________________
૧૨ ૨
શ્રાવક કવિ મનસુખલાલ
તદ્યથા હયે નાણે ક્રિયાહીણ, કયા અજ્ઞાણ ઓ ક્રિયા, પિફખંતો પંગુલો દો, ધાવમાણોએ અંધલો / ૧ /
ક્રિયારહિત એવું જ્ઞાન તે નાશ પામે છે. અને જ્ઞાનરહિત એવી ક્રિયા નાશ પામે છે. જેમ દેખતો એવો પાંગળો માણસ અગ્નિથી બળી ગયો અને દોડતો એવો આંધળો માણસ પણ અગ્નિથી દાજ્યો. પાંગળો માણસ જ્ઞાનવાન અને આંધળો માણસ તે ક્રિયાવાન સમજવો. જો બંનેનો સમન્વય થયો હોત તો બંને જણાનું રક્ષણ થાત.
મનસુખલાલની વિચારધારા ક્રિયાની વિરોધી ન હતી પણ નિશ્ચયનયના પ્રભાવથી તે તરફનું વલણ વિશેષ હતું. એકાંતે જ્ઞાનવાદી બનવાથી તત્ત્વને પામી શકાય નહિ; માત્ર શુષ્ક જ્ઞાન મળે. વિજયલક્ષ્મીસૂરિએ જ્ઞાનપદની પૂજામાં એકાંતવાદીના સંદર્ભમાં જણાવ્યું છે કે “કંચન નાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે, એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદરસ સમુદાય રે..”// ૪ /
સ્યાદ્વાદના સિદ્ધાંતના સ્વીકારથી પણ જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા સ્વીકારવી જ જોઈએ. મનસુખલાલની વિચારધારાને ધર્મની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં આ પ્રકારની સ્પષ્ટતા યોગ્ય લાગે છે. સાહિત્યની દૃષ્ટિએ વિચારીએ તો કવિએ જ્ઞાનમાર્ગના ગૂઢ રહસ્યને પ્રગટ કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે તે પ્રશસ્ય છે.
પદોનો પરિચય જૈન કાવ્યપ્રકારોમાં પદરચનાઓ મોટા પ્રમાણમાં થઈ છે. અન્ય જૈન કાવ્યપ્રકારોની માફક આવી રચનાઓ અત્યંત સમૃદ્ધ છે. જ્ઞાનમાર્ગની કઠિન વિચારધારાને વિવિધ કાવ્યપ્રકારોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તે જ રીતે પદરચનાઓ જ્ઞાનમાર્ગની સાથે સાથે ભક્તિમાર્ગનો પણ સમન્વય સાધે છે.
પદના વિષય તરીકે અધ્યાત્મમાર્ગમાં ઉપકારક એવા વિચારોને સ્થાન
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org