________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૨૧
સમય પ્રમાદ ન કીજે ભાઈ, પુદ્ગલ ચિંતા સર્વ મિટાઈ, સિદ્ધ સમાન શુદ્ધાતમ ધ્યાવો, પરમ મહોદય પૂરણ પામો. // ૨ //
(સુ.પ્ર., પા. ૧૩૩)
(ચોપાઈ) જ્ઞાને નાશે મોહનું જોર ભારી, ધ્યાને આવે થિરતા સિદ્ધિકારી, માટે ત્યાગો પુદ્ગલોનો પ્રસંગ, તો તો પામો શુદ્ધ ભાવે સુરંગ.
(સુ.પ્ર., પા. ૧૩૮)
(શાલિની) બાંધ્યાં કર્મો મમત કરિને દેહપંચ પ્રકારે; ઇન્દ્રી પંચે મનવચતનું, બંધ વ્યક્તિ વિકાર, આવે તે તો મમત સહિત, એક કાલે ઉદેને, જાણે જીવો પુદ્ગલ, ક્રિયા, કાજ કીધું હમે એ. / ૧ /
(સુ.મ., પા. ૧૪૯) નવતત્ત્વ વિચારણાની ઢાળોમાં કવિએ વર્ણવ્યું છે કે આત્મા કર્મનો કર્તા, ભોક્તા, સિદ્ધ બુદ્ધ, તત્ત્વને ગ્રહણ કરવાવાળો બની શકે. ઉપરાંત દાન, લાભ, ઉપભોગ, વીર્ય વિષયક વિચારો પણ વ્યક્ત કર્યા છે.
આત્મા કર્મનો કર્યા છે તે વિશે કવિના શબ્દો છે કે – શુભાશુભ પરિણામનો, કર્તા મમતાવંત હો વિનીત; તે સંસારી જીવ છે, ભાખેશ્રી ભગવંતો વિનીત. // ૧ / શુભ પરિણામે પુણ્યને, કરે સુગુણ નર કોય હો. અશુભ કરમ પાપી કરે, મૂઢ પુરુષ જ હોય છે. / ૪ //
(સુપ્ર., પા. ૧૪૨)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org