________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૩૫
કરતાં ધીરો જણાવે છે કે
“ફૂલ્યો શું ફરે છે તું ભૂલ્યો ભવકૂપમાં પડ્યો, મનુષ્ય દેહરૂપી ખોળિયો મને હાથ અડ્યો, મનમાં લે શિખામણ મારી મમતા મૂકી ખરી, કર સ્મરણ સરજનહારનું જન્મ સફળ લે કરી.” (પા. ૧૧૩)
રણછોડજી, દીવાન, નરભેરામ, નિરાંત, બાપુ સાહેબ ગાયકવાડ જેવા કવિઓ પણ અખાની પરંપરાને અનુસરીને દાર્શનિક વિચારોને ઉપમા, દષ્ટાંતો અને રૂપકો દ્વારા પ્રગટ કર્યા છે.
ભોજા ભગતના હૃદયમાંથી નૈસર્ગિક રીતે કાવ્ય સ્ફરતાં હતાં ત્યારે એમના શિષ્યો તે લખી લેતા હતા. તેઓ નિજાનંદે મસ્તીમાં ગાતા હતા. ભોજાની રચનાઓ પ્રભાતિયાં, ચાબખા, કાફી, પદ સ્વરૂપમાં મળી આવે છે. કવિની જ્ઞાનમાર્ગની પરંપરાનું અનુસરણ કરતી લોકપ્રચલિત પંક્તિઓ નીચે મુજબ છે :
“પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્ન છે સંસાર” મૂરખો રળીરની કમાણે રે, માથે મે-લશે મોટો પાણો રે, મૂરખા ! મોહી રહ્યો મારું રે, આમાં કાંઈ નાથી તારું રે, મૂરખો મોહને ઘોડે ચડે રે, માથે કાળ નગારાં ગડે.” (પા. ૧૧૭)
ભોજાભગત અને નરભેરામનાં કાવ્યો દ્વારા સમાજમાં ચાલતી અનીતિ અને દંભની સખત શબ્દોમાં ટીકા કરી છે. માનવ-સહજ ગુણોના વિકાસમાં નીતિનું પાલન અનિવાર્ય છે તેવો મૂળભૂત વિચાર ઉદ્દેશરૂપે રહેલો છે.
જ્ઞાનમાર્ગી કવિતાના વિચારો એટલે અધ્યાત્મવાદનું સમર્થન અને તેના દ્વારા નિત્ય નીવડરું નિત્ય શિવોSહંના સૂત્રને ચરિતાર્થ કરવા માટેના ઉપદેશાત્મક તાત્ત્વિક વિચારોનો સંચય. જૈન સાહિત્યમાં ભક્તિ અને
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org