________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
પ્રત્યેક ગાથાનો અર્થ આપવામાં આવ્યો છે. તત્ત્વની કઠિન વાતોને આત્મસાત્ કરવા માટે કવિની આ યોજના આવકારદાયક છે. અર્થને કારણે કવિગત તાત્ત્વિક વિચારોનું પ્રત્યાયન થઈ શકે છે. