાઓમાં પ્લવંગમ, માલિની અને લલિત છંદનો પ્રયોગ કર્યો છે. એમની પ્રત્યેક 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૪૫ રચનામાં દેશી અને ધ્રુવપંક્તિ ઉપરાંત અક્ષરમેળ અને માત્રામેળ છંદોનું પ્રયોગવૈવિધ્ય જોવાય છે. આ વિવિધતાથી કાવ્યરસનું સાતત્ય જળવાઈ રહે છે. જિનવાણીનું સ્વરૂપ અને મહિમા દર્શાવતી “જિનવાણી બાવની'ની રચના કરી છે. ચાર વિભાગમાં આ રચના વહેંચાયેલી છે. પ્રત્યેક વિભાગમાં ૧૩ ગાથા છે એમ ચાર વિભાગની પર ગાથા હોવાથી બાવની' શબ્દપ્રયોગ કર્યો છે. જૈન સાહિત્યમાં “બાવીશી', “પચ્ચીશી', છત્રીશી' રચના મળી આવે છે તે પ્રમાણે “બાવની' (પર) ગાથાની રચનાઓ પણ ઘણી થયેલી છે. કવિ જણાવે છે કે – સાર સદા જિનવાણિ, પરમ મહામંત્ર છે. ધારો સુપન મોજાર, પરમપદ તંત્ર છે, શુદ્ધ સાધ્યવલિ સાધન લખીએ એહથી મોહ અરિ મરી જાય, કોઈનો ભય નથી. / ૧ / (નવપદ પૂજાદિસંગ્રહ, પા. ૨૪) જિનવર વીર વાણી, પંચ આચાર દાઈ. સુવચન વિનયથી, આત્મતા આત્મ પાઈ વ્રતપણે પણ આવે, મોહ મિથ્યાત નાસે, વિપરિત મતિ ત્યાગી, શુદ્ધ સાવાદ ભાસે. (નવ, પૂ, પા. ર૩૦) ગéલી એટલે ગુરુમહિમા. ગુરુ પ્રત્યે ઉપકારની ભાવના. જૈન સાહિત્યની લઘુકાવ્ય રચના છે. કવિ ગુરુ વિશે જણાવે છે કે, “ગુરૂજી હુંશીલા, માહરા ગુરૂજી ખાંતિલા, સેવો શ્રી જિનવાણી ભવોદધિ તારણી.” 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ એમનાં પદો અધ્યાત્મ-રસસભર છે. કવિના જીવનમાં હુકમમુનિ ઉપરાંત દેવચંદ્રજીના સાહિત્યનો પ્રભાવ પડ્યો હતો. આ પુસ્તકમાં કવિએ દેવચંદ્રજીકૃત પાંચ સમિતિ, સાધુની પાંચ ભાવના, પ્રભંજનાની સજ્ઝાયનો સંચય થયો છે. ૪૭ ‘નવપદ પૂજાદિસંગ્રહ' ભક્તિમાર્ગની વૈવિધ્યપૂર્ણ રચનાઓનો સંચય છે. તેમ · તાં જ્ઞાનમાર્ગની વિશિષ્ટતા તો પરોક્ષ રીતે આવી જાય છે. કવિની નાની-મોટી સર્વ કૃતિઓમાં જ્ઞાનમાર્ગ કેન્દ્રસ્થાને રહેલો છે. ૫. આધ્યાત્મિક પદો કવિનાં પદોમાં પદસ્વરૂપની સંક્ષિપ્તતા, ગેયતા, ભક્તિ અને જ્ઞાનમાર્ગના વિચારોનો સમન્વય થયો છે. ગેય દેશીઓ અને પ્રચલિત રાગોનો પ્રયોગ કરીને પદસ્વરૂપની માવજત કરી છે. આવાં આધ્યાત્મિક પદો જૈન સાહિત્યનું દિગ્દર્શન કરાવવામાં સફળ નીવડે છે. કવિની પદરચનાઓનો પરિચય નીચે દર્શાવ્યા પ્રમાણે છે. “પ્રેમ લગા હમારા ગુરુ બૈં'નુંસે” આ પદની ચાર ગાથા છે. તેમાં હિન્દી ભાષાનો પ્રભાવ પડેલો જોવા મળે છે. “ચંદ્ર ચકોર મોર રત મેઘે સુર રિંજે નંદનબનસે, અલિમન કુસુમશું મીનકું પાણી; ગજગંગા કજલી બનસે. (નવ.પૂ., પા. ૨૬૬) “ગુરૂ સમ ઔર દયાલ ના દેખા મનસુખ શિવપદ જૈનુ સે.” જૈન અને હિંદુ સાહિત્યમાં ગુરુનો મહિમા અપરંપાર છે તેનો અહીં પરિચય થાય છે. સંત કબીરે પણ ગુરુનો જ મહિમા ગાયો છે અને 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૪૭ જણાવ્યું છે કે પહેલાં ગુરુ અને પછી ગોવિંદ ગુરુ મોક્ષમાર્ગ બતાવે છે. એમનો ઉપકાર કેમ ભૂલી શકાય ? કવિએ પ્રભુદર્શનથી જીવનની સફળતા અનુભવી છે. પ્રભુને પ્રાર્થના કરીને કવિ કહે છે કે તમે મારો ઉદ્ધાર કરો એવો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ થયો છે. પદની આરંભની પંક્તિ ભક્ત હૃદયનો ઉલ્લાસ વ્યક્ત કરે છે – “અખીયાં સફળ લઈ મેરી આજ, દેખ્યા શ્રી જીનરાજ (નવ.પૂ, પા. ર૬૬) પ્રભુદર્શનથી ખોટો ભ્રમ ભાગી ગયો છે. પ્રભુની અમૃત સમ વાણીથી સત્ય સમજાયું છે. મનસુખલાલજીની રચનાઓમાં મુખ્યત્વે આત્મ-સ્વરૂપ પામવા માટેની ઉત્કટ લાગણી પ્રગટ થયેલી છે. આ પદની ૭ ગાથામાં આત્મસ્વરૂપ વિશેના ગહન વિચારો પ્રગટ થયા છે. આરંભની પંક્તિ નીચે મુજબ છે – “લાગી લગન પર ગુણમેં જબ લગ તબ લગા જ્ઞાન ચેતના ભારી, લાગી લગન નિજ ગુણમે જબ તુજ પ્રગટે જ્ઞાન ચેતના પ્યારી.” (નવ.પૂ., પા. ૨૬૭). ગુરુવચનથી આત્મ-સ્વરૂપ સમજાય છે. આવાં વચનો જે આત્મા ધ્યાનમાં લેતો નથી તેનો મનુષ્યજન્મ નિષ્ફળ જાય છે અને કર્મબંધથી સંસારમાં ભ્રમણ કરે છે. કવિએ પરોપદેશે પાંડિત્યમુનો વિરોધ વ્યક્ત કરીને પોતાના જ આત્માને ઉપદેશ દ્વારા શુદ્ધ સ્વરૂપ પામવાનો અનન્ય પ્રેરણાદાયી વિચાર દર્શાવ્યો છે. 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રાવક કવિ મનસુખલાલ “ક્યા પરને ઉપદેશ મૂરખ ક્યા પરને ઉપદેશ હો, આતમ ગુણ થિરતા નહિ પાયો, બાહિર આવેશ.” કવિએ ઉપદેશાત્મક વિચારો રજૂ કરતાં જણાવ્યું છે કે મોહ અને પ્રમાદનો ત્યાગ કરીને સતત આત્મસ્વરૂપમાં રમણતા કેળવવી જોઈએ. પદની અંતિમ પંક્તિમાં કવિ જણાવે છે કે – “આપ હિ આપ ચેતાવી મનસુખ લહો શિવ સુંદરિ ભોગો હો.” (નવ.પૂ, પા. ૨૬૮) મોક્ષરૂપી સ્ત્રીને માટે “શિવસુંદરિ' શબ્દપ્રયોગ જૈન સાહિત્યમાં ઘણા કવિએ પ્રયોજ્યો છે. કવિએ પોતાના આત્માને રીઝવવા માટે ઉદ્બોધન કરતા પદની રચના કરી છે. વ્યવહારજીવનમાં રાજા, હાથી, ઘોડા અને ભૌતિક સામગ્રીને રીઝવવાથી કોઈ લાભ નથી. આ બધું નશ્વર છે. આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ માટે જ પુરુષાર્થ કરવો જોઈએ એમ કવિ જણાવે છે. પદની આરંભની પંક્તિ જ તેના કેન્દ્રવર્તી વિચારને રહસ્યમય રીતે પ્રગટ કરે છે. “ચેતન એક હી તુજ રીઝે ઔર રીઝે કછુ કામ ન આવત.” (નવ.પૂ, પા. ૨૬૯). એમનાં પદો શુદ્ધ અધ્યાત્મમાર્ગના એટલે કે જ્ઞાનમાર્ગી કવિતાના વારસા સમાન છે. “મને તારી વાણી પ્યારી આદિ જિHદાઆ પદ સાત ગાથામાં રચાયું છે. કવિએ આદીશ્વર ભગવાનના ગુણોની માહિતી આપીને આત્મસ્વરૂપ તરફ ભક્તોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. “જ્ઞાયક સમય ન ચૂકે શાને દેખે દરશન પરમાનંદા, રમ્ય રમણ શુદ્ધ પક્વ પૂરણ અખલિતવીર્ય અનંત અભેદા. // ૧ // 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૪૯ કવિએ પ્રાસયુક્ત અભિવ્યક્તિમાં ભગવાનના ગુણોનો પરિચય કરાવ્યો છે – સહજ સુઉજ્જવલ લુપ્ત સમાધિ, સંજય સિદ્ધ સ્વભાવ જિગંદા, તું હિ અકિંચન નિજ ગુણ કિંચન સત્ય સદાશિવ બ્રહ્માનંદા. // ૪ // આ પદની રચના રાગ પૂર્વમાં થઈ છે. તેમાં “ઘડિ ઘડિ સાંભરે સોઈ સલૂના” એ દેશીનો પ્રયોગ થયો છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો પરિચય કરાવતી પંક્તિ નીચે મુજબ છે – શિવ સુખ વાણી તારી સહજ બતાવે.” (નવ. પૂ., પા૩૦૫) ભગવાન શિવસુખનો માર્ગ પોતાની દિવ્ય વાણીથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનો ઉદ્ધાર કરવા માટે બતાવે છે. આત્માને સ્વસ્વરૂપનો પરિચય થાય છે પછી કશું જ મેળવવાનું બાકી રહેતું નથી. સ્વસ્વરૂપની સ્થિતિ વિશે કવિ જણાવે છે કે – “આતમ રામ રમા શીવ રમતાં વ્યક્તિ અનંત સ્વતંત જમાવું, અખિલ ગુણથીર પwવ ધ્યાને આત્મરૂપસ્થ અરૂપ લગાવે. // ૨ // ભક્ત ભગવાનનાં ચરણો પરવારી જાય છે અને ભક્તિની મસ્તીમાં ડૂબીને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે મારો ઉદ્ધાર કરો. આત્મા સ્વ-સ્વરૂપમાં રમણતા કેળવે તો જ ઉદ્ધાર થાય. “પર” એટલે કે અન્ય સંબંધો નકામા છે. એવા વિચારો પદમાં દર્શાવ્યા છે. આ પદની આરંભની પંક્તિમાં જ કવિત્વશક્તિ જોઈ શકાય છે. “તારક તેરે ચરણકમલ મેં મને મધુકર લોભાણો.” (નવ. ૫., પા. ૩૯૯) 2010_03 WWW.jainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રાવક કવિ મનસુખલાલ મધુકરનું રૂપક સાહિત્યમાં અત્યંત પ્રચલિત છે. ભ્રમરો પુષ્પ-પરાગને પામે છે તેવી રીતે મનુષ્યનું મન ભક્તિરૂપી પરાગને માટે લોભાય છે. ચરણકમલ'ની ઉપમા એ પણ સર્વસામાન્ય રીતે અન્ય કવિઓએ પ્રયોજી છે. તે રીતે અહીં પ્રયોગ થયો છે. અન્ય સંબંધો છોડીને આત્મવિચાર વિશેની કવિની પંક્તિઓ જોઈએ તો “પર પરિચય પર સંગ તજીને નિજ હિત ધારી અમાનો, પર આશા ત્યાગી વિતરાગી ધારી શુકલ શુભ ધ્યાનો. // ૫ // ભક્તની પ્રાર્થનાનો પદમાં ઉલ્લેખ થયો છે – કરૂણા કર કરૂણા કરી મુજપે તારોગે જિનભાણો, આશા દાસકી સફળ કરો અબ મનસુખ હોય કલ્યાણો. / ૮ / આત્મસ્વરૂપને અનુલક્ષીને પદરચનામાં કવિ જણાવે છે કે – “જ્ઞાયકરૂપ હમારો કેવલ અજર અમર નિદ્વેષ સદા” (નવપૂ., પા. ૩૦૭) આત્મસ્વરૂપ પામવા માટે જિનેશ્વર ભગવાને જે માર્ગ બતાવીને વચનો કહ્યાં છે તેને શાસ્ત્રાનુસાર નયવાદથી સમજીને ગ્રહણ કરવાં જોઈએ. તો જન્મમરણ, શોક આદિ નષ્ટ કરીને જીવાત્મા શિવપદ પામી શકે. કવિના શબ્દોમાં ઉપરોક્ત વિચારો જોઈએ તો – “શુદ્ધ નયે જિન વચન વિચારે તત્ત્વ સુધારસ લેય તદા, રોગ શોગ પરતંત્ર ન હોવે રહે અનુભવ સુખભર હિરદા // ૫ ” - કવિની અભિવ્યક્તિમાં રૂપકનો પ્રયોગ થયો છે. તેમાં પ્રભુસ્મરણનો પરિચય કરાવ્યો છે. તાત્ત્વિક વિચારોને માટે રૂપકો અને દૃષ્ટાંતોનો સંદર્ભ લીધો છે. 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય આ પદની આરંભની પંક્તિ નીચે મુજબ છે – “ક્યા મનવાર કરું તો જિગંદા તેરી” –આ પદ ગીત સાથે સામ્ય ધરાવે છે. કવિની કલ્પનાશક્તિની અહીં વિશષતા જોવા મળે છે. ભગવાન મનમંદિરમાં આવ્યા છે. સમક્તિના સિંહાસન પર બેઠા છે. ખેતી અને મૃદુતા ગુણો પ્રભુને ચામર વીંઝે છે. ભગવાન પંચાચારની કળીને ગ્રહણ કરીને ઉપયોગપૂર્વક પગલાં ભરે છે. ભાવદયારૂપી તોરણ બંધાયાં છે. અમરતાનો ઢોલ વગાડે છે. પ્રભુ આગળ ધૂપ-દીપ ધરવામાં આવે છે. કવિની અભિવ્યક્તિમાં પ્રભુ પ્રત્યેની અચળ શ્રદ્ધાનો ભાવ પ્રગટ થયો છે. કેટલીક નમૂનેદાર પંક્તિઓની નોંધ નીચે મુજબ છે – “ચુન ગુન કલિયા પંચાચાર કી સહજ સુવાસિત પગર ભરું, ત્રિભુવન નાયક તું હી હમારો સાચો તું હિ જ સિદ્ધ.” “તૃપ્ત ભયો એ તુજ દરિશન તે વિષય વિકારમેં ના હીં પરું, પ્રેમે તુજ પરિવાર મનાવું કોઈ સમય પણ નહીં વિસરું.” ઉપરોક્ત પંક્તિઓમાં વર્ણની માધુર્યતા પ્રગટ થયેલી છે ને સાથે સાથે પ્રભુ પ્રત્યેનો અપૂર્વ પ્રેમભાવ પ્રગટ થયો છે. આ રચના પદ કરતાં ઉત્તમગીતના ઉદાહરણરૂપ છે. જ્ઞાનપ્રાપ્તિ દ્વારા આત્મજાગૃતિ વ્યક્ત કરતી પંક્તિ જોઈએ તો “જાગી રહો સુજ્ઞાયક ભાવમાં, મોહ મમતા ક્રોધાદિક કષાય.” (નવ.પૂ., પા. ૪00) વિષયવિકારનો ત્યાગ કરીને સમતામાં રહેવાની ઉપદેશાત્મક વાણી છે. કુમતિ ને કદાગ્રહનો ત્યાગ કરવો જોઈએ અને મોહ-મંદિરમાંથી બહાર નીકળવું જોઈએ. જ્ઞાનનો અક્ષય સમુદ્ર ભરેલો છે. તેમાં સ્યાદ્વાદની વાણી સમજવી જોઈએ. ઉપરોક્ત વિગતો એ આત્માને ઉદ્ધોધન રૂપે રજૂ કરી છે. આત્મા જાગૃત છે અને પરમાત્માસ્વરૂપને પામવા માટે લાયક છે. એમ ત્યારે જ લાગે કે કવિએ કહેલા વિચારો પ્રત્યેની શુભ ભાવના હોય ને દુર્ગણોનો ત્યાગ કર્યો હોય. આ પદ શુદ્ધ તત્ત્વજ્ઞાનના વિષયને સ્પર્શે છે. 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ પર શ્રાવક કવિ મનસુખલાલ તેમાં સ્યાદ્વાદ, પ્રશમરતિ વાચક જેવા જૈન ધર્મના વિશિષ્ટ અર્થબોધક શબ્દપ્રયોગો થયા છે. “જડ સંગે જડવત હો બેઠે, કિયા એકાંત અભાવમાં રે” આત્મા ચેતન છે. તેણે જડનો સંગ કરવાથી કોઈ લાભ નથી. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થાય તો જ આત્મસહજ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. ભક્ત ભગવાનને મનમંદિરમાં પધારવા આમંત્રણ આપે છે. તેવા વિચારો પ્રગટ થયા છે. “શિવવર મનમંદિર આવજો રે સમકીત મીત સાથે લાવજો રે.” (નવ.પૂ, પા. ૪૦૧) આત્મતત્ત્વના વિચાર માટેના પદની પંક્તિઓ જોઈએ તો – “આતમ જ્ઞાન વિના જગ ભૂલ્યો, પુગલ આપ અભ્યાસી.” (નવ.પૂ., પા. ૪૦૨). જ્ઞાનનું મહત્ત્વ દર્શાવતાં કવિ કહે છે કે“જ્ઞાન વિના નિજ ભાન તું ભુલિ કિયા સેવી છે મોહ વિકાશી, જ્ઞાતાપણું ભૂલિ મમતા ધરિને થયો જગજન જનનો આશી રે.” // ૨ // અન્ય પદોની તુલનામાં કવિનું એક પ્રશ્નોત્તર રૂપે પદ નવીનતા દર્શાવે છે. તેમાં આત્માના ઉપયોગી ગુણોનું નિરૂપણ કર્યું છે. પ્રથમ ગાથામાં જ તેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. “સુમતા કેની બેટડી રે લો એ કોણ નર આગે રહી અડી રે લો, એ ચરિત્રરાયની નંદની રે લો એ તો છે જન નિજગુણ વંદની રે લો. / ૧ // (નવ.પૂ, પા. ૪૦૨) ગરબા તરીકે સમૂહમાં ગાઈ શકાય એવી આસ્વાદ્ય રચના છે. પદનો મુખ્ય વિચાર સંયમ-દીક્ષાને યોગ્ય સમતા, મિથ્યાદૃષ્ટિનો 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય પ૩ - ત્યાગ, સુગુરુની સેવા, આગમ વાણીની ઉપાસના, મોહનો ત્યાગ, તપની આરાધના અને સંતોષ વગેરે વિશેના વિચારો પ્રગટ થયેલા છે. આત્માને “ચેતન' શબ્દનું ઉદ્ધોધન કરવામાં આવ્યું છે. “પર ઘર ચાલો ખોટો ચેતન જી” (નવ.૫, પા. ૪૦૫) વિભાવ દશામાં શામાટે તું રહે છે ? આ વિચારનું સમર્થન જૈન સાહિત્યની પદ-સઝાય રચનાઓમાં “ચેતન” શબ્દપ્રયોગ થયો છે. તેના દ્વારા આત્માની ચૈતન્યશક્તિનો નિર્દેશ થયો છે. સાચો માર્ગ એ આત્મા-પરમાત્મા બનવાનો છે. આ માર્ગે જવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે મિથ્યાત્વરૂપી ધરણીધરને હણવો પડે, વિરતિ ભાવમાં રહેવું પડે. વિનય ધારણ કરવો, પ્રમાદનો ત્યાગ કરવો, શુભ ધ્યાનમાં રહેવું વગેરે પ્રવૃત્તિઓથી આત્મા સાચી દિશામાં ઊર્ધ્વગતિ કરે છે. “તો મારગ જાડો રે ચિદાનંદ કો શુદ્ધાતમ ગિરનાર કો ચઢવો.” (નવ.પૂ., પા. ૪૦૬) આરંભની આ પંક્તિ આત્માને ઉદ્ધોધન કરીને સાચા માર્ગમાં જવાનું સૂચન કરે છે. મનસુખલાલજીનાં બધાં જ પદો આત્મસ્વરૂપને પામવા માટેના જૈન ધર્મના જે વિચારો છે તેનું જ સમર્થન કરે છે. કવિની આત્મસ્વરૂપ પામવા માટેની ઉત્કટ અભિલાષાનો પરિચય થાય છે. વિવિધ દેશીઓ અને ગરબાની ચાલમાં પદરચના થયેલી છે. બધાં જ પદો જૈન તત્ત્વજ્ઞાનની સરળ ગુજરાતી ભાષામાં મીમાંસા કરે છે. જૈન દર્શનના ગહન વિચારોને લોકભોગ્ય બનાવવામાં કવિને સફળતા મળી છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ નહિ કરી શકનાર જીવાને માટે આવી રચનાઓ જ્ઞાનમાર્ગના પ્રવેશદ્વાર સમાન બનીને તેમાં વધુ રસિકતા પ્રાપ્ત કરાવે તેવી છે. પદવૈવિધ્ય અને તેમાં વ્યક્ત થયેલા જ્ઞાનમાર્ગના વિચારોથી એમની પદસ્વરૂપની રચનાઓ ભક્તિમાર્ગને સમૃદ્ધ કરે છે. 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ આ પ્રકરણમાં કવિની વિવિધ કાવ્યકૃતિઓનો સંચય કરવામાં આવ્યો છે. બધી જ કૃતિઓ કવિએ ધાર્મિક વિષયવસ્તુને સ્વીકારીને વિવિધ કાવ્યપ્રકારોમાં રચી છે તેમાં અલંકાર, છંદ, રસ, દેશી વગેરેનો સમન્વય સધાયો છે. પરિણામે સમગ્ર કાવ્યસૃષ્ટિ જ્ઞાન અને ભક્તિમાર્ગમાં વિહાર કરવા માટેની ભૂમિકા પૂરી પાડે છે. ૧. ચૈત્યવંદન દ (૧) આદિનાથનું ચૈત્યવંદન (વ્રુતવિલંબિત છંદ) ઋષભ આદિ જિણંદ નમીજીએ, વિમલ આતમ અમૃત પીજીએ; અજિત સંભવ વાણિ ધરો હૃદે, સિ અભિનંદન દેવ સુહંકરો || ૧ || સુમતિ ચંદ નમો ભવ તારણો, દુરિત મોહ મહાભવ વારણો, નમત દેવ મુણીંદ સુહાવનો, તિમ નવાર્ણવ પાર ઉતારણો. ॥ ૨ ॥ જગત જંતુ મહોદય કારણું, કુમત માન અજ્ઞાન વિદારણે સુહિત માન અજ્ઞાન વિદારણું, સુહિત જ્ઞાન સુધારસ પાવનો, હરત ક્રોધ મહાનલ દાવનો. ।। ૩ || અહિત ઝેર નિવારણ જાંગુલી, અમૃત વાણિ સદા સહુ મંગલી, ભવિક અંબુજ જ્યોતિ પ્રકાશનં જયતિ ભાનુ સુધાતમ ભાસનં. ॥ ૪ ॥ સુત સમર્પણ તત્ત્વ પ્રકાશનો, તપત તેજ સદા જિન શાસનો મન સુખે શિવસંગ વિલાસનો, શુકલ ધ્યાન વિકલ નશાવનો | ૫ || (સુમતિ વ્યવહાર, પા. ૧૪૦) ૫૪ 2010_03_ Page #70 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૫૫ (૨) વિમલનાથ ચૈત્યવંદન (માલિની છંદ) વિમલ વિમલવાણી, શુદ્ધ સિદ્ધાંત જાણી, સગુણ દુ:ખ નશાવે, ધ્યાવતો શુકલ ધ્યાની. // ૧ / સકલ રમણ પાવે, મોહ મિથ્યા તજાવે, શિવ સનમુખ આવે, પમ આનંદ પાવે. / ૨ / પુનરપિ ભવનાવે, શુદ્ધ બુદ્ધ સ્વભાવે, મનસુખ સુખ લાવે, શુદ્ધ સ્યાદ્વાદ ભાવે. / ૩ / (સુ.વ્ય., પા. ૧૪૧) (૩) શાંતિનાથનું ચૈત્યવંદન (મંદાક્રાન્તા છંદ) પૂરે પુનરભવ લહી, મોહનો નાશ કીજે, સ્યાદ્વાદ સત્તા સકલ વિમલે એક આનંદ લીજે. / ૧ / નાશે દૂરે વિપતિ સઘલી, સાર શાંતિ રમીજે, દાતા મુક્તિ પદ પુરણના, લાજથી કાજ સીજે. // ૨ // શાંતિનાથ ચરણ કમલે, વંદના નિત્ય કીજે, સિધ્યાસિદ્ધ મનસુખ ગુરુ, સંગમા રંગ લીજે. / ૩ / (સુ.વ્ય, પા. ૧૪૧) (૪) મહાવીરસ્વામી ચૈત્યવંદન (વસંતતિલકા છંદ) આત્મા સદા વિમલ પwવ આપ રૂપ રીઝયો રમાયુત રહે નિજ કાર્ય કૂપ, નાવે વિભાવ, વિવિધાન્ય રૂપે કદાપિ, આત્મા સ્વસ્તિક નિજ અર્થ ન અન્ય વ્યાપિ. 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૩ શ્રાવક શ્રાવક કવિ મનસુખલાલ સર્વે સુરાસુર પુજી તસુ પાદ પછ્યું. નાશે વિભાવ દુર આતમ કેલિ સક્ષ્મ, દેવાદિ દેવ વરવીર જિણંદ દેવા, કીજે સદા મનસુખે નિત શુદ્ધ સેવા. ।। ૧ || (સુ. વ્ય., પા. ૧૪૧) (૫) મહાવીર સ્વામીનું ચૈત્યવંદન શ્રી જિન આણા, સેવીએ આણાવિણ વિ ધંધ, આનાવિણ અનાદિકો, કરે કર્મ બહુ બંધ. || ૧ | ૫૨વતાએ દુ:ખ સહ્યાં, જિણ આણા વિણ અંધ, દુ:ખકારણ જેજે સા, સેવંતો મતિમંદ. || ૨ || મિથ્યા અવ્રત કષાય તે, જોગક્રિયા ૫૨માદ, કર્મબંધ કારણ તજી, શિવકારણ નિત સાધ. || ૩ || દર્શન વિરતિ અકલુષતા, થિરતાોગ અપ્રમત, શિવકારણ દાબ્યો સદા, શ્રી જિનદી સેન સત. ।। ૪ ।। તજી મમતા સદા તો, દયા દ્રવ્યભાવનાણા, વીર જિણંદની છે ભવસાગરનાવ. || ૫ || મનસુખ શિવસંપતિ લહે, સેવે આણા શુદ્ધ, દર્શન, જ્ઞાન ચરણ વિષે નિર્મલ જેની બુદ્ઘ. || ૬ || (સુ. વ્ય., પા. ૧૪૧) (૬) ચૈત્યવંદન (માલિનીવૃતમ) સયલ જિનવરીંદા કેવલાનંદ કંદા, ચવિશ વરનાણી, વંદિતા દંડ ચંદા; 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૫૭ પરમ ધરમ દાતા, જંતુના હેતુ માતા, સકલ જિવ દયાના બંધુ છે તે વિખ્યાતા. / ૧ // વર અતિશય શોભા, તેજ કાંતી પ્રતાપો, અભિનવ શશિ ભાનુ, દાસને દર્શ અપો, કુમત હવ નશાવે, શુદ્ધ સ્વાવાદ વાણી, ભવિકવિમલ હોવે, જે અને તે પિવાણી. / ર // અચલ વિમલ સત્તા, એકમાં એક લાવે, અખિલ થિર પ્રજાયા, શુકલ ધ્યાને રમાવે, પરમ વિરજ ધારી, ત્યાગિને દુષ્ટ ભાવો મનસુખ શુદ્ધ ધ્યાને, શીવસંગે રમાવો. / ૩ / (પા. ૧૪૨) (૭) પરમગુરુ ચૈત્યવંદન (હરિણી છંદ) પરમગુરુને પ્રેમે વંદી, લહ્યો શુચિ તત્ત્વનો જાને પર સમયને ત્યાગી સેવું, નિજાત્મ સ્વભાવ પર ઘર ભમ્યો મોહકી, વિષય રસમાં લોભ પોહું ન અપવિ સુથીરતા, ચરણ શરણે આયો ત્યારે, ભૂલો ન મને પિતા, મનસુખ સુખે સાથે સિદ્ધિ નવે નિધિ આપમાં, નરભવ લહ્યો તેહું સાધુ સહેજ ક્ષણેકમાં. // ૧ // (સુમતિ વ્યવહાર, પા. ૧૪૨) 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રાવક કવિ મનસુખલાલ (૮) અભિનંદનજિન ચૈત્યવંદન (વસંતતિલકા) તારી કૃપા હજો અભિનંદણસી લાધી મહાસની નિજ પ્રિત પ્યાસી / નાવી દુરે કુમત તો સુમતી પ્રકાશી, ભેટ્યો હમે જગગુરુ મુગતીવિલાસી / ૧ / આણા રસે થિર રહેલ વિસિદ્ધિ પાવે, નાસે મહાદુરિત બેશુદ્ધ શક્તિ લાવે / જેનો તુવો તેહિ સદા ચિર પાપ જાવે, ભેટી તુજે મનસુખ શિવ સંગ લાવે // ૨ // (પા. ૩૧૫) (૯) પવ પ્રભુ જિન ચૈત્યવંદન (શાર્દૂલવિક્રીડિત) ભેટવા આજ હમે મહાન પ્રભુજી, થાણું સુખી તો હવે તે રાખો લાજ હવે સદા હમચી, હારે તું સિદ્ધિ સવે છે સાચોએ જશ બે કદી ન યુકિએ, જુઠાની આશા ટલી / મહારે નાથ તું બે ભુલુ નહિ હવે, ભેલા રહોને મલી // ૧ / જ્ઞાનાનંદિ જિર્ણ નમો નિરમલ દેવાધિ દેવ પર / નાશે મોહ દુરે મહેર પ્રભુની સાચો તું શીર્વાકર / જે જે જે જિન ચંદ પઘ વદને પદ્મ પ્રભો ભાસ્કર / મોટો એ જ ઉમેદે બે મનસુખે આનંદ હોવે પર / ૨ // (પા. ૩૧૮) 2010_03 e & Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ - ૫૯ (૧૦) શ્રેયસજિન ચૈત્યવંદન (હરિગીત) શ્રેયાંસજિનવર દુરિત દુખહર પરમ ધર્મ સુપાવનો / શુદ્ધ જ્ઞાન દર્શન ચરણ રમણે પરમ સિદ્ધિ નુપાવનો / જગ જંતુ હિતકર મોહ તમહર વિમલ દિનમણિ ભાવનો / મિથ્યાત્ત નાશે સુમતિ ભાસે મુક્તિ મારગ દાવનો / ૧ // સુર ઇંદ સેવે સુખ લેવે સકલ ક્લેશ નશાવનો / નિજ રમ્ય રમણે રમણ કરતા શુદ્ધ સિદ્ધ સુહાવનો // વિમલ વદને વાણી વરસે દેવ દુંદુભિ ગરગડે ! કુમતિ સય ત્રય ત્રેશછેના માન મીણ પગલે // ૨ //. સુર અમરિ નાચે વિનય સાચે ઇંદ્ર ચામર વીંજતા / પરખંદા બારે સેવ સારે તત્ત્વ લહિમન રજતા // ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રિપદિ થાપે પાપ કાપે ભવ્યનાં / મનસુખ રંગે શીવસંગે ભોગ સુખ અનંત જયાં // ૩ // (પા. ૩૨૪) (૧૧) નેમનાથનું ચૈત્યવંદન (નારાચક્ર) નમામિ નેમ સર્વ રિદ્ધિ સિદ્ધિ ધારણું / સદા સુજ્ઞાન દાયભવ્ય જીવ તારણ //. તમે તિલોક સર્વ સત્વ શાંતિ કારણું / પ્રશાંત પાપ તાપ સર્વ દોષ વારણ // ૧ // અમંદ ચંદ ભાનુ જ્યોતિ તુ પ્રકાશને કરે સુધ્યાન સૂવિલાસ તુજ્જ શાસન || સવે સુરિંદ દેવવંદ ગાવતે નચે / કરી સુતાન સર્વ દેવ સેવમેં મચે // ૨ // 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ GO શ્રાવક કવિ મનસુખલાલ તમો હરત જ્ઞાનવંત મોહ વારણો / કરે ઉધાર તું ભવાદધીથિ તારણો / પ્રશાંત દાંત ખાંતિ મુતિ ગુતિ આપજો / શુદ્ધાત્મ ભાવ આપિ નાથ શીવ થાપજો // ૩ / (પા. ૩૪૩) (૧૨) પાર્શ્વનાથનું ચૈત્યવંદન (પ્લવંગમ) પાસ જિણંદ મહંત ભવોદધિ તારણો, આપે જ્ઞાન અનંત મહાભય વારણો / કોડા કોડી દેવ સેવતા હોમથી, કિન્નરિ નાચે ગાય નમે કર જોડતી // ૧ // મુનિ ગણી તુજ આશ સદા મન ધારતા, પાલી પંચાચાર આપ પર તારતા / આતમ શક્તિ પ્રકાશિ સિદ્ધ સમ ઉજલી, સંભાવે મુનિધ્યાય એકતાએ મલી // ૨ // તે પરપરિણતિ ત્યાગિ વર્યું નિર વાણને / દુષ્ટ કષાય વિષેથી રહ્યો દુ:ખ ખાણમેં // હારું શાસન પામિ વિરજ દ્રઢ ઉલ્લસે // મેરો મન અલિ લીન પ્રભુ પદકજ રસે // ૩ // ધ્યાન ધનિત તુજ સ્વ તન મન થિર કરી // ધ્યાન શુધાતમ ધ્યેય વચન તુજ મન ધરી // તારો ત્રિભુવન નાથ કહું હું અણિ પરે ! મોટિ કરુણા કીજે મનસુખ શિવ વરે / ૪ // (પા. ૩૪૫) 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૬૧ (૧૩) મહાવીર સ્વામીનું ચૈત્યવંદન | (કિરીટછંદ) તું શિવ શંકર તું પરમેશ્વર, તારક વારક તંહિ જિનેશ્વર / જે જન ધ્યાન ધરે તુજ નિર્મલ, સેવ કરે ઘસિ કેશરચંદન / પાપ હરે ભવ તાપ મિટે દુ:ખ આતમ સંપતિ શુદ્ધ લહેવર / વીર મહાભય સાત હરે સબ દોષ ટલે ઉરના કિનકો દુરા // ૧ / દર્શન જ્ઞાન ચારિત તું દેવત, સેવત આણ સદા તુમ જેનર / દુમતિ જે અભિમાન નર્ઝડત આણ પ્રભુ કિન ધારત તેખર // જે ભવિ શાસન નાયક પૂજત, મારગ સૂજત તે નરને વર / આતમજ્ઞાન વિના જન