________________
૧૪
શ્રાવક કવિ મનસુખલાલ
ભાવના', “પ્રભંજનાની સઝાયનો પણ તેમાં સંચય કરવામાં આવ્યો છે. તદુપરાંત કવિના પરમભક્ત શિષ્ય સંતોકચંદજીકૃત “ચૈત્યવંદન અને પદ', બહેન કસ્તુરાકૃત સ્તવન – ગઝલ અને છંદરચનાઓનો પણ સમાવેશ થયો છે. બહેન સમરથરચિત એક ગહુલી અને ગૌતમસ્વામીનો રાસ અર્થસહિત એમ વૈવિધ્યપૂર્ણ રચનાઓથી આ ગ્રંથ સમૃદ્ધ છે. એમના ત્રણેય ગ્રંથો આત્માભિમુખ થવા માટે જ્ઞાનસરિતાના નિર્મળ જળમાં સ્નાન કરાવે છે. “નવપદપૂજાદિ સંગ્રહ' દ્વારા ભક્તિરસમાં લીન કરે છે. એટલે જ્ઞાન અને ભક્તિના સમન્વયવાળી એમની કાવ્યસૃષ્ટિ એક શ્રાવક તરીકે વિશિષ્ટ જ્ઞાન ને કવિપ્રતિભાનો પરિચય કરાવે છે.
[૪] સુમતિપ્રકાશમાં દેવચંદ્રજીકૃત સ્તવન ચોવીશીનો બાલાવબોધ, શ્રુતધરની સોળ ઉપમા વિષય અને મમત્વ પરિવારની ઢાળ, પાંચ ચારિત્ર, બાર ભાવના, છ દ્રવ્યનું સ્વરૂપ અને ધર્મકથાનુયોગવિષયક વિચારો ઢાળમાં વ્યક્ત કર્યા છે. જૈન તત્ત્વજ્ઞાનના ગહન વિચારો વ્યક્ત કરતો આ ગ્રંથ આત્માર્થી જનોને મહાનઉપકારક નીવડે તેમ છે.
કવિએ આધ્યાત્મિક વિચારોની અભિવ્યક્તિમાં ઉત્તરાધ્યયન સૂત્ર, જીવાભિગમ, આચારાંગ વગેરે સૂત્રોના શ્લોકોનો સંદર્ભ આપીને વિચારોનું સમર્થન કર્યું છે. એમની બધી રચનાઓ પદ્યમાં છે છતાં અર્થસહિત સ્તવન, ચોવીશીની રચના, કેટલીક કથાઓ તથા વિષયવસ્તુનું પ્રતિપાદન કરવા માટે ગદ્યનો પણ પ્રયોગ થયો છે. એટલે પદ્યની સાથે ગદ્યશૈલી પણ નમૂનારૂપે જોઈ શકાય છે. સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકોનો અનુવાદ આપીને વસ્તુગત વિચારોની અભિવ્યક્તિ કરી છે. દૃષ્ટિ રાગ ઉપર રક્ત પુરુષની કથા'માં ગદ્યશૈલીના નમૂનારૂપ પરિચ્છેદ જોઈએ તો –
તે કુરંગી પોતાનો પતિ ગયા પછી પોતાના યારો સાથે નિ:શંકપણે રમવા લાગી અને થોડા દિવસમાં તેઓને પોતાનું સમસ્ત ધનદોલત આપી ખાઈ ખોદી પૂરું કીધું. કેટલાક દિવસે પોતાના પતિનું આવવું નજીક જાણી ઉત્તમ પતિવ્રતાનો ઢોંગ ધરી રહેવા લાગી. બહુધાન્ય કે પોતાના ગામની
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org