________________
૧૩૯
શ્રાવક કવિ મનસુખલાલ
જ્ઞાનમાર્ગની પરંપરાનું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. મધ્યકાલીન સમય પછી પણ અર્વાચીન યુગમાં તાત્ત્વિક વિચારધારાને ચરિતાર્થ કરતી પદ્યરચનાઓનું પ્રમાણ ઓછું છે જ્યારે ગદ્યમાં તેનો વધુ વિકાસ થયો છે. અર્વાચીન યુગમાં પદ્યને બદલે ગદ્ય તરફનું વલણ વિશેષ જોવા મળે છે.
કિવિ મનસુખલાલ અર્વાચીન યુગના જૈન સાહિત્યકારોમાં મોટે ભાગે પદ્યરચનાથી ખ્યાતિ પામ્યા છે. મધ્યકાલીન પરંપરાને અનુસરીને ઢાળબદ્ધ, પદ, ગરબી અને અક્ષરમેળ, માત્રામેળ વૃત્તોમાં કાવ્યસર્જન કર્યું છે. એમની મોટા ભાગની કૃતિઓ શુદ્ધ જ્ઞાનમાર્ગને સ્પર્શે છે. તો વળી કોઈ કોઈ રચનામાં આધ્યાત્મિક આનંદના અનુભવની આત્મિક સુખ પ્રાપ્તિની ઝંખનાનો નિર્દેશ થયેલો છે. ભારતની બધી જ ભાષાના સાહિત્યમાં ઇષ્ટદેવનું સ્વરૂપ, તેની પૂજા-ભક્તિ અને જીવનલીલાને કેન્દ્રમાં રાખીને વૈિવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જાયું છે તે દૃષ્ટિએ વિચારતાં જૈન ધર્મનું સાહિત્ય પણ જ્ઞાન અને ભક્તિમાર્ગનું સાયુજ્ય સાધે છે. ભારતીય સંસ્કૃતિનો ધર્મ એક મહત્ત્વનું લક્ષણ છે અને પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યત પરિવર્તન પામેલા સ્વરૂપે ધર્મ તો કેન્દ્રસ્થાને રહ્યો છે.
મતમતાંતરો હોવા છતાં જીવ-જગત અને મુક્તિવિષયક વિચારોનું પરિશીલન સમયે સમયે નવા સંદર્ભોમાં પ્રાપ્ત થાય છે એટલે સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ પ્રકારનું સાહિત્ય ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જીવનમાં સ્થિરતા ને શાંતિ આપવામાં આ પ્રકારના સાહિત્યનું પ્રદાન નોંધપાત્ર છે.
કાવ્યરચનામાં શબ્દપસંદગી એ કવિકર્મની વિશિષ્ટતા દર્શાવે છે. શાસ્ત્રીય વિગતોને કાવ્યમાં વ્યક્ત કરવા માટે ઉચિત શબ્દો તેની મર્યાદામાં રહીને જે તે વિચારને પ્રગટ કરે છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય એ જ અભિવ્યક્તિનું માધ્યમ હતું તેમ છતાં જૈન સાહિત્યમાં ગદ્ય અને પદ્ય પ્રકારની વિવિધ રચનાઓ અર્વાચીન સમયમાં થઈ છે. કવિ મનસુખલાલની સર્વ કૃતિઓ કાવ્યમાં રચાયેલી છે એમની કવિત્વશક્તિના નમૂનારૂપ કેટલીક માહિતીનો અત્રે ઉલ્લેખ કરવો આવશ્યક છે. સંસ્કૃત વૃત્તોની પસંદગી કરીને
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org