________________
૩૨
શ્રાવક કવિ મનસુખલાલ
આત્મા કર્મનો ભોક્તા છે તે વિશે કવિના શબ્દો છે – શુભાશુભ પરિણામનો જી, ભોગી તે જગજીવ; ભોગી જ્ઞાનાદિક તણો જી, જ્ઞાની સિદ્ધ સદીવ. સુગુણ નર ધાર તત્ત્વવિચાર, એ જિન શાસન સાર;
ભવિકજન ધારો તત્ત્વવિચાર. / ૧ /
(સુ.મ, પા. ૧૪૨) અજ્ઞાનતાને કારણે આત્મા પુદ્ગલની મમતાથી ચૌદ રાજલોકમાં રખડે છે તે વિશે કવિ જણાવે છે કે – શુદ્ધ આત્મતા અજ્ઞાનથી નર, મમત કરિ પુદ્ગલતણું; કરિ રાગરોષ વિમોહ, અતિશય કર્મ બંધન કરિ ઘણું. દુ:ખ તાપ બહુસંતાપ, સહતાં ઉપાર્જે ચઉદે રાજમાં, બહુ જન્મ મરણ ક્લેશ ભોગે રહે ન નિજ સુખ કાજમાં. / ૧ /
સમ્યક્દર્શન એટલે સમકિત. સમકિત એ ધર્મરૂપી મહેલનો પાયો છે. કવિના ઉપરોક્ત વિષયના વિચારો જોઈએ તો –
જિન દેશિત સપ્ત તત્ત્વની રે શ્રદ્ધા રુચી પ્રતિત; નિર્મલ હોવે જેહને રે, સમકિત કહીયે મિતરે, પ્રાણી. / ૪ / બાર ભાવના ભાવિયે રે, ચારિત્ર પંચ પ્રકાર, સમસંવરજે આદરે રે, તેહ તરે સંસાર રે. પ્રાણી. / ૧ //
(સુ.પ્ર., પા. ૧૫૪) વસ્તુનું સ્વરૂપ ચાર નિક્ષેપણથી જાણવું જોઈએ. તે વિશે કવિના શબ્દોમાં જોઈએ તો –
સકલ વસ્તુને જાણીએ ચાર નિક્ષેપ સમેત લલના, ન્યાસ કહ્યા એ વસ્તુના, દ્રવ્ય પ્રજાય અભેદ લલના;
તત્ત્વદૃષ્ટિ દઢ રાખીએ. // ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org