મૂરખ, બંધન કર્મ અનેક કરે પર // ર // જે તુજ સેવત તે સુખ પાવત, શાંતિ સમાધિ અનંત ઉપાવત / મોહ હઠાવત ક્લેશ નશાવત, કર્મ ખપાવત એભવ નાવત / પાવન જાવન જેનર ભાવંત, ખાંતિ ધરી નિજ સંપતિ પાવત / તે નર ધાતિએ કર્મ ખપાવત, શ્રી મનસુખ ઘરે શિવ લાવત / ૩ // (પા. ૩૪૯) ૨. સ્તવન (૧) શાંતિનાથ ભગવાનનું સ્તવન આ સ્તવનની ચાર ગાથામાં કવિએ શાંતિનાથ ભગવાનના ગુણોનો મહિમા ગાયો છે. એમની સેવા, પૂજન અને ભક્તિથી પરમપદની પ્રાપ્તિ થાય છે. એમ દર્શાવીને ભક્તિનો મહિમા પ્રગટ કર્યો છે. સામાન્ય રીતે સ્તવનમાં પાંચ ગાથા હોય છે. તેમાં મોટે ભાગે કોઈ દેશી કે પ્રચલિત ચાલનો પ્રયોગ થાય છે. અહીં કવિએ સંસ્કૃતના વસંતતિલકા છંદમાં ચાર ગાથાઓ રચી છે. પદમાં પાંચ કરતાં ઓછી ગાથા હોય છે. સ્તવનના 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રાવક કવિ મનસુખલાલ સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો આ સ્તવન નથી. પદ પણ નથી. ખરેખર આ રચના સ્તુતિ છે. આત્મસ્વરૂપનો પરિચય આપતાં કવિ જણાવે છે કે હું જ્ઞાનવંત અમલાન સુધાત્મભોગી જ્ઞાતા સદા અચલ એક પ્રમોદ યોગી / રાખી સભાવ પર ભાવથિ નિ:પ્રયોગી ના કામ છે પર પદે નહિ અન્ય યોગી // ૧ // શાંતિનાથ ભગવાન વિશે કવિ જણાવે છે કે ના રાગ રોષ ન, ન માન કરે કદાપી ના સંગ રંગ ન, ન પુદ્ગલ બુદ્ધિ થાપી | શાંતિ જિનેશ પરમાત્મ સભાવ લીના શાંતિ દિયે ભવિક શિવ રંગ ભીના // ૨ // કવિની વર્ણપસંદગી અને અભિવ્યક્તિમાં લયમાધુર્ય જોવા મળે છે. પરિણામે આ રચના પ્રભુતુતિ રૂપે આસ્વાદ્ય બની રહે છે. (નવપદ પૂજા, પા. ર૭૫) (૨) શ્રી પાર્શ્વનાથનું સ્તવન આ સ્તવનમાં કવિ મનસુખલાલજીએ પાર્શ્વનાથ ભગવાનની અમૃતસમ વાણીનો ઉલ્લેખ કરીને આત્મા શાશ્વત સુખ મેળવે તે અંગેના વિચારો વ્યક્ત થયેલા છે. આરંભની પંક્તિ નીચે મુજબ છે. પાસ જિનેશ્વર દેશના રે, અમૃત મેઘ સમાન.” “પ્રાણી એકલભાવના ભાવ” એ દેશમાં સ્તવન રચાયું છે. અજ્ઞાનતા એ અભિશાપ છે. જ્યાં સુધી સાચું આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી સંસારનું અંતર ઘટતું નથી. એટલે કે ભવભ્રમણમાંથી મુક્ત થવાતું 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ નથી. ભગવાનની વાણી અમૃતની મેઘવૃષ્ટિ સમાન છે. તેમાંથી જ્ઞાનનો પ્રકાશપુંજ પથરાય છે. જ્ઞાન વગર શત્રુ-મિત્ર કોણ છે તે સમજાતું નથી. રાગ-દ્વેષ એ મહાશત્રુ છે. તેનો નાશ કરવો જરૂરી છે તો જ સાચું શિવસુખ પ્રાપ્ત થાય. શત્રુમિત્રનો સંદર્ભ દર્શાવતી કવિની પંક્તિઓ નીચે મુજબ છે : જ્ઞાન વિના નવિ ઓળખે રે, કોણ શત્રુ કોણ મિત્ર? ચિત હણી અરિ પોષતા રે તે લઈ દુ:ખ વિચિત રે, ચેતન... // ૩ // સ્તવનની ભાષા ગુજરાતી છે. છતા મિત, વિચિત પ્રાકૃત શબ્દોનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન પરંપરા અનુસાર છઠ્ઠી ગાથામાં કવિના નામનો વિશિષ્ટ રીતે ઉલ્લેખ થયેલો છે. પૂરણ ભેદ વિજ્ઞાનથી રે મમતા નાશે દૂર, મનસુખ શિવ સંપતિ લહેરે, ચિદાનંદ ભરપૂર રે, ચેતન... / ૯ / મનસુખનો એક અર્થ કવિ મનસુખલાલજી અને બીજો અર્થ મનનું પરમોચ્ચ સુખ ચિદાનંદની પ્રાપ્તિ એમ સમજાય છે. (નવપદપૂજા, પા. ૨૬૪) | (૩) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન (રાગ : ત્રિશલાનંદન ચંદન શીત) વંદું ત્રિશલાનંદન દેવ, સુરનર કિન્નર સારે સેવ, ભવિ સેવિએ તુજ દરશનથી દર્શન પાય, આતમ દર્શન મોહ નસાય. ભવિ... (૧) પૂર્ણાતમ ગુણ પ્રગટે એમ, સહજ પરમ પદ લહીએ ક્ષેમ; નિજ દરશન બિન કાલ અનંત, ભમિયો લહિ દુ:ખ અતિ પરતંત્ર.. ભવિ... (૨) ચેતન કર્મ કર્મફલ જ્ઞાન, એમ નવિ જાણયો શુદ્ધ વિધાન, 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રાવક કવિ મનસુખલાલ યુગલ કિયામાં લખી સુખ, કરી પ્રવૃતિ લહ્યું બહુ દુ:ખ... ભવિ... (૩) પુગલ કિરિયા જાણી સાર, તબ લગ નાવ્યો ભવદુઃખ પાર, સુખ દુ:ખ પૂર્વ કર્મ અનુસાર, કરી શુભ અશુભ સંકલ્પ અપાર... ભવિ (૪). રોગ ભોગ લખી પુદ્ગલ માંહિ, ચાહ દાહ વ્યાપી તે માંહી, એમ ન લહું નિજ જ્ઞાન સ્વરૂપ, સહજાનંદ આનંદ અનુપ... ભવિ... (પ) સભર ભર્યો જ્ઞાયકતા અંગ, પ્રગટ્યો જાણી રંગ અભંગ, ઇવિધ જ્ઞાનચેતના પાય, પરથી પલટી આપ સમાય... ભવિ... (૬) જબલગ કર્મ કર્મફલ માંહ્ય, વીર્ય પ્રવર્તે સહિત; તો કિમ જ્ઞાનચેતના પાય, એમ કેમ આતમ સિદ્ધિ કરાય... ભવિ... (૭) વીર્ય અચલ રાખે થિરથોભ, તો પરથી નવિ પામે લોભ, ધ્યાન શુક્લ ગુણ શુક્લ નિધાન, પાપી લહે મનસુખ શિવથાન... ભવિ... (૮) (સુ.વ્ય., પા. ૧૦૦) (૪) સ્તવન જય પ્રભુ શાંતિ જય જિન વાણી, જય પ્રભુ જય જયકારી, અયરકોડાકોડી અઢાર આદિજિન, તોડ્યો વિરહ ભારી, હાર ગયો મિથ્યાત મોહમલ, પાયો લાજ અપારી. જય પ્રભુ. (૧) શાંતિ જિનેશ્વર શાંતિ કરણવર, સાત મહાભય વારી, મિથ્યા મોહ મહાતમ ભેદી, જ્ઞાનવરણ વિદારી... જય પ્રભુ... (૨) અશરણ શરણ ચરણ જીનવરનો, અક્ષય દાન દાતારી, 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ વીર્યાવરણ નિવારણ કારણ, ધ્યેય ધ્યાન મન ધારી... જય પ્રભુ... (૩) નેમિજિનેશ્વર પરમ પ્રેમકર, રાજેતી નિજ તારી, અમૃત દુષ્ટ તારજો ભવિને, આપનો બિરુદ વિચારે... જય પ્રભુ.. (૪) વિકટ કમક મદ મલન પાસજિન, જુગલ નાગ ઉગારી, દીની ધરણેન્દ્રકી પદવી, મુજ શિવ આશ તિહારી જય પ્રભુ (૫) વીર ધીર ગંભીર સદાગમ, સાધક હૃદયે ધારી, તરજો વરજો અમલા કમલા, ભૂલ અનાદિ નિવારી... જય પ્રભુ... (3) ગોયમ ગણધર સકલ વિઘન હર, હિતકર લબ્ધિ તિહારી, ૩ૐ અસિઆઉસા પદ નમીએ, ઠંડી પરકી યારી. જય પ્રભુ... (૭) (સુ.વ્ય., પા. ૯૯) સ્તવન (માંગલિક કાર્યે જતાં-આવતાં કહેવાનું ગીત) જય બોલો આદિ જિનેશ્વરની જય બોલો, આજે સમ્યક્દર્શન દીનો, અજિત જીતી જગજશ લીનો... જય. સંભવ સમભાવે નિત વંદો, અભિનંદન શિવસુખકંદો... જય. જય બોલો આદિ જિનેશ્વરની / જય બોલો // (૧) વર સુમતિ દાયક સુમતિ કે, પદ્મપ્રભુ અનુભવ લીજે // જય બોલો / થિર સુખ ભોગી સુપાસ જિનેશ્વર, ચંદ્ર પ્રભુ શિવ અલવેશ્વર... જય.. (૨) સુવિધિ શીતલ શ્રેયાંસ જિગંદા, જસ વંદે ચોસઠ ઇંદ / જય બોલો // વાસુપૂજ્ય નિજ સત્તાથલમાં, સુમતી રંગ રહે ઘરમાં... જય... (૩) વંદું અનંતજિર્ણ ચઉ પામ્યા, સકલ મોહમલ જે પામ્યા. // જય બોલો // પરમધરમધર ધરમ જિગંદા, ભય હર્તા શાંતિ જિનચંદા. જય.. (૪) કુંથુ અર મલ્લિજીન વંદો, મુનિસુવ્રત નમિજિન આણંદ. // જય બોલો // 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ ફક શ્રાવક કવિ મનસુખલાલ પરમ પ્રેમકર નેજિનેશ્વર, પૂજો પાર રસે કેસર. / જય બોલો / (૫) વર્તમાન જિન શાસન વર્તે, વીર વચન નિત અનુસરત. // જય બોલો // ધર્મદાયક આચારજ વંદો, મનસુખ શિવ સહજાનંદો. // જય... () (સુવ્ય, પા. ૧૦૧) અઢાર દોષરહિત જિનેશ્વરનું સ્તવન અરિહા પદકજ પૂજો હો ભવીયાં, અરિહા પદકજ પૂજો, એ સમ દેવ ન દૂજો હો ભવીયાં, અરિહા પદકજ પૂજો. દાન લાભ ને ભોગ અનંતો, ઉપબોગ વીરજ અનંતો, અંતરાય પંચ હણી જસ લહાઊ, પરિણતિ ધર્મ સ્વતંતો. // હો ભવિ // (૧) હાસ્ય રતિ અરતિ ભય નવિ હોવે, શોક દુછા નાહી, અચલ અખંડ વિમલ નિજ રૂપમાં, ખટ ખય કરી રહ્યો સ્પાંઈહો (૨) નિજાનંદ નિજમાંહિ જોતાં, કામ કંદર્પ સવિ નાઠો, શુદ્ધ નયે નિજ રૂપ નિહાલે, મિથ્યામત ગયો માઠો. // હો ભવી... (૩) વિમલ નાણ નિજ જ્યોત પ્રકાશી, અજ્ઞાન તિમિર ગયો ભાગી, ગઈ નિદ્રા ભય તુરિય અવસ્થા, જ્ઞાન ચેતના જાગી. // હો ભવી... (૪) પર પ્રવૃત્તિ થકી પ્રભુજી તુમે, પામ્યા પરમ વિરામ, અવિરતિ નાઠી તે દેખીને, રાગ ચલ્યો ઠામ // હો ભવી... (૫) તુજ સંપતિ સઘલી તુજ તાબે, થઈ પરથી નવિ વિઘટે, દ્વેષ કહો કુણ કારણ રહેવે, પ્રણમું તસ ઉલટે. / હો ભવી... () એમ અઠ્ઠદશ દૂષણ નહીં જેહને, શાસન નાયક સ્વામી, પરિણતિ વૃત્તિ એકત્વે રમતાં, શિવ સન્મુખ શિવનામી. // હો ભવી. (૭) યોગસ્થાનની વીરજ શકુતી, તે વ્યક્તિ સ્વતંતી, કીધી સિદ્ધિ નીધિ ધવલી, મુગતા મુજ મન સુક્તી. // હો ભવી... (2) (સુ.વ્ય., પા. ૧૦૧) 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૩૭. (૭) શ્રી મહાવીર સ્વામીનું પારણું ચૈત્ર શુક્લ તેરશ નીશી એ, ઉતરાફાલ્ગણી ચંદ // મહાવીર કુંવર જનમિઆ એ / ઉત્તમ ગ્રહ થયા ઉંચના એ, સંક્રપ્પા શુભ ગ્રહ વૃંદ // મહા // એ આંક મધ્ય રયણી પ્રભુ અવતરચાએ, સુરનર હરખની સંગ // મહા // છપ્પન દીશી કુંવરી મલીએ, નિજ પરિવાર સુરંગ / મહાવીર / ૧ //. ચી કરમ હરખે કર્યું એ, માત પ્રમોદ ન માય / મહાવીર // રાય રાણાદિક રઝીયાએ, સજ્જનને સુખદાય // મહા // ૨ // ચોસઠ સુરપતિ આવિયાએ, દેવો ને દેવી અનેક / મહાવીર //. મેરુ શિખર સીહાસનેએ, પ્રભુથાપિ ધરિ સુવિવેક // મહા / ૩ // માગધ આદિ તીરથ જલેએ, પંચામૃત કર્યો અભિષેક // મહા // બત્રીશ વિધનાટક કર્યા એ, અંગ ભરી પૂણ્ય વિશેક // મહા // ૪ / સચી નિજ ગોદે પ્રભુ લીયાએ, અંગ લુવસથી કરે સાર // મહા // અદ્દભૂત લખિ પ્રભુ રૂપનેએ, ચિત્ત અચંભ અપાર / મહા // ૨ // ક્ષીરોદક આશંકથી એ, લુંબે વદન વારવાર // મહા // આભૂષણ વિભૂષિયાએ, ઈહ લાવ્યા માતને દ્વારા / મહા // ૯ / માતાજી પુત્રએ તુમ તણો એ, અહમ આત્મ આધાર // મહા // પૂરણ જતન કરો એહનું, અમે લહિશું ભવપાર // મહા // ૭ // જય જયકાર સઘલે હુવોએ, દેશ વિદેશ મોજાર / મહાવીર // તેહિ વેલા નારકી સુખી થયાએ, સુખિ સહુ નરનાર / મહા / ૮ // મોતીનાં તોરણ બાંધિયાએ, ઘરઘર ગોરી ગાયે ગીત // મહા // મોતી સાથે કુલડે વધાવિયાએ, ઉતમ કુલની સુરીત // મહાવીર // રત્ન જડિત પ્રભુ પારણું એ, મણિમય ઘૂઘરમાલ // મહાવીર // રેશમ દોરી હીંચોલતાં એ, ત્રિશલાને હરખવિશાલ // મહા / ૧૦ // 2010_03 WWW.jainelibrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ આઠ દિન સુર નંદીસરે, ઉચ્છવ મંગલ થાય || મહાવી૨ ।। રાજા રાણી આનંદિયાએ, ઉચ્છવ કરત સુહાવ | મહાવીર | ૧૧ || ચેડા રાણી મામી આવિયાંએ, આંગણ ભૂષણ લેશ || મહાવીર ॥ આવ્યાં કોઈ ઉતાવલાં એ, આવ્યાં સજ્જન કેઈ || મહાવીર | ૧૨ || હોલાહોલી ખેલાવતાં ઐ, સુરનર વધુ મિલ ક્રોડ || મહાવીર | નામ પાડ્યું વર્ધમાનજીએ, ફોઈ તણાં પૂગ્યાં છે કોડ || મહાવીર | ૧૩ || નામ પડામણ ફોઈને આપિયાંએ, બહુ મૂલાં વસ્ત્રની જોડ | મહ || રયણભૂષણ બાજૂ બહેરખાં એ, રાખિ નહીં કાંઈ ખોડ । મહાવીર ।। ૧૪ ।। જ્ઞાતી મિત્ર સંતોષિયાંએ, સુખિ હુવા બહુ ભવિલોક || મહાવીર | ફોઈ માસી, મામી હુલરાવતાંએ, નાર મિલ થોકા થોક || મહા || ૧૫ || મેતો મારે ખોલે ન ખેલાવિયા એ, ત્રિભોવનતિલક કુમાર | મહાવીર | તેણે સમે હું તો દૂર હતીએ, ખેલાવું સુમન મોજાર || મહાવીર || ૧૭ || મારું મન મોહ્યું મુખ નિરખવાએ, દેખું પ્રભુ અખયઅખેદ | મહા || મુજ મનમંદિર પ્રભુ ૨મોએ, એ છે મારે પરમઉમેદ ।। મહાવીર કુંવર જનમિયાએ. | ૧૯ | ૩૮ કવિએ પારણાની રચના કરી છે તેમાં કેટલીક વિશેષતા જોવા મળે છે. જૈન સાહિત્યમાં ઉપલબ્ધ પારણાં કે હાલરડાંની રચનાઓનો પ્રારંભ ભગવાનના જન્મથી થાય છે. અહી જન્મના ઉલ્લેખની સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્ર હતો તેમ જણાવ્યું છે. ગ્રહોની સ્થિતિ અને અન્ય વિગતો નીચેની પંક્તિઓમાંથી મળી આવે છે. 23 “ઉત્તમ ગ્રહ થયા ઉંચના”, “શુચી કરમ હરખે કર્યું રે “માગધ આદિ તીરથ જલેએ, પંચામૃત કર્યો અભિષેક” “બત્રીશવિધ નાટક કર્યાંએ” “નામ પાડ્યું. વર્ધમાનજીએ ફોઈ તણાં પૂગ્યાં બે કોડ" 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૬૯ નામ પડામણ ફોઈને ચાપિયાંએ, બહુમૂલાં વસ્ત્રની જોડ” “ફોઈ માસી મામી હુલરાવતાંએ, નારિ મલિ થોકાથોક” “જ્ઞાતી મિત્ર સંતોષિયાએ” ઉપરોક્ત વિગતો અન્ય હાલરડામાં જોવા મળતી નથી. તે દૃષ્ટિએ વિચારતાં મનસુખલાલના પારણાની વિગતોમાં નવીનતા ને વ્યવહારજીવનનો પૂર્ણ સંદર્ભ રહેલો છે. કવિની ઉપરોક્ત વિશેષતા છે તો બીજી તરફ પારણાને અનુલક્ષીને વાત્સલ્યભાવની સાથે આશીર્વાદ અને પુત્રના પરમોવળ ભવિષ્યની અભિવ્યક્તિ અંગે કોઈ માહિતી નથી. દ્રવ્યાનુયોગના ગહન વિચારોને કાવ્યમાં ગૂંથી લેનારા કવિએ ભક્તિભાવપૂર્વક લલિત પદાવલીમાં મધુર ને આકર્ષક હાલરડા તરીકે સ્થાન અપાવે તેવી પારણાની કૃતિ છે. (નવપદપૂજાદિ સંગ્રહ, પા. ૨૮૬) ૩. સજઝાય (૧) સઝાય (રાગ : અપૂરવ અવસર એવો ક્યારે આવશે) અવસર એવો ઉત્તમ ક્યારે આવશે, શુદ્ધ રૂપે ઉપયોગે રહું અમોલ જો, મમતા નાશે સમતા નિજ પાસે રહે, વિવેક મિત્રથી કારજ સિદ્ધ અમોલ જો. (૧) જગ જન સંગ તજી રંગે રહું સર્વદા, દર્શનજ્ઞાનચરણમય એક સુરંગ જો, પુદ્ગલ પરિણતિ એવં જુઠ સ્પર્શ નહીં, કરૂં ગુણ કેલી ઉદાસિનતા સંગ જો. (૨) 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ ક્ષાંત્યાદિક દશ ધર્મ ધરી દઢ ધારણા, શુદ્ધ સદાગમ સંગ સદા મન ઠાણ જો, સમક્તિ મિત્રની સાધે રાજ સંભાળશું, મારી મોહને ભેદજ્ઞાનનાં બાણ જો. (૩) ઇણ વિધિ કાપી અષ્ટ કરમના બંધને, સધર નીરે અંગ કરી નિજ શુદ્ધ જો, સેવી જિનપદ પૂજ્ય પરમપદ પામશું, નરભવ સાર સફલ કરવા હોય બુદ્ધ જો. (૪) સહજાતમ અધિકારે રહિશું રાજમાં, રાજ કાજ સવિ નિર્મલ બોધા જો, અપ્રમત્ત થઈ સંયમ શ્રેણી આરોહીને, યથાવાતુ ચરણે લહિ સુખ અપાર જો. (૫) કરતા કારણ કારજ નિજનિજમાં લહી, કારક પરિણતિ વર્તે વિના સહાય જો, આશા દાસી નાશે સત્ત્વ નિહાલતાં, કેવલ કમલા પ્રગટે શિવસુખ થાય જો. () પુદ્ગલ કર્મ પ્રદેશ પ્રસંગ નિવારીને, પંચ પ્રમાદે કલહું ન પામું લોભ જો, સમ ગણું તૃણ મણિ માન તથા અપમાનને, જાય કંદર્પ ને નાશે પરપદ લોભ જો. (૭) વિષય પરીસહ જીતું પૂરણ સત્વથી, દ્રવ્યાદિ ચતુવિધ નહિ પરપ્રતિબંધ જો, ઇહ પરલોકાદિક સવિ આશં ટળે, જીવિત મરણને કામ તણો નહીં ધંધ જો. (૮) 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ કરૂણા કોમલતા તિક્ષ્ણતા ભાવથી, અભય અદ્વેષ અખેદ અચલ સુચંગ જો, એહ મનોરથ જાણી સુમતા વિનવે, પ્રભુ તુજ પાસે સર્વે શક્તિ અભંગ જો. (૯) પણ મુજને વિસારી કાલ અનાદની, નિજ ધર કારજ સુંબું દુશ્મન હાથ જો, ; હવે મુજ સંગે પ્રભુ તુજને ચિંતા કિસી; દ્વારા મારા પ્રાણ જીવન શિવસાથ જો. (૧૦) કહે ચેતન સાચું તે પ્રાણપ્રિયા કહ્યું, તુજ વિણ ભવનમાં પામ્યો બહુ ક્લેશ જો, હવે એકાંગે રંગે રહિ એકાંતમાં, જ્યાં નહિ કુમતા દુષ્ટનો લેશ પ્રવેશ જો. (૧૧) રાત અંધારી વિતે જોર ન ચોરનું, પ્રગટે જલફલ સમ્યક્દર્શન ભોર જો, જ્ઞાનાદિક સઘલા નિજ નિજ કારજ કરે, નાઠો કાલ અપાર વિયોગનો શોર જો. (૧૨) દાયકદર્શનજ્ઞાનચરણ ગુણ ઉલ્લસે, નિર્વિકલ્પ શુચી શુકુલધ્યાન જબ પાય જો, શ્રી જિન આણા અમૃત મનસુખ સેવતાં, પુરૂષ પરાક્રમ ફોરે સિદ્ધિ સદાય જો. (૧૩) (સુ. વ્ય., પા. ૯૮) 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ (૨) સ્તવન, ગણુંલી, સક્ઝાય અગર પદ (૭) સાચી અમૃત મેઘ સમાન પ્રભુની દેશના રે, વરસે શુદ્ધ અખંડિત વાર ગુરૂમુખ દેશના રે, અસ્તિ વસ્તુ ને દ્રવ્ય પ્રમેય, અગુરુલઘુ તેમ સર્વ રે, ઇત્યાદિક સામાન્ય સ્વભાવે, વલીય વિશેષ પ્રભુત્વ, પ્રભુની દેશના રે. સુણતાં આતમ નિર્મલ થાય, પ્રભુની દેશના રે. સાચી વરસે.. (૧) ઉપજે વિચમે ધ્રુવ રહે નિત્ય, દ્રવ્ય ગુણ પર્યાય રે, દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ તિમ, અસ્તિ નાસ્તિ સદાય. પ્રભુની દેશના રે.... (૨) ચાર નિક્ષેપા વસ્તુ વસ્તુમાં, નય અનંતના ધર્મ રે, નિશ્ચય જ્ઞાને નિરખી જે જન, છંડે સાલો ભર્ય. પ્રભુની દેશના રે // સાચી. (૩) સ્યાદ્વાદ પરિણામી વસ્તુ, નિજ નિજ ભાવે વરતે રે, ચેતન ચેતનતામય જોતો, કેવલ પદ અનુસરતે. પ્રભુની દેશના રે. // સાચી. (૪) પરિણામી પરિણામ ન ચૂકે, સકલ સમય શિવ રૂપ રે, સાદિ અનંત સમાધિ પામે, જાણી સિદ્ધ સ્વરૂ૫... (૫) પરમધરમ સાંત્યાદિક તે નિજ, થીર ઉપયોગે આવે રે, ખકાયાની કરૂણા પૂરણ, દ્રવ્ય ભાવ ચિત્ત લાવે. () સકલ સમયમાં દ્રવ્ય સકલ તે, નિજ નિજ ભાવ ન છંડે રે, એમ નિજ સિદ્ધ સમો સમભાવે, અષ્ટ કર્મ વિહં.... (૭) જબલગ સત્તા સ્થલ નવિ નીરખે, બાહિર દમ આવેશ રે, તબલગ સંસારે સંસરતો, પામે વિવિધ ક્લેશ. (૮) 2010_03 WWW.jainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ નરભવ હિ એમ શુલ ધ્યાન ભવિ, કીજે થઈ ઉજમાલ રે, મનસુખ શિવસુંદરી ઘર આવે, કંઠ ઠવી વરમાલ. | પ્રભુ || સાચી || (૯) (સુ. વ્ય., પા. ૧૦૩) (૩) ખાંમણાંની સજ્ઝાય (પા. ૯૭) શ્રી અરિહંતને ખામણાં રે થાતી કરમ કર્યા નાશ // કરો ભવિ ખામણાં રે ।। બાર ગુણે કરી શોમતા રે. પ્રગટ અનંત ચતુષ્ટ. ॥ કરો. ॥ ૧ || ચોત્રીશ અતિશય દીપતા રે, પ્રાતીહારજ આઠ ।। કરો. ।। સ્યાદ્વાદશુદ્ધ દેશના ૐ, કરે નવતત્ત્વ પ્રકાશ || કરો. ।। ૨ || બત્રીશ દોષરહિત ભલું રે, જસ આગમ અવિશુદ્ધ II કરો. ॥ અષ્ટ ગુણાતમ વ્યક્તિનો રે, સકલ સમય સુવિલાસ ॥ ૩ ॥ સિદ્ધ અનંત આનંદમાં રે, નિજપદ લીલ વિલાસ / કરો. ॥ આચારજ આચારના ૨ે દાયક નાયક જેહ । કરો. | ૪ || સારણ વારણ ચોપણા રે પડિચો પણ પટધાર । કરો. ।। શ્રી જિનશાસન સાચવે રે જુગપ્રધાન મુનિરાય / કરો. | ૫ || પંચાચારજ પાલતા રે દેશક પંચાચાર ।। કરો. ॥ કરુણાના ભંડાર છે રે, આપણા ધર્માચાર્ય | કરો. | ૬ || ગુણ બત્રીશે બિરાજતા રે શાસન મંદિર થંભ ।। કરો. // નિત્યે દ્વાદશ અંગના રે કરે કરાવે અયન | કરો. | ૭ || ગણી પેટી ગુણરત્નની રે જેહને હાથ સદાય ॥ કરો. // અપ્રમત સદા રહે રે સમસુખ દુઃખ ચિત જાસ | કરો. II ૮ ૫ શ્રમણ સકલને ખામણાં રે સમ દમ ધીર અકંપ II કરો. ।। સમભાવે નિત્યે રહે રે દેખી માન અપમાન / કરો. || ૯ | 2010_03 ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪. શ્રાવક કવિ મનસુખલાલ સંવર સવ્વર ઝીલતા રે, ઉપશમ રંગ અભંગ / કરો. . જ્ઞાની જ્ઞાનને ખામણાં રે દરશન સમક્તિ વંત / કરો. ૧૦ / ચારિત્રવંતને ખામણાં રે ચરણ રમણ સુખકંદ // કરો. // તપ તપસીને ખામણાં રે વલી જે લબ્ધિવંત // કરો. # ૧૧ // શ્રાવક શ્રાવકા મતે રે શ્રમણોપાસક જેહ / કરો. / સંવેગ પક્ષીને ખામણાં રે શુદ્ધ સંવેગ ઉલ્લાસ / કરો. // ૧૨ / શિષ્ય સાધર્મીને ખામણાં રે ખમો ખમાવો અમાપ / કરો. / ચોરાશી લક્ષ યોનીના રે જીવ સકલ ખટકાય / કરો. # ૧૩ // નિજ નિજ ધર્મ સ્વભાવમાં રે થાપી સ્થિર ઉપયોગ કરો. . જેણે ન પામ્યાં ખામણાં રે દુરગતી દુઃખ નિવાસ // કરો. / ૧૪ / જેણે ખામાં ખામણાં રે આતમ અનુભવ વાસ / કરો. આ દુ પ્રણિધાન નિવારીને રે ક્ષમીએ તસ અપરાધ / કરો. # ૧૫ / મિત્ર ભાવ સહુ જીવથી રે, કરુણાભર કરી ચિત / કરો. // ગુણીશું અમિત પ્રમોદથી રે દુષ્ટથી ભાવ મધ્યસ્થ / કરો. // એમ સવિ બીવ ખમાવી ને રે, મનસુખ શિવઘર તાસ / કરો. # ૧૬ ૪. ગહેલી (૧) વરસ્યા રે... એ રાહ આજ માહરે ઉપાશ્રયે કોઈ મોતીના મેહ વરસ્યા રે // મોતીના મેહ વરસ્યા ભવિજન ગૌતમ દેખી હરખ્યા રે // ગૌતમ દેખી હરડ્યા ત્યારે નિજ ગુણ પક્ઝવ દરશ્યા રે // ૧ // પ્રભુજીનિ નોબત વાગિ ત્યારે, મિથ્યામત ગઈ ભાગી રે ! મિથ્યામત ગઈ ભાગિ ત્યારે, જ્ઞાનચેતના જાગી રે // આ // ૨ // 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ સપ્ત ભંગ સત વાજાં વાગ્યાં દુખ દોહગ દૂર ભાગ્યાં રે | દુઃખ દોસંગ દુર ભાગ્યાં ત્યારે, શ્રમણસંઘ સહુ જાગ્યાં રે || આ || ૩ || આજ માહરે ઉપાશરામાં અમૃત મેઉલા વરસ્યા રે ।। અમૃત બિંદુ વરસ્યા સમ્યગ્ દર્શની ન રહ્યા તરસ્યા રે | આ ॥ ૪ આજ માહરે અંગે રંગે સહજ સમાધિ જાગી રે // ૭૫ સહજ સમાધિ જાગિ ત્યારે, સમતા અંગે લાગી રે ! આ ॥ ૫ ॥ આજ મેં તો ઠવણી ઉપર, જરકશી પૂઠાં દીધાં રે ।। જકશી પૂંજ દીઠાં ત્યારે, મનમાં લાગ્યાં મીઠાં રે | આ ॥ ૬ ॥ ચાર દિશિ ચંદરવા બાંધ્યા, લચકે લંબે મોતી રે ।। ગુરૂ વચને સમક્તિ હું પામી, લિ લિ ગુરૂ મુખ જોતી રે || આ I| ૭ || જિન શાસન મહા સૂરજ ઉગ્યો, લોકાલોક પ્રકાશ્યો રે // લોકાલોક પ્રકાશ્યો માહરે પૂરણ શિવ સુખ ભાસ્યો રે ।। આ | ૮ | સાચી શ્રદ્ધા સ્વસ્તિક કીધો દીપક જ્ઞાન જગાયો રે || અડગુણ બુદ્ધિ મંગલ થાપી, ગુરુ ગુણ મંગલ ગાયો રે / આ | ૯ | ગાનારીને પંચોલાંને, ઝીલે તેને ચીર રે ।। ગૌતમ ગણધરને વલિ સ્વામિ, વંદુ શ્રી મહાવીર રે ।। આ || ૧૦ || સાત મહાભય દુરે નાસે, ઘરઘર મંગલ થાય રે ।। મનસુખ શિવસંગે સુખ વિલસે, સાદિ અનંત સદાય રે ।। આ || ૧૧ || (નવપદ પૂજા, પા. ૨૭૭) (૨) ગહુંલી - ઘૂઘરીની દેશી માતા શિવાદેવી નેમજી જાયા, સુરવધુ મલિ હો નેમ ઘૂઘરી અમ૨ીની વાજે ! પ્રભુ આગલ નાટક વાજે હો નેમ ઘૂઘરી અમરીની વાજે | અ. આંકણી // 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ બપ્પન દિશિકુંવરી મલી આવી, માતા પુત્ર વિષે નવરાવી હો નેમ 0 કરિ સૂચીકર્મ પ્રભુને વધાવી, નિજ નિજ થાનક વલી આવી હો નેમ l ll ચોસઠ ઇન્દ્ર મલી તિહાં આવે, પ્રેમ પૂરે પ્રભુને વધારે હો ને / મેરુ શિખર વર તીર્થોદકથી, કરી હવણ પ્રભુધર લાવે હો નેમ / ૨ / માતા-પિતા ઉત્સવ કરી હરખે, વલીવલી પ્રભુ મુખ નિરખે હો નેમ / નારી અમારી પ્રભુને હુલરાવે, માતામન હરખ ન માને તો એમ / ૩ // રત્ન પાલણીએ માતાજી ઝુલાવે, મામી માસી ગોદે ખેલાવે હો નેમ છે કુંવર ખ્યાલ બાલક મલી ખેલે, દુઃખ સંકટ પ્રભુ દૂર ઠેલે હો નેમ ૪ // બહુવિધ ખ્યાલ ખેલાવી ખેલે, ક્ષણ એક ન સુના મેલે હો નેમ // જીવન વય પામી બહુ બલિયા, જઈ કૃષ્ણ આયુધ ઘર મલિયો હો // ૫ // કૃષ્ણ અતુલિ બલ પ્રભુ અટકલિયા, કરી વિવાહ ઉધમમાં મલિયો હો || ઉગ્રસેન ઘર જાન લે આવ્યા, દેખી રાજુલ મનમાં લાવ્યા હો નેમ // ૯ / પશુ છોડાવી સંજમ ચિત ધાર્યો, હિંસાથી રથ વેગે વાયો હો નેમ / દેખી રાજુલ મૂછ પામી, ક્યાં રહો મુજ અંતરયામી હો નેમ / ૭ // વિરહાનલ જ્વાલા ચિત લાગી, પ્રભુને વરવા અતિ રાગી હો નેમ // નેમ કહે સુણ ચતુરાલાલા તજ મોહની કર્મના ચાલા હો નેમ / ૮ / મોહ મદીરા મદમાં મૂક્યો તેણે આતમ તત્ત્વ ન સૂજ્યો હો નેમ // જગ જંતુ સવ સપુદ્ગલ કહિએ, અમાં ભોગધરમ નવિલહિણ // ૯ // ચપલ સમલ અથિર કહાવે, મતીવંતને ચિત ન ભાવે હો નેમ છે હું તુજ પૂરણ પ્રીત દેખાવું, સહજામ ભોગ ચખાવું હો નેમ // ૧૦ / દરશન જ્ઞાનને ચરણ અનંતો, નિજ વીર્ય અનંત સ્વતંતો હો ને ! અમ શુદ્ધાતમ તત્વ દેખાવી સાચો શિવમાર્ગ લખાવી હો / ૧૧ // કહે રાજુલ પ્રીત પૂરણ કીધી, માહર નવ નિધિ સિદ્ધિ હો નેમ // 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ તુમ સમ જગમાં પતિ નહિ પ્રેમી, આણાઘર હું નમુ નેમી હો || ૧૨ || વરસી દાન દેઈ સંજમ લીધો, કેવલ લહિ કારજ સીધો હો || દિવ્ય પ્રભુ દેશના દેતા, બહુભવિ થયા નિજ ગુણવેતા હો || ૧૩ || ત્રણછત્ર શિર ઉપર સોહે, દેખિ અતિશય જન મનમોહે હો નેમ || ધર્મચક્ર આકાશે ફરતું દુ:ખ દોહગ દુરિતને હરતું તેમ / ૧૪ || આઠ પ્રાતિહારજ જસ શોભે, પ્રભુ મુનિ જનના મનોભે હો || અમૃતધન પ્રભુ વાણી વરસે, બાર પરખદાનાં મન હરખે હો || ૧૨ || શુદ્ધ સાધ્ય પ્રભુ વચનથી જાણી, સાધ્ય સાપેક્ષ પ્રભુની વાણી હો || કરી શુક્લધ્યાન ધન કર્મ નશાવે, ૭૭ મનસુખ ધર શિવ વધુ આવે હો । નેમ ॥ મા || ૧૬ || (નવપદ પૂજા, પા. ૨૭૮) (૩) જિનવાણી વખાણ ગહુંલી સેવોશ્રી જિનવાણી, ભોદધિ તારણી મહારા લાલ । વિવિધ વિઘન હરે એહ કે, દુરિત નિવારણી મહારા લાલ || ૧ || હેય ઉપાદેય શુદ્ધ લહીજે એહથી મહારા લાલ || સાધ્યાદિક નિજ જ્ઞેય તે પર પદમાં નથી મહારા લાલ || ૨ || પર શેયો જે અનંત તે એહથી જાણીએ મહારા લાલ | મહારા લાલ || ૩ || છે મહારા લાલ / જેજે લક્ષણ જેહનાં તે તેહમાં માનીએ પ૨ ક્ષેત્રે નહિ જાય ન આવે એ નીમ ગણ પજ્જવ અનંત સ્વક્ષેત્રની સીમ તે મહારા લાલ || ૪ | આતમ શક્તિ અનંત સ્વતંત એથી લખો મહારા લાલ | સકલ કરમદલ છેદિ શુદ્ધાતમ રસ ચખો મહારા લાલ | ૫ || શત્રુની શક્તિથી શત્રુ હણાય ન કિમ કરી મહારા લાલ / આતમ શક્તિથી કર્મ અરિ હરિ જયવરી મહારા લાલ | ૬ | 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રાવક કવિ મનસુખલાલ આતમ શક્તિ અજાણ તે ભવ ભમરી ભજો મહારા લાલ // વાણિથી શક્તિ લહી શુદ્ધ પજવ રસ રમે મહારા લાલ // ૭ // જિનવાણિથી તત્વ લહે નિજ નિરમલું મહારા લાલ / સાથે પરમાનંદ ભોગ સુખ એકલું મહારા લાલ / ૮ // વાણિ લહ્યા વિણ શું છંડે શું આદરે મહારા લાલ // શક્તિ અજાણ તે ભવ ભમી દુ:ખ દવમાં ફિરે મહારા લાલ / ૯ // જિણ વાણિ અજાણ સ્વછંદતા આદરી મહારા લાલ // મુનિ શ્રાવકપણું માની મિથ્યાત અંગે ભરી મહારા લાલ // ૧૦ / સહે ક્લેશ અનંત અપરિણતિ આદરી મારા લાલ // એમ દેખિ આસન સિદ્ધિએ વાણિ હૃદય ધરી મહારા લાલ // ૧૧ // પામ્યા પામેવે વલિ આગે પામશે મહારા લાલ // શિવ સંપતિ મનસુખ રસે વસે મહારા લાલ // ૧૨ // (નવપદ, પા. ર૭૫) જેન સાહિત્યમાં પદ સ્વરૂપની વિવિધતામાં ગહુલી રચનાઓમાં ગુરુવાણી અને પ્રભુ-ઉપદેશનો મહિમા ગાવામાં આવે છે. ગેયતા, પ્રાસાદિકતા, માધુર્ય જેવાં લક્ષણોથી આવી કૃતિઓ ભક્તજનોને આકર્ષે છે. કવિની કેટલીક ગહેલીઓનો પરિચય જ્ઞાન અને ભક્તિમાર્ગની વિચારધારાનું સમર્થન કરે છે. (૪) શ્રી વાગેશ્વરી વિનવું, સાહેલી રે, ગણધર લાગું હું પાય.” આ પંક્તિથી શરૂ થતી ગહુલી ગીત-ગરબાના ઢાળમાં રચાઈ છે. તેની ૭ કડીમાં મુખ્યત્વે રૂષભદેવથી મહાવીર સ્વામી સુધીના તીર્થકરોનો વિશેષણયુક્ત ઉલ્લેખ થયેલો છે. રૂષભદેવ ભગવંતને વંદન કરતાં કવિ જણાવે છે કે 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૭૯ રૂષભ જિનેશ્વર વંદીએ સાહેલી રે, મુખડું પૂનમચંદ. દરેક ભગવાનનું કોઈ એક વિશેષણ દર્શાવીને પુણ્ય સ્મરણ કરવામાં આવ્યું છે. “અજિત અજિત ભવ ભય હર્યા, સંભવ શાંતી, પાસ વિઘન હરનાર, ધીર વીર મહાવીરજી.” અન્ય કૃતિઓની સરખામણીમાં વિચારીએ તો અહીં તત્ત્વજ્ઞાનની શુષ્કતા કે ભાર જોવા મળતો નથી પણ ભક્ત હૃદયની રસિકતા પ્રગટ થાય છે. (૫) જૈન ધર્મના અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતની સાથે આત્માનુંસંધાનની માહિતી આપતી આ ગહ્લી ૧૧ ગાથામાં રચાઈ છે. આરંભની પંક્તિમાં કવિ તેનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે, “જ્ઞાન દયા મારગ ભૂલ જેનનો રે, જેમાં ન્યાય અનંત અખંડ, શુદ્ધ મારગ જિનનો સેવિએ રે” (નવપદ, પા. ૨૭૧) (ક) ગહુલીનું મુખ્ય લક્ષણ ગુરુગુણ ગાવાનું છે. બધી જ ગહુલીઓમાં સર્વ રીતે ગુરુનો મહિમા ગાવામાં આવે છે. કવિ મનસુખલાલે પણ આ વિચારને અનુસરીને ગુરુમહિમાનું વર્ણન કરતી ગહુલી રચી છે. ગુરુજી હું શિલા મારા, ગુરુજી ખાંતિલા મારા ગુરુ ગુણવંતા પંચે અસ્તિના ધર્મ દેખાડ્યા, વ્યય ઉતપત ધ્રુવતાઈ રે” (નવપદ, પા. ૨૭૨) ગુરુ પ્રખર જ્ઞાની છે અને શ્રોતાઓને તત્ત્વજ્ઞાનની અમૃતસમ આસ્વાદ કરાવતી વાતો સમજાવે છે. કવિની જ્ઞાનમાર્ગની ગહનતાનો પ્રથમ કડીમાંથી પરિચય થાય છે. “ત્રિપદા'નો સંદર્ભ આપીને તત્ત્વજ્ઞાનના મૂળભૂત વિચારને પ્રગટ કરે છે. આ જગત પદ્રવ્યનું બનેલું છે. તેમાં 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રાવક કવિ મનસુખલાલ પંચાસ્તિકાય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ છે અને છઠ્ઠ જીવ દ્રવ્ય છે. વિશ્વસ્વરૂપ સમજવા આ દ્રવ્યોનો પરિચય આવશ્યક છે. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને ત્રિપદી આપી હતી. તેમાં જિન શાસનના મહત્ત્વના સિદ્ધાંતોનું રહસ્ય આવરી લેવામાં આવ્યું છે. કવિએ અહીં ગહુલીને અનુરૂપ સુકોમલ ભાવને બદલે તત્ત્વજ્ઞાનની ગહન વિગતોને સ્થાન આપીને ગહુલી રચી છે પણ મુખ્યત્વે તે ગુરુ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે તેનો મહિમા ગાયો છે. (૭) સાંપ્રદાયિક રચનાઓના પાયામાં ધર્મની માહિતીના વિશ્લેષણની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે ઉપદેશનું તત્ત્વ રહેલું હોય છે. આવા સીધા ઉપદેશને વ્યક્ત કરતી ગર્લ્ડલી જોઈએ તો“શ્રી જિન આણા આદરો, લહિ નરભવ સાર... હાં .. હાં... રે.” જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોમાં “જિનઆણા” જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કરવાનો સમાવેશ થાય છે. તેના સંદર્ભમાં કવિએ કર્મસમૂહનો નાશ કરવો, જ્ઞાનમાર્ગમાં પ્રવૃત્ત થવું, મિથ્યાદૃષ્ટિનો ત્યાગ કરવો, અને શુભધ્યાનમાં લીન થવું વગેરે ઉપદેશાત્મક વિચારો પ્રગટ કર્યા છે. ગહેલી ધ્રુવપંક્તિ દ્વારા આવી વાણી જનહૃદયને અસરકારક બને છે. (૮) કવિની એક ગહુલીનું શીર્ષક “ભગવાનની વાણી” છે તેમાં ઉપદેશાત્મક વચનોનો ઉલ્લેખ કરીને વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. આરંભની પંક્તિ જોઈએ તો “સેવો શ્રી જિનવાણી ભદધિ તારણી” (નવપદ, પા. ૨૭૫) ભગવંતની વાણી માટે દેશના' શબ્દપ્રયોગ પણ પ્રચલિત છે. આ ગહુલીમાં નવતત્ત્વના સંદર્ભમાં હેય, શેય અને ઉપાદેય વિશે પૂર્ણ અભ્યાસ યોગ્ય તાત્ત્વિક વિચારો કેન્દ્રસ્થાને છે. કવિના શબ્દો છે. 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ “હેય ઉપાદેય શુદ્ધ લહીજે, એહથી માહરા લાલ; આદ્યાદિક નિજ જ્ઞય તે પરમ પદમાં નથી, મહારા લાલ.” વાણીનો મહિમા દર્શાવતી પંક્તિઓ નીચે મુજબ છે વાણિ લહ્યા વિણ શું છંડે શું આદરે માહરા લાલ. એમની વાણીથી મોક્ષરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય છે. કવિ જણાવે છે કે, પાક્યા પામે છે વળિ આગે પામશે માહરા લાલ. શિવ સંપત્તિ મન સુખ અનંત રસે વસે માહરા લાલ // ૧૨ // (૯) “માતા શીવા દેવી નેમજી જાયાથી શરૂ થતી ગહુલીમાં નેમનાથ ભગવાનનાં પાચ કલ્યાણકનું રસસભર નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ ગહુલી શીર્ષક આપ્યું છે પણ ખરેખર તો “સ્તવન' શીર્ષક ઉચિત લાગે છે. કલ્યાણકના પ્રસંગનું વર્ણન કરતાં સ્તવનો પણ ઉપલબ્ધ થાય છે એટલે કલ્યાણક સ્તવન શીર્ષક યથાર્થ છે. ભગવાનના જીવનની ચરિત્રાત્મક વિગતો એમના પ્રત્યેની અપૂર્વપ્રીતિ-સ્નેહભાવ વ્યક્ત થયો છે. કવિની પંક્તિઓ ઉદા. તરીકે જોઈએ તો. માતા શીવા દેવી નોમજી જાયા, સુરવધૂ મળી ફુલરાવ્યા હો, નેમ ઘુઘરી ચમરીની બાજે. ભગવાનનો જન્મોત્સવ, લગ્ન, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વિશે વિચારો પ્રગટ કર્યા છે. એમનાથ રાજુલનો ત્યાગ કરે છે ત્યારે ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે વિરહાનલ જ્વાલા ચિત્ત લાગી પ્રભુને વરવા અતિ રાગી રે. નિમ કહે ચતુર બાળા તજ મોહ કર્મના ચાળા હો // ૮ // (નવપદ, પા. ર૭૦) 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ શ્રાવક કવિ મનસુખલાલ મોહ મદિરા મદમાં મૂયો તેણે આતમ તત્ત્વ ન સુજ્યો, જગ જંતુ એ છે પુદ્ગલ કહીએ, એમાં ભોગ ધરમ નવિ લહિયે હ. / ૯ // પ્રાસયુક્ત રચનાથી અહીં પ્રાસાદિકતા રહેલી છે. તેમનાથ ભગવાન વિશે લગભગ મોટા ભાગના કવિઓએ વિવિધ સ્વરૂપોમાં દીર્ઘ કે લઘુ રચનાઓ કરીને એમના જીવન અને કાર્ય વિશે પ્રભાવશાળી નિરૂપણ કર્યું છે. આ કૃતિ સ્તવન તરીકે રસિક અને ભાવવાહી બની છે. : (૧૦) કવિની ગહુલીઓમાં એમની જૈનદર્શનના સિદ્ધાંતો પ્રત્યે પરમોચ્ચ ભાવના પ્રગટ થઈ છે. ગહુલીને અનુરૂપ મધુર પદાવલીઓની જગાએ જ્ઞાનમાર્ગના વિચારોને વ્યક્ત કરતી પંક્તિઓ વિશેષ છે. કવિની પદરચનાઓમાં આધ્યાત્મિક વિચારોનો વિશેષ પ્રભાવ હોવા છતાં ભક્તિભાવના પ્રગટ કરવામાં સફળતા મળી છે. તેમાં દેશીઓનો પ્રયોગ અને ધ્રુવપંક્તિનો વિશિષ્ટ લય ગહુલીને અનુરૂપ બની કાવ્યરચના તરીકે આસ્વાદ્ય બને છે. ૫. ગઝલ (૧) રાગ-ગઝલ પ્રભુ ફજલુ મજલું કરું મે આત્મ શક્તિ મેં, કજલુસે ચિતકો ધોઉંગા નિણંદ બેનર્સ / પ્રભુ / ૧ // રઝલું રહા સુણે ન શુદ્ધ જૈન વેન મેં / સમજલું મિલા ન હિરણસેં મિથ્યા કુનેનનેં // ૨ // ભવાબ્ધિ જલમેં ડબુ રહા, લોલુપ્ત વિષયુસે છે. નજલ મિલા તિસા રહા કભોગ તૃષ્ણાસું // ૩ // 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૮૩ અબલું સબલ કો માર રહા, સતા અજાનોં // અનલ કષાય શાંતિદાય સુગુરુ મોહિ હે ! પ્રભુ / ૪ / સુબોધરાય શિવ ઉપાય, બેન હમ ગહેં // લખિ સ્યાદવાદ તજ વિષાદ શુદ્ધ નય રહે // ૧ // દિવ્ય જ્યન્ત ભર ઉત્ત, ગુરુપ્રતાપ // મનસુખ સંગ શીવરંગ રંગસે રમે. / પ્રભુ // ૯ // (પા. ૧૨૯) (૨) પદ // ગઝલ || ગહેલી સુબોધ દાય શિવ સહાય સુગુરૂ હમ લહે // નમાન માય સમ સદાય વેનસમ કહે / સુબોધ / ૧ // અનંતકાલ મિથ્યા ચાલ ગહિય દુ:ખ સહે // શ્રી જેન વેન સુનત સેન, નેન ખુલ રહે / ૨ // કુગુરુ જોર કરતસોર, કુગતિ ચહિ રહે / છોરી ધર્મ કરિ કુકર્મ ભર્મમેં વહે / સુબોધ / ૩ / વત પંચ ધાર પંચાચાર આત્મ રતિ લહે // પર આશ ડારી મોહમારી, નહિ વિકથ ચહે // ૪ / વિરાગી ત્યાગિ અરુ સોભાગી, શુદ્ધ પદ ગહે // સિદ્ધાંત જાણ ગુણ નિધાન યોગ થિર વહે છે પ // અનેકાંત બોધ આત્મશોધ મોક્ષ મગ વહે // નિજબલ અમાન શિવવિધાન અમિત સુખ લહે / ૯ // તજી આર્ત રૂદુ કુગતિ મૂદ, પરિસહ સહે l . ધરી ધર્મ શુક્લ ધ્યાન જ્ઞાન પાઈ થિર રહે / ૭ / 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રાવક કવિ મનસુખલાલ || ૮ || ન સંગ અન્ય તપ સઘન ચરણ ચરી રહે ।। જન બોધી શુદ્ધ કરત બુદ્ધ કુમત મદ હે કરે સંઘ સાર કુમગ ટાર પ્રેરતે રહે || યહ યુગપ્રધાન જિનસમાન, મુનિશ એ કહે || ૯ || સુનય વિશાલ વચરસાલ તત્ત્વ શુદ્ધ કહે || ધરી વિનય લક્ષ હોય દર્દ, પરમ પથ ગૃહે || ૧૦ || વજી વિભાવ ભજી સ્વભાવ, કામ મદ દહે । ગુણ બતિશ ધામ પદવિરામ, ભિવ શિવ લહે || ૧૧ || કરી બહુત માન ગુણ વિધાન, જય વિજય કહે || આણ ચલત સ્તુતિ કરત મનસુખ શિવ લહે || ૧૨ || (વ્યવ., પા. ૧૩૦) (૩) પદ (રાગ રેખતો) દિખા મુખ આજ પીઉતેરા, ગયા ભ્રમ તાપ દુ:ખ મેરા. લઈ વ્રત્તી સકલ શાંત મેરી, અમીય ભરી નેન મેં તેરી; બુટા પર ભાવકા દોરા, કીયા નિજ સ્થાનમેં મેરા ॥ ૧ || ખબર સબ અન્યકી પૂછે, અકલ મોય આપમેં સુજે, આનંદ અદીત પદ મેરા, કરત શવ એવસે નેર ।। ૨ ।। આકુલ મન મોહસે જેનું, અલક વિચઓર નહિ ચેનું નહી મોર્ય દેન હે કેરા, અવરસે લેન કહા મેરા | ૩ || મેરા સબ મોયમેં ભાસ્યાટલી પરદાસકી આશા શિતલ કબ ભાવ વી કેરા, ચપલ પદ હોયન મેરા ।। ૪ ।। ખબરપીઉ સમય પૂછે મોયે પછાંય કીમ રુચે ॥ જપે મોયે કિં મંત્ર મેરા, લહે મનસુખ શિવશેરા ॥ દીખા || પૂ || (વ્યવ., પા. ૧૩૦) 2010_03_ Page #100 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ (૪) પદ (રાગ-ગઝલ) ચિર્દૂ જ્યોતિ કો ઉઘોત હોત, મમત મીટ ગયો. અમાન જ્ઞાન શિવનિદાન, સુમતિ પતિ લયો | ચિદ્ ॥ ૧ ॥ લખી સિદ્ધ સ્યો સરૂપ આપ, સૂખમયી થયો ભ્રમ ભારકુ ઉતારી લહુ વિવેક પરિણયો || ચિદ્ || ૨ || વિભાવ યોગ રોગ નાહી. મોહ મીટ ગયો । અનુભવ નિદાન પ્રગટ જ્ઞાન રહે ન સંશયો || ૩ || ધન થાતી ક્ષીણ શુકલ લીનમ વીર્ય ઉહ્યો । મનસુખ રંગ શીવસંગ સેજ સેં રહ્યો ।। ૪ ।। (વ્યવ., પા. ૧૨૭) (૫) પદ (ગઝલ) દગ જ્ઞાન ચરણ સહજમેં નબંધ જિન કહ્યાં. મિથ્યા અજ્ઞાન ક્લેષ ધ્યાન બંધ જિય રહ્યા ।। ૧ ।। વિવેક એક આતમકો લહીકે ભવ તરો | સુગુરૂ સયોગ આત્મલોગ, ધારી શિવ વરો || ૨ || અનંત કાલ ખોટે ખ્યાલ, ખેલી ભવ ભમ્યા || નિગોદ નર્ક ગર્ક દુઃખ ભોગી દિન ગમ્યા || ૩ | સહેત ચેત ચેતના, ગાફીલ તું મત રહે || નિજ નિધિ વિસાર દુ:ખ અપાર કાહે તું સહે || ૪ || મિથ્યાત જોર ફોરી મારે, આત્મ મિતકું || સમ્યક જોર ફોરીપ્પારે વેદ શત્રુ તું // ૫ | 2010_03 ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રાવક કવિ મનસુખલાલ : ગઝલ મનુષ્ય જન્મ પાય, સ્યાદવાદ જિન લહ્યા છે મનસુખ ધીર વીર થીર શીવ ધરે રહ્યા // ૯ // (વ્યવ, પા. ૧૨૮) () પદ ગઝલ સુબોધકે ઉધોત હોત દુરિત તમ પરા / શ્રી સિદ્ધસ્યો સરૂપ લખી અશેષ સુખભરા // ૧ / નરિંદ ઈંદ ચંદ વંદ, સકલ કિંકરા / શુધ્યાત્મ તત્ત્વ સેવી ભવિક હોત ઠાકુરા / ૨ // અજાણ ધર્મ દર્ય કર્ય, સહત દુ:ખ બુરા / સુજાનધર્મ વેદિકર્મ, વસત શિવપુરા // ૩ // નર જન્મમાય તું સદાય, સેવી ગુરુ ખરા // કરી નિજ વિલાસ કેશ નાશ, લહીત સુખતરા / ૪ // નિજાત્મ એક લહિ વિવેક, થિર ધરા મનસુખ ધીર વીર થીર, રહત શિવધરા // પ / (પા. ૧૨૮) (૭) (ગઝલ) સુહેત ચેત ચેતના તું મનુષપણ લહા // જિનેશસે ઉપદેશ સુનું ગાફીલું તું ક્યો રહા / ૧ // અફસોસ હું બેહોશ તું ન સુનત ગુરૂ કહા // અંધસે કુબંધધારી, જરૂ ર્ક્સ બન રહા // ૨ // દેહાદિ મમત કરત રમત ભરમમેં વહા // મિથ્યાત ધારિ નિજ નિવારી, વિવિધ દુ:ખ સહા // ૩ / 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ આયુઅનિત બહુત ભીત સુમગ નહિ ગહા // આર્ય આય સુગુરુપાય, બોધ અબ લહા // ૪ ll સુબોધ પાય આત્મધ્યાય, મોક્ષ મગ ચહી // ભરમ ડારી કરમ મારી, પાય સુખ મહા // ૫ // સગુણ ધ્યાય શુકલ પાય, મેરૂ થિય જહા / મનસુખ વીર હોય ધીર, શિવ ધરે રહા / ૯ / (વ્યવ, પા. ૧૨૯) ૩. સ્તુતિ (૧) શ્રી આદિનાથની થોય (મંદાક્રાંતા) એવા તારી ભવભયહરી, ભવ્યને સુખદાઈ // પૂરે પુણ્ય તુમ લહિ હમે, ચૂકિએ ના કદાઈ // આદીનાથં શિવકરસદા, તીર્થના નાથ ત્રાd / સેવે ઇંદ્રો સવિ મતિ સદા, વંદિ પે મુક્તિ સાથે // (વ્યવ, પા. ૩૫૪) (૨) શ્રી ચંદ્રપ્રભુની થોય (ચોપાઈ) ચંદ્રપ્રભુમુખ ચંદ્ર પુનમનો, ભવદવ તાપ હરે ભવિ જનનો / અમૃત ધારા વાણી વરસે, સિદ્ધ સમો નિજ આતમ દરશે // કુમત તિમિર હર જિનવર જાણ, આપે પરમ મહોદય વાણ // જિન સેવ્યાં હોય નિરમલનાણ, મનસુખ પામે પરમ કલ્યાણ / . (પા. ૩૫૫) 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ (૩) શ્રી વાસુપૂજ્યની થાય જિન વાસુપૂજ્યનો, પરમ સમાધિ સ્વભાવ // નિજ અંતરનપણે, જોતાં જાય વિભાવ // તુજ દરશન ફરસે, જ્ઞાનાનંદ જમાવ // ભવિ આણા સેવો, આવ્યો નરભવ દાવ // (પા. ૩૫૩) (૪) શ્રી વિમલનાથની થાય વિમલકમલ દલ નયણથી એ, વરસે શાંતી અનંત તો // સકલ કરમલ દૂર હરે એ, ભયભંજન ભગવંત તો // તમહર રવિકર અભિનવો એ, શાંતિકર મુનિચંદ તો // ધીર વીર મેરુ પરે એ, સહજાનંદ અનંત તો / ૧ / (પા. ૩૫૩) (૫) શ્રી કુંથુનાથની થોય (વસંતતિલકા) કુંથું જિનેસર સદા સુખ દોષ હારી / સેવા યેકરિ મહાશિવ હેતુ પ્યારી // સેવ્યો હમે વિનયથી તજિ મોહ માન // પાશે સદા સકલ તો સિધ શુદ્ધ ધ્યાન // (પા. ૩૫૭) (૩) શ્રી મલ્લિનાથની થાય (મંદાક્રાંતા) મલ્લી સ્વામી તમ હર રવી, જ્ઞાનનો તેજ ભારી // તાર્યા તારો ભવિક જનને, પાપ સંતાપ હારી // દ્રવ્ય ભાવે જિન મગ લહી, સેવિએ મોક્ષદાતા // આવે શાતા અચલ વિમલી, સિદ્ધિ શાંતિ અબાધા // (પા. ૩પ૭) 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૮૯ - - - (૭) શ્રી મુનિસુવ્રત જિનની થાય (માલિની) મુનિસુવ્રત જિગંદા, આત્મ આનંદ કંદા // ભર તિમિર નશાવે, જ્ઞાન જ્યોતી દિગંદા // સસમય સુખ આપે, મોક્ષ માગધિકારી / સુખ પ્રશમર-તીનું, શાંતિ ઘો નિર્વિકારી // (પા. ૩૫૭) (૮) શ્રી વર્ધમાન જિનની થાય (માલિની) વીરે ધીરે સકલ શ્રમણે સેવિયો મોક્ષદાઈ // મોટો મેરુ વિમલ મહિમા, શાંતિદાતા સદાઈ // સાચે જ્ઞાને પરમ ધરમે ધ્યાનમાં જેહ ધ્યાવે //. આપા આપે શિવ મનસુખે શીધ્ર કલ્યાણ પાવે // (પા. ૩૫૮) (૯) શ્રી આચાર્યપદની થાય પાલે પંચાચાર પલાવે, યુગપ્રધાન સુરિરાજ નમું // ગુણ છતીસ છતીસ ગુણધારી, નમિ આતમ મન ઇંદ્રિ દમું // જે ત્રીજે ભવ શિવપદ પાવે, કુમત હઠાવે ન્યાયધરૂ // વિનય વિવેક બહુ સન્માન, આણ ગ્રહી નિજ સિદ્ધિવ / (પા. ૩પ૯) (૧૦) શ્રી સાધુપદની થોય રાગદોષ મદ મોહ રહિત મુનિ, તપ સંજમ આતમ પાવે // શત્રુ મિત્ર દુ:ખ સુખ તૃણમણિ સમ, સિદ્ધ સમો આતમ ધ્યાવે // 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ દ્રવ્ય ભાવ ખટકાય દયાધર, ખાંતિ મૂદુ જુ મતિ ઘરે છે સત્ય શૌચ અકિંચન બ્રહ્મચર, દોષ ટાલી મહિયલ વિચરે / (પા. ૩૫૯) (૧૧) શ્રી જ્ઞાનપદની થાય પંચ જ્ઞાનમાં શુદ્ધ સદાગમ, દાયક લાયક મુક્તિતણો / જાણી મૃતધર પાસે ભવિજન, અતિ સન્માને શ્રુત ભણો / ટાલી અડ અતિચાર વિનયયુત, ભૃતઘરની આણા સેવો // દરશનજ્ઞાન ચરણ શિવ કારણ, મનસુખ સેવો શ્રત મેવો // (પા. ૩૫૯) (૧૨) શ્રી તપપદની થાય અષ્ટ કરમનું મૂલ ઉખેડે, તપ કુંજર સમ તેજ ઘરે / ચીર કાલના સંચિત દલને, ધીર વીર મુનિ રિક્ત કરે // ખટખટ બાહ અત્યંતર તપ તપી, બહુ મુનિવર નિજ સિધ્ધિ લહ // દરશન જ્ઞાન ચરણ શુદ્ધાતમ, ભોગત પર્મ સંતૃપ્ત રહી | (સુમતિ વ્યવહાર, પા. ૩૩૦) ૭. નવપદની પૂજા - કવિ પદ્યવિજયજીની નવપદની પૂજા પદ સ્વરૂપ સાથે સંપૂર્ણ રીતે સામ્ય ધરાવે છે. પ્રત્યેક પૂજા બે વિભાગમાં વહેંચાયેલી છે. તેમાંથી નવપદના સ્વરૂપનો પરિચય પ્રાપ્ત થાય છે. અત્રે ઉદા. રૂપે સાધુપદની પૂજા નોંધવામાં આવી છે. તે ઉપરથી “પદ' રચનાનો ખ્યાલ આવે છે. 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૯૧ પંચમ શ્રી સાધુ પદ પૂજા હવે પંચમ પદ મુનિવરા, જે નિર્મમ નિ:સંગ, દિન દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ. / ૧ છે. રાગ - વસંતઃ મો મન ભવન વિશાલ સાંઈયા - મો મન - એ દેશી મુનિવર પરમ દયાલ ભવિયાં | મુનિ. . તમે પ્રણમો ને ભાવ વિશાલ | ભવિયા || મુનિ. / એ આંકણી | કુખી સંબલ મુનિવર ભાખ્યા, આહાર દોષ ટાળે બિયાલ // મુનિ // બાહ્ય અત્યંતર પરિગ્રહ છાંડી, જીણે છાંડી સવિ જંજાલ // ભ. // મુનિ / ૧ જિણે એ ઋષિનું શરણ કર્યું તિણે, પાણી પહેલી બાંધી પાળા / ભ. / જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા કાઢે પૂર્વના કાળ ભવિયાં / સુનિ. / ર સંયમ સતર પ્રકારે આરાધે, છ જીવના પ્રતિપાળ // ભ. // મુનિ. // ઈમ મુનિગણ ગાવેતે પહેરે, સિદ્ધિ વધુ વરમાળ // ભવિયાં // સુનિ. / ૩ (દુહો) પાંચેઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર / પંચ સમિતિ સમિતા રહે, વંદુ તે અણગાર // ૧ // // ઢાળ દસમી / ગિરિરાજકું સદા મોરી વંદના રે – એ દેશી // મુનિરાજકું સદા મોરી વંદના રે / મુનિ. / ભોગ વસ્યા તે મનશું ન ઈચ્છ, નાગજવું હોય અગંધનારે / મુનિ. / પરિસહ ઉપસર્ગે સ્થિર રહેવે, મેરૂ પરે નિ:કંપના રે / મુનિ / ૧ // ઈચ્છા મિચ્છા આવસિયા, નિશીહિયા તહકાર ને વળી છંદના રે / મુ પૃચ્છા-પ્રતિપૃચ્છા, ઉપસંપદા, સમાચારી નિમંતના રે / મુનિ. / ર એ દશવિધ સમાચારી પાળે, કહે પદ્મ લેંઉ તસ ભામણા રે / મુનિ. // એ ઋષિરાજ વંદનથી હોવે, ભવભવ પાપ નિકંદના રે / મુનિરાજકું / ૩ // (લઘુપૂજા સંગ્રહ, પા. ૧૧૦) 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨. શ્રાવક કવિ મનસુખલાલ (કવિ મનસુખલાલ) અથશ્રી સપ્તમ જ્ઞાનપદ પૂજા | હરિગીત છંદ | માત્રા અઠ્ઠાવીશ || ગુણ જ્ઞાન ભાણ પ્રધાન ગુણમાં લોક અલોક પ્રકાશ તો // અષ્ટકર્મના સવિ મર્મ ભેદે, સુખ આપે શાશ્વતો // સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ સકલ સંશય ભેદ તો // નિજ આત્મથી અનાત્મ પરિણતિ ભિન્ન જાણી ઉચ્છેદતો // ૧ // ગુણ અપ્રતિપાતી દાખ્યો સૂત્ર, કર્મ ધન ક્ષીણમાં હરે // સુત જ્ઞાનથી ગુણ પુરણ પ્રગટે આત્મ પરમાતમ વરે // કર ક્રોધ પૂરવ તપ કઠિણ પણ, જ્ઞાન વિણ સહુ તે વૃથા / જિમ જાન વર વિણ ફોક જાણો, પુત્ર વિણ પારણુ યથા // ૨ // સનમાર્ગથી ઉનમાર્ગ ભેદ, હેય ઉપાધ્યને // સવિ જ્ઞેય જ્ઞાયક સિદ્ધિ, લાયક લખે કૃત્ય અકૃત્યને / પટકાય રક્ષા જ્ઞાન વિણ કિમ, શું તજે શું આદરે // નિજજ્ઞાન વિણ જગ મર્મ ભૂલ્યો, ચારગતિ દુ:ખમાં ફરો // ૩ ભવ પાપને સંતાપ કાપે, રાજ સહજ દિએ છતું / પણ જ્ઞાનમાં સુતજ્ઞાન દાતા, શુદ્ધ ચરણ રહે છતું / જિન ધર્મનું વે ભૂલ સમકિત તેહનું પણ મૂલ એ // ચઉ જ્ઞાનને અનુકુલ સુતવે, પરમધર્મ અમૂલ એ / ૪ સંસાર તારણસિદ્ધિ કારણ, શાંતિ દે દુ:ખ ભય હરે // ભવ વાસ ખોટી આશા તજી સુબ્ધ, જ્ઞાનમાં પ્રીતી કરે // ઉપગારી નિજ પરને સદાગમ, સમ શશિ મેહ રવિ પરે // સવિ વિપતિ ટાલે મોહ વારે, પરમ નિવૃત્તિ શિવ વરે // ૫ // 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૯૩ શુધધ્યેયને પણ જ્ઞાની જામે સાધના મારગ લd / અજ્ઞાન મિથ્યા તિમિર હર રવી જ્ઞાન ગુણ ગણ સંગ્રહ // અસાધ્ય વલિ શુદ્ધ સાધ્ય જાણે, સિદ્ધિ પામે તે નરા // નિજ તારુ તારે ભવિક જનને, ધન્ય પુરુષ તેહ ખરા // ૩ // મૂલ ભેદ પંચજ્ઞાનના અડવીશ તો મતિ લહ્યા // દશ ચાર વલિવિશ સૂતના ખટ અવધિ અસંખ્યા કહ્યા // રજુ વિપુલ છે મન નાણ દોહી, કેવલ એક ઉદાર છે // પાસ એક સુજ્ઞાન ભેદે સેવતાં ભવ પાર છે ૭ // નિજ આત્મજ્ઞાને આત્મ દેખે, પર ઉવેખે મુનિવરા // સમભાવ સારે શાંતિ ધારે, આત્મ પરભંજન કરા // નમું જ્ઞાનિને શુભ ધ્યાન ધારિ, સહજ ગુણ એ જીવનો // મનસુખ જ્ઞાને સિદ્ધિ પાવે, સંગ શાશ્વત શીવનો // ૮ // પૂજા-ઢાલ _// એ ગુણ જ્ઞાન રસાલ ભવાયાં છે – એ રાહ // જ્ઞાન પરમ ગુણ સાર - આતમ જ્ઞાન. આતમ અજ્ઞાને જગ ભટકે, દુ:ખ ચઉગતિ કતાર, જ્ઞાનથી દરશન મોહની નાશે, પાવે ચરણ ઉદાર. આતમ. // ૧ // જ્ઞાનથી લબ્ધી પૂરણ પ્રગટે, લહે સિદ્ધિ સુખ સાર. જ્ઞાનવરણ થકી સહુ કર્મના મુખ્ય આઠ વિકાર // આતમ / ર જ્ઞાનવરણ વિણ કર્મ ન બંધ, જ્ઞાન છે સિદ્ધ સ્વરૂપ / દુ:ખ દુરિત સહુ જ્ઞાને નાશે, મુદે ભવજલ ફૂપ. આતમ // ૩ જ્ઞાનથી શુદ્ધ ધ્યેય નિજ જાણે, શુદ્ધ સાધના સાધે. જ્ઞાન વિના ભવમારગ કહીએ, જ્ઞાને શિવ મગ લાધે // આતમ // ૪ 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રાવક કવિ મનસુખલાલ મોહ અજ્ઞાન તિમીર નશાવે, જ્ઞાન રવી અવિકારી // બોધ વિચિત્ર વિશાલ પ્રગટ હોય, જ્ઞાન સદા જપકારી // આતમ // પર જ્ઞાન થકી ખટ દ્રવ્યને જાણે, માર્ગ કુમાર્ગ વિચાર / હેય ઉપાદેય જ્ઞાને લહિયે, બુઝે સાર અસાર // આતમ // ૬ જ્ઞાને ભાવ અનંત લખે જિય પામે નિજ અધિકાર / પરપદ અધિકારી નહી ચેતન, તે તજે જાય વિકાર // આતમ // ૭ જ્ઞાને ઘનઘાતી દલ નાશે, પ્રગટે સિદ્ધિ અનંત // વસ્તુ ગુણ પરજાય અનંતા, ભેદ અભેદ લહંત // આતમા // ૮ નિજ ગુણ પજવે સહજ અનંતા, જાણે શુદ્ધ સ્વતંત // પરમ નિવૃતી પદવી પામી, પામે સૂખ અત્યંત // આતમ // ૯ સિદ્ધિ સાધન લક્ષણ જ્ઞાનજ, એ વિણ જૂઠી કિરિયા // જ્ઞાન વિના બહુ દુ:ખ દાવાનલ, સેવિ જ્ઞાન ભવિ તરિયા // આ. / ૧૦ સ્વપર દયા કિમ હોય જ્ઞાન વિણ, કિણ વિધ સંજમ રાખે // અગ્નિ કષાયની કિણવિધ બૂઝે અનુભવ રસ કિમ ચાખે // અ // ૧૧ પંચજ્ઞાનમાં જેહ સદાગમ, નિજ પરને હિતકારી // ચાર જ્ઞાન પણ એહથી પ્રગટે, જ્ઞાનીની બલિહારી / આ. // ૧૨ રવિ શશિ મેહપેર જગજનને, જ્ઞાન સદા ઉપગારી // મુનિપણું પણ જ્ઞાને કહિએ, જુઉ જિન વચન વિચારી // આ. // ૧૩ જ્ઞાન રૂપ શુદ્ધ સહજાતમનું, વર્ણાદિક તિહાં નાંહી // વર્ણાદિક વે પુદ્ગલ પરિણતિ, નિજ પદ તો નિજ માંહી // આતમા / ૧૪ જ્ઞાન વિના ઉત્સર્ગ લો નહિ, નવિ જાણે અપવાદ / કારણ કારક કાજ ન જાણે, મિથ્યામતી હઠવાદ // આતમા // ૧૫ જ્ઞાન સ્વપર સહુ જોયનો જ્ઞાયક, લાયક શિવપદ ભોગ // 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૯૫ જ્ઞાન વિના રહે પુદ્ગલ મમતા, તેહને દુ:ખ સંયોગ // આતમા / ૧૬ જ્ઞાનવરણ દલ બીજે પ્રગટે, આતમ નિરમલ રૂપ / જ્ઞાન લહી મનસુખ શિવ પાવે, હોય નિજ સંપતિ ભૂપ // આતમા // ૧૯ કાવ્ય મંદાક્રાંતા વૃતમ્ સેવો જ્ઞાન ભવ દુઃખ હરે, મોહ અજ્ઞાન ના / આત્મા પામે નિજ પદ ભલું, શોગ સંતાપ જાવે // સિદ્વિરિદ્ધી પુરણ પ્રગટે, શાંતિ હેજે સ્વતંતી છે આપે ભોગે મુગતિ પુરિમાં, પંચ લબ્ધી અનંતી / ૧ / ઇતિ જ્ઞાનપદ પૂજા // (નવપદ પૂજા, પા. ૧૨૧) ૮. પદ જાગીને જોઉં ત્યારે અન્ય નહીં આપમાં, રિદ્ધિ સિદ્ધિ સકલ આપ પાસે, દુરિત દોહગ ટલે, સુમતિ સ્વામિ મલે, કર્મધન નાશી કેવલ પ્રકાશે. જાગીને. (૧) ભૂલી શુદ્ધ ભાવ આપો લખી પુદ્ગલે, તેહના રોગમાં ભોગ જાણી, આશ ધરી અન્યની દાસ થઈ તેહનો, શુદ્ધ બુધ આપણી ના પિઠાણી.. (૨) કહત સુમતિ પ્રિયા જાગી જો સાહિબા, દર્શન જ્ઞાન સુખશક્તિભારી, ભોગની વસ્તુ ધર સહજ સ્વતંત્ર તુજ, સર્વને તુંહી કલ્યાણકારી... (૩) નિજ નિધી ભૂલી પરઘર ઘરે યાચતો, જમ ચલ એવંમાં સ્વાદ જાણી; મૂર્ખ કોણ એ સમો, અખિલ જગ દેખીએ, દુરિતની પ્રીતમાં હિત માની... (૪) 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ પરતણી આશ ધરી શકતી શુદ્ધ વિસરી, આખરે તેહ નિરાશ થાવે, આશ વિષ વિષની વેલી નિ:કંદીને, ઠંડી પરમાદ શુદ્ધાતમ ધ્યાવે... (૫) નિજ નિજ દ્રવ્યના લક્ષણો લક્ષમાં, હોય ત્રિકાલ સ્વતંત્ર ભાવે, કોઈની કોઈમાં કીમહી વ્યાપે નહીં, દોષ ગુણ અન્યને ના છુપાવે.. () અસ્તિ પ્રમેય નિત્ય વસ્તુ દઢ ધ્યાનમાં, શુકુલ જાજ્વલ્ય જ્યોતિ જગાવે; જ્ઞાન દર્શન ચરણ વીર્ય વ્યક્તિ લહી, મનસુખ પરમ કલ્યાણ પાવે... (૭) (સુ.વ્યવ., પા. ૧૧૦) (૨) પદ (૧૫) રાગ : પ્રભાતી આવોને પ્રીતમજી પ્યારા, જિન દરશન રસ લીજે રે, જિન દરશન રસ લીજે વારી, અનુભવ અમૃત પીજે રે... (૧) વીતી રજની ભોર ભયો છે, અમલ કમલ દલ ફૂલ્યાં રે, સકલ સતો થલ પસર્યા કિરણ, અંતર નયણાં ખૂલ્યાં રે... (૨) લોક સકલ નિજ કામે લાગ્યો, અબ તુમ તજો પરમારથ રે, તિસ્થતા ઉપયોગ સ્વભાવે, થિર રહિ શિવપદ સાધો રે... (૩) તગતગતા તારા બલ ઘાટો, રવિકર તેજ સમાણો રે, ગુણ પજવ એકતમ ભાવે, લખી રહ્યો સહજ સુજાણો રે... (૪) કાલ અનાદિ જીન દરશન વિણ, કુમતે બહુ દુ:ખ પાયો રે, ગુરૂ કૃપા અમૃત ધન વૃષ, સકલ કલુષ નસાયો રે... (પ) દર્શન જ્ઞાન ચરણમય ચેતન, એક અનંતાનંદી રે, જિન મુખ દેખત પ્રગટે મારો, ચેતન પરમાનંદી રે... () અખીલ પ્રદેશ સકલ સમયે નિજ સદુભાવે ભર ભરિયો રે, સકલ પ્રજાય સમભાવામૃત રસ, પ્રેમે પૂરિત દરિયો રે... (૭) 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ આતમ અંશ ન હોવે અલગો, અન્ય અંશ નવિ આવે રે, રોગ વિના નહિ કામાતુરતા, તેણે તૃષ્ણા ન સતાવે રે... (૮) તૃષ્ણા વિણ નવિ હોય દીનતા, તેથી નહિ પરતંતો રે, માંગલિક પૂરે તથા જપિએ, સિદ્ધ સમાધી મંતો રે... (૯) પાસ જિનેશ્વર દરશન કરતાં, પરમાનંદ પ્રકાશે રે, મનસુખ દરશન લ લહિ વસો, શિવ કમલા ધર વાસે રે... (૧૦) (સુ.વ્યવ., પા. ૧૧૧) (૩) મને તારી વાણિ પ્યારી આદિ જિણંદા, આદિ જિણંદા શિવ સુખકંદા । મને. ફરત અમૃત જિમ શારદ ચંદા, મને તારી વાણિ પ્યારી આદિ જિણંદા | એ આંકણી || ૯૭ જ્ઞાયક સમય ન ચૂકે જ્ઞાને, દેખ દરશન પરમાનંદા । રમ્ય રમણ શુદ્ધ પજ્જવ પૂરણ અખલિત વીર્ય અનંદઅમંદ || ૧ || સમય સકલ ગુણ કાજ કરે નિજ બિન પ્રયાસ મદ કામ નિકંદા ।। પરમ ભાવ નિજ પ્રેમ અત્યંતિક, અક્ષય અવ્યાબાધ મુણીદાં || મને । ૨ ।। સકલ વિકલ્પ વિવરજી ક્ષમા વર, વિગતમાન અમાન આનંદા ।। સહજ સુઅજ્જવ નિસ્પૃહ દેવા, વ્યકિસ્વતંત અનંત અનંદા || મને || ૩ || સહજ સુસજ્જવ તૃપ્ત સમાધિ, સંજમસિદ્ધ સ્વભાવ જિણંદા । તુંહિ અકિંચન નિજ ગુણકંચન, સત્ય સદા શિવ બ્રહ્માનંદા / મને ॥ ૪ ॥ તજી પર આશ્રય નિજ આશ્રિત તું, નિરાલંબ આંચલ સુરીંદા ।। આપત્તિ કરતા આપજ કારણ. આપહિ કારજ રાગ નિકંદા || મને || ૫ || સંપ્રદાન આપાદાન અધિકૃત, આપહિ કેવલ જ્યોતિ દિણંદા || નહિ પર આશ વાસ શીવ ભૂમે, વ્યક્તિ અખંડ અનંત અકંદા | મને ।। ૬ ।। 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ દરશન પરસન મો મન કીનો, તુંહિ જ સાહિબ મેં તુજ બંદા ।। પૂરણ શકતે નિજ ગુણ રાખું, મનસુખ શિવ ઘર કેલિ કરંદા । મને || ૭ || (નવપદ, પા. ૩૯૪) ૯૮ (૪) શિવસુખ વાણિ તારી સહજ બતાવે, કૂમત નસાવી સૂમતી ઘર લાવે, શક્તિ અત્યંતે નિજ ગુણ રાખે, કેવલ કમલા નિજ ઘર આવે // પ્રયાસ ન ત્રાસ ન દાસ ન પકો, જો નિજ ગુણ થિરતા લય લાવે | શિવ || ૧ આતમરામ રમા શીવ રમતાં, વ્યક્તિ અનંત સ્વતંત જમાવે અખિલ ગુણ પજ્જવ થીરધ્યાને, આત્મ રૂપસ્થ અરૂપ લખાવે | શિવ ॥ ૨ સૂનય સુત અભ્યાસ કરે જો, ચાર અનંતા પૂરણ પાવે II પર ગુણ પજ્જવ લખિ ૫દ્રવ્ય, સપજ્જવ ગુણ દ્રવ્યે સમાવે । શિવ II ૩ અચલ સકલ દૃઢ ધ્યાન કરે નર, ઘાતી ચાર તુરંત ખપાવે | અજિત જિણંદ પસાયે જીતી, મનસુખ શિવસુંદરિ ઘર લાવે ॥ શિવ ॥ ૪ 2010_03 (નવપદ, પા. ૩૯૫) Page #114 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ (૫) પદ સતરભેદી પૂજાનો રાગ તારક તેરે ચરણ કમલમેં, મન મધુકર લોભાણો // સકલ પ્રજાય સમય પ્રમાણે, વ્યક્તિ હોય નિદાનો // તા. ૧ / ચાહ દાહ સવિદૂર નિવારી, નરહુ અબહુ અજાણો // પરિણામીકતા સમય ન ચૂકે શુદ્ધ પ્રમેય પ્રધાનો / તા. ૨ // જે પ્રજાયની જેહ સમયમાં, આવે વ્યક્તિ પ્રમાણ // તો ચિંતા તુરતા તુજ જ્ઞાની, શુદ્ધ ઉરઘતા ઠાણો // તા. ૩ // આતમ જ્ઞાન વિના હું ભટક્યો, મમતા વશથી અજાણ / કાજ ન પરથી લાજસઘરથી, સહજ શુધ્ધતા જાણો // તા. ૪ / પર પરિચય પર સંગ તજીને, નિજ હિત ધારી અમાનો // પર આશા ત્યાગી વિતરાગી, ધારી શુકલ શુભ ધ્યાનો // તા. ૫ // પર આલંબન તજી થિર રહીએ, નિરાલંબ સુખ ખાણો / પર સંબંધે અધિક ચપલતા, તે તજીએ દુ:ખ વાણો / તા. ૯ // સંસારી સંસરણે રીયાં તું પાયો નિજ નાણો / ભવભીરુ ભવ તાપ નિવારી, કરિ નિજ પદ સનમાનો // તા. ૭ //. કરુણાકર કરુણાકરી મુજપે, તારોગે જિન જાણો // આશા દાસકી સફલ કરો અબ, મનસુખ હોય કલ્યાણો / તા. ૮ // (નવપદ, પા. ૩૯૬) જ્ઞાયકરૂપ હમારો કેવલ, અમર અજર નિબુધ્ધ સદા // વીર્ય અનંત સ્વતંત અબાધિત, સહજ સમાધિ અત્યંત મુદા // ૧ / એક અભેદ અનુપમ અક્ષય, ઔર રૂપ નહિ હોય કદા // પરિણામીકતા સકલ સમય નિજ, રમ્ય સ્વભાવ ચરણસદો // ૨ // અન્વયે રિદ્ધિ સમૂહ હમારે ક્યું કર લુંટે જડ મુડદા // ક્ષાંત્યાદિક હમ સંગે ખેલે, પ્રશમરતિ પ્યારી સમદા / ૩ // 2010_03 WWW.jainelibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રાવક કવિ મનસુખલાલ જબ લગ નિજ પદમેં નહીં વૃષ્ટિ તબ લગ મમતા ભઈ દુ:ખદા // અપની આપ સ્વતંત્ર લખે નિધિ, રંગ લગી સુમતા સુખદા / ૪ // શુદ્ધ નયે નિજ વચન વિચારે, તત્ત્વ સુધારસ લેય તદા // રોગ શોગ પરતંત્ર ન હોવે, રહે અનુભવ સુખભર હિરા // ૫ // યુગલ પwવ રીપુ તજે જવ, નાશે દૂર અખિલ વિપદા // મનસુખ પૂરણ પ્રેમ પ્રતિ શિવ વિલસે ખોલી પડદા // ૯ / (નવપદ, પા. ૩૯૭) (૭) ક્યા મનવાર કરું હો જિર્ણદા તેરી, ક્યા મનવાર કરું // મેરૂતે મોટે મન પ્રભુ લખી, કરમ બોજ હરિ સહજ તરું // અક્ષય જ્ઞાન વિરજે તુજ અનહદ નિર્મલ પ્રભુ ગુણગાન કરું / ૧ // મહેર કરી મન મંદિર આપે, આણ અખંડિત સમય વરુ // સમકિત મણિમય સિંહાસન, પાદપીઠ ગુણરત્ન કરું // ક્યા મન // ૨ // ખેતી મૃદુતા ચામરે વીજે અક્ષય વીરજ ગ્રહી વિચરું // ચુન ગુન કલિયાં પંચાચારકી, સહજ સુવાસિત પગર ભરું // ૩ // ભાવદયા તોરણ બંધાવો સવિ જગજીવ વિરુદ્ધ હસું // અમર પડહ વજાવું જગમેં, મન ઘર પરમ સુવાસ ભરું // ૪ / માહણતા સંગીત બહુ વાજે, અવગુણ મંગલ બુદ્ધિ ધરૂ // ધૂપઘટા ધ્યાન તિહારું, નિજ ગુણગણ સમસુખ વરું // ક્યા મન ? પ / ત્રિભુવન નાયક તું હી હમારો સાચો તુંહિ જ સિદ્ધ ગુરુ // સકલ શક્તિ તુજ વચને ફોરુ, તો મુજ દૃઢ અતિવીર્ય ખરું // ક્યા મન / ૯ // જ્ઞાયક જાણું જ્ઞાયક દેખું, જ્ઞાયક પંચાચરણ ચરું // તુજ વચનામૃત રસ જલ ધારે, કષાય બુજ્ઞાઈકલન જરુ // ૭ // મન વચ કાય ત્રિયોગ તુજ અરડું, સકલ પ્રમાદ ભયભીમ હરું છે તુમ વિણ પરકી આશ તજી હમ, શિવમગસે પીછો ન ફિરું / ૮ // 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ રુજુતા છત્ર ધરે શિર ઉપર, નિસ્પૃહ અમૃત કલશ ભરું ॥ ચેતને ચેતનતા લહિ પૂરણ, અષ્ટ કરમ હણી કબ ન મરું || ૯ || તૃપ્ત ભયો મેં તુજ દરશન તેં, વિષય વિકાર નાહીં પૂરું ।। સહજરૂપ તુમ તેં રતિ રાખી, પણ વ્રત સુમતિ ગુપ્તિધરું | ૧૦ || વિરતી રતી પાવે અતિ મેરી, નિજ ગુણ કેલિ નહીં વિસરું ।। આલંબન બાહ્ય ગ્રહી મુજ, અવર આલંબન આશ હતું | મન || ૧૧ || તુમતે ઉલટે દુશમન જાણી મરમ છેદિ તસ શક્તિ હતું. // મમતા રાગ દ્વેષ આદિકનું, કામ કુતુહલ ચિતન ક્રૂરું | મન || ૧૨ || નિજગુણ પજ્જવમય સવિ વસ્તુ, ધર્મ શુકલ શુચિધ્યાન ધરું || ઘાતી ઘાતી ચાર અનંતે, આતમસંપતિ પ્રગટ કરું ।। ક્યા મન । ૧૩ । પ્રેમે તુજ પરિવાર મનાવું, કોઈ સમય પણ નહીં વિસરું | ઉદાસીનતા કેલિ કરીને, મનસુખ સુંદર શીવ કરું ।। ક્યા મન || ૧૪ || (નવપદ, પા. ૩૯૮) (૮) જાગી રહો સુજ્ઞાયક ભાવમાં રે જાગી, હણો મોહ ગ્રહી દૃઢ દાવમાં રે ।। જાગી ॥ ચેતનતા એક નિરમલ જાણી, સહજાતમ શુદ્ધ સ્વભાવમાં રે / જાગી || ૧ || નિજ પર રૂપ ન ભિન્ન પીછાણે, લેખ ધારી બેઠે ફૂટે નાવમાં રે | જાગી નાવનિજ આણા ઉદાસીન માર્ગમાં, ૧૦૧ મુનિ ખેલે સગુણ થિર દૃાવમાં રે | ૨ || મમતા રાગ વિરોધ વિદારી, કામ ક્રોધાદિ ચૂરો પાવમાં રે | જાગી અનુભવ અમૃતપાન મગનમેં, રહો સમતા રંગ જમાવમાં રે || જાગી || ૩ || 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રાવક કવિ મનસુખલાલ જિન ગણધર આચારજ ખેલે, શુદ્ધાત્મ અભેદ સ્વભાવમાં રે / જાગી / વાચક મુનિ સુત રંગે લીના, પ્રશમરતિ હાવભાવમાં રે // જાગી / ૪ / ઉત્તમ ગુરુ સંગે હમ ચેતે, જાવેંગે ન કબહુ વિભાવમાં રે // જાગી // કુમત હઠીલે કદાગ્રહ ધારી, મોહ મદિરાનિંદ કુલાવમાં રે / જાગી / પ // જડ સંગે જડવત હો બેઠે, કિયા એકાંત ચહાવમાં રે // જાગી // સાધ્ય સમિપ નિર્મલ દગધારી, દગ જ્ઞાન ચરણે સુખ આવમાં રે // ૬ // અક્ષયજ્ઞાન સમુદ્ર ભરે તવ, વાણી સ્યાદ્વાદ કહાવમાં છે જાગી // શિવ કમલા મનસુખ ધરખેલે, સતાપુર શાંતિભરાવમાં રે // ૭ // (નવપદ, પા. ૪00) (ગરબી) (૯) શિવવર મન મંદિર આવજો રે, સમક્તિ મિત સાથે લાવજો // આવજો આવજો આવજો રે, શિવવર મન મંદિર આવજો // આતમજ્ઞાને સમક્તિ આવે, મિથ્યા મોહ ગમાવજો રે / શિવ. If વિરતિ રતિ સુખ પાવે હમારી, શુદ્ધ થિરતા રંગ જમાવજો રે / શિવ / ૧ / પંચપ્રમાદ તબ જાશે ઉજાણી, કષાયનું મૂલ બલાવજો રે / શિવ // ધ્યાન શુકલ સુધારસ પાને, કેવલ જ્યોતિ દિપાવજો રે / શિવ // ૨ // ગુણ સજોગિ લહી ભવિ તારી, શૈલેશીકરણે સુહાવજો રે / શિવ // શાશ્વત સહજાનંદ લહીને, મનસુખ નિવૃતિ મનાવજો રે // શિવ // ૩ / (નવપદ, પા. ૪૦૧) (૧૦) આતમજ્ઞાન વિના જગ ભૂલ્યો, પુદ્ગલ આપ અભ્યાસી / પરપરિણતિ જરૂમાં સુખમાની, સરિદ્ધિ અમિત ન ભાસી રે / જો / ૧ // 2010_03 WWW.jainelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૦૩ જ્ઞાન વિના નિજ ભાવ તું ભૂલિ, કિયા સેવિ બેમોહ વિકાશી // જ્ઞાતાપણું ભલિ મમતા ધરિને, થયો જગ જન જનનો આશી રે / જો // ૨ // જિનોદિત શુદ્ધ તત્વ લખ્યા વિણ, જગમાં તિહારી થઈ હાંસી // જ્ઞાનભાનું વિણક્રિયા, ખજુઆની આશ રહ્યો તું મિરા શીરે // જો // ૩ / અસંખ્ય પ્રદેશ વજભુમી ભૂલીને, થયો નર્ક નિગોદ નિવાસી / ધર્મધરા ધન ચૂકીને ભટક્યો, કેઈ મથુરાં કેઈ કાશી રે // જોજો # ૪ / નિજ ગુણ ભોગ વિના વીષય વિષ, ભોગિ નિજ માન્યો વિલાસી / માયા મિથ્યા મતિ વલગી ધુતારી, લગી દુરમતિ ડાકણમાસી રે // ૫ / ભેદ વિજ્ઞાન વિવેક મિત મલિઓ, રંગે જેને તે અવિનાશી // સહજ શુકલ થિરધ્યાન લહે તવે, કેવલ જ્યોતિ પ્રકાશી રે // જોજો // ૯ // મિથ્યા અવિરતિ પ્રમાદ હણે તે, જસમતિ સમકીત વાસી // સકલ કષાયનો અંત કરે ત્રય, જોગની થીરતા અભ્યાસી રે // જોજો // ૭ / સાધ્ય લક્ષ્ય વિણ સાધન સાધે, ટેવ અનાદિ નવિ વાસી / પર પરિણતિ રસ ત્યાગીને મનસુખ, વિલસે શિવ સુખ રાશિ રે / જોજો // ૮ // (૧૧) ગરબો એ સમતા કેની બેટડી રે લો, એ કોણ નર આગે રહી અડી રે લો / 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રાવક કવિ મનસુખલાલ એ ચારિત્રરાયની નંદની રે લો, એ તો છે જડ નિજગુણ વૃંદની રે લો || ૧ || એણે ભેટયા છે સમકીત વંતને રે લો, જેણે સેવ્યા છે શાંતિ જિણંદ રે લો ।। પેલિ મિથ્યા મતિ કેણે જાગી રે લો, એનારી થઈ કોણ નર તણી રે લો ॥ ૨ ॥ મહા મૂઢતાણં એને જાગી રે લો, મહામોહ નરપતિ જેનો ધણી રે લો । મલ્લ મિથ્યામતિ એહનો પતિ રેલો, માની રતિ રેલો | ૩ | જિનવાણી અજાણ અભિમાની આરે લો ।। એવા મૂઢ જન ગ્રહી એણે તાણીઆ રે લો । એ તો કુગુરૂ મુખ તુંછે વશી રે લો, હઠગ્રાહી થયા એના રસી રે લો ।। ૪ ।। છે ક્ષમા તે કેની બાલિકા રે લો, ગુણગણમણિ માણેક માલિકા રે લો ॥ એ સુમતિ પીયાની બાલિકા રે લો, ઉદાસીન મગ શીવ દિપાલિકા રે લોં || ૫ || સદ આગમનો કોણ મિત્ર છે રે લો । સદબોધપ્રધાન પવિત્ર છે રેલો // એ મૃદુતા કેની માત છે રે લો, એના જ્ઞાનાદિ પૂત્ર વિખ્યાત છે રે લો | ૬ | એ સદ્બોધની કોણ ના૨ છે રે લો 1 સુરૂચી સખી જગ સાર છે કે લો / 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૦૫ એ રુજુતા ગ્રહે સમભાવને રે લો, મોહ મારે ગ્રહી નિજ દાવને રે / ૭ / નિસ્પૃહતા સંજમની માત છે રે લો શુદ્ધાતમ ભાવએનો તાત છે રે લો // તપ શુદ્ધ સંતોષ જમાવશે રે લો, જિન શાસન એહ દિપાવશે રે લો / ૮ / શુદ્ધ સંજય સિદ્ધ સ્વરૂપ છે રે લો, એથી દુરાને ભવજલ ફૂપ છે રે લો / નિજ દવ્યાદિકે સત્ય ધારણા રે લો, એ તો ભવજલ પાર ઉતારણા રે લો / ૯ // શોચ રાખે જે આતમ ધર્મને રે લો, તે પાવે અક્ષય શિવ મર્મને રે લો // કોરિ કંચન પુદ્ગલ ધૂલ છે રે લો // નિધ્યે આત્મ અકિંચન મૂલ છે રે લો / ૧૦ // શસ્ત્ર સાછુ ધરો શુદ્ધ બ્રહ્મનું રે લો, છેદો મર્મ થલ આવે કર્મનું રે લો // શુદ્ધ દ્રવ્ય ગુણ પ્રજ્જવ ધ્યાઈએ રે લો, મનસુખ શિવસંપતિ પાઈએ રે લો / ૧૧ // (નવપદ, પા. ૪૦૩) પરઘર ચાલો ખોટો (ચેતન) પ્રીતમજી પરધર ચાલો ખોટો રે લોલ // પરઘર ચાલો ખોટો જિવણજી તું જગ માંહે મોટો રે લોલ ! - એ આંકણી | (૧૨) 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ (૧૩) શ્રાવક કવિ મનસુખલાલ હું અક્ષયરિદ્ધિ સ્વતંતી નિજઘર, કિણ વાતે તુજ ટોટો ।। પ્રીતમજી સુખનિવૃતિ અત્યંત તિહારે, કિમ માને ન સદગુરુ સોટો પ્રી.ll ૧ // ટેવ અનાદિ ન છોડી નઠારી, ચિત ચાનક લાગી ન ચોટો ચેતનજી સદ્દગુરૂ સંગ કસ્યો નહિ કબહુ, થઈ બેઠો જડ જોડો ।। પ્રી. ॥ ૨ ॥ શુદ્ધાતમ અમૃત નહિ ચાખ્યો, રોગ લાગ્યો તને મોટો ।। ચે. ॥ સુમતિ મુખ દેખ્યો નહિ કબહુ, મમતાએ ઘાલ્યો ગોટો પ્રી. મિથ્યામિત્ર પ્રસન્ન પડ્યો તુજ, સમક્તિ મિત્ર ન છોટો / ચે. ॥ ચરમાવૃત જોબન વય પામ્યો, પણ કિમ તું રહ્યો ઠોઠો | પ્રી. ॥ ૪ ॥ સહજાતમ અમૃત નિવ સેવ્યો, શું જાણે તું જિગમગ જૂગે ? ।। ચે. ચેતી પ્રીતમનિજ ઘર આપો, પાર્શ્વ જિનેશ્વર તુઠો | પ્રી. ॥ ૫ ॥ પરઘર રમણ નિવારે જે જન, આતમ અનુભવ વુઠો II ચે. II મનસુખ શિવસંગે થિર રહેતાં, થયો મોહ મહામલ ભુંઠો પ્રી. ૭ ॥ (નવપદ, પા. ૪૦૫) // || રાગ કેરબો । પ્રેમ લગા હમારા ગુરુ બૈનુંસે, બૈનુંસે અંતર નૈનું સૈ પ્રેમ લગા હમારા ગુરુ બૈનું સેં ચંડ ચકોર મોર રત મેથે, સુર રિંઝે નંદન બનસે | પ્રેમ. | બનસે | પ્રેમ. અલિ મન કુસુમસું મીનકું પાણી, ગંગા કજલી આતમ શક્તિ સ્વતંત દિખાઈ, શુદ્ધ નયે સમ લક્ષણ લક્ષ્ય અભેદ દિખાયે, મગ્ન સુધાતમ ગુરુ સમ ઔર દયાલ ન દેખા, મનસુખ શિવપદ જૈનુંસેં / પ્રેમ // બૈનુંસેં ।। પ્રેમ. ॥ ચૈનુંસે || પ્રેમ. (નવપદ, પા. ૨૬૬) 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૦૭ (૧૪) I !! રાગ કેરબો છે. અખીયાં સફલ ભાઈ મેરી આજ, દેખ્યા શ્રી જિનરાજ અખીયાં સફલ ભાઈ મેરી આજ || - આંકણી | નૈન કચોલે અમરિત બરસે, પાયે શિવમગ સાથ / અખીયાં / ઉતર ગયો ભ્રમભાર તમારો સિધ્યા વંછિત કાજ // અખીયાં // જિનવચનામૃત અંગે પ્રણમ્યો, પ્રભુત્રિભુવન શિર તાજ અખીયાં લડથડતો કરગ્રહીણ સ્વામી, પ્રભુ હાથે અમલાજ // અખીયાં // વંછિત શીધ્ર ફલે પ્રભુ નામે, મનસુખ અનુભવ રાજ અખીયાં (નવપદ, પા. ૨૪૯) (૧૫) રાગ ભૈરવી ઝીંઝોટી લાગી લગન પર ગુણમેં જબ લગ, તબ લગ જ્ઞાનચેતના ભારી / લાગી લગન નિજ ગુણમેં જબ તુમ પ્રગટે જ્ઞાનચેતના પ્યારી / ૧ / પરગુણ લાલચ જો લોભાણ, તો મુરખ ધર ભીખારી / શીખ ન લાગી શ્રી ગુરુવચકી, બોધ વિના ભાઈ બહુત ખુવારી / ૨ // પર ગુણ અનુભવ વશ તે ભૂલ્યો, નિજપદ અનુભવ રહિત ખુવારી છે મિથ્યા આશય કર્મ ચેતના, વશ નહિ ચેત્યો નેક અનારી // ૩ // શુભ અશુભ ફલ અતિહિ વિકલ્પ, રિસાણી નિજ સુમતા હારી / અનુભવ હેતુ આપ મિલાવો, પ્રશમરતિ રહે ઘર સંભારી / ૪ // ગુણ પર્યાય અભેદ સુધ્યાને, ધ્યાન શુકલ પ્રગટે જયકારી / વીર્ય વૈર્ય રાખી દઢ ચિતમ્, ચંચલતા તજી હો અવિકારી // ૨ // ઔરનકું તું શિવમંગ પ્રેરે, પણ નિજ ગુણ થિરતા નહિ ધારી | કમલ પ્રભા જો ભવ વન ભટકયો, તો રાખો મનમેં હોંશિયારી / ૬ // 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રાવક કવિ મનસુખલાલ અખિલ શક્તિ જ્ઞાનાદિક અપની, ફોરો મનસુખ નિજમેં સંભારી છે શિવસુંદરી રંગે તવ ભેટે, હો પરમાતમ પદ અધિકારી // ૭ // (નવપદપૂજા, પા. ર૩૭) (૧૮ રાગ ભૈરવ કયા પરને ઉપદેશે મૂરખ ક્યા પરને ઉપદેશ હો || આતમ ગુણ થિરતા નહિ પાયો, બાહિર આવેશે હો || - આંકણી છે. પરકત નહિ નહિ પરસંગી દવ્ય નહીં કોઈ કેનો હો // રાગ વશે ઉપદેશ કરે પણ, જે જેહનો તે તેહનો હો ૧ / જો ઉપદેશ લબ્ધિ તુજ સાચી, આપ હિ આપ બુઝાવો હો // મન વચકાય ચાલતા નિજ પર, ફોગટ કાહે કરાવો હો / ૨ // પર ઉપદેશ ઉમંગ અધીકે, તુજ હાથે શું આવ્યું હો ! સહજાતમ તિર ધ્યાન ન રાખ્યું, જર માંહનું ફાવ્યું, હો / ૩ // મોહ છગારે બહુત ઠગ્યા જગ, અબતક તું હિ અજાણ હો // અખિલ શક્તિ નિજ નિજમાં ફોરે તો તુજ જાણું સુજાણો હો // ૪ / સમય પ્રમાદ ન કીજે ચેતન, જેહથી બહુ જંજાલો હો // જ્ઞાયકતા ઉપયોગ કરી થિર, ચેતને શિવમગ ચાલો હો // ૫ / જન મન સંગે અધિક ચપલતા, જે નહિ થિરતા ધારે હો // પર જન બુઝવવા નહિ સ્ટેજે, નહિ કોઈ કેહને સારે હો // ૯ // ક્ષિણ ક્ષિણ તુજને કોણ ચેતાવે, દુર્લભ સદગુરૂ જોગો હો // આપ હિ આપ ચેતાવી મનસુખ, લહો શિવ સુંદરી ભોગો હો | ૭ // (નવપદ, પા. ૨૯૭) 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૦૯ (૧૭) રાગ કનકો ચેતન અકહી તું નિજ રિઝે ઔર રિંઝ કબુ કામ ન આવત કોટી જતન જોરે કીજે // સચલ સમલ પરદ્રવ્ય ક્ષેત્ર પર કાલ ભાવ તજી દીજે / . // ૧ // નરનારી અરૂ રાજ અશ્વ ગજ, દેવાદિક રિંજવીજ // સાસય સંગ રહે નહિ તેહુ, નિર્થક કષ્ટ તજી જે તે ચે. / ૨ // કોટિ દામ અરુ કામ આરામ દે, જો જનકો વશ કીજે // ખીણ ખીણમેં વે ઉલટ પુલટ કર, બૈર બૈર અતિ ખીજે / ૩ // ઔરકી રિઝ ચહેજન મૂઢા રિંજ સુધાતમ લીજે // સમકાલે નિજ પર કેમ રિજે, સુધારસ પીજે ૨. // ૪ / જ્ઞાનાદિક નિજ શક્તિ અનંતી, સહજાતમ ફોરિજે ! મનસુખ પરમ વિરજ થીર થાપે, તો શિવ સુંદરિ રીજે / ૨. / ૫ // (નવપદ, પા. ૨૬૯) (૧૮) બોલ ન બોલ ન બોલ ન કોઈનો અવગુણ તું બોલ ન. હિત કરતાં અહિત જસ હોવે તે કારણ મુખ ખોલ ન. કેવલી જાણે પરે ન પ્રકાશે તું મૂરખ કોઈ તોલ ન કોઈ / ૧ / તું જાણે હું જગ જન તારું તુજ શક્તિ એ અમોલ ન, દુ:ખ સુખ કરતા નહિ કોઈ કેનો દેહ ન તારહી બોલ ન // ૨ // જો શક્તિ છે તુજમાં રૂડી, તો તું આપ હી ભૂલ ન, ઘાટ ઘડતા હમ જો ફાટે, ભૂષણ હોય તે ગોલ ન // કોઈ // ૩ // ભાવ વીરજ પ્રગટ જ દીસે, હિતકર વચ કિમ ખોલ ન વિનય અને બહુમાન વિના કોઈ, ચાહત અમૃત ઢોલ ન // કોઈ / ૪ // 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦ શ્રાવક કવિ મનસુખલાલ પ્રેરક હિતકર શિવમગ પ્રેરે, મંદરૂચિ રંગ ચોલ ન, અણ સમજ મે તું જોર કરીને, કાય વચન મન ઘોલન // કોઈ / ૫ / જ્ઞાનધ્યાન અનુષ્ઠાન