________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૩૭.
કવિએ છંદવૈવિધ્યનો સફળ પ્રયોગ કર્યો છે. નવપદની પૂજામાં માલિની, ઇન્દ્રવજા, હરિણી, મંદાક્રાંતા, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, મનહર, માત્રામેળ છંદ, ભુજંગી, દોહા, સવૈયા. જિનવાણી બાવની રચના ચાર ભાગમાં વહેંચાયેલી છે. પ્રત્યેક ભાગમાં ૧૩ કડીઓ છે. તેમાં અનુક્રમે પ્લવંગમ્, પધ્ધરી, લલિત અને માલિની છંદનો પ્રયોગ કર્યો છે.
પ્રભુની વાણી જાણ્યા વગર કેટલાંક કાર્ય ઊલટાં થાય છે. તો કેટલાંક કાર્ય થતાં નથી. માટે જિનવાણીનું જ્ઞાન અતિ આવશ્યક છે. આ જ્ઞાનથી જ શાસ્ત્રોક્ત કાર્યો વિધિશુદ્ધ થઈ શકે છે.
કવિએ પરંપરાગત રીતે દેશીઓનો પ્રયોગ તો કર્યો છે. પણ તેની સાથે શાસ્ત્રીય રાગને પણ સ્થાન આપીને પદ્યની ગેયતા-લયની વિશિષ્ટ રીતે માવજત કરી છે.
શાંતિનાથના સ્તવનમાં વસંતતિલકા છંદ અને પદરચનામાં કરેલો, ભૈરવાનો પ્રયોગ છે. કવિએ સુમતિવિલાસમાં આત્મબોધપત્રિકાની રચના કરી છે તેમાં છપ્પય છંદના પ્રયોગ દ્વારા પ્રત્યેક પંક્તિના પહેલા અક્ષરની ગણતરી કરતાં મનસુખલાલ એમ કવિના નામનો ઉલ્લેખ થયેલો જાણવા મળે છે. (સુ વિ., પા. ૧૯૧)
પત્રિકાની રચનામાં આત્મ એટલે કે ચેતનાના ઉદ્ધોધન દ્વારા રૂપકાત્મક અભિવ્યક્તિ કરવામાં આવી છે. કવિએ શાસ્ત્રની કઠિન-દુર્બોધ માહિતીને પત્રિકા રૂપે લખીને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે માર્ગ દર્શાવ્યો છે.
એકવીશમા નમિનાથના સ્તવનમાં કવિની વર્ણસગાઇવાળી પંક્તિઓ નોંધપાત્ર છે.
“અજ્ઞાનતિમિર, ગયો સહુ તેહથી અખિલ ઉદ્યોત આનંદી રે;
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org