________________
૧૨૭
શ્રાવક કવિ મનસુખલાલ
જૂઠ તન ધન જૂઠ જોબન, જૂઠા તે ઘરવાસા, આનંદ ધન કહે સબ હી જૂઠ, સાચા શીવપુરવાસા // ૨ //
(જી.કા.પ્ર., પા. ૩૯૧) કવિ ગંગના પદમાં શિયળ-બ્રહ્મચર્યનો મહિમા વ્યક્ત થયો છે. સર્વ વ્રતોમાં શિરામણિ એવું શીલ શિવપદ માટે પ્રધાન ગણાય છે :
શીયલ ભવિ ધારો રે ભવિ, શીયલ ધરમકા મૂલ. શીયલ શેઠ સુદર્શન પાળ્યો, શૂલી ભઈ રે વિમાન. શીયલ. // ૧ / સતી સીતાએ શીલ પ્રભાવે, અગ્નિ ફી ભયો પાણી. રીયલ. // ૨ //
(જી.કા.પ્ર., પા. ૩૯૮) પંડિત હરસુખના પદમાં વિચારણા તત્ત્વની થઈ છે. ચિદાનંદ તેરો હિ જ્ઞાન વિચાર, નવતત્ત્વ પટદ્રવ્ય પદારથ, ઇનકા ભેદ વિચાર, દયા ધર્મ હિ હૃદયમેં ધરકે, જિનવરનામ સંભાર //. ૧ /
(જે.કા.પ્ર., પા. ૪૦૩) કવિ ઉદયરત્નનાં પદોમાં ભરપૂર વૈરાગ્ય અને ભક્તિભાવનાનો સમન્વય થયેલો છે. પ્રભુભક્તિનાં પદોમાં પણ ઊંડે ઊંડે વૈરાગ્યભાવ નિહિત છે. કવિએ ચિત્રાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રભુમૂર્તિનો મહિમા વર્ણવ્યો છે :
અજબ બની છે સૂરત જિનજીકી, ખૂબ બની હૈ મૂરત જિનજીકી, નિરખત નયન થકિત ભયે મેરે, મીટ ગઈ પલકમેં મૂઢતા મનકી. અજબ. // ૧ /
(જી.કા.પ્ર.પા. ૩૪૦)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org