શલ્યયુત, માન માય ફૂલ ન, શરણ પયજ્ઞામાં નિષ્ફલ તે, કેમ તસ કીજે તોલન // કોઈ / ૯ // ગ્રહણ શક્તિ જોયા વિણ જનની, મર્મ હિયાનો બોલ ન, તા વિણ ઘા લાગે નહિ કબહુ, કાચા ફલ ત્વક બોલન / ૭ // બહુ દુર્ગુણ જાણી ગુરુ મુજમાં, ભય કરી રહ્યા અબોલ ન, મનસુખ દાર સહજે શિવસુંદરી, તો ક્યાં કરત કબોલ ન / કોઈ // ૮ / (પા. ૧૧૫) (૧૯) ગુરુ ગુણ અગમ અગાહ રે, મને કોઈ મિલાવો, જે મુજ કરે સનાત રે, મને કોય મિલાવો || - એ દેશી | કાલ અનંતમાં જે નવિ મિલાઓ, સાચો શિવપુર સાથ રે // મુને ! નરક નિગોદ વિષે દુ:ખ પામ્યો, અશરણ દીન અનાથ રે / ૧ / સચલ સમલ પુદ્ગલ પરિણતિ ગ્રહી, બહુ નલ ભીડી બાથ રે // અષ્ટ કરમ દલ વૈરી ત્રાસ્યો, કુમતિ કદાગ્રહ સાથ રે // મુને // ૨ // દુષ્ટ કષાય દાવાનલ બૂઝ, સુખથલ આવે હાથ રે / મુને ! ઉન્માર્ગે પડી માર્ગ ન લાધ્યો, મિથ્યા તિમિર અગાધ રે / મુને / ૩ // ભીમ ભયંકર ભવ વન ભમતાં, ન મિલ્યો દીન દયાલ રે // મુને // અગુમ અતટ્ટભવોદધિ ભીમે, ન કરી કોઈ સંભાળ રે / ૪ // તન મન ધ્યાધીપાધી સહુ બહુ, પરવશ દુષ્ટ સંયોગ રે / મુને // 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૧ ૧ તૃષ્ણા દાહ અનલ વિષયધન, વલી થયો ઇષ્ટ વિયોગ રે / ૨ // દુષ્ટ અજ્ઞાન તિમિર વશ ભૂલ્યો, ન લહ્યો નિજ ગુણ ભોગ રે // મુને / સુગુરુ કૃપાલ દયાલ મિલે જો, તો લહુ અનુભવ યોગ રે / મુને / ૯ // મન્ન ગલાગલ એમ જો લાગી, પુદ્ગલ લુંટાલુંટ રે / મુને ! દુવિધ પ્રાણની રક્ષા કરતા, ગુરુ નિજ ધન દે અખૂટ રે / મુને / ૭ // પુણ્ય પ્રતાપે સદગુરુ મિલીઓ, દાતા દાન અત્યંત રે / મુને / અમૃત મેઘ ગુરુ વરસાવે, મનસુખ શીવ વસંત રે / મુ. // ૮ / (પા. ૧૧૭) (૨૦) સબજન શબ્દ ધ્યાને પરમ ગુરુ, સબજન શબ્દ ધ્યાવે વિરલા અગમ ગતિ પાવે, પરમ ગુરુ સબજન શબ્દ ધ્યાવે / પર. // ૧ // દરે પીછે સબ હી દૌર, મૂલ મરમ ચિત નાવે, ઇત ફીરત લહત રસ નાહી, જ્યો પશુ ચર્વિત ચાવે // પરમગુરુ // ૨ // ગુણ પરિણતિ અથવસન્ધાને, નિજમે નિજ હી રમાવે, આતમરામ આરામ અતુલકર, મનસુખ નિજ ધન પાવે | પરમગુરુ // ૩ // (પા. ૧૧૮) (૨૧) મોસમ કોન કુટિલ ખલ કામી, અપની રિદ્ધિ ભૂલી પરમેં, સકલ સમય રહ્યો મામી, સહજાનંદ લખે બિન મૂરખ, પરવર ભમત હરામી // મોસમ / ૧ // 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ર શ્રાવક કવિ મનસુખલાલ ચેતાયો કિમહિ નહિ ચેતન, તનધન પરિજન કામી, ચેતન આતમમેં ધન જાણી, મનસુખ હોય આરામી // મોસમ // ર // (પા. ૧૧૯) (૨૨) હે પીયા અપની રીત સુધારો, દૂરમતિ વેગે ટારો / હે પીયા // દુમતિ સંગે બહુ દુ:ખ પાયો, વિષય કષાય અટારો, ભવ વન ભ્રમણ કરીભય ભોગે ક્યા ઘર હોતે સવારો // હે પીયા /// દરશન જ્ઞાન ચરણનિજ, વીરજ પરમ સંભાલો, અવ્યાબાધ, અનંત સ્વતંતો, ફોગટ પત કિમ હારો હે પીયા //ર પરવર ભટકી વયર જંતુ સે, કરિ નિજ રિધિ ન બિગારો, ખાંત્યાદિક પરિવાર બુલાવો, સુમતા મહેલ પધારો / હે // ૩ // વાયવંત તું ત્રિભુવન નાયક, લાયક અહ તું મારો, પરમ દયાલ દયા કરી દુવિધે, નિજ પર પ્રાણ ઉગારો // હે / ૪ // અપની હાંસી આપ કરાવત, દીલમેં ક્યોં ન વિચારો? સબલાસે અબલા ઉલંભે, માને ન દીલ હમારો / હે // ૫ // નિજધર નિજધન લોગે સજ્જન, કહો કોણ કરત નકારો, મન સુખ શિવતિય સંગવિલમેં, વાજે જીત નગારો / હે પીયા /કા (વ્યવ, પા. ૧૧૯) (૨૩) પીયા બિન કેસે રહું મેં અબલા એકલડી રે નાર, મોયે દુર્ધર કામે પામી, સબ મોહી ખીણ સુહાય; વિરહ વ્યથા કબુ વ્યાપતિ એસી, બતિયાં કિટકિટ સાથ // પીયા /૧/ સખીયાં હમારી હાંસી કરતું છે, પીયુ તુજ કિમ ન ભુલાવ, લોકલડાં હોણાં બહુ દેવે, પીયુ મોયે મનસું ભુલાય / પીયા // ૨ // પીયુ બિન ચંદ કલાકો ચાતુર કામક્રિડા રસ જાણ / પૂરણે વલીઓ રૂપરસીલો પીય બિન કોણ પ્રધાન // પીયા / ૩ // 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ (૨૪) મનસુખલાલની કાવ્યસૃષ્ટિ એક વાર મુજ નયણે, નિરખો ત્રિભુવન રાય ફિર તુમકો કુબજા ન સુહાવે, નિજ ધર મંગલ થાય ।। પીયા ॥૪॥ પાહી વચન સુન્ની ઘર આપો, ભોગી ભજાર સુજાણ, રંગરંમતા પીછલી રયણે, પ્રગટ્યો કેવલ નાણ | પીયા || ૫ || ગુણપરિણતિ એકત્વ વિતર્કો, મનસુખ અમૃતમેઘ, અલખ અગોચર રાધા રસકું, પાવે પરમવિવેક ॥ ૬ ॥ ૧૧૩ મોહકો કટકે કર્મકો અતિ સન્માન વિના (રાગ સારંગ) મેરે નાથકો બોલ અમોલ હૈ, અમોલ અમોલ સકોલ હૈ || મેરે ।। જાણે માને ધ્યાને રાખે, કામીત પૂરણ સો લહે, શુદ્ધ બુદ્ધ મુદિત જે અવિનિતજન તે નર ફૂટે ઢોલ હે || મેરે ।।૧।। ચાહદાહ દુ:ખ ત્રાસ મિટાવે, આત્મ ખજાનકો ખોલ હે || કુમતિ હવી લટપટિ કપટી શવ, આદિ અનંત નિચોલ હે || મેરે | ૨ || પટકે, ચેતન અટકે ચોલ હે ।। જન લહ તન, કુમન નદીકો ટોલ હૈ || મેરે || ૩ || બાતજ સાચી એ હમ ચાવી, કાચી ન કાંઈ પોલ હે ।। લાયકકો દાખે મન રાખે, અખય નિદાન અતોલ હૈ || મેરે । ૪ ।। ચૂક ન ચૂકત ભૂંક ન ભૂલિકે, નિરાલંબતા જો ચિત ચાહે || ચપલ વચન મત ખોલ હૈ ।। મેરે નાથકો || ૫ || એક વિવેક સમાધિકો ત્યાગિ કે, ઔર અનંતકું કોલ હૈ ।। દિન દિન પર આલંબન ભજતે, કૌન નિરાલંબન પણો લહે // મેરે ।। ૩ ।। 2010_03 (વ્યવ., પા. ૧૨૦) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ (૨૫) શ્રાવક કવિ મનસુખલાલ ત્યાગિ સર્વે પ્રતિબંધ સંબંધો, અંતર દગ એકલો લહે || અનેકકી એક જ વિધા, વિદ્યા વશે દેવી સો લહે | મેરે || ૭ || એક જ અર્થ લહે બહુ સિધ્યાં, એક બહુત સમણો લહે // આપ તરે, ભવિજનકો તારે, સુગુરો અર્થ શુધો લહે || મેરે | ૮ || કેટ ખટપટ લટ ઉલટ સુલટકે, જો તુજ જ્ઞાન કલોલ હે ।। બોલ જો રખે અક્ષય સુખ ચાખે, મનસુખ શિવઘર તોલ હો || મેરે || ૯ || (પા. ૧૧૩) (રાગ સારંગ) હમ મગન ભયે સુધાપાનમેં, જ્ઞાનમેં મૌનમેં ધ્યાનમેં હમ મગન ભયે સુધાપાનમેં, મેલો અથિર દિસે જગજનકો. ચતુરો સમજે શાનમેં પર પરિણતિમાં જગ બહુ રીંઝ્યો, વિષ્ણુ નિજ ગુણ સન્માનમેં || હમ || ૧ || ઈતને દીન દગ બાહિર કેલી, મેલી વિષય અમાનમેં ।। પુદ્ગલ પરિણતિમેં સુખ માન્યો, નિરખ્યો ન નિજગુણ ભાનમેં રા મોહ મદિરા મદ બાકી, નયન ન ખોલે મ્યાન મેં, સત્તા વ્રજ મહેલ અકાંતે જ્ઞાન ઝરોખે મેદાનમેં || હમ || ૩ || લોકાલોક અપર નિજથી સબ, વિગમે ઉપજે તાનમેં મેં મેરા તિહાં કબુએ ન બિગડે, ઉદાસિન વિધાનમેં || હમ || ૪ || દો દિન કે મહેમાન બટાઉ, બોલ બિગારન કહાનમેં ॥ દુર્લભ શ્રીજિન શાસન પાયો, અબ કયું રહીએ અપાનમેં | ૫ || રતિ વિલસો નિજ પ્રશમરતિ શું, નિજ ધન અખય ખજાનમેં ॥ મનસુખ શિવ સુંદર સહવાસે, કેવલ કમલા થાનમેં || હમ || ૭ || (પા. ૧૧૪) 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૧૫ ---- - (૨૬) ગુલાબી ગુલાબી ગુલાબી ગુલાબી રંગ હો ગયા એ રાહ સુસંગી સુસંગી સુરંગી – ઉમંગી ગુરુ મિલ ગયે, કૃત પુણ્ય સફળ મુજ આજ, આજ ઉમંગી // ૧ / સુજ્ઞાની સુધ્યાની અમાની, શુદ્ધાતમ રસલીન હૈ, પ્રભુ ભાવ દયાના નિધાન, નિધાન ઉમંગી // ર તે સુન્યાયે સુભાવે સુવાણે તત્વારથ શુદ્ધ દેશિને તત્વા. શિવપંથ લગાવે હિતકાર, હિતકાર ઉમંગી // ૩ // મુખકજથી જિન વચન સુગંધી સરસ શુભ વિસ્તરે, તુષ્ટિ પુષ્ટિ કે ભવ્ય મધુકાર, મધુકાર ઉમંગી / ૪ // ભ્રમ ભારી દુ:ખકારી નિવારી, સુબોધ મુજને દિયો, જેથી હયારેય જણાય, જણાય ઉમંગી / // પરસંગે પરાગે પર ભોગ પરતાવે મે અનાદિથી પર, ભોગે દુ:ખ અસહ્ય અપાર, અપાર ઉમંગી / / દયા ધારી હમારી અપારી લ્યો તારી ભવફંદથી; અશરણ શરણ શ્રી ગુરુ મનસુખ, મનસુખ-ઉમંગી // ૭ // આરતિ આરતિ ઉતારો જિર્ણાદા મેરી, આરતિ ઉતારો જીગંદા / પુદ્ગલથી ન્યારો હું ચેતન, શુદ્ધ સિદ્ધ સુખકંદા // એક અપંગ અલંગ અબાધિત સહજ સ્વતંત આનંદ / ૧ // સકલ દુરિત ભય સાત નશાવો, નિત્યાનંદ અમદા // અક્ષય અજર અમર અત્યંતિક દર્શન જ્ઞાન દિણંદ // મવાની // ૨ // સકલ પ્રદેશ સમાધિ અશેષ, સેવે સુરનર વંદા // સ્યાદવાદ વચનામૃત વરસે, શોભિત જિનમુખચંદા // મવાની // ૩ // ભવદલ દાવાનલ લય તૃષ્ણા, દુષ્ટ કષાય હરંદા // 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ " શ્રાવક કવિ મનસુખલાલ અમૃતધન તુજ વચન વિલાસે, અહિત દુરિત નિકંદા / ૪ // પ્રભુ આણા ઘર શાંતિ ઉપાવે, જયજય જગધણંદા // મનસુખ સુખભર શિવઘર રહેતાં વિલસે પરમાણંદા // ૨ // મંગલિક દીવો (દુહો). જ્ઞાનદિપક પ્રગટ કરી, કીજે હૃદય ઉદ્યોત / પરમાતમ નિજ દેખીયે અક્ષય શાશ્વત જ્યોત / ૧ / કેવલ રવિ સવિ તમ હરે, નિજ ગુણ પન્નાવ શુધ, સ્યાદવાદ જિન વયણથી હવે નિર્મલ બુદ્ધ / ૨ / કીજે મંગલિક દીવો, જિન ઘર કીજે મંગલિક દીવો પૂરણજ્ઞાન દિવાકર જિન જગ તમ હર પરમ પઇવો; લોકાલોક પ્રકાશક શિવમ્ નાયક તું ચિરંજીવો // જિન ઘર / ૧ / પુદ્ગલ મમતા ટાલી લખી નિજ, નિજ વચનામૃત પીવો, નિજ ગુણ પજવમય નિજરૂપે વિજ્ઞાન સદૈવ // જિન ઘર / ર // અજીવ કામન કલુષ હરન પ્રભુ મેટત દુરિત અશીવો // મોહમહામલ મદ્ય જેહને અચલ વિરજ બલતિવો // જિન // ૩ / સમસુખ પ્રગટ નિકટ ચેતન, દગ અજર અમલ થિર રહીવો // અખિલ જગત જયકારી જિનેશ્વર, સ્યાતું પદ વચન વદેવો // ૪ / અડકલ્યાણ કરી સહુ સંઘને મવિજન તારૂ તરવો // સકલ જંતુનું વિરુદ્ધનિવારી, મનસુખઘર રહે શીવો / જિન ઘર //પ/ 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) ભારતીય કાવ્યસાહિત્ય તરફ દૃષ્ટિ કરતાં ધર્મ અને ધર્મગ્રંથોના વિચારોની વિવિધ કાવ્યપ્રકારોમાં અભિવ્યક્તિ સર્વસામાન્ય રીતે જોવા મળે છે. એટલે કાવ્ય કે સાહિત્યને ધર્મથી ભિન્ન પાડી શકાય તેમ નથી. ધર્મ એ કાવ્યનું પ્રેરક ને પોષક બળ હતું. નરસિંહ અને મીરાંબાઈના સમય પહેલાં પણ સાહિત્યમાં ધર્મ પ્રત્યેનું વલણ વિશેષ રીતે એકરૂપ થયેલું હતું. જૈન સાહિત્યની રાસ, ફાગુ, વિવાહલો સ્વરૂપની રચનાઓમાં જૈન ધર્મના સિદ્ધાંતો અને અનન્ય પ્રેરક સાધુઓ અને માનવોના ચરિત્રનો વિસ્તાર કરતી ધર્મના પ્રભાવ, પ્રસાર અને ઉપદેશ માટે વિપુલ સંખ્યામાં રચાઈ હતી. ૪ કાવ્યસ્વરૂપની વિવિધતા પણ ધર્મ દ્વારા જ વિકસિત થયેલી છે. જૈનેતર કવિઓએ હિંદુ ધર્મના રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા જેવા પવિત્ર ગ્રંથો અને શ્રીકૃષ્ણ અને રામના જીવનને કેન્દ્રમાં રાખીને સાહિત્ય-રચના કરી છે. દેહધારી ઈશ્વર ઉપર મનુષ્યની શ્રદ્ધા અને માનવ માનવ વચ્ચેના પ્રેમની માફક પ્રભુ પ્રત્યે સમર્પણ ભાવથી વ્યક્ત કરવામાં આવેલો પ્રેમ તે જ ભક્તિ. આવી ઉત્તમ ભક્તિથી મોક્ષપ્રાપ્તિ એ જ માનવજન્મની સાર્થકતા છે. ભક્તિમાર્ગનું આ એક વિશિષ્ટ લક્ષણ જનસમુદાયમાં પ્રેરક બની ગયું છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં વીર(પૂજા), (પ્રાર્થના) અને (સમર્પણ) - આ ત્રણ શબ્દો દ્વારા ભક્તિના સ્વરૂપને સ્પષ્ટ કરેલું છે. પ્રભુ સાથે એકરૂપ બનીને ગુણગાન ગાવાં, સંભાષણ કરવું, શરણ સ્વીકારવું, પ્રશ્ચાત્તાપ કરીને હૈયાને નિર્મળ બનાવવું અને એમની પવિત્ર જીવનકથાનું શ્રવણ કરવું એ બધી જ ક્રિયાઓ ભક્તિની છે. ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના ૨૬ થી ૨૯ શ્લોકમાંથી ભક્તિનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં જણાવ્યું છે કે જે પુરુષ, ૧૧૭ 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રાવક કવિ મનસુખલાલ પત્ર, પુષ્પ, ફળ કે જળ મને પ્રેમથી અર્પણ કરે છે. તે શુદ્ધ અંત:કરણવાળા અને કામનારહિત ભક્ત ભક્તિપૂર્વક અર્પણ કરેલી પત્રપુષ્પ આદિ વસ્તુઓની પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું. ગીતાના શ્લોકના આ વિચારો ભક્તિ માર્ગની પ્રવૃત્તિનું સૂચન કરે છે. ભક્તિમાં ઈષ્ટ દેવને તન, મન અને ધન સમર્પણ કરવામાં આવે છે. ભક્ત અને ભગવાન વચ્ચે અતૂટ પ્રેમભાવ પ્રગટે છે ત્યારે સહજ રીતે ભક્તિનો પ્રભાવ જોવા મળે છે. બારમા શતકમાં ભક્ત કવિ જયદેવની ગીતગોવિંદની રચના ભક્તિસાહિત્યની નમૂનેદાર કૃતિ છે. જેમાં ધર્મ, ભક્તિ અને સાહિત્યનો સમન્વય સધાયો છે. ૧૧મા શતકમાં ભક્તિમાર્ગનો પ્રવાહ સમગ્ર ભારતમાં વહેતો રહ્યો છે. દક્ષિણ ભારતમાં ભગવાન રામચંદ્રજીની અને ઉત્તર ભારતમાં શ્રીકૃષ્ણની ભક્તિ વિશેષ રીતે થવા લાગી. બંગાળ અને કર્ણાટકમાં પણ શ્રીકૃષ્ણ-ભક્તિનો પ્રચાર હરિ, વિઠ્ઠલ એ નામથી પ્રચલિત છે. ભક્ત કવિ નરસિંહ અને મીરાંબાઈની રચનાઓથી ભક્તિમાર્ગનું સાહિત્ય મળી આવે છે. આ બંને રચનાઓ સહજ રીતે ભક્તિમાર્ગનો મહિમા પ્રગટ કરે છે. જૈન ધર્મ અને તેના સાહિત્યમાં ભક્તિમાર્ગની કેટલીક નોંધપાત્ર વિગતો પણ આ માર્ગની વિશેષતાનું સમર્થન કરે છે. જ્ઞાન ભક્તિ અને કર્મયોગથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક આત્મા પોતાના સામર્થ્યયોગને આધારે આ ત્રણમાંથી કોઈ એક કે બેના આલંબનથી મોક્ષમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. જ્ઞાન અને કર્મયોગ કરતાં ભક્તિયોગ કંઈક સરળ ને સુગ્રાહ્ય છે. ભક્તિયોગ વિશેની માહિતી આ આત્મવિકાસમાં એક અમોઘ સાધનરૂપ છે. ભક્તિ એટલે પરમાત્મા પ્રત્યે આત્માનું સમર્પણ. પાપનું મૂળ અહમ્ છે તેને નિર્મળ કરવા માટે ભક્તિ સમાન સહજસાધ્ય અન્ય માર્ગ નથી. 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) ૧૧૯ ભક્તિ શાંતિદાયક અને ચિત્તની પ્રસન્નતા આપે છે. ભક્તિના પ્રભાવથી શત્રુ મિત્ર બને છે. વિષ અમૃત થાય છે અને વિપત્તિ એ સંપત્તિરૂપ બને છે. કષાય પણ મૈત્રીરૂપ બનીને ભક્તિમાર્ગમાં સ્થિર થવા માટે પોષણ આપે છે. ભક્તિમાં સમર્પણની ભાવના લાવવા માટે દેવગુરૂ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાયુક્ત અડગ નિશ્ચય અને પ્રેમની અનિવાર્ય આવશ્યકતા રહેલી છે. - ભક્તિ વિવિધ રીતે કરી શકાય છે. નામસ્મરણ, મૂર્તિદર્શન, વંદન, પૂજન, ગુણગાન, અંગરચના, ભાવના ભાવવી, પરમાત્માના નિરંજન નિરાકાર સ્વરૂપનું ચિંતન, વગેરે દ્વારા ભક્તિ થઈ શકે છે. સર્વશ્રેષ્ઠ ભક્તિના સ્વરૂપમાં દેહાધ્યાસ-ભાવ વિસ્મૃત થઈને પરમાત્માના આલંબન દ્વારા આત્મભાવમાં લીન થવામાં છે. સૌપ્રથમ ઈષ્ટદેવ પ્રત્યે પ્રીતિ કેળવવાની જરૂર છે. પ્રીતિ એ ભક્તિનું બીજ છે. આ બીજમાંથી ભક્તિનો વિકાસ થશે અને અંતે મુક્તિનું ફળ પ્રાપ્ત થશે. ભક્તિ દ્વારા વિનય, નમ્રતા, મૃદુતા, સેવા, પરોપકાર લાગણીસભર હૈયામાં રહેલા વાત્સલ્યનું પ્રગટીકરણ જેવા ગુણોનો વિકાસ થાય છે. આવી ભક્તિસભર રચનાઓ ભાવિક ભક્તોને સ્પર્શીને અધ્યાત્મ માર્ગમાં વધુ ગતિશીલ કરે છે. ભક્તિમાર્ગની એક નોંધપાત્ર હકીકત એ છે કે માનવીના તનમનમાં રૂઢ થઈ ગયેલા અશુભ વિચારો કે ભાવોને શુભમાં લઈ જાય છે અને આ શુભ ભાવમાંથી શુદ્ધ ભાવ આત્મભાવમાં સેતુબંધ સમાન બને છે. વિવેકયુક્ત જ્ઞાનપૂર્વકની ભક્તિ ભવભ્રમણના ભ્રમને નષ્ટ કરી સ્વભાવદશાનો અનેરો આનંદ પ્રદાન કરાવે છે. આવી સમર્થ ભક્તિ મહામંગલકારી મુક્તિ અપાવે તેમાં કોઈ આશ્ચર્ય નથી. એ તો ભક્તિનો સહગુણ છે જે ભક્તોએ સાધ્ય કરવાનો છે. જૈન ધર્મમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વિવિધ ગ્રંથો રચાય છે. તેમાં ઈષ્ટદેવની સ્તુતિપ્રધાન સ્તોત્રકાવ્યોની રચના થયેલી છે. ત્યાર પછી 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રાવક કવિ મનસુખલાલ પ્રાકૃત ભાષામાં આવાં સ્તોત્રો રચાયાં છે. આ ભૂમિકાને આધારે ભક્તિ માર્ગની કવિતાનો વિકાસ થયેલો છે. આરંભની ભક્તિ કવિતામાં મંગલાચરણની રચના છે, જે ભક્ત હૃદયની ઈષ્ટદેવ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનું સૂચન કરે છે. ભક્તિ કાવ્યો ગેય હોવાની સાથે પાક્ય કોટિનાં પણ હોય છે. શ્રીઅજિતસેન સૂરિની હરિવંશપુરાણની રચના ૨૨મા તીર્થકર શ્રી નેમિનાથના ચરિત્રને ભક્તિભાવનાથી વ્યક્ત કરે છે. - ભક્તિકાવ્ય એટલે ઇષ્ટદેવની સ્તુતિ કે ગુણગાન એવો સીમિત અર્થ નથી. જૈન ધર્મમાં ગુરુભક્તિનો મહિમા અપરંપાર વર્ણવવામાં આવ્યો છે. આવી ઘણી રચનાઓ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે. રાસ અને ફાગુ કાવ્યપ્રકારની રચનાઓ ભક્તિકવિતાના નમૂનારૂપ ગણાય છે. તેમ છતાં તેમાં કવિત્વશક્તિના અંશો પણ વિદ્યમાન છે. શ્રી સુમતિગણિનો નેમિકુમાર રાસ, શ્રી વિનયચંદ્રસૂરિની નેમિનાથ ચતુષાદિકા, શ્રી રાજશેખરનો નેમિનાથ ફાગુ, વગેરે રચનાઓ ભક્તિમાર્ગનું અનુસંધાન કરે છે. ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કરતી કૃતિઓ ફાગુ અને વિવાહલી સ્વરૂપમાં મળી આવે છે. જિનચંદ્રસૂરિ ફાગુ, શ્રી સોમમૂર્તિનો જિનેશ્વરસૂરિ ફાગુમે શ્રી મેરૂનંદનનો વિનોદયસૂરિ વિવાહલ જેવી રચનાઓ ગુરુમહિમા પ્રગટ કરે છે. રાસ અને ફાગુ જેવી દીર્ઘ રચનાઓમાં ઢાળ સાથે ગીતોમાં શાસ્ત્રીય રાગનો પ્રયોગ થયો છે. જૈન કવિઓએ વિવિધ વિષયનાં સ્તવનો અને પદોની વિપુલ સંખ્યામાં રચના કરીને ભક્તિ કવિતાને અત્યંત સમૃદ્ધ કરી છે. ભક્તિમાર્ગમાં આ સ્તવનોની રચનાઓનો વધુ પ્રભાવ છે કે જેના વડે ભક્તો ઇષ્ટદેવની ઉપાસનામાં એકાગ્રચિત્ત બની અવર્ણનીય આનંદાનુભૂતિ કરવા સમર્થ બને છે. સમયસુંદર, આનંદઘનજી ચિદાનંદજી અને અન્ય મુનિ ભગવંતોએ રચેલી સ્તવન ચોવીશીઓ ભક્તિપ્રધાન રચનાઓનો 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) સમૃદ્ધ વારસો છે. “જ્ઞાન પિામ્યાં મોક્ષઃ”નું સૂત્ર જૈન દર્શનમાં પ્રધાન હોવા છતાં કેવળ જ્ઞાનમાર્ગને પકડીને ક્રિયા પ્રત્યેની ઉપેક્ષાનું પ્રમાણ પણ વધ્યું છે. ક્રિયાવાદીઓ અજ્ઞાનતાથી ક્રિયા કરે અને તેની પાછળના રહસ્ય કે અર્થ સમજે નહિ તેટલા માત્રથી ક્રિયા ખોટી છે, જડ છે એમ માનવું ઉચિત નથી. તેમાં ક્રિયાવાદીની અજ્ઞાનતા કહો કે બેદરકારી કહો કે પછી જૈનકુળમાં જન્મ્યા એટલે વાર-તહેવારે કે પર્વને દિવસે અમુક ક્રિયા કરવી. આવા વલણથી ક્રિયા થતી હોય તેથી ક્રિયાનું મૂલ્ય ઓછું આંકી શકાય નહિ. જ્ઞાન અને ક્રિયા ઉભયના સમન્વયથી જ આત્મસાધનાના માર્ગમાં પ્રગતિ થઈ શકે તેમ છે. માત્ર ક્રિયા કે માત્ર જ્ઞાન શ્રેય સાધી શકે એ શક્ય નથી. આ બંન્નેનો સંઘર્ષ ચાલે છે ને આ દુષમ-સુષમ કાળમાં તેનું પ્રમાણ વધશે. કારણ કે લોકોને આરામખુરશીમાં મઝા કરતાં કરતાં ધર્મ કરવો છે. ધર્મ કરવા માટે કે આત્માને અનુલક્ષીને ધર્મ-આરાધના કરવા માટે તો શરીરને ક્રિયામાં જોડીને કષ્ટ આપવું પડશે. વિરતિમાં આવવું પડશે. વિરતિ રૂપી દ્વાર બંધ નહિ થાય તો અશુભ આસ્રવોથી કર્મબંધ થવાનો જ છે. એટલે બંનેની અનિવાર્ય ઉપયોગિતા સ્વીકારીને જ અધ્યાત્મમાર્ગની યાત્રા થઈ શકે છે. આવા સંઘર્ષના સંદર્ભમાં યશોવિજયજી ઉપા.ની સમક્તિના સડસઠ બોલની સજ્ઝાયની નીચેની પંક્તિઓનું ચિંતન કરીને સત્ય સમજીને આદરવું જોઈએ : કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફરિયા રે, કહે કિરિયા નય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે ? જલ પેસી કર પદ ન હલાવે, તારું તે કિમ તરશે રે ? દૂષણ ભૂષણ જે ઇહાં બહોળાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ પખ સાથે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ઢાળ ૧૨ ગા. ૬૬/૬૭ ૧૨૧ 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ શ્રાવક કવિ મનસુખલાલ તદ્યથા હયે નાણે ક્રિયાહીણ, કયા અજ્ઞાણ ઓ ક્રિયા, પિફખંતો પંગુલો દો, ધાવમાણોએ અંધલો / ૧ / ક્રિયારહિત એવું જ્ઞાન તે નાશ પામે છે. અને જ્ઞાનરહિત એવી ક્રિયા નાશ પામે છે. જેમ દેખતો એવો પાંગળો માણસ અગ્નિથી બળી ગયો અને દોડતો એવો આંધળો માણસ પણ અગ્નિથી દાજ્યો. પાંગળો માણસ જ્ઞાનવાન અને આંધળો માણસ તે ક્રિયાવાન સમજવો. જો બંનેનો સમન્વય થયો હોત તો બંને જણાનું રક્ષણ થાત. મનસુખલાલની વિચારધારા ક્રિયાની વિરોધી ન હતી પણ નિશ્ચયનયના પ્રભાવથી તે તરફનું વલણ વિશેષ હતું. એકાંતે જ્ઞાનવાદી બનવાથી તત્ત્વને પામી શકાય નહિ; માત્ર શુષ્ક જ્ઞાન મળે. વિજયલક્ષ્મીસૂરિએ જ્ઞાનપદની પૂજામાં એકાંતવાદીના સંદર્ભમાં જણાવ્યું છે કે “કંચન નાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે, એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદરસ સમુદાય રે..”// ૪ / સ્યાદ્વાદના સિદ્ધાંતના સ્વીકારથી પણ જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા સ્વીકારવી જ જોઈએ. મનસુખલાલની વિચારધારાને ધર્મની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં આ પ્રકારની સ્પષ્ટતા યોગ્ય લાગે છે. સાહિત્યની દૃષ્ટિએ વિચારીએ તો કવિએ જ્ઞાનમાર્ગના ગૂઢ રહસ્યને પ્રગટ કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે તે પ્રશસ્ય છે. પદોનો પરિચય જૈન કાવ્યપ્રકારોમાં પદરચનાઓ મોટા પ્રમાણમાં થઈ છે. અન્ય જૈન કાવ્યપ્રકારોની માફક આવી રચનાઓ અત્યંત સમૃદ્ધ છે. જ્ઞાનમાર્ગની કઠિન વિચારધારાને વિવિધ કાવ્યપ્રકારોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તે જ રીતે પદરચનાઓ જ્ઞાનમાર્ગની સાથે સાથે ભક્તિમાર્ગનો પણ સમન્વય સાધે છે. પદના વિષય તરીકે અધ્યાત્મમાર્ગમાં ઉપકારક એવા વિચારોને સ્થાન 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) ૧૨૩ આપવામાં આવે છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાની અભિવૃદ્ધિ થાય, મોહ-માયા કે મમતાનો અને દુર્ગુણોનો ત્યાગ કરવો, આત્મા અને શરીર ભિન્ન છે - એમ જાણીને આત્મસ્વરૂપ પામવા માટે પુરુષાર્થ આદરવો - જેવા વિષયને સ્પર્શતા પદો રચાયાં છે. પદમાં પ્રસંગનિરૂપણ થયેલું હોય છે. તે દૃષ્ટિએ વિચારીએ તો આવાં પદો જૈન સાહિત્યમાં અલ્પ સંખ્યામાં છે. વિશેષરૂપે પદોની સંખ્યા તો આધ્યાત્મિક છે. આ પદો સક્ઝાયના સ્વરૂપ સાથે સામ્ય ધરાવે છે. આવશ્યક ક્રિયામાં સઝાયને બદલે આવાં પદો પ્રયોજાય છે. કારણ કે સઝાયનો મૂળ હેતુ આત્માભિમુખ થવાનો છે જે પદમાં પણ જોઈ શકાય છે. ઓછામાં ઓછી ત્રણ ગાથાના પદો મળી આવે છે. પદની ગાથાની સંખ્યાની કોઈ મર્યાદા નથી. પદમાં ઉપદેશાત્મક વિચારો વિશેષ પ્રમાણમાં છે. જૈન સાધુ કવિઓ ઉપદેશ આપવાનું કાર્ય કરતા હોય છે. તેઓ આચારશુદ્ધિવાળું જીવન જીવતા હોવાથી એમના ઉપદેશનો વધુ પ્રબળ પ્રભાવ પડે છે. જૈન કવિઓના પદની સમૃદ્ધિનો પરિચય કરાવતી કેટલીક માહિતી નીચે મુજબ છે. - કવિ સમયસુંદરે ૧૦૦૦થી વધુ પદો રચ્યાં છે. આ પદો ઉત્તમ ગીતકાવ્યના ઉદા.રૂપ છે. ભક્તિમાર્ગની વિચારધારાને ગેય પદાવલીમાં વ્યક્ત કરીને ગુજરાતી પદસાહિત્યમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. સોવે સોવે સારી રેન ગુમાઈ, બહેન નિ દ્રાતું ક્યાંસે આઈ // ૧ // નિદ્રા કહે મેં બાળી ભોળી, બડેબડે મુનિવરફૂ નાખું ઢોળી / ૨ // નિદ્રા કહે મેં જમકી દાસી, એક હાથમે મુક્તિ ઓર દુસર હાથમેં ફાંસી / ૩ // (જી.કા.પ્ર. પા. ર૯૭) કવિ માનવિજયનું પદ જોઈએ તો, 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ શ્રાવક કવિ મનસુખલાલ પાણીમેં મીન પિયાસી રે, સુનસુન આવત હાંસી રે, સુખસાગર સખી ઠોર ભર્યો છે, તું ક્યાં ભયો ઉદાસી. પાણી... (જી.કા.પ્ર. પા. ર૯૮) પ્રભુભક્તિની તલ્લીનતા વ્યક્ત કરતું કવિ રૂપચંદનું પદ જોઈએ તો, તું હી નિરંજન, તું હી નિરંજન, તું હી નિરંજન મોરા રે, તું હી નિરંજન ઇષ્ટ હે મેરા; કરું ઉપાસન તેરા રે સમરું ધ્યાનમેં રંગ લગાવું, આવત અગમ લહરા રે. // ૧ // (પા. ૩૬૮) પ્રભાતના સમયમાં રૂષભદેવ ભગવાનનું પુણ્ય સ્મરણ કરવા વિશેનું કવિ હરખચંદનું પદ ઉદા. અત્રે નોંધવામાં આવે છે ? ઊઠત પ્રભાતે નામ જિનજીકો ગાઈયે, નાભિજીકે નંદકે, ચરણચિત્ત લાઈયે, આનંદ કંદ જાકું પૂજિત સુસંદવંદ, ઐસે જિનરાજ છોડ ઓરકું ન ધ્યાઈએ. / ૧ / (જે.કા.પ્ર., પા. ૩૭૦) ખીમા કલ્યાણના પદમાં ભગવાન મહાવીર સ્વામીનો અનંત ઉપકાર વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે વીર પ્રભુ ત્રિભુવન ઉપગારી, જાણી શરણ હમ આવે છે, પાવાપુરી પ્રભુ દરશન પાઈ, દુ:ખ સબ દૂર ગમીયે રે. / ૧ / (.કા.પ્ર., પા. ૩૭૧) પ્રભુભક્તિના ઉપદેશને વ્યક્ત કરતું શ્રી જિનવાણીનું પદ જોઈએ તો, ચિત્ત સેવા પ્રભુ ચરણકી, કર લે સુખદાઈ, બોધિબીજ નિરમલ હૂવે, મમતા મીટ જાઈ. (જી.કા.પ્ર., પા. ૩૭૯) 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) ૧૨૫ કવિ જયવિજયનું પાર્શ્વનાથનું પદનું ઉદા. નીચે મુજબ છે : મેરે સાહિબ, તુમ હી હો, મેરે પાસ જિગંદા, ખિજમતગાર ગરીબ હું, મેં તેરાબંદા // ૧ / મેં ચકોર કરું ચાકરી, જબ તુમ હી ચંદા, ચક્રવાક પરે હું રહું, જબ તુમ હી દિગંદા. // ૨ / (જી.કા.પ્ર., પા. ૩૭૭) કવિ ભૂધરના પદમાં સમક્તિને શ્રાવણની ઉપમા આપીને સમક્તિની પ્રાપ્તિ શ્રાવણ માસની વૃષ્ટિ સમાન ઉલ્લાસ પ્રગટ કરે છે. કવિના શબ્દો છે, સમક્તિ શ્રાવણ આયો રી, મેરે ઘર સમક્તિ સાવન આયો રી. વીતી કુદષ્ટ મિથ્યાત ગ્રીષ્મ, પાવસ સહજ સહાયો રી. અબ મેરે ઘર... // ૧ / અનુભવ દામિની ચમકત લાગી, મોર સુમન હરખાયો, બોલ્યો વિમલ વિવેક પાઈઓ, સુમતી સોહાગણી ભાયો રી; અબ મેરે ઘર... // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૮૩) કવિએ શ્રાવણ-વર્ષાઋતુના સંદર્ભની ઉપમાઓ દ્વારા સમક્તિ પ્રાપ્તિનું અલંકારયુક્ત સૌંદર્યપાન કરાવ્યું છે. કવિ આનંદઘનજીનાં પદો રહસ્યમય અને આધ્યાત્મિક વિકાસમાં પોષક ને પ્રેરક છે. પૌગલિક પદાર્થોના રાગમાંથી મુક્ત થવાનું ઉબોધન કરતું પદ જોઈએ તો યા પુદ્ગલકા ક્યા વિસવાસા, કર્યા વિસવાસા સુપનક સારે ચમતકાર વિજલી રે જેસા, પાની બિચ પતાસા: યા દેહીકા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. / ૧ // 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રાવક કવિ મનસુખલાલ જૂઠ તન ધન જૂઠ જોબન, જૂઠા તે ઘરવાસા, આનંદ ધન કહે સબ હી જૂઠ, સાચા શીવપુરવાસા // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૯૧) કવિ ગંગના પદમાં શિયળ-બ્રહ્મચર્યનો મહિમા વ્યક્ત થયો છે. સર્વ વ્રતોમાં શિરામણિ એવું શીલ શિવપદ માટે પ્રધાન ગણાય છે : શીયલ ભવિ ધારો રે ભવિ, શીયલ ધરમકા મૂલ. શીયલ શેઠ સુદર્શન પાળ્યો, શૂલી ભઈ રે વિમાન. શીયલ. // ૧ / સતી સીતાએ શીલ પ્રભાવે, અગ્નિ ફી ભયો પાણી. રીયલ. // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૯૮) પંડિત હરસુખના પદમાં વિચારણા તત્ત્વની થઈ છે. ચિદાનંદ તેરો હિ જ્ઞાન વિચાર, નવતત્ત્વ પટદ્રવ્ય પદારથ, ઇનકા ભેદ વિચાર, દયા ધર્મ હિ હૃદયમેં ધરકે, જિનવરનામ સંભાર //. ૧ / (જે.કા.પ્ર., પા. ૪૦૩) કવિ ઉદયરત્નનાં પદોમાં ભરપૂર વૈરાગ્ય અને ભક્તિભાવનાનો સમન્વય થયેલો છે. પ્રભુભક્તિનાં પદોમાં પણ ઊંડે ઊંડે વૈરાગ્યભાવ નિહિત છે. કવિએ ચિત્રાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રભુમૂર્તિનો મહિમા વર્ણવ્યો છે : અજબ બની છે સૂરત જિનજીકી, ખૂબ બની હૈ મૂરત જિનજીકી, નિરખત નયન થકિત ભયે મેરે, મીટ ગઈ પલકમેં મૂઢતા મનકી. અજબ. // ૧ / (જી.કા.પ્ર.પા. ૩૪૦) 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) કવિ ઋષભદાસના એક પદનું ઉદા. જોઈએ તો તેમાં પ્રભુની અષ્ટપ્રકારી પુષ્પપૂજા કરવામાં આવી છે તેનો સંદર્ભ છે ગજરો ચઢાઊં રે, સેહરો ચઢાઊં રે, મહારા ઋષભ જિણંદને રે. ચંપા ચંબેલી ગુલાબ લ્યાઊં રે, જાઈ જુઈ માલતી વિધ ગુંથાઊં રે મારા ફૂલેવા જિણંદને રે.” (જે.કા.પ્ર., પા. ૩૯૩) ૧૨૭ કવિ જિનદાસના પદમાં સંધ્યા સમયે પ્રભુભક્તિ કરવાનો ઉપદેશાત્મક વિચાર પ્રગટ થયો છે : સાંઝ સમેં જિન વંદો ભવિજન, મેટત ભવ દુઃખ ફંદા ભવિજન; પ્રથમ તીર્થંકર આદિ જિનેશ્વર, સમરત હોત આનંદો. ભવિજન... || ૧ || (જૈ.કા.મ., પા. ૩૯૯) જૈન સાહિત્યમાં પદસ્વરૂપની કૃતિઓ આધ્યાત્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેમાં ચરિત્રાત્મક અંશો કે કોઈ પ્રસંગવર્ણનને સ્થાન નથી તે દૃષ્ટિએ સમગ્ર પદસાહિત્ય જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એમ ઉભયનો સંબંધ ધરાવે છે. જૈનતર પદોમાં પ્રસંગવર્ણન કે ચરિત્રાત્મક અંશો સ્થાન ધરાવે છે. ભક્ત કવિ નરસિંહનાં પદો વિપુલ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પોતાના જીવનના પ્રસંગો અને શ્રીકૃષ્ણની સહાય પ્રાપ્ત થઈ હતી તેનાં પો ભક્તિના ચમત્કાર રૂપે જાણીતા થયાં છે. મીરાંબાઈનાં પદોમાં અંગત જીવનના પ્રસંગોને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ભાલણનાં પદોમાં ભગવાન રામચંદ્રજીની જીવનલીલાનું નિરૂપણ છે. જૈનેતર પદોની તુલનામાં જૈન 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રાવક કવિ મનસુખલાલ સાહિત્યનાં પદો વિશિષ્ટ રીતે પદસ્વરૂપની સંક્ષિપ્તતાને અનુસરી આધ્યાત્મિક કે દાર્શનિક વિચારોને વ્યક્ત કરે છે. તેમાં પણ આધ્યાત્મિક અનુભૂતિની અનેરી મસ્તી નિહાળી શકાય છે. “નિજાનંદે મસ્ત” થવાની ભક્તિ ને જ્ઞાનસભર પદોની રચના જૈન કવિઓએ કરી છે. તેમાં કવિગત આત્મીય આનંદને ભક્તિનો પરિચય થાય છે. જૈન સાહિત્યનાં પદોનો પરિચય અર્વાચીન કવિ મનસુખલાલનાં પદોના સંદર્ભમાં પૂર્વભૂમિકા રૂપે મૂકવામાં આવેલ છે. જૈન સાહિત્યમાં વિપુલ ને વૈવિધ્યસભર પદોનો ભંડાર છે. તેનો અભ્યાસ પદસમૃદ્ધિનો પરિચય કરાવે છે. કવિ મનસુખલાલે જ્ઞાનમાર્ગના વિચારોને સમજવા માટે, જૈન દર્શનના “નયવાદનું પ્રાથમિક જ્ઞાન જરૂરી હોવાથી, અત્રે તેના વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે જેથી કવિગત વિચારો ગ્રહણ કરવામાં સહયોગ પ્રાપ્ત થાય. નયવાદ જૈન દર્શનને સમજવા માટે નવતત્ત્વ, નવપદ, સ્યાદ્વાદ, ચાર નિક્ષેપ, કર્મવાદની સાથે નયવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ પદાર્થ કે વસ્તુના સ્વરૂપને માત્ર એક જ દષ્ટિબિંદુથી ન જોતાં વિવિધ રીતે જોઈને તેના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન નયવાદ કહેવાય છે. સર્વ દ્રવ્યોના ભાવ જાણવા માટે નય એક મુખ્ય સાધન છે. પ્રમાણ અને નયથી પદાર્થને સમજવામાં આવે છે એમ તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે. જો પ્રમાણથી પદાર્થનું જ્ઞાન થતું હોય તો નયની આવશ્યકતા નથી. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પ્રમાણથી પદાર્થના સમગ્ર સ્વરૂપનું (total or whole) જ્ઞાન થાય છે દા.ત. ગાયનું દર્શન થતાં ગાય છે એમ જ્ઞાન થાય છે. પછી ગાયનો રંગ, તંદુરસ્તી, કદ, શીંગડાં, વાછરડાં, દૂધ આપવું, ગાયનો સરળ સ્વભાવ, વગેરે જ્ઞાન “નયવાદથી થાય છે. પ્રમાણથી ગાયનું દર્શન છે જ્યારે નયથી ગાય વિશેની અન્ય સંબંધિત માહિતી પ્રાપ્ત થાય છે. નન્ય શબ્દ સંસ્કૃત 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ) ક્રિયાપદ ‘નિ’ પરથી ઉદ્ભવ્યો છે. તેનો અર્થ પ્રાપ્ત કરવું, દોરવણી આપવી એમ થાય છે. ૧૨૯ શ્રી સિદ્ધર્ષિગણિ નયવતારમાં નયની વ્યાપ્યા આપતાં જણાવે છે કે અનન્ત ધર્માધ્યાસિતં વસ્તુ સ્વામિપ્રેતેક ધર્મ વિશિષ્ટ નયતિ-પ્રાપયતિ સવેદનમારોહયતીતિનયઃ । વસ્તુનો સંબંધ અને જુદા જુદા ગુણો-લક્ષણોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પદાર્થના સ્વરૂપને જાણવું તેને નય કહેવાય છે. વસ્તુના એક ધર્મની સાથે વિવિધ ધર્મોનો સંબંધ જાણવો તે નયવાદનું મુખ્ય પ્રયોજન છે. આત્માનું સ્વરૂપ સમજવા માટે જૈનદર્શનમાં નયવાદ ઉપયોગી છે. કવિ મનસુખલાલની રચનાઓમાં નયવાદનો સંદર્ભ છે એટલે તેનો વિશેની ટૂંકી માહિતી અત્રે નોંધવામાં આવી છે. નયના સાત પ્રકાર છે : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર શબ્દ, સમભિરૂઢ, એવંભૂત. અત્રે કવિ મનસુખલાલની કાવ્યરચનાના સંદર્ભમાં વ્યવહાર અને નિશ્ચયનય વિશે માહિતી આપવામાં આવી છે. વ્યવહારનય : વસ્તુ કે દ્રવ્યનું બાહ્યસ્વરૂપ દેખી વસ્તુના ભેદ કરે અને બાહ્ય દેખાતા ગુણને જ માને પણ અંતર્ગત સત્તાને માને નિહ તેનું નામ વ્યવહારનય છે. આ નયમાં આચાર અને ક્રિયા કેન્દ્રસ્થાને છે કારણ કે તેમાં અંતરંગ પરિણામનો ઉપયોગ નથી. જ્ઞાનરૂપ ધ્યાનના પરિણામ વિના નૈગમનય અંશગ્રાહી છે અને સંગ્રહનય સમાગ્રાહી છે તેવી જ રીતે વ્યવહારનયમાં ક્રિયા મુખ્ય છે. વ્યવહારનયથી જીવની અવસ્થા અનેક પ્રકારની છે. વ્યવહારથી જીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી. વ્યવહારધર્મ અને નિશ્ચય એ નયવાદમાં વ્યવહાર અને નિશ્ચયનય સ્વરૂપે વિચારવાના છે. વ્યવહારનયના છ ભેદ છે. 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રાવક કવિ મનસુખલાલ ૧. શુદ્ધ વ્યવહાર : નીચેના ગુણસ્થાનકને છોડી ઉપરના ગુણસ્થાનક જેવું, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ એકરૂપ છે પણ સમજાવવાને માટે તેના ભેદ કરીને દર્શાવવાની રીત શુદ્ધ વ્યવહાર કહેવાય છે. ૨. અશુદ્ધ વ્યવહાર ઃ જે ક્રિયા કરવાથી આત્મા ઉચ્ચ સ્થિતિમાંથી નીચે આવી પડે અને રાગ, દ્વેષ કે અજ્ઞાનની વૃદ્ધિ થાય તે અશુદ્ધ વ્યવહાર કહેવાય છે. ૩. શુભ વ્યવહાર ઃ જે ક્રિયા કરવાથી પુણ્યનો બંધ થાય તે શુભ વ્યવહાર કહેવાય છે. ૪. અશુભ વ્યવહાર : જે ક્રિયા કરવાથી જીવને અનેક જાતના પાપરૂપ અશુભ કર્મનો બંધ થાય તે અશુભ વ્યવહાર કહેવાય છે. ૫. ઉપચાર વ્યવહાર : શરીર, કુટુંબાદ પૌદગલિક પદાર્થો આત્માથી ભિન્ન છે પણ અજ્ઞાનતાને કારણે જીવ તેમાં મમત્વને ધારણ કરે તે ઉપચાર વ્યવહાર છે. ૩. અનુપચરિત વ્યવહાર : શરીરાદિ આત્માથી પર વસ્તુ છે તેમ છતાં ક્ષીર-નીરના સંબંધ પ્રમાણે આત્માની સાથે કર્મ મળેલાં છે. તેથી શરીરાદિ કે જીવ પોતાના કરી માને તે અનુપચરિત વ્યવહાર છે. ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગની વિગતોની સાથે નયવાદની પ્રાથમિક માહિતી કવિની કાવ્યસૃષ્ટિનો પરિચય મેળવવા માટે ભૂમિકા પૂરી પાડે છે. તે રીતે વિચારતાં આ વિગતો પણ મહત્ત્વની બની રહે છે. 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૫ |. મનસુખલાલની કવિપ્રતિભા અર્વાચીન સમયના કવિ મનસુખલાલની કાવ્યસૃષ્ટિમાં મધ્યકાલીન કાવ્યપ્રવાહનો વિશેષ પ્રભાવ છે. અર્વાચીનતાનો સંદર્ભ પણ મળી આવે છે. ગીત-ગરબો-પદ જેવા કાવ્યોની રચના દ્વારા ભક્તિમાર્ગનું અનુસંધાન થયેલું છે; તો ઢાળબદ્ધ કાવ્યોમાં પંક્તિએ પંક્તિએ જ્ઞાનમાર્ગના વિચારોનો પ્રવાહ વહેતો જોવા મળે છે. શાસ્ત્રીય રાગ, અક્ષરમેળ અને માત્રામેળ વૃત્તોનો પ્રયોગ, દેશીઓનું પરંપરાગત અનુસંધાન દ્વારા એમની કવિતા ઊંચી કક્ષાની છે. આ કાવ્યો સમજવાં કઠિન છે પણ અશક્ય નથી. કોઈ પંડિત કે ગુરુ પાસે અભ્યાસ કર્યા વગર સ્વયંસ્કુરણાથી જ્ઞાનમાર્ગમાં કલમ ચલાવીને અર્વાચીન કવિઓમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવે છે. એમની -કવિતાનો આસ્વાદ કરવા માટે સહૃદયી પુરુષાર્થની આવશ્યકતા છે. સુવર્ણકસોટી સમાન એમની કાવ્યસૃષ્ટિમાં વિહાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને જ્ઞાનામૃતનો અપૂર્વ આસ્વાદ આત્માને અનુપમ આફ્લાદક બને તેવી ક્ષમતા એમના કાવ્યજગતમાં છે. - કવિનાં પદો અને ગઝલોનો વિચાર કરતાં તેમાં સમકાલીનતાનો પ્રભાવ પડેલો છે. વિષયવસ્તુ આધ્યાત્મિક છે પણ તેની અભિવ્યક્તિમાં નવીનતા રહેલી છે. મુસ્લિમ શેઠને ત્યાં નોકરી હોવાથી ગઝલ પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે. પદો અને ગલીઓમાં હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો છે. જૈન દર્શનના અલ્પપરિચિત પારિભાષિક શબ્દોનો મોટા પ્રમાણમાં પ્રયોગ થયો છે. આવા શબ્દો એમના ત્રણ ગ્રંથો-સુમતિવિલાસ, સુમતિપ્રકાશ અને સુમતિ વ્યવહારમાં વિશેષ છે. પરિણામે દર્શનશાસ્ત્રની વિચારધારાને પામવા માટે વાચકોએ બૌદ્ધિક શ્રમ કરવો પડે તેમ છે. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા' જેવી સ્થિતિ મનસુખલાલની કૃતિઓ સમજવા માટે બંધબેસતી આવે તેમ નથી. એ માટે તો ગુરુકૃપા સેવા ને વિનયયુકત બનીને ગુરુ પાસે શિષ્યભાવથી પામી શકાય તેવું 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ લાગે છે. તે દૃષ્ટિએ એમની કૃતિઓનો વિચાર કરીએ તો સર્વસાધારણ જનતા સુધી પહોંચાડવાનો, એમની પાંડિત્યપૂર્ણ રચનાઓ કવિપ્રતિભાનું વિશિષ્ટ લક્ષણ છે. કવિએ જૈન સાહિત્યના ચાર અનુયોગમાંના દ્રવ્યાનુયોગનો આશ્રય લઈને કાવ્યસર્જન કર્યું છે. એટલે સ્વભાવિક રીતે જ તેમાં ગંભીરતા, ગહનતા રહસ્યાત્મકતા રહેલી છે. કવિના ભક્તોને એમની તાત્ત્વિક વાણીમાં ઊંડો રસ હતો. પરિણામે ગોધરા-વેજલપુર ને દાહોદમાં કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓ તેમાં જોડાયાં હતાં. કવિએ કોઈ નવો મત પ્રસ્થાપિત કર્યો નથી. એમણે તો વ્યવહાર ધર્મથી આગળ વધીને નિશ્ચયથી આત્મધર્મ તરફ વિચાર કરવા માટેનો શાશ્વત માર્ગ બતાવ્યો છે. અંતે તો જ્ઞાનભક્તિ કે કર્મ, તપ, જપ કે ધ્યાન દાન, શિયળ કે ભાવના એ આત્મસ્વરૂપને અનુલક્ષીને છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બાહ્ય ક્રિયા હોય તો લક્ષ તો આત્માનું જ હોવું જોઈએ કે જેના દ્વારા સ્વરૂપને પામવાનું છે. આવો મૂળભૂત વિચાર એમની લગભગ બધી જ રચનાઓમાં વણાયેલો છે. ૧૩૨ કવિની ઢાળબદ્ધ રચનાઓ અણીશુદ્ધ જ્ઞાનમાર્ગનું અનુસંધાન કરે છે, તો લઘુરચનાઓ ભક્તિમાર્ગનું પ્રતીક બને છે. પદ સ્વરૂપની રચનાઓમાં ઊર્મિ કરતાં આધ્યાત્મિક વિચારો ને આત્મા પરમાત્માસ્વરૂપ છે. તેનો અનેરો આહ્લાદ અનુભવ્યો છે. તેને વ્યક્ત કરવામાં આવ્યો છે તે દૃષ્ટિએ આ પદો ભક્તિરસ એટલે કે શાંતરસમાં લીન કરે છે. અધ્યાત્મ-માર્ગમાં જ્ઞાન, ભક્તિ કર્મયોગ અને ત્રિવિધનો ત્રિવેણી સંગમ છે. ભક્તિનું મૂળ શ્રદ્ધા છે. જ્ઞાન બુદ્ધિને સ્પર્શે છે. તેનાથી વિવેકદૃષ્ટિ (insight) ખીલે છે. અને કર્મયોગમાં પ્રવૃત્ત થવા માટે ક્રિયાઓ પ્રત્યેની આત્મલક્ષી જાગૃતિનો ધ્યેય રહેલો છે જે અંતે આત્માને પરમાત્મા સમાન બનાવવામાં મહાન નિમિત્તરૂપ સ્થાન ધરાવે છે. જ્ઞાનમાર્ગ કઠિન, ગહન અને ગંભીર છે છતાં કવિઓએ પોતાની બુદ્ધિ અને શક્તિનો સદ્ઉપયોગ કરીને જ્ઞાનવિસ્તાર ને પ્રચારની મૂલ્યવાન 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા સર્જનપ્રવૃત્તિ કરી છે. સાહિત્યમાં જ્ઞાન અને ભક્તિમાર્ગ એમ બે કાવ્ય-પ્રવાહ પ્રચલિત છે. જ્ઞાનમાર્ગમાં વિશેષ રૂપે વેદ, ઉપનિષદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે. તે જ રીતે જૈન સાહિત્યનાં આગમ ગ્રંથો, કલ્પસૂત્ર, ભગવતી, આચારાંગ, ઉત્તરાધ્યયન, વગેરેમાંથી વસ્તુ ગ્રહણ કરીને વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે. આગમ સાહિત્ય ઉપરાંત ૨૪ તીર્થંકરોનાં ચરિત્ર, નવપદ, નવતત્વ, સ્યાદ્વાદ, દ્રવ્યાનુયોગ અને યોગશાસ્ત્ર જેવા દાર્શનિક વિચારોનો આધાર લઈને જ્ઞાનમાર્ગની વિચારધારાનું અદ્યાપિપર્યંત સાતત્ય જળવાઈ રહ્યું છે. ૧૩૩ ભક્તિપ્રધાન રચનાઓ લાગણી અને હૃદયમાં ઇષ્ટ દેવ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાના પરિબળથી ઉદ્ભવી છે ત્યારે જ્ઞાનમાર્ગની રચનાઓ કઠિન ને દુર્બોધ હોવા છતાં બુદ્ધિગમ્ય થઈ શકે તેવી ચતુરાઈથી કાવ્યમાં સ્થાન પામી છે. કવિકર્મની આ મોટી કસોટી છે. તો વાચકવર્ગને માટે પણ બુદ્ધિનો પરિશ્રમ કરવો પડે તે પણ સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો સર્વોચ્ચ કવિ અખો છે. અખાના છપ્પા અને અન્ય રચનાઓમાં શાંકરમતના કેવલાદ્વૈત વેદાંતના સિદ્ધાંતનું એક યા બીજી રીતે નિરૂપણ થયેલું છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ વિશેના વિચારો પ્રગટ કરીને ત્રણે વચ્ચે ઐક્યતા દર્શાવી છે. જીવનને વાસનાની દોરીથી બચાવતી માયાનું સ્વરૂપ, આત્મસાક્ષાત્કાર, મનનું સ્વરૂપ, મુમુક્ષુ જ્ઞાની અને જીવનમુક્તિનાં લક્ષણો, ગુરુમહિમા વિશે વિચારો વ્યક્ત કર્યા છે. શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંત બ્રહ્મ સત્યં જગન્મિથ્યા જીવો બ્રહ્મવ નાપરઃ’ના વિચારપિંડની આસપાસ સઘળી કાવ્યસૃષ્ટિ વિસ્તરી છે. અખાએ જ્ઞાનમાર્ગના વિચારોને વ્યક્ત કરવામાં ઉપમા, રૂપકો, દૃષ્ટાંતોનો આધાર લીધો છે. કેટલીક પંકિતઓ ઉદા.રૂપે જોઈએ તો 10 _2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાવક કવિ મનસુખલાલ “માયા ઠગણી, માયા પાપણી, જ્યમ સેવંતા સે સાપણી.” (પા. ૮૭) અખા ભાયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત, અખો એ મોટું વાંકડ જ્યમ વીંછીએ કરડ્યું માંકડું. જતિ કહાવે તો મન જીત.” (પા. ૮૭) સૂકું જ્ઞાન ને બંડળ મૂછ, કરપી ધન કૂતરાનું પંછ એ ચારથી અર્થ ન થાય, સામું એમ ઉપાડે કાય.” (પા. ૮૮). વેશટંકને બંધન કારક ગણી આત્માને ચેતવણી આપતાં કહે છે કે “વેશટંક છે આડી ગલી, માંહી પેઠો તે ન શકે નીકળી.” // (પા. ૮૮) અખાની નિર્ગુણ ઉપાસના સ્પષ્ટ હોવા છતાં સગુણોપાસનાને પણ સ્થાન આપે છે – “ભાઈ ભક્તિ જેવી પંખણી, જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ, જ્ઞાન વિના ભક્તિ નવ થાય, જ્યમ ચક્ષુ હીણો જ્યાં ત્યાં અથડાય.” (પા.૮૮) અખાની જ્ઞાનમાર્ગી શાખના જાણીતા કવિ ભાણદાસ પદો અને ગરબી-ગરબાથી ખ્યાતિ પામ્યા છે. - ધીરા ભગતની કાફીઓ પ્રસિદ્ધ છે. કવિએ અરૂપી એવા મનનું સ્વરૂપ અને તેની લીલા કાફીઓમાં વર્ણવી છે. તૃષ્ણા એ સંસારનું મૂળ છે. આ વિષયને સ્પર્શતી કાફીઓમાં વિવિધ ઉપમાઓ આકર્ષક ને વેધક અસર પહોંચાડે છે. તૃષ્ણાને વેશ્યા, સાગરતરંગ, નદી, વંટોળિયો, તળાવ, ડાકણ, યક્ષિણી તથા વાનર રૂપે વર્ણવી છે. લક્ષ્મીને દીવો, કમળ અને બહુબોલી નારી તરીકે વર્ણવી છે. યૌવનને લગતી કાફીઓમાં ધન, રાગ, દ્વેષ, કામ, જુગાર વગેરે દ્વારા યૌવનન દોષો બતાવીને જરા અને મૃત્યુનો ભાવ પ્રગટ કરી જીવનની ક્ષણભંગુરતો તરફ દૃષ્ટિ કરવા જણાવ્યું છે. કાયાની માયાને તેનું અભિમાન નકામું છે. તેની રૂપકાત્મક અભિવ્યક્તિ 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૩૫ કરતાં ધીરો જણાવે છે કે “ફૂલ્યો શું ફરે છે તું ભૂલ્યો ભવકૂપમાં પડ્યો, મનુષ્ય દેહરૂપી ખોળિયો મને હાથ અડ્યો, મનમાં લે શિખામણ મારી મમતા મૂકી ખરી, કર સ્મરણ સરજનહારનું જન્મ સફળ લે કરી.” (પા. ૧૧૩) રણછોડજી, દીવાન, નરભેરામ, નિરાંત, બાપુ સાહેબ ગાયકવાડ જેવા કવિઓ પણ અખાની પરંપરાને અનુસરીને દાર્શનિક વિચારોને ઉપમા, દષ્ટાંતો અને રૂપકો દ્વારા પ્રગટ કર્યા છે. ભોજા ભગતના હૃદયમાંથી નૈસર્ગિક રીતે કાવ્ય સ્ફરતાં હતાં ત્યારે એમના શિષ્યો તે લખી લેતા હતા. તેઓ નિજાનંદે મસ્તીમાં ગાતા હતા. ભોજાની રચનાઓ પ્રભાતિયાં, ચાબખા, કાફી, પદ સ્વરૂપમાં મળી આવે છે. કવિની જ્ઞાનમાર્ગની પરંપરાનું અનુસરણ કરતી લોકપ્રચલિત પંક્તિઓ નીચે મુજબ છે : “પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્ન છે સંસાર” મૂરખો રળીરની કમાણે રે, માથે મે-લશે મોટો પાણો રે, મૂરખા ! મોહી રહ્યો મારું રે, આમાં કાંઈ નાથી તારું રે, મૂરખો મોહને ઘોડે ચડે રે, માથે કાળ નગારાં ગડે.” (પા. ૧૧૭) ભોજાભગત અને નરભેરામનાં કાવ્યો દ્વારા સમાજમાં ચાલતી અનીતિ અને દંભની સખત શબ્દોમાં ટીકા કરી છે. માનવ-સહજ ગુણોના વિકાસમાં નીતિનું પાલન અનિવાર્ય છે તેવો મૂળભૂત વિચાર ઉદ્દેશરૂપે રહેલો છે. જ્ઞાનમાર્ગી કવિતાના વિચારો એટલે અધ્યાત્મવાદનું સમર્થન અને તેના દ્વારા નિત્ય નીવડરું નિત્ય શિવોSહંના સૂત્રને ચરિતાર્થ કરવા માટેના ઉપદેશાત્મક તાત્ત્વિક વિચારોનો સંચય. જૈન સાહિત્યમાં ભક્તિ અને 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રાવક કવિ મનસુખલાલ જ્ઞાનમાર્ગની પરંપરાનું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. મધ્યકાલીન સમય પછી પણ અર્વાચીન યુગમાં તાત્ત્વિક વિચારધારાને ચરિતાર્થ કરતી પદ્યરચનાઓનું પ્રમાણ ઓછું છે જ્યારે ગદ્યમાં તેનો વધુ વિકાસ થયો છે. અર્વાચીન યુગમાં પદ્યને બદલે ગદ્ય તરફનું વલણ વિશેષ જોવા મળે છે. કિવિ મનસુખલાલ અર્વાચીન યુગના જૈન સાહિત્યકારોમાં મોટે ભાગે પદ્યરચનાથી ખ્યાતિ પામ્યા છે. મધ્યકાલીન પરંપરાને અનુસરીને ઢાળબદ્ધ, પદ, ગરબી અને અક્ષરમેળ, માત્રામેળ વૃત્તોમાં કાવ્યસર્જન કર્યું છે. એમની મોટા ભાગની કૃતિઓ શુદ્ધ જ્ઞાનમાર્ગને સ્પર્શે છે. તો વળી કોઈ કોઈ રચનામાં આધ્યાત્મિક આનંદના અનુભવની આત્મિક સુખ પ્રાપ્તિની ઝંખનાનો નિર્દેશ થયેલો છે. ભારતની બધી જ ભાષાના સાહિત્યમાં ઇષ્ટદેવનું સ્વરૂપ, તેની પૂજા-ભક્તિ અને જીવનલીલાને કેન્દ્રમાં રાખીને વૈિવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જાયું છે તે દૃષ્ટિએ વિચારતાં જૈન ધર્મનું સાહિત્ય પણ જ્ઞાન અને ભક્તિમાર્ગનું સાયુજ્ય સાધે છે. ભારતીય