________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
૧૨૩
આપવામાં આવે છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાની અભિવૃદ્ધિ થાય, મોહ-માયા કે મમતાનો અને દુર્ગુણોનો ત્યાગ કરવો, આત્મા અને શરીર ભિન્ન છે - એમ જાણીને આત્મસ્વરૂપ પામવા માટે પુરુષાર્થ આદરવો - જેવા વિષયને સ્પર્શતા પદો રચાયાં છે. પદમાં પ્રસંગનિરૂપણ થયેલું હોય છે. તે દૃષ્ટિએ વિચારીએ તો આવાં પદો જૈન સાહિત્યમાં અલ્પ સંખ્યામાં છે. વિશેષરૂપે પદોની સંખ્યા તો આધ્યાત્મિક છે. આ પદો સક્ઝાયના સ્વરૂપ સાથે સામ્ય ધરાવે છે. આવશ્યક ક્રિયામાં સઝાયને બદલે આવાં પદો પ્રયોજાય છે. કારણ કે સઝાયનો મૂળ હેતુ આત્માભિમુખ થવાનો છે જે પદમાં પણ જોઈ શકાય છે. ઓછામાં ઓછી ત્રણ ગાથાના પદો મળી આવે છે. પદની ગાથાની સંખ્યાની કોઈ મર્યાદા નથી. પદમાં ઉપદેશાત્મક વિચારો વિશેષ પ્રમાણમાં છે. જૈન સાધુ કવિઓ ઉપદેશ આપવાનું કાર્ય કરતા હોય છે. તેઓ આચારશુદ્ધિવાળું જીવન જીવતા હોવાથી એમના ઉપદેશનો વધુ પ્રબળ પ્રભાવ પડે છે.
જૈન કવિઓના પદની સમૃદ્ધિનો પરિચય કરાવતી કેટલીક માહિતી નીચે મુજબ છે.
- કવિ સમયસુંદરે ૧૦૦૦થી વધુ પદો રચ્યાં છે. આ પદો ઉત્તમ ગીતકાવ્યના ઉદા.રૂપ છે. ભક્તિમાર્ગની વિચારધારાને ગેય પદાવલીમાં વ્યક્ત કરીને ગુજરાતી પદસાહિત્યમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. સોવે સોવે સારી રેન ગુમાઈ, બહેન નિ દ્રાતું ક્યાંસે આઈ // ૧ // નિદ્રા કહે મેં બાળી ભોળી, બડેબડે મુનિવરફૂ નાખું ઢોળી / ૨ // નિદ્રા કહે મેં જમકી દાસી, એક હાથમે મુક્તિ ઓર દુસર હાથમેં ફાંસી / ૩ //
(જી.કા.પ્ર. પા. ર૯૭) કવિ માનવિજયનું પદ જોઈએ તો,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org