________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
૧૨૫
કવિ જયવિજયનું પાર્શ્વનાથનું પદનું ઉદા. નીચે મુજબ છે :
મેરે સાહિબ, તુમ હી હો, મેરે પાસ જિગંદા, ખિજમતગાર ગરીબ હું, મેં તેરાબંદા // ૧ / મેં ચકોર કરું ચાકરી, જબ તુમ હી ચંદા, ચક્રવાક પરે હું રહું, જબ તુમ હી દિગંદા. // ૨ /
(જી.કા.પ્ર., પા. ૩૭૭) કવિ ભૂધરના પદમાં સમક્તિને શ્રાવણની ઉપમા આપીને સમક્તિની પ્રાપ્તિ શ્રાવણ માસની વૃષ્ટિ સમાન ઉલ્લાસ પ્રગટ કરે છે. કવિના શબ્દો છે,
સમક્તિ શ્રાવણ આયો રી, મેરે ઘર સમક્તિ સાવન આયો રી. વીતી કુદષ્ટ મિથ્યાત ગ્રીષ્મ, પાવસ સહજ સહાયો રી.
અબ મેરે ઘર... // ૧ / અનુભવ દામિની ચમકત લાગી, મોર સુમન હરખાયો, બોલ્યો વિમલ વિવેક પાઈઓ, સુમતી સોહાગણી ભાયો રી;
અબ મેરે ઘર... // ૨ //
(જી.કા.પ્ર., પા. ૩૮૩) કવિએ શ્રાવણ-વર્ષાઋતુના સંદર્ભની ઉપમાઓ દ્વારા સમક્તિ પ્રાપ્તિનું અલંકારયુક્ત સૌંદર્યપાન કરાવ્યું છે.
કવિ આનંદઘનજીનાં પદો રહસ્યમય અને આધ્યાત્મિક વિકાસમાં પોષક ને પ્રેરક છે. પૌગલિક પદાર્થોના રાગમાંથી મુક્ત થવાનું ઉબોધન કરતું પદ જોઈએ તો
યા પુદ્ગલકા ક્યા વિસવાસા, કર્યા વિસવાસા સુપનક સારે ચમતકાર વિજલી રે જેસા, પાની બિચ પતાસા: યા દેહીકા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. / ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org