________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૩૩
નામ સ્થાપના દ્રવ્ય ભાવ સહિત હોય અપાર લલના, વસ્તુના વસ્તુ વિષે શુદ્ધ નિક્ષેપ વિચાર લલના.
તત્ત્વ. / ૨ //
(સુ.એ, પા. ૧૫૫) મધ્યકાલીન પરંપરા અનુસાર દોહરામાં વસ્તુ નિર્દેશ કરીને ઢાળમાં તેનો વિસ્તાર કર્યો છે. દેવલોકના વર્ણનમાં આ પ્રણાલિકા જોવા મળે છે.
(દોહરા) દેવો ચાર નિકાયના, ભનવપતી દશ જાણ, વ્યંતર આઠ પ્રકારના, જોઈસ પંચ પ્રમાણ. / ૧ / દ્વાદશ કલ્પ વિમાની છે નવ ગ્રંવેક વખાણ; પંચ અનુત્તર વાસિનાં, કલ્પાતીત સુજાણ. // ૨ //
(સુ.પ્ર., પા. ૧૭૯) કર્મબંધનાં કારણો દર્શાવતાં કવિ કહે છે કે – મિથ્યા દરશન ને અવિરતિ વલી, પ્રમાદ કષાય ને યોગ; પંચ કારણ એ કર્મ બંધનાં, તજી લો શિવમગ યોગ.
હો ભવિયા જિન દરસન રસ લીજે જ્ઞાન સુધારસ પીજે. હો ભવિયા. // ૧ //
(સુપ્ર., પા. ૧૯૩) કવિએ આ ગ્રંથના છેલ્લા વિભાગમાં દેવચંદ્રજીની ચોવીશીના અર્થ લખ્યા છે. સ્તવન સુંદર કંઠે ગવાતું સાંભળીએ પણ તેનો અર્થ સમજાય નહિ તો આત્મભાવમાં કે પ્રભુભક્તિમાં મન સ્થિર બને નહિ એટલે સ્તવન કે અન્ય કાવ્યપ્રકારની રચનાઓનો અર્થ જાણવાથી વધુ ભાવના ભાવી શકાય છે. દેવચંદ્રજીનાં સ્તવનો શુદ્ધ આત્મસ્વરૂપ ને દ્રવ્યાનુયોગની કઠિન વાતોને વ્યક્ત કરે છે. આ સમજાવવા માટેનો કવિનો પ્રયત્ન પ્રશસ્ય છે. માત્ર પોપટિયા રટણથી કોઈ લાભ નથી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org