સંસ્કૃતિનો ધર્મ એક મહત્ત્વનું લક્ષણ છે અને પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યત પરિવર્તન પામેલા સ્વરૂપે ધર્મ તો કેન્દ્રસ્થાને રહ્યો છે. મતમતાંતરો હોવા છતાં જીવ-જગત અને મુક્તિવિષયક વિચારોનું પરિશીલન સમયે સમયે નવા સંદર્ભોમાં પ્રાપ્ત થાય છે એટલે સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ પ્રકારનું સાહિત્ય ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જીવનમાં સ્થિરતા ને શાંતિ આપવામાં આ પ્રકારના સાહિત્યનું પ્રદાન નોંધપાત્ર છે. કાવ્યરચનામાં શબ્દપસંદગી એ કવિકર્મની વિશિષ્ટતા દર્શાવે છે. શાસ્ત્રીય વિગતોને કાવ્યમાં વ્યક્ત કરવા માટે ઉચિત શબ્દો તેની મર્યાદામાં રહીને જે તે વિચારને પ્રગટ કરે છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય એ જ અભિવ્યક્તિનું માધ્યમ હતું તેમ છતાં જૈન સાહિત્યમાં ગદ્ય અને પદ્ય પ્રકારની વિવિધ રચનાઓ અર્વાચીન સમયમાં થઈ છે. કવિ મનસુખલાલની સર્વ કૃતિઓ કાવ્યમાં રચાયેલી છે એમની કવિત્વશક્તિના નમૂનારૂપ કેટલીક માહિતીનો અત્રે ઉલ્લેખ કરવો આવશ્યક છે. સંસ્કૃત વૃત્તોની પસંદગી કરીને 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૩૭. કવિએ છંદવૈવિધ્યનો સફળ પ્રયોગ કર્યો છે. નવપદની પૂજામાં માલિની, ઇન્દ્રવજા, હરિણી, મંદાક્રાંતા, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, મનહર, માત્રામેળ છંદ, ભુજંગી, દોહા, સવૈયા. જિનવાણી બાવની રચના ચાર ભાગમાં વહેંચાયેલી છે. પ્રત્યેક ભાગમાં ૧૩ કડીઓ છે. તેમાં અનુક્રમે પ્લવંગમ્, પધ્ધરી, લલિત અને માલિની છંદનો પ્રયોગ કર્યો છે. પ્રભુની વાણી જાણ્યા વગર કેટલાંક કાર્ય ઊલટાં થાય છે. તો કેટલાંક કાર્ય થતાં નથી. માટે જિનવાણીનું જ્ઞાન અતિ આવશ્યક છે. આ જ્ઞાનથી જ શાસ્ત્રોક્ત કાર્યો વિધિશુદ્ધ થઈ શકે છે. કવિએ પરંપરાગત રીતે દેશીઓનો પ્રયોગ તો કર્યો છે. પણ તેની સાથે શાસ્ત્રીય રાગને પણ સ્થાન આપીને પદ્યની ગેયતા-લયની વિશિષ્ટ રીતે માવજત કરી છે. શાંતિનાથના સ્તવનમાં વસંતતિલકા છંદ અને પદરચનામાં કરેલો, ભૈરવાનો પ્રયોગ છે. કવિએ સુમતિવિલાસમાં આત્મબોધપત્રિકાની રચના કરી છે તેમાં છપ્પય છંદના પ્રયોગ દ્વારા પ્રત્યેક પંક્તિના પહેલા અક્ષરની ગણતરી કરતાં મનસુખલાલ એમ કવિના નામનો ઉલ્લેખ થયેલો જાણવા મળે છે. (સુ વિ., પા. ૧૯૧) પત્રિકાની રચનામાં આત્મ એટલે કે ચેતનાના ઉદ્ધોધન દ્વારા રૂપકાત્મક અભિવ્યક્તિ કરવામાં આવી છે. કવિએ શાસ્ત્રની કઠિન-દુર્બોધ માહિતીને પત્રિકા રૂપે લખીને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે માર્ગ દર્શાવ્યો છે. એકવીશમા નમિનાથના સ્તવનમાં કવિની વર્ણસગાઇવાળી પંક્તિઓ નોંધપાત્ર છે. “અજ્ઞાનતિમિર, ગયો સહુ તેહથી અખિલ ઉદ્યોત આનંદી રે; 2010_03 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રાવક કવિ મનસુખલાલ અવેદ અખેદ અભેદાનંદી, અખૂટ અટૂટ આણંદી રે. “નેમ પ્રભુ સુણો વિનતી સાહેબજી પાલો પૂરણ પ્રીત હો શિવ એ જ ભ્રમર થાંસ વિનતી સાહેબજી. (પા. ૨૮૯) ગીતના સ્વરૂપમાં કુંથુનાથ સ્તવનની પંક્તિઓ જોઇએ તો કુંથુ જિનેશ્વર નિર્મલ દરશન પ્રભુજી મુજને દીજે, દીજે દીજે નિરમલ દરશન મુજને દીજે” (. વ્યવ, પા. ૨૫૪) “ધર્મજિન રાજનો મારી મલ મોહને આત્મ અધિકાર નિજરાજ થાય” (સુ. વ્યવ., પા. ૨૮૬) ભવ વન, મનમધુકર, મોહતિમિર, ભવદરિયો, વિમલ વિમલ વાણી, મુખ પદમ નરભવ વગેરે કવિની કલ્પનાશક્તિના નમૂના છે. ભાવના બારની ફોજ આગલ ચલે ખાંતિ આદિક્રદશ સુભટ શુરા, નિજ બલદલ લઈ ધસમસી આગલે મોહ દલ છેડવા પ્રબલ પૂરા. (પા. ૨૪૭) વીર દેઢ ધીરની પંક્તિ કરી મોરચે વૈરીનો આવતાં બાણ કાપે, નાલાગોલા ચલે શત્રુદલ થર હરે, હંસ અપ્રમત્ત ગજ આપશો. (સુ. વ્યવ., પા. ૨૪૬) આતમ ધ્યાને આતમ પામે (સ. વ્યવ, પા. ર૩૭). “અતિ દઢ વીર્ય ઉલ્લાસે રે (પા. ર૩૫) નિજ ગુણ અમૃત શુદ્ધ પિછાની સુમત સખી સનમાની રે, ભૂલે ભમત જગજિન દરશન વિણ મથુરાં કાશી ફરી; સાત મહાતીય સવિ દૂર નાશે નિજ શુદ્ધતા સમરી. 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૩૯ ભગવાનની વિશેષણયુક્ત સ્તુતિનું ઉદા. શિવસુખદાયક સ્વામી તું દાતા ગાતા ધનનામી, શિવભોગી કામી રે સારક તારક અંતરજામી. (પ્રસન્નચંદ્ર) પસન્નચંદ મુનિ ભરતાદિકનું સમભાવે કારજ સાધ્યું રે, તાં તરે ને તરશે એથી ગુરુસમુખ અમૃત પીધું રે. // સંભવ ગુરૂ. / (સુ. વ્યવ., પા. ૧૯૮) દુરપતી ડાચે ડાકણ નાચે જીભ્યા મિથ્યા મારે રે, સ્યાદ્વાદ વસ્તુ જે રાચે તે કિયે જાણે સાચે. (સ. વ્યવ, પા. ૧૯૮) ચિત ચેતન હોરી મચાઈ મચાઈ સંગ સખી સુમતિ રીઝાઈ. (સુ. વ્યવ, પા. ૧૯૨) કવિનાં પદો ગઝલસ્વરૂપમાં લખાયાં છે. (સુ. વ્યવ, પા. ૧૨૭) ચીદું જ્યોતિકો ઉદ્યોત હોત મમત મીટ ગયો. | (સુ. વ્યવ., પા. ૧૨૭) વિમલ તુજ વાણી રે વિમલ જિન વિમલ કરી વિમલ તે તો પ્રાણી રે અચલ જસ હૃદય કરી. (સું. વ્યવ, પા. ૧૨૭) પ્રભુદર્શનના વિરહની અનુભૂતિ કરતું પદ સુંદર ગીતનો નમૂનો છે. પા. ૧૨૦) પીયા બિન કૈસે રહું મે અબલા એક મુજ રે નાર. (સ. વ્યવ, પા. ૧૧૪) 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રાવક કવિ મનસુખલાલ હમ મગન ભયે સુધા પાનમેં (સુ. વ્યવ., ૫૬ ૧૮) આત્માનંદની મસ્તી વ્યક્ત કરતું પદ. (સુ. વ્યવ., પા. ૧૦૧) આ સ્તવન ગીત પ્રકારનું છે. તેમાં ૨૪ તીર્થંકરોનો ઉલ્લેખ કરીને સ્તુતિ કરવામાં આવી છે. કવિની આ રચના મંગલ ગીત કહેવાય છે. તેમાં દુહા, ઢાળ અને કળશ છે. ઢાળયુક્ત રચનામાં કળશથી પૂર્ણાહુતિ કરી છે ગાયો ગાયો રે સમ્યક, પ્રાક્રમ એમ ગાયો. (પા. ૩૧) સુમતિવ્યવહાર શબ્દાર્થકોશ જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા ગૂઢ વિષયો પર વિચારો વ્યક્ત કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે તે આત્મસાત્ કરવા કઠિન બને છે. કવિએ પોતાની રચનાઓ વાચકો સમજી શકે તે માટે શબ્દાર્થકોશ નામ આપીને કક્કાવારી પ્રમાણે શબ્દોનો અર્થ આપ્યો છે. પરિણામે કઠિનતા દૂર થાય છે અને કવિગત વિચારો સમજવામાં ઉપયોગી નીવડે છે. આ શબ્દાર્થ પ્રાથમિક છે. પ્રત્યેક શબ્દનો અર્થ વિસ્તારથી અન્ય ગ્રંથોના સંદર્ભથી સમજી શકાય. આવા શબ્દો માટે પરિશિષ્ટમાં માહિતી દર્શાવી છે. કવિની પદરચનાઓ પર ગીતકાવ્યના લયને અનુસરે છે. તેમાં સૂરદાસ, નરસિંહ, ધીરા જેવા કવિઓની રચનાનો પ્રભાવ જોવા મળે છે. સૂરદાસનું પદ “ખો સમ કૌન કુટિલ, મલકામી”; નરસિંહનું “જાગીને જોઉં તો જગત દીસે નહિ.” ઉદા.માં અટમટ ભોગ તમસે રાજ ચંદ્ર અપૂર્વ અવસર એવો ઉતમ ક્યારે આવશે (પા. ૧૧૦) વગેરે ભક્તિરસની રચનાઓ પણ આસ્વાદ્ય બને છે. આ પદોમાં એમની કવિત્વશક્તિ વિશેષ રીતે પ્રગટ થઈ છે. 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૧ આત્મસ્વરૂપ પ્રત્યે ચિંતન કરવા માટેની કવિની વાણીના નમૂનારૂપ નીચેની પંક્તિઓ જોઈએ ? શાર્દૂલવિક્રીડિત છંદ હું નિત્ય અમલાન જ્ઞાન રવિ છું, હારે ન કો આપદા | જે જે પુદ્ગલની પરિણતિ સેવે હારી ન જાણું કદા // હારે કામ નહીં કદા પર તણું હારે મહા સંપદા | ભૂલ્યો જેહ સ્વરૂપ શુદ્ધ અપનું મોહે મુઝાયો તદા // ૧ / કો કેનો નવિ હોય દ્રવ્ય કબહુ સત્તા સદા શાશ્વતી / ભોગ આપ સદા સસંપતિ તણો ભોગે જ જાણે છતી // ભૂલ્યા મર્મ વશે રહે જન સદા સેવી અનાણી ગુરુ / ના ભૂલે નર તેહ જે વિમલ છે, સેવા સદા સદગુરુ // ૨ // સેવે જે સમયે શુધાતમ સદા પાવે મહાનંદને / જાચે ના વિષયો વિકાર કબહુ છોડે દ્વિધા બંધને // સેવો શ્રી જિનવાણિ ઉજ્જલ મહા આનંદદાઇ સદા | એકાંતે નવિ જોઈએ તવ મહા, જાગે સુજ્યોતી મુદા // ૩ / સંતોષે સુખ છે મહાન જગમાં તે તો સુજ્ઞાને મલે / ઇન્દ્રોને પણ સુખ એ સમ ન છે એ તો સકાલે ચલે // જ્ઞાને છે વર શાંતિ સાચિ જિવને, શક્તિ લખે આપણી / જાગે જે પરમાદ છોડિ સમર્મ, પામે રમા તે ઘણી // ૪ (સુ.પ્ર., પા. ૧૩૮). કવિએ ચોપાઈ રચનામાં મનુષ્યજન્મ સફળ કરવા માટે ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. તેનું ઉદા. નીચે મુજબ છે : 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ ઉત્તમ નરભવ લાહો લીજે આતમ અનુભવ પ્યાલા પીજે ।। આલ પંપાલ જંજાલ નિવારી શુદ્ધાતમ પદમાં મતિ ધારી || ૧ || સમય પ્રસાદ ન કીજે ભાઈ પુદ્ગલ ચિંતા સર્વ મિટાઈ સિદ્ધ સમાન શુદ્ધાતમ ધ્યાવો પરમ મહોદય પૂરણ પાવો | ૨ | શ્વેત દિગમ્બર મેરે નાંહી એ જડ પર પરિણતિ પર છાંહી || તે કારણ મતભેદ ન કીજે જ્ઞાયક જ્ઞાન સુધારસ લીજે || ૩ || જ્ઞાતા દરશન નિરમલ કી જ્ઞાયક ચરણ રમણ રસ લીજે । તન વીવ ચલ કરિ ચાખો અજર અમર અબાધિત રાખો. ॥ ૪ ॥ નિજગુણ પજ્જવ અખય અખૂટ નિજ ધન સહજ અનંત અતૂટ || અભા નિરાકુલ આતમ ધ્યાવો ત િમમત દુઃખ પાપ ગમાવો || ૫ | વચન સાલાપ વિકાર નિવારો દુષ્ટ વિકલ્પ ન મનમાં ધારો ।। દેહ ચપલતા કાંઈ ન કીજે સકલ સમય અનુભવરસ લીજે || ૬ || વેદ કિતાબ પુરાણ ન જાણ્યું સુમતા સંગે મુજ મન માન્યું | વ્યાક્રણ બંદ કિહાં શીખીજે, મનસુખશિવ કમલારસ લીજે || ૭ || (મમત્વપરિહાર) (સુ.પ્ર., પા. ૧૩૬) વેદનીય કર્મ વિશે વિચારો વ્યક્ત કરતી ૨૧મી ઢાળની પંક્તિઓ અત્રે નોંધવામાં આવી છે : ૧૪૨ હું અવિનાશી આતમા રે અપ્પા, અજર નિર્તન્ય હું નિરભય એક ચેતના રે અપ્પા અક્ષર જ્ઞાનાનંદ સુજ્ઞાની અય્યા ધારો સહજ વિવેક જ્ઞાનાનંદમય છેક સુજ્ઞાની. ।। ૧ ।। વાવંત તે દેહ છે રે અપ્પા દેહથી ભિન્ન હું છેક || અક્ષુધિત ગુણમય સદા રે અપ્પા એ મુજ એક ટેક વિવેક ॥ સુજ્ઞાની. ॥ ૨ ॥ 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૩ જ્ઞાનામૃત રસ તુત તુ રે અપ્પા તૃષાવંદ છે દેહ // મારું ન વિણસે તેહથી રે અપ્પા હું શાંતિ રસ ગેહ // સુજ્ઞાની. // ૩ // જ્ઞાનાનંદ રસે ભરયો રે અપ્પા તુષાતુરતા નવિ હોય / તૃષા લાગી જે દહમાં રે અધ્યા દેહ ન હારી કોય / સુજ્ઞાની. / ૪ // ફરસ રહિત હું આતમા રે અપ્પા કિમ ! ફરસે ત / ફરસ વિના નિરભય સદા રે અપ્પા ઉણ તણો નહીં ભીત / સુજ્ઞાની. / ૧ / વ્રજમયી મુજ અંગ છે રે અપ્પા શુદ્ધ અસંખ્ય પ્રદેશ // દંશે મશક આદિ તણા રે અપ્પા ડંખ ન હોય પ્રવેશ // સુજ્ઞાની. // ૯ // મુજ જ્ઞાયકતામાં વસે રે અપ્પા લોકાલોક અનંત // દેહ ઉદય જે વિચરવું રે અપ્પા ચર્યો દુ:ખ ન સંત / સુજ્ઞાની. // ૭ // થાકે દુ:ખે દેહ તે રે અપ્પા મેં જાણ્યો તસુ મર્મ / પર પરિણતિ મા-હરિ નહિ રે અપ્પા ' કહ્યો આતમ ધર્મ કે સુજ્ઞાની. / ૮ / મમતા મુજ એહની નહિ રે અધ્યા મેં ટાગ્યો પર ગર્વ પુગલ ગુણ પરજાયનું રે અપ્પા કામ ન વંછુ સર્વ // સુજ્ઞાની. / ૯ / સંજમ કાલ વિહાર છે રે અખા પર ચિંતા નહિ મુજ / દેહ ખેદથી જે બિહ રે અપ્પા તે તો જાણ અબુજ // સુજ્ઞાની. / ૧૦ // | (સુ.મ., પા. ૧૯૮) મધ્યકાલીન કવિતામાં કવિઓ કાવ્યને અંતે પોતાનો નામોલ્લેખ, રચનાસમય, પ્રેરક વ્યક્તિ મહિનો, તિથિ વગેરેનો ઉલ્લેખ કરતા હતા તે મુજબ મનસુખલાલ અર્વાચીન યુગના કવિ હોવા છતાં આ પ્રણાલિકાનું અનુસરણ કરીને ઉપરોક્ત વિગતો એમની કાવ્યસૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રાવક કવિ મનસુખલાલ સામાયક સિદ્ધયુપાયની ચોથી ઢાળમાં આવો ઉલ્લેખ થયેલો છે પંક્તિના બે અક્ષર લેવાથી કવિનું નામ સૂચિત થાય છે. મન મગન જિન વચનમાં હો. નમો વીર જિનરાજ તારક તું, સુખ શિવ કારણ ઉપદેશ્ય હો ખરું કહ્યું મેં આજ. (સુ. વિ., પા.૩.) દિર્ઘકાવ્યો ઢાળબદ્ધ રચ્યાં છે તેમાં ગુરુમહિમા, પૂજ્યભાવ અને સરસ્વતીચંદના કરવામાં આવી છે. ઉદા. નીચે મુજબ છે. બ્રહ્માણી વંદી વધૂ, સ્યાદ્વાદ સૂચિ બોધ તત્ત્વ અધિગમ સૂત્રથી, નિર્મલ આતમ શોધ //૧/ વંદું વીર જિનેન્દ્રને, તીર્થપતી જિનરાજ, આતમ વીર્ય અચલ લહું, સિદ્ધ વંછિત કાજ //// ગોયમ ગણધર પદ નમું, દ્વાદશાંગી કરનાર, તસુ લબ્ધિ સુરસાયથી, લખું પરમ શ્રુતસાર /// (સુ. પ્રકા., પા. ૧૫૩) રૂપકાત્મક અભિવ્યક્તિના ઉદા.રૂપ સવૈયા ઇક્કીસા આધ્યાત્મિક રહસ્ય સીધી રીતે કોઈ એક શબ્દથી પામી શકાતું નથી. તે માટે કવિઓએ પ્રાચીન કાળથી આજ સુધી વિવિધ રૂપકો ને પ્રતીકોનો આશ્રય લીધો છે. આ પ્રકારની અભિવ્યક્તિ કવિત્વશક્તિ અને અર્થપૂર્ણ શબ્દવૈભવની લાક્ષણિકતા દર્શાવે છે. કવિની વિવિધ ઉપમાઓ યથોચિત લાગે છે. કુંજર કો દેખિ જબસે રોષ કરી, ભુસે શ્વાન, રોષ કરે નિર્ધન વિલોકિ ધનવંત કો, રેન કે જગયા કો વિલોકિ ચારે રોષ કરે, 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૫ મિથ્યામતિ રોષ કરેં, સુજત સિધ્ધાંત કો. હંસકો વિલોકિ જૈસે કાગમનિ રોષ કરે, અભિમાની રોષ કરેં, દેખત મહંત કો સુકવિકો દેખિ જ્યો, કુકવિ મન રોષ કરે ત્યાંથી દુર્જન રોષ કરે, દેખી સંત કો. . (સુ.વિ., પા. ૩૮) એમની વાણીમાં કોઈ કોઈ સ્થાને કટાક્ષ નજરે પડે છે. તેમાં રહેલી વેધકતા અસરકારક બને છે. પરીપદેશે પાંડિત્યની જરૂર નથી તે વિશે તેઓ જણાવે છે કે – કયા પરને ઉપદેશ મૂરખ, કયા પરને ઉપદેશે આતમ ગુણ થિરતા નહિ પાયો, બાહિર દમ આવશે હો. જો ઉપદેશ લબ્ધિ તુજ સાચી આપ હિ આપ બુઝાવો કરે ક્રોડ પૂરવ તપ કઠિણ પણ જ્ઞાન વિણ તે સહુ વૃથા જિમ જાન વર વિણ ફોક જાણો, પુત્ર વિણ પારણું યથા.” કવિએ દૃષ્ટાંત દ્વારા મંદ હાસ્ય નિપજાવ્યું છે. બાહ્યાડંબર વિશે કવિ જણાવે છે કે મુંડે લોચે ન મુનિપણું જાણીએ શુદ્ધ જ્ઞાન દગ ચારિત્ર-વંત જો દામ પ્રમાણે કામે હોવે સહી એ જગ જાણજો ન્યાય સુજ્ઞાની ભાવ પ્રમાણે હો ભક્તિ ઉલ્લસે ફલશે ભાવ પ્રમાણે સુજ્ઞાની. ભક્તિના મહિનામાં ભાવનું મૂલ્ય ઊંચું છે તે દૃષ્ટાંત અલંકાર દ્વારા જણાવ્યું છે. કવિએ દૃષ્ટિરાગની ભયંકરતા દર્શાવવા માટે દૃષ્ટાંત અલંકાર દ્વારા નિરૂપણ કર્યું છે. 2010_03 WWW.jainelibrary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રાવક કવિ મનસુખલાલ કવિએ પ્રાસ બેસાડવા લઘુ પ્રયત્ન દ્વારા કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો છે : સ્વતંત (સ્વતંત્ર); મગ (માર્ગ); સુત; (શ્રત) ક્યાંક હિન્દી ભાષાનો પણ પ્રભાવ પડ્યો છે. કેટલાક શબ્દપ્રયોગો જોઈએ તો જબલગ, તબલગ, બાહિર, ભીતર, હૈ, હમ, મેરે. દાર્શનિક વિચારોને વ્યક્ત કરવામાં વર્ણનને અવકાશ નહિવત્ છે. તેમ છતાં કવિએ પ્રભુના વર્ણનમાં વિશેષણો અને અલંકારનો આશ્રય લીધો છે. તેમાં શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસની યોજના કવિત્વના શણગાર-રૂપ બને છે.. સારક વારક તારક સ્વામી જગ બાંધવ જગત્રાતા રે” પરમ પ્રમો પરમ દયાલુ મહામારણ ઉપયોગી રે (નવ પદ પૂજા, પા. ૩) અભેદી અછેદી અપેદી અબોધ મહાતમ ભેદી રે” (નવ.પૂ, પા. ૫) ધરમ શુક્લ ધ્યાને ધ્યાવતો ધ્યેય ધારી, ધીરવીર મહાવીરજી સાહેલી રે સુખ સંપત્તિ દાતાર, રમ્ય રમા નિજ સહજમાં રમણે રમતા રામ પરિણામીકતા પરિણમે પ્રયાસ નહીં પરયોગ. સહજ સુજ્જવ તૃપ્ત સમાધિ સંજય સિદ્ધ સ્વભાવ શિવ કમલા મનસુખ સહવાસે સુખ શાશ્વત ભોગે રે. ચેતન ચતુરા ચેતો નિજ ઘર આવો ને, ગોરીને ભોરીને સુમંતા વીનવે પ્રભુ માટેનાં વિશેષણો જોઈએ તો દેવના દેવ સંતા, પરમવૈદ્ય (ભવભ્રમણના રોગના સંદર્ભમાં), જંગમ સુરતરૂ, ઉપશમ અમૃત સાગર, ત્રિભુવન મુગટ શિરોમણી, ત્રિભુવન શિરતાજ, મુખડું પૂનમ ઇંદુ, મુમતા કુટીલા પર ઘર ભ્રમણ કરાવ્યું રે, એવી ને કુબજા ઘર પગ કુણ કવે. 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૭ કવિએ કોઈ કોઈ વાર ચિત્રાત્મક અભિવ્યક્તિ કરીને આધ્યાત્મિક સાધનામાં આલેખનરૂપ સાધનોનો ઉલ્લેખ કર્યો છે. આજ મેં તો કવણી ઉપર જરકશી પૂઠાં દીઠાં રે, ચાર દિશિ ચંદરવા બાંધ્યા, ત્યારે મનમાં લાગ્યા મીઠા રે ગુર વચને સમકિત હું પામી લલિ લલિ ગુરૂ મુખ જોતી રે.” સાચી શ્રદ્ધા સ્વસ્તિક કીધો, દીપકજ્ઞાન જગાયો રે અડ ગુણ બુદ્ધિ મંગલ થાપી, ગુરુ ગુણ મંગલ ગાયો રે." ગુરૂ મહિમા વર્ણવતી ગહુલીમાં ઉપરોક્ત પંક્તિઓ ગુરુના સ્વાગતના પ્રસંગનો સાક્ષાત્કાર કરાવે છે. નકારાત્મક પ્રયોગ દ્વારા વિધાનવાચક નિરૂપણ કરવાની એમની કેટલીક પંક્તિઓ જોઇએ તો આચાર્યપદના વર્ણનમાં કવિ કહે છે કે કોહ ન, માન ન, માયા ન લોભ ન જેહને જો મર્દો છે મયણમહી પદ સ્નેહ ને” બોલ ન બોલ ન બોલ ન કોઇ ના અવગુણ, બોલ ન દુવિધ ધ્યાને દુવિધે તપની ખાણો જો તપ તલવારે કરમ દલ છેદો, પાપ ગહન વન દાહ વારે, ચરણ હુતાશન દાહ. ના રે રાગ રોષ ન; ન માન કરે કદાપી ના સંગ રંગ ન પુદ્ગલ બુદ્ધિ આધ્યાત્મિક માર્ગમાં સમકિત એ મુક્તિ મહેલનો પાયો છે. જૈન દર્શનમાં વિવિધ પ્રકારની ઉપાસનાનો હેતુ સમકિતની શુદ્ધિ, વૃદ્ધિને પ્રાપ્તિનો છે. અમક્તિનો મહિમા દર્શાવતાં કવિએ કહ્યું છે કે, 2010_03 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રાવક કવિ મનસુખલાલ સમકિત વિણ સવિ અંધ ધંધો ક્રિયા કલેશ કુમતિ કરે, સમકિત સાચો માર્ગ સાધી સહજ શીવ સંપત્તિ વરે. કવિનાં પદો, ગહુલીઓ અને સ્તવનોમાં ભક્તિરસનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. અન્ય રચનાઓમાં અધ્યાત્મવિષયક માહિતી પ્રધાન છે. ત્યારે ભક્તિરસનો આસ્વાદ કરાવતી કૃતિઓ વાચકવર્ગને આકર્ષણરૂપ બને તેવી છે. લાગી લગન નિજ ગુણમેં જબ તુજ પ્રગટે જ્ઞાન ચેતના પ્યારી, અખિયાં સફલ ભઇ મેરી આજ. કવિની ઉપમા અને રૂપકાત્મક અભિવ્યક્તિ નોંધપાત્ર છે. ભગવાનની વાણી શીતળ છે તે માટે વાચના ચંદનરસસમ, મનમધુકર, કુમતતિમિર, ચિત્તચોક, મુખપદ્મ, મોક્ષપ્રાપ્તિ માટે શીવસતી પરણ્યા, મયણમદ, ભવાટવી, દરશનદીપક, મિથ્યાતિમિર, શિવમહેલનું સોપાન, વગેરે દ્વારા રૂપકાત્મક અભિવ્યક્તિ કરીને ઉચિત અર્થપૂર્ણ શબ્દ-પસંદગીનું કવિ કર્મ થયું છે. ધ્યાનની નોબત ગડગડે, જીતનો નિશાન બાજે, અમીરસ વેલડી, મનમંડપ, મોહસુભટ, કુરમતિ ડાકણ, મિથ્યામતિ ધુતારી, સતસુરવાજાં વામિયાં, જ્ઞાન રવિ, અનુભવ રસ કેલી કરે. કવિની વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિનો એક નમૂનો જોઈએ તો, શ્રીજિનશાસન બાગનું પુષ્કરા વર્ત મેહ હાંહાં રે, કુમતી સર્પના દર્યને હરવા મણિ એહ. 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૯ ચોવીશ તીર્થકર ભવજલનિધિથી તર્યા છે એટલે તેઓ સંસાર સમુદ્રથી લોકોને તારવા માટે નાવ સમાન છે. ચોવીશ જિનવર નમું હો. તું ભવજલ નિધિનાવ. ભવજલનીધિનું રૂપક અને નાવની ઉપમા જૈન સાહિત્યમાં રૂઢ થઈ ગઈ છે. આધ્યાત્મિક વિચારોના નિરૂપણમાં તેનો વધુ પ્રયોગ થયેલો છે. “સમ્યફ ન્યાય સુધારસમાં બાવન શબ્દપ્રયોગ દ્વારા વિશિષ્ટ અર્થબોધ પ્રગટે છે. કવિની અર્થગંભીર રચનાના ઉદાહરણીય કેટલાક દુહા નીચે પ્રમાણે છે : બાવન જિન ઘર સંઘમાં મૂલ નાયક જિમ એક // બાવન પદથી તિમ લહે, પરમાતમ સુવિવેક / ૨ / સતિપાત અસંખનું બાવન અક્ષર મૂલ // બાવન પદ વિજ્ઞાનધન, સહેજાતમ અનુકુલ / ૩ // જે ઉજ્જવલ ઉધમ કરે, પાવે સુખ ભરપુર // શિવ સંપતિ તે પામશે પ્રગટી જ્ઞાન અંકુર / ૪ // ગાંધી દલસુખ તત્ત્વનો, રૂચિધર નિર્મલ ચિત // કસ્તુરાં આનંદ બહુ, જાણી નિજ પર હિત / ૫ / એ બહુના આગ્રહ થકી, પદ બાવન અધિકાર // બાવન ચંદન રસ થકી, શાંતી અનંત અપાર // ૯ // સંવત ઓગણી બાસઠે કૃષ્ણ દશમ ગુરુવાર // વૈશાખે દોહદ રચ્યો, તત્વ સુધા સુવિચાર // ૭ / મનસુખ સુખકર વાણિ જિન, સેવો થઈ સાવધાન // આતમ ગુણ સિદ્ધિ લો, પામો પદ નિર્વાણ / ૮ // (સુ. વિ., ૧૯૩) 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાવક કવિ મનસુખલાલ કવિએ છપ્પયની રચનામાં પોતાનો નામોલ્લેખ કર્યો છે. પ્રથમ પંક્તિના પ્રથમ અક્ષર એકસાથે વાંચવાથી કવિ નામનો સંદર્ભ મળે છે. મહાવીર જિનરાજ, અનંત ચતુસ્ત્રધારી, નયનિક્ષેપ પ્રમાણ; સીય પદ યુત અવિકારી, શુદ્ધ પ્રરૂપ્યા. અર્થ, જ્ઞાન સંયમના કારણ, ખચિત જેહથી થાય, કર્મ અરિ અષ્ટ નિવારણ લાભ તેનો લહી વિનિતજન, નિજ લાવે જે થિર રહે, લહિ લબ્ધિ પંચ નિજ શિવપુરે, સાદિ અનંતે સુખ લહે. (સુ.વિ., પા. ૧૯૬) અનુભવ પ્રવેશિકામાં રત્નત્રયીનો મિતાક્ષરી આવતાં કવિ જણાવે જિન દેશિત નવ તત્વને, લખે યથાવત જેહ // શુદ્ધાતમ નિજ ગુણ રચે, સમ્યગુ દર્શન એહ ૧ / ગુણ પર્યયયુત દ્રવ્યને, નય નિક્ષેપ પ્રમાણ // સકલ સ્વભાવ વિશેષને, જાણે તેહ સુજ્ઞાન // ૨ // રાગાદિક વિકલપ રહિd, રત્નત્રયી નિજ રૂપ // આચરતાં થિરભાવથી, રમતાં ચરણ અનુપ // ૩ //. તજી પર પરિણતિ રમણતા, ગ્રહી આતમ અધિકાર // દર્શન જ્ઞાન ચરણ સહિત, નિજાનંદ ચિત ધાર // ૪ / દઢ અનુભવ અભ્યાસથી, સિકે આતમ કાજ // મનસુખ શિવ સંપતિ વરે, નિજ પદમે નિજ રાજ / ૫ // (સુ.વિ., પા. ૩૧૬) કવિ મનસુખલાલની જ્ઞાન અને ક્રિયાના સમન્વયની ભાવનાના પ્રતીકરૂપે રચાયેલી હરિગીત છંદની રચનામાં વેજલપુર(પંચમહાલ)માં 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા પૌષધશાળા સ્થાપી હતી તેનો ઉલ્લેખ થયેલો છે. પરમ પંચ પરમેષ્ઠિ વંદી, સુમનરંગ ઉમંગમાં, જળ ભરી થાપી કુંભ અમૃત આણ જિનભવિ સંગમાં || ૧ || આત્મભવને આજ થાપી કુંભ જ્ઞાનમૃત તણો, તે પાન કરતાં પ્રગટ હોવે, અચળ વીરજ આપો. ॥ ૨ ॥ વર કલ્પતરૂ શુદ્ધચરણ મૂળ સીચિંએ અમૃત સદા, ફળે ચરણ શીવ ફળ ચાખતાં હોય સહજ આનંદરસ મુદા II ૩ || દગજ્ઞાન ચરણ સુવીર્ય આદિક ગુણ અનંતા ઉપજે, નહિ રોગ શોક વિયોગ જિહાં વલી દુવિધ સંપતિ સંપજે ॥ ૪ || સાદિ અનંતાનંત પ્રગટે, આત્મભૂમિ રયણ ભરી, સ્વતંત્ર સંગ સુરંગ શીવાશ્રય ભોગવે મનસુખકરી || ૫ || (સુ.પ્ર., પા. ૨૭) મનસુખલાલની પ્રત્યેક કૃતિમાં દેશીઓનો પ્રયોગ થયો છે. દેશીઓની વિવિધતાની સાથે સંસ્કૃત વૃત્તો ને માત્રામેળ છંદોનો પણ પ્રયોગ થયો છે. કવિનું છંદવૈવિધ્ય નોંધપાત્ર છે. એમના ગંભીર વિચારોને વ્યક્ત કરતાં કાવ્યો સુગેય પદ્ય પદાવલીને કારણે રસાસ્વાદની ક્ષમતા ધરાવે છે. ૧૫૧ કવિની નવપદની પૂજાની રચના પર કવિ પંડિતવીર વિજયજીના પૂજા સાહિત્યનો પ્રભાવ પડ્યો છે. તે ઉપરથી દેશીઓ અને ધ્રુવપંક્તિની લોકપ્રિયતા ને લોકભોગ્યતાનો ખ્યાલ આવે છે. નવપદની પૂજામાં પ્રયોજાયેલી દેશીઓ : ૧. નમો રે નમો શ્રી શેત્રુંજ્ય ગિરિવર. ૨. મનડું મોહ્યું રે મનમોહનજી. ૩. પ્રભુ પડિયા પૂજીને પોસહ કરિયે રે. ૪. મુક્તિસે જાઇ મિલ્યો રે મોહન મેરો. _2010_03 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રાવક કવિ મનસુખલાલ ૫. વ્રત સાતમે વિરતિ આદરું રે લો. ૭. અનિહાંરે વહાલો વસે. ૭. એ ગુણ જ્ઞાન રસાલ ભવિયાં. ૮. શ્રુતપદ નમીએ ભાવે ભવિયાં. ૯. ભરતની પાટે ભૂપતી ૧૦. પ્રાણી એકલ ભાવના ભાવ. ૧૧. મૂલ મારગ સાંભળો રે જૈપનનો. ૧૨. નવલા વેવાઈ મારા ગુંશી વેવાઈ. ૧૩. એક દિન ગંગાકેલીચે સુરનાથ બહોરા. ૧૪. થારે માથે પચરંગી પાઘ સોનાનો છોગલો માહરા લાલ. ... ૧૫. ઘુઘરીની દેશી. ૧૬. જી રે સરસતી સ્વામિને વિનવે રે. ૧૭. અમીરસ ચઢતી ખજૂરડી રે. ૧૮. ગોપીચંદ લડકા. ૧૯. મોરા પ્રીતમજી, તું સુણ એક મોરી શીખ વાલમજી. ૨૦. તે વાર પછી હવે રાયજી રે, રાણી ઉપર રેખ. ૨૧. સ્વામી સીમંધરા તું ભલે ધ્યાઇએ. ૨૨. શાંતિ જિણેસર કેસર ચર્ચિત જગધણી રે. ૨૩. સહીયર સુણી યે રે ભગવતી સૂત્રની વાણી. ૨૪. પ્રથમ જિનેસર પૂજયા સહીયર મોરી અંગ ઉલટ ધરી. ૨૫. નિમ નિમ નિમ મિ નિમ વીનવું રે. ૨૬. કહે સાહૂણી સૂણ કન્યકા રે. 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૫૩ ૧૫૩ ૨૭. ઘણા ઢોલા ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું. ૨૮. વાટડી ઘર આવોને ઢોલા. ૨૯. ગિરિ વૈતાઢ્યને ઉપર ચકાંકાનયરી લો. ૩૦. હું તો નહીં રે નમું દૂજા દેવને રે લો. એસો કર્મ અતુલ અલવાન જગતકુ પીડ રહ્યો કડખાની દેશી. ઉપરોક્ત પ્રયોગ સાથે કેટલીક ઢાળમાં પ્રચલિત સ્તવન અને સક્ઝાયની પ્રથમ પંકિતનું અનુસરણ કરીને પ્રયોગ કર્યો છે. આ માટે “એ રાહ - એ ચાલ' શબ્દપ્રયોગ કર્યો છે. ઉપરોક્ત સૂચી જોતાં એમ લાગે છે કે કાવ્યરચનાને અનુરૂપ પદ્યાત્મક અભિવ્યક્તિમાં રસ અને ભાવને પ્રગટ કરવામાં પૂરક બની છે. કવિએ લલિત, માલિની, હરિગીત, વસંતતિલકા, પદ્ધરી, કેરબો, ભૈરવી ઝીંઝોટી, ભૈરવ, કૂતવિલંબિત, શિખરિણી, ઇંદ્રવજા, શાર્દૂલવિક્રીડિત, સારંગ, ધમાલ, સોરઠ, છપ્પય, કાફી, આશાવરી, ગોડી, સીંધી, ઇસાઈ, હોરી, ચોપાઈ, સવૈયા, મારુ, પ્રભાતી, ગઝલ, કવ્વાલી, વગેરેના પ્રયોગથી કાવ્યરચનામાં રાગવૈવિધ્ય જોવા મળે છે. તત્ત્વજ્ઞાનના દુર્બોધ વિચારને રોગયુક્ત પદ્યમાં વ્યક્ત કરવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. કવિએ પ્રયોજેલી દેશીઓ, શાસ્ત્રીય રાગ, સંસ્કૃત વૃત્તો અને માત્રામેળ છંદના પ્રયોગથી એમ લાગે છે કે આત્મારામજી મહારાજ કાવ્યસૃષ્ટિ સમાન રાગવૈવિધ્ય છે. કવિના ગ્રંથો બહારગામના લોકોએ ખૂબ ઉત્સાહથી વાંચીને એમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. કથાનુંયોગથી ધર્મ પામી શકાય તેની સરખામણીમાં કવિ દ્રવ્યાનુયોગના વિચારોનો પ્રચાર કરીને આત્મશ્રેય કરવાના મૂળભૂત વિચારને મહત્ત્વ આપીને જીવનભર કાર્યરત રહ્યા હતા. નમૂના રૂપે કેટલાક અભિપ્રાય નીચે દર્શાવ્યા પ્રમાણે છે. 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવક કવિ મનસુખલાલ તા. ૧૬-૬-૧૯૦૮, વાંસવા. મુનિરાજ લક્ષ્મીચંદજી સ્વામી અને મુનિરાજ અમરચંદજી સ્વામી સુમતિ વિલાસ ગ્રંથ મળ્યા પછી લખે છે કે – અહો! સુજ્ઞ શ્રાવકજી! આ ગ્રંથ વાંચવાથી અમારા અંતરાત્માને અત્યાનંદ પ્રાપ્ત થયો છે. આપ જે જ્ઞાન-ઉત્તેજન આપો છો તેથી આપનો મોટો ઉપકાર માનું છું. સર્વોત્તમ શ્રેષ્ઠ દાન તે જ્ઞાનદાન છે. આ ગ્રંથ તે તમામ મુમુક્ષુ જીવોને હિતાર્થ રસ્તો બતાવનાર થવાનો છે. તમામ વાક્યો મનન કરવાયોગ્ય છે. અષાઢ વદિ ૩-૧૯૬૬ માંડલ મણિયાર વાડીલાલ પંચાણજી લખે છે કે – અંધને અકસ્માતું નેત્રપ્રાપ્તિથી થતા આનંદતુલ્ય આપનો કૃપાપત્ર મળ્યો. વાંચતાં અમૃતરસ પ્રાપ્ત થતાં અતૃપ્તિ જ રહ્યા કરે છે. આપનો અમૃતતુલ્ય ઉપદેશ વાંચતાં થતો આનંદ દર્શાવી શકવા કોષનો દુષ્કાળ પડ્યો છે. અર્થાત્ થતો આનંદ દર્શાવવા કલમ ચાલી શકતી નથી. આપની પાસે વારંવાર અહર્નિશ પ્રાર્થના છે કે અમૃત ઉપદેશ જલા સિંચન કરી આ લઘુ સેવકને કૃતાર્થ કરી આભારી કરશોજી. * * * * શ્રાવણ વદિ. ૧૪-૧૯૯૬ મુનિ શ્રી નાગરચંદજી લખે છે કે – શ્રીમાન પંડિતવર્ય મનસુખલાલજી હરિલાલજીની વિદ્વત્તા અપૂર્વ જણાય છે. તેમનાં વચનો નિષ્પક્ષપાતી રસિક અને વેધક છે. માણસોને અસર થાય તેવી તેમની વાણી મિષ્ટ અને ઇષ્ટ છે. આપે જે પુસ્તકો પ્રગટ કરેલાં છે તેવાં ઉત્તમ પુસ્તકો જૈન પ્રજામાં ઘણાં થોડાં જ થાય છે. ખરેખર 2010_03 Page #170 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૫૫ હાલની પ્રજાને એવા જ પુસ્તકોની જરૂર છે. જૈન પ્રજામાં હાલ આત્મિક જ્ઞાન લય પામ્યા જેવું થઈ ગયું છે. સાધુ વર્ગમાં પણ જવલ્લે જ એવા કોઈ હશે. તા. ૫-૬-૧૯૦૮, આટકોટ દલપતરામ વનમાળીદાસ જણાવે છે કે – આ પુસ્તકનું નામ રાખ્યું છે તે જેવું નામ તેવો જ ગુણ છે. “યથા નામા તથા ગુણા. તા. ૮-૪-૧૯૦૮, વઢવાણ ઘેલાભાઈ રવજીભાઈ લખે છે કે – આપે પરિશ્રમ લઈને જ્ઞાનની વૃદ્ધિ સવિચારના પ્રબલ આખ્યાનનું “સુમતિ વિલાસ' નામનું પુસ્તક છપાવ્યું છે તે ઘણું રસિક, મનોવૃત્તિ નિર્મલ થવાનું, મોક્ષમાર્ગનું પગથિયું કહીએ તો ચાલે. તા. ૨૨-૧-૧૯૦૮, બોરસદ ક્ષમામુનિ લખે છે કે આ પુસ્તક વાંચી મારું ચિત્ત નિર્મલ થયું છે. કાંઈક અનુભવ પ્રાપ્ત થશે એમ લાગે છે. આ પુસ્તક અતિ અમૂલ્ય છે. * * * ઉપરોક્ત પત્રોનું લખાણ મનસુખલાલજીની વિદ્વત્તા કે પ્રભુતા દર્શાવવા માટે નથી પણ આવા તત્ત્વજ્ઞાન ગ્રંથોના ગાઢ અધ્યયનથી આત્માસ્વરૂપની અનુભૂતિ માટે અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં રઝળપાટ કરતા 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શ્રાવક કવિ મનસુખલાલ જીવોને જ્ઞાનના પ્રકાશ દ્વારા શાશ્વત માર્ગે પ્રયાણ કરવાનું પુણ્ય કાર્ય કરે છે એ જ એમનાં કાવ્યોની સિદ્ધિ છે. મનસુખલાલે દ્રવ્યાનુયોગ જેવા અતિ ગહન વિષયના રહસ્યને પ્રકટ કરવા માટે વિવિધ કાવ્યપ્રકારો દ્વારા અથાગ માનસિક પરિશ્રમ કર્યો છે. તેતો એમના ગ્રંથમાં વ્યક્ત થયેલા વિચારો પરથી સિદ્ધ થાય છે. - કવિએ “સુમતિ વ્યવહાર' ગ્રંથને અંતે શબ્દાર્થકોષ આવ્યો છે. તત્ત્વજિજ્ઞાસુ લોકોને આ કોષ કવિના જ્ઞાનમાર્ગના ગંભીર વિચારો ગ્રહણ કરવામાં પૂરક બને તેમ છે. કેટલીક વ્યાખ્યાઓ નોંધપાત્ર છે. તેઓ સક્ઝાય વિશે જણાવે છે કે – શુદ્ધાત્મ સ્વરૂપમાં ધ્યાન આવે એવા અધિકારનું વાચના, પૃચ્છના, પર્યટ્ટના, અનુપ્રેક્ષા અને ધર્મકથાનું કરવું સક્ઝાય છે. (સુમતિ વ્યવહાર) વૈતરણી : નરક અંદર રુધિર પરૂ-રૂપે ખળખળતા ઉષ્ણ પ્રવાહવાળી નદી. બંધ : પુદ્ગલ વર્ગણા સાથે આત્માએ રાગ-સ્નેહ ચીકાશે બંધાવું. તે ચાર પ્રકારે પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશબંધ. બ્રહ્માણી : તીર્થકરોના મુખથી નીકળેલી વાણી. શુદ્ધ ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ બતાવનાર વાણી. નયાભાસ : વસ્તુના અનંત ધર્મમાંથી એક જ ધર્મને ગ્રહી (બીજાની અપેક્ષા વિના) તે જ રૂપે વસ્તુને કહેનાર તે કુનય અથવા નવા-ભાસ છે. અપડિબંધ : (અપ્રતિબદ્ધ) : પરદ્રવ્યાદિના અટકાવ વગર, સંબંધ વગર, પરદ્રવ્યાદિથી બંધાયેલા રહેવું નહિ તે. અવ્યાબાધ-અબાધિત બાધા પીડારહિત. આવિર્ભાવ પ્રગટ થયેલો ભાવ. ઉપધ્યાનઃ ધ્યાનને અર્થે તપસ્યાદિ કરી આહાર-વિષયાદિ છોડવાં તે. 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૫૭ દારિક : શોભાયમાન, કલ્યાણકારી, એક જાતના સ્થૂલ પુગલ. વર્ગણા- મનુષ્ય-તિર્યંચના શરીર માટે પ્રયોજાતો શબ્દ. દ્રવ્યપ્રાણઃ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. પિંડસ્થ ઃ મન-વચન-કાયા સ્થિર કરી શુદ્ધ એકત્વ નિજાત્મ પિંડ માંહે ઉપયોગ સ્થિર કરવો તે નિશ્ચય પિંડસ્થ ધ્યાન. પ્રતિલેખના ? દૃષ્ટિ કરી સારી રીતે જોઈ લેવું. પુંજણી વડે પુંજી જીવ ન હણાય તેમ કરવું. પ્રશમરતિ : કષાયો દૂર થવાથી ઊપજતી શાંતિ - આત્મસ્વભાવમાં રતિ. મહાગોપ : મોટા ગોપાલ. ભવ્ય જીવરૂપી ગૌને (ગાયને) ભવવનથી શીવનગરે પહોંચાડનાર. લબ્ધિવીર્ય : ઇંદ્રિયો તથા અન્ય કારણ વિના આત્મશક્તિની પ્રબળ પ્રાપ્તિ. સમવાયઃ વસ્તુના સ્વજાતિ અનંત લક્ષણનું વસ્તુમાં અનાદિ એકત્વપણે રહેવું તે. સમૂર્ણિમ : ગર્ભના ઊપજતા મનસંજ્ઞા વગરના જીવો. શૈલેશીકરણ : મન-વચન કાયાના યોગશીલા સમાન સ્થિર કરવા. કાઉસગ્ગ : દેહાદિકનું મમત્વ સ્થિર ઉપયોગમાં રહેવું. કાયાનો ત્યાગ કરીને પથ્થરની મૂર્તિ સમાન નિષ્કપ અચલ રહીને સામાયિકમાં સ્થિત રહેવું તે. - કવિની રચનાઓમાં ઉપરોક્ત શબ્દપ્રયોગ થયા છે તેની સમજૂતી “સુમતિ વ્યવહાર' ગ્રંથને અંતે આપી છે. આ શબ્દોના અર્થ જાણવાથી કવિગત આત્મ સ્વરૂપ અને અન્ય વિષયોને લગતા વિચારો સમજવામાં મદદરૂપ નીવડે છે. જ્ઞાનમાર્ગની કઠિન કાવ્યધારાને સુગાહ્ય બને તે માટે 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવક કવિ મનસુખલાલ આ શબ્દાર્થ અત્રે નમૂના રૂપે નોંધવામાં આવ્યા છે. કવિએ ગ્રંથરચનામાં અર્થપૂર્ણ અને રહસ્યમય શીર્ષકની પસંદગી કરી છે. શીર્ષક સંક્ષિપ્ત છતાં નમૂનેદાર છે. સુમતિપ્રકાશ સુમતિ વ્યવહાર અને સુમતિ વિલાસમાં “સુમતિ” શબ્દ વિશિષ્ટ પ્રયોજનથી મૂક્યો છે. શાસ્ત્રમાં દર્શાવેલા માર્ગને છોડીને ઉન્માર્ગે જતા જીવોને સુમતિ - સારી મતિથી જ્ઞાનનો પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ્ઞાન ભૌતિક સુખસામગ્રી માટે નથી પણ આત્માના શાશ્વત સુખના સામ્રાજ્યને સ્પર્શે છે. જ્ઞાનનો પ્રકાશ થયા પછી તેનો વ્યવહાર થાય અને વ્યવહારમાંથી આત્મા આત્મિક સુખમાં વિલાસ કરે એવી પરમોચ્ચ ભાવના શીર્ષક દ્વારા વ્યક્ત થયેલી છે. સુમતિવિલાસ સંપૂર્ણ પદ્યરચના નથી. તેમાં ગદ્યનો પણ પ્રયોગ થયો છે. આ ગદ્ય વિવેચનાત્મક પદ્ધતિનું છે કે જેમાં તત્ત્વજ્ઞાનને લગતી માહિતી - પારિભાષિક શબ્દોની સમજૂતી આપવામાં આવી છે. કવિએ તાત્વિક સ્પષ્ટીકરણમાં દૃષ્ટાંત તરીકે કથાનો આશ્રય લીધો છે. દા.ત., દૃષ્ટિરાગ એ મહાભયંકર છે. તેને સ્પષ્ટ કરવા માટે “રક્તપુરૂષની કથા” આપી છે. નમૂના રૂપે એક પરિચ્છેદ જોઈએ તો તે ઉપરથી એમની ગદ્ય રચનાનો પરિચય થાય. તાત્ત્વિક વિચારો પ્રગટે તે માટે કવિએ સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકોનો આશ્રય લીધો છે. તેમાં શ્લોકનો અનુવાદ ગદ્યમાં આપ્યો છે. માત્ર અર્થ નથી આપ્યો, તેની સાથે ટૂંકું વિવેચન - સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું છે. પુઆ પચ્ચખણ, પોસઠા ઉપવાસ દાણ સીલાઇ સવૅપિ અણહણ, નિરછયું કણય કુસુમવ // જિનપૂજા, મહાવ્રત, પ્રમુખ મૂલોત્તર ગુણ, પચ્ચખ્ખાણ, પોસહ, પર્વતિથિ અનુષ્ઠાન, ઉપવાસ ચઉવિહાર, દાનશીલ બ્રહ્મચર્ય ઇત્યાદિક સર્વ અનુષ્ઠાન આણા રહિતને ધંતૂરાના ફૂલની પેઠે નિરર્થક જાણવાં. જેમ ધંતૂરાનું ફૂલ દેખીતું શોભે છે. પણ અંદરથી ઝેરવાળું અને સુગંધી રહિત તેમ 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલની કવિપ્રતિભા પ્રતિક્રમણાદિ ક્રિયા જિનેશ્વરની આજ્ઞા બાજુ મેલીને હોય તો જિન આણા રૂપ સુવાસ વિના અને મિથ્યાત્વાદિક ઝેરયુક્ત માટે નિરર્થક જાણવાં. જેની આજ્ઞા આરાધવા ઉપર અને આજ્ઞા જાણવા ઉપર બુદ્ધિ નથી તેને ગાય, હરણ, વૃક્ષ, પથ્થર, ગધેડા, તરણાં, કૂતરા સરખા જાણવા. ૧૫૯ (સુ. વિ., પા. ૧૨૨) કવિની પદ્યરચનાઓ આત્મસ્વરૂપને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. તેવી રીતે ગદ્યરચનાઓમાં પણ આત્માં કેન્દ્રસ્થાને છે. ઉદા. નીચે પ્રમાણે છે. સામાયિક ધ્યાનાધિકારનું વિવેચન કરતાં કવિ જણાવે છે કે “અનિષ્ટ સંજોગ આર્તધ્યાન હે ચેતન તારે અનિષ્ટ સંજોગ નથી, કારણ કે એક દ્રવ્યમાં બીજો દ્રવ્ય, એક ક્ષેત્રમાં બીજાનું ક્ષેત્ર. બેઉ સમયવર્તનામાં અન્યની સમયવર્તના. તથા એકના ભાવમાં નિર્વિકાર સ્વભાવ પ્રવેશ કરી શકતા નથી. જેમ સુવર્ણ દ્રવ્ય માંહી બીજું દ્રવ્ય ત્રાંબું વગેરે પ્રવેશ કરી શકતા નથી. 2010_03 --- વ્યવહારથી સોનું ત્રાંબાથી એકમેક થયેલું વ્યવહારદૃષ્ટિવાળાને જણાય છે પણ ચતુર શરાફ સોનાને ભિન્ન જાણી શકે છે કે એની અંદર સેંકડે ચાર તોલા ત્રાંબું છે અને છઠ્ઠું તોલા સોનું છે. વળી તે ત્રાંબા સાથે મળેલા સોનાને નાઇટ્રિક એસિડમાં નાખવાથી ત્રાંબું ઍસિડ સાથે ગળી જઈ સોનું અલગ રહેશે. તો નિશ્ચયથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળી એકમેક થઇ જતું નથી. વળી દ્રવ્યથી પોતાનું ભારેપણું તથા પિત્તાદિ ગુણને સોનું છોડતું નથી તેમ જે સોનાનો પ્રદેશ તે માંહી ત્રાંબાના પ્રદેશે પ્રવેશ કર્યો નથી. માટે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનો પ્રદેશ અન્ય દ્રવ્યના પ્રદેશમાં પ્રવેશ કરી શકતો નથી.” (સુ. વિ., પા. ૮૫) નિશ્ચય અને વ્યવહારધર્મ વિષે સોનાના ઉદાહરણ દ્વારા આત્મા અને શ૨ી૨-પુદ્દગલનો સંદર્ભ દર્શાવ્યો છે. ‘ધર્મભાવનાનું સ્વરૂપ સમજાવતો પરિચ્છેદ જોઇએ તો... હું જ્ઞાન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રાવક કવિ મનસુખલાલ છું. મારા સ્વરૂપમાં ભાસતા શેયરૂપ પત્ર પરપદાર્થોથી મને કોઈ પ્રયોજન નથી. એ ઉપયોગે પરસંબંધે રાગાદિ પરિણામે બંધાયેલી આત્મપરિણતિ પરસંબંધથી છોડી પોતાના સ્વરૂપથી તન્મય કરી સર્વે સંકલ્પ છોડીને નિર્વિકલ્પ ભાવે સ્થિર થોભ સ્વરૂપ અભેદે તન્મયતાએ રાખે. સંકલ્પ-વિકલ્પ પરિણામે હણાતા આત્મવીર્ય જ્ઞાનાદિ પ્રાણને નિર્વિકલ્પ પરિણામે એટલે નિર્વિકલ્પ ઉપયોગે બચાવે તે નિશ્ચયદયા કહીએ. માટે અહીંયાં સમાન ભાવને જ દયા કહી. જિનશાસનમાં સમભાવ એ જ મુખ્ય સાધ્ય છે. (સુ. વિ., પા. ૧૩૪) આગ્રંથમાં સંસ્કૃત-પ્રાકૃત શ્લોકો અને દુહાનો આધાર લઈને વિષય વસ્તુનો વિસ્તાર કર્યો છે. તેમાં મુખ્યત્વે ભાષાંતરની સાથે વિવેચનાત્મક નોંધ આપવામાં આવી છે તે ગદ્યના નમૂનારૂપ છે. કવિની ગદ્યશૈલી સરળ અને સુગ્રાહ્ય છે છતાં પારિભાષિક શબ્દોના પ્રયોગથી તાત્ત્વિક વિચારો સમજવા માટે બુદ્ધિ કસવી પડે તેમ છે. તત્ત્વ જ્ઞાનને સમજવા માટે તો આવી આવશ્યકતા હોવી જોઈએ. તે વગર ધર્મ કે તત્ત્વ પામી શકાય નહિ. આવા વિચારોને હૃદય કરતાં બુદ્ધિ સાથે વધુ સંબંધ છે એટલે ઉપયોગ હોય તો શાસ્ત્રની વાત પામી શકાય. 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મનસુખલાલની કાવ્યસૃષ્ટિમાં વિહાર કરતાં એમ લાગે છે કે કવિ બાહ્ય જગતમાંથી પોતાના આત્માને દૂર કરીને આંતર જગતમાં દૃષ્ટિ કરતા હોય તેની પ્રતીતિ થાય છે. દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે આવી માનસિક સ્થિતિ આવકારદાયક ને આફ્લાદક છે. મનમોર મગ્ન બનીને નૃત્ય કરી ઊઠે તેવો સંયોગ આત્મસ્વરૂપના ચિંતનમાં રહેલો છે. ભક્તિમાર્ગની બોલબાલા વિશેષ છે તેમ છતાં જ્ઞાનમાર્ગની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. ભક્તિની સાથે જ્ઞાનનો સુયોગ સધાય તો આત્માનુભૂતિનો માર્ગ સરળ બને છે. આત્મસ્વરૂપ પામવા માટેનો પુરુષાર્થ માત્ર એક જ ભવમાં પૂર્ણ થતો નથી પણ તેના સંસ્કારો ભવાંતરમાં પણ ઉદયમાં આવીને મોક્ષપ્રાપ્તિના ધ્યેયને માટે ઉપકારક બને છે. એ માનીને દ્રવ્યાનુયોગની કઠિન કે ગહન વિચારોને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ પણ જીવનને નિર્મળ બનાવીને મુમુક્ષુપદની ભૂમિકાનો માર્ગ સહજસાધ્ય બનાવે છે. ઊંચી બુદ્ધિ પ્રતિભા હોય તો જ આ ક્ષેત્રમાં સર્જન અને આસ્વાદ થઈ શકે તેમ છે. આવી કૃતિઓના આસ્વાદ માટે ગુરુગમની પણ અનિવાર્ય આવશ્યકતા સ્વીકારવી પડે છે. આત્મસાધનાનો માર્ગ સર્વસ્વ સમર્પણ અને પ્રભુ સમક્ષ શરણાગતિનો છે. તેમાં વૈરાગ્યભાવ અને અનાસકત ભાવનાના સંસ્કારો જેટલા પ્રબળ હોય તેટલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તિ બાળ જીવોને ધર્મમાર્ગમાં જોડે છે. જેમ બાળક દિનપ્રતિદિન વિકાસ પામીને કિશોર, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ બને છે તેમ અધ્યાત્મમાર્ગમાં બાળસ્વરૂપની ભક્તિ ક્રમશઃ યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થામાં આત્મલક્ષી બને તો આત્મવિકાસ સાધી શકાયો એમ માની શકાય. જગતના ગૂઢ રહસ્યને પામવા માટેનો પુરુષાર્થ કરતાં બદ્ધિ અને શક્તિની વૃદ્ધિ સાથે સ્વસ્વરૂપનું સંધાનમાં રહસ્યાનુભૂતિ થાયતે શ્રેયસ્કર છે. જ્ઞાનમાર્ગના કવિઓએ ગહન ગંભીર વિચારોને વ્યકત કરવા માટે લોકપ્રચલિત દૃષ્ટાંતોને રૂપકોનો આશ્રય લઈને કલાત્મક અભિવ્યક્તિ કરી છે તે દષ્ટિએ આ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરનારને વિશેષ પ્રગતિ કરવાનો માર્ગ મોકળો બને છે. ૧૯૧ 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ મનસુખલાલ કવિનું વલણ વિશેષ રૂપે નિશ્ચયનય તરફ વધુ છે. છતાં વ્યવહારનયનો ત્યાગ કરવાનો નથી. વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય થાય તો જ સિદ્ધિ પામી શકાય છે. માત્ર વ્યવહાર કે નિશ્ચય એકાંતે ઉપયોગી નથી એટલે આત્માર્થીજનોએ બન્નેની જરૂરિયાત સ્વીકારીને ઉદ્યમવંત રહેવું જોઈએ. આ વિચારના સમર્થનમાં પૂ. યશોવિજયજી ઉપાધ્યાયના વિચારોનો સંદર્ભ અત્રે નોંધવામાં આવે છે. ૧૬૨ ‘અધ્યાત્મસાર’માં પૂ. યશોવિજયજી ઉપાધ્યાય વ્યવહાર અને નિશ્ચય વિશે જણાવે છે કે, या निश्चयैक लीनानां क्रियानाति प्रयोजनाः । व्यवहार यथास्थानं ता एवाऽति गुणावहाः । । જેઓ નિશ્ચયધર્મમાં લીન બની ચૂકયા છે અર્થાત્ જેઓનું મન આત્મભાવમાં અત્યંત સ્થિર થઈ ગયું છે તેઓને ક્રિયા અત્યંત ઉપયોગી નથી. પરતું વ્યવહારદશામાં રહેલાઓને જેઓનું મન આત્મભાવમાં સ્થિર થયું નથી એવા તે ચંચળ મનને સ્થિર કરવા આવશ્યકાદિ ક્રિયાઓ અત્યંત લાભકારી છે. અનાદિકાળથી આત્મા અશુભ ક્રિયાઓથી અશુભ કર્મો બાંધે છે. તેમાંથી મુક્ત થવા માટે આવશ્યક ક્રિયા દ્વારા મનને શુભ ભાવમાં સ્થિર કરવા માટે તે અત્યંત અનિવાર્ય ગણાય છે. વ્યવહારોપિનિષ્ણાતો યો જ્ઞાપ્તતિ વિનિયમ્ । કાસાર તરણા સત: સાગર સન્નીતીતિ | ૭૨ ॥ જે વ્યવહારમાં નિષ્ણાત થયો નથી અને નિશ્ચયને જાણવા ઇચ્છે તે તળાવમાં તરવા અસમર્થ હોવા છતાં સાગરને તરવાની ઇચ્છા કરનાર મહામૂર્ખ છે. પ્રથમ વ્યવહારનય જીવનમાં એકરૂપ થઈ જાય પછી નિશ્ચયનયમાં લીન થવાય છે. કવિ મનસુખલાલની વિચારધારાને સમજવા માટે ઉપરોક્ત સંદર્ભ ઉપયોગી છે તેનું પણ ચિંતન કરવું જોઈએ. જ્ઞાનમાર્ગના શુષ્ક ગણાતા વિષયમાં કવિઓ કલમ ચલાવીને પોતાની કવિત્વશક્તિની સાથે આત્માર્થી 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર બનવાના માર્ગ તરફ આંગળી ચીંધ્યાનું પુણ્ય કાર્ય કર્યું છે અનુમોદના કરીને સૌ કોઈ ધર્મના સારભૂત તત્ત્વને પામવા માટે એમની કાવ્યસૃષ્ટિમાંથી કંઈક ગ્રહણ કરીને નવી દિશામાં જીવનની દશા સુધારવા કૃતનિશ્ચયી બનવાનો અમૂલ્ય અવસર વીતી ન જાય તેની સાવચેતી રાખવી જોઈએ. જ્ઞાનમાર્ગમાં ઊંડા ઊતરવા માટે કવિનું સાહિત્ય વિશેષ રૂપે ફળદાયી નીવડે તેમ છે. પૂર્વાચાર્યોના રહસ્યમય ગ્રંથોનો આસ્વાદ કરવા માટેનો સંદર્ભ કવિ મનસુખલાલના સાહિત્યમાંથી ઉપલબ્ધ થાય છે. એમની કાવ્યસૃષ્ટિમાં સફર કરીને સ્વ-સ્વરૂપ રમણતા કેળવવામાં ઉદ્યમશીલ બનવાની મંગલ ભાવના પ્રગટ કરું છું. વાચકો સમક્ષ શ્રાવક કવિ મનસુખલાલની કૃતિ ચરણે ધરીને જ્ઞાનામૃત રસાસ્વાદનો અતુલિત આનંદ સૌ કોઈ માણી શકે તે માટે નમ્ર પ્રયાસ કર્યો છે. અને અંતે જવિજયનું પદ અને તેના વિચારો પણ કવિગત વિચારોને સમર્થન આપે છે - ૧૬૩ જબ લગ ઉપસમ નાહિ રતિ, તબ લગે જોગ ધરે કયું હોવે. નામ ધરાવે જતી. જબ. (૧) કપટ કરે તું બહુ વિધ ભાતે, ક્રોધે જલે છતી તાકો ફલ તું ક્યા પાવેગો, જ્ઞાન વિના નાહિ બતી. જબ. (૨) ભૂખ તરસ ઓર ધૂપ સહ-તું હે, કહેતું બ્રહ્મવ્રતી, કપટ કે-લવે માયા મંડે, મનમેં ઘરે વ્યક્તી. જબ. (૩) ભસ્મ લગાવતઠાઢો રહેવત, કહત હૈ હું વસતી, જંત્રમંત્ર જડી બૂટી ભેષજ, લોભ વશ મૂઢમતી. જબ. (૪) બડે બડે બહુ પુરવધારી, જિનમેં સકતિ હતી, સો ભી ઉપસમ છોડી વિચારે, પાયે નરક ગતી. જબ. (૫) કોઉ ગૃહસ્થ કોઉ હોવે વૈરાગી, જોગી ભગત જતી, અધ્યાતમ ભાવે ઉદાસી રહેંગો, પાવેગો તબહી મુક્તી. જબ. (૬) 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રાવક કવિ મનસુખલાલ શ્રી નય વિજય વિબુધ વર રાજે, જાને જગ કરતી, શ્રી જસ વિજય ઉવઝાય પસાયે, હેમ પ્રભુ સુખસંતતી. જબ. (૭) જસવિલાસ. ધર્મના બાહ્યાચરણની સાથે આત્માનું લક્ષ્ય ન હોય તો તે માત્ર આડંબર બને છે. આત્માનો કોઈ વિકાસ સધાતો નથી. જશવિજયના પદના વિચારો સરળ ને સુગ્રાહ્ય છે. તેના સંદર્ભથી ધર્મારાધનાનું લક્ષ્ય શું છે તે જાણવા મળે છે. કવિની આધ્યાત્મક વિષયક વિચારધારાના સંદર્ભમાં અધ્યાત્મ શું છે તે માટે ઉપા. યશોવિજયજીનો અધ્યાત્મસારનો શ્લોક-ર પ્રકાશ પાડે છે. આ શ્લોકને કેન્દ્રમાં રાખીને કવિની કાવ્યસૃષ્ટિમાં વિહાર કરવાથી તાત્ત્વિક વાતનો બોધ થશે તે નિશંક છે. ગતમોહાધિકારણ માત્માનઅધિકત્ય પ્રવર્તતે ક્રિયા શુધ્ધા તધ્યાત્મ જગુર્જિના: // ૨ // જેમના મોહનો અધિકાર નાશ પામ્યો છે, તેઓની આત્માને લક્ષીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વર ભગવાનો અધ્યાત્મ કહે છે. - 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ લેખકનો પરિચય શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ.તા. 30-3-'36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એ., ટી.ડી., એલએલ.એમ., પીએચ.ડી. ઈ.સ. ૧૯૫૫થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. * ઈ.સ. ૧૯૬૬થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા. (કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન). સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. * ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો રાા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એ. (૧૯૭૨-જૂન), નોર્થ-ઇસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઇટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ, ચેકપોર્ટ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો). શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કૉલેજ-બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની અ.સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી). Education memational 20100 Forpuvate Personal use only www.janette