________________
૧૩૪
શ્રાવક કવિ મનસુખલાલ
“માયા ઠગણી, માયા પાપણી, જ્યમ સેવંતા સે સાપણી.” (પા. ૮૭) અખા ભાયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત, અખો એ મોટું વાંકડ જ્યમ વીંછીએ કરડ્યું માંકડું.
જતિ કહાવે તો મન જીત.” (પા. ૮૭) સૂકું જ્ઞાન ને બંડળ મૂછ, કરપી ધન કૂતરાનું પંછ એ ચારથી અર્થ ન થાય, સામું એમ ઉપાડે કાય.”
(પા. ૮૮). વેશટંકને બંધન કારક ગણી આત્માને ચેતવણી આપતાં કહે છે કે “વેશટંક છે આડી ગલી, માંહી પેઠો તે ન શકે નીકળી.” // (પા. ૮૮)
અખાની નિર્ગુણ ઉપાસના સ્પષ્ટ હોવા છતાં સગુણોપાસનાને પણ સ્થાન આપે છે – “ભાઈ ભક્તિ જેવી પંખણી, જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ, જ્ઞાન વિના ભક્તિ નવ થાય,
જ્યમ ચક્ષુ હીણો જ્યાં ત્યાં અથડાય.” (પા.૮૮) અખાની જ્ઞાનમાર્ગી શાખના જાણીતા કવિ ભાણદાસ પદો અને ગરબી-ગરબાથી ખ્યાતિ પામ્યા છે. - ધીરા ભગતની કાફીઓ પ્રસિદ્ધ છે. કવિએ અરૂપી એવા મનનું સ્વરૂપ અને તેની લીલા કાફીઓમાં વર્ણવી છે. તૃષ્ણા એ સંસારનું મૂળ છે. આ વિષયને સ્પર્શતી કાફીઓમાં વિવિધ ઉપમાઓ આકર્ષક ને વેધક અસર પહોંચાડે છે. તૃષ્ણાને વેશ્યા, સાગરતરંગ, નદી, વંટોળિયો, તળાવ, ડાકણ, યક્ષિણી તથા વાનર રૂપે વર્ણવી છે. લક્ષ્મીને દીવો, કમળ અને બહુબોલી નારી તરીકે વર્ણવી છે. યૌવનને લગતી કાફીઓમાં ધન, રાગ, દ્વેષ, કામ, જુગાર વગેરે દ્વારા યૌવનન દોષો બતાવીને જરા અને મૃત્યુનો ભાવ પ્રગટ કરી જીવનની ક્ષણભંગુરતો તરફ દૃષ્ટિ કરવા જણાવ્યું છે. કાયાની માયાને તેનું અભિમાન નકામું છે. તેની રૂપકાત્મક અભિવ્યક્તિ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org