________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૩. સુમતિ પ્રકાશ
સુમતિવિલાસ અને વ્યવહારમાં મુખ્યત્વે કવિએ પોતાની કૃતિઓનો સમાવેશ કર્યો છે. અહીં કવિએ પોતાની કૃતિઓ ઉપરાંત દેવચંદ્રજી અને કવિના ભક્તોમાંથી સંતોકચંદજી, દલસુખનાથજી, વાડીલાલ પાનાચંદની કેટલીક રચનાઓનો સમાવેશ કર્યો છે.
કવિના જીવન પર દેવચંદજીનો વિશેષ પ્રભાવ હતો. તેઓ આત્માર્થી હોઈ દ્રવ્યાનુયોગના ઉપાસક હોવાથી કવિને એમના પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ હતો. તેથી દેવચંદ્રજીકૃત અતીત સ્તવન ચોવીશીનો બાલાવબોધ (એટલે અર્થ સમજાવ્યો છે.), વિષયત્યાગની ઢાળો, તત્ત્વાર્થસારમાં દર્શન અને જ્ઞાનપદ, ઉપશમભાવ, નરક, દેવ, છ દ્રવ્ય, પાંચ મહાવ્રત, દેશવિરતિધર્મ, કર્મબંધ-હેતુ સ્વરૂપ, બાવીશ પરિષહ, અનિત્યાદિ બાર ભાવના, પાંચ ચારિત્ર, મોક્ષાધિકાર, ધર્મકથાનુયોગ, આદિ વિષયોને લગતા વિચારો વ્યક્ત કર્યા છે. બધા જ વિષયો લગભગ આત્માના સ્વરૂપને સ્પર્શતા ત્યાગ અને વૈરાગ્યભાવનાથી સમૃદ્ધ છે. અંતે કવિના ત્રણ ભક્તોએ પદો રચ્યાં છે તેનો ઉલ્લેખ કર્યો છે.
ચેતન શબ્દ દ્વારા ઉદ્બોધન કરીને વિષયત્યાગ વિશે કવિ જણાવે
છે કે
ચેતન ચેતો રે ચેતના, આતમ તત્ત્વ વિચાર;
વશ કરિ ઇંદ્રિય ચોરને, જિમ લહિયે શિવ સાર. ચેતન ચેતો રે ચેતના. || ૧ || સત્ય પ્રશંસા રે તેહની, નંહિ વિષયવશ જેહ, જ્ઞાનાદિક નિજગુણ વિષે, મગ્ન રહે મુનિ તેહ. ચેતન. ॥ ૪ / (સુ.પ્ર., પા. ૧૧૭)
૨૯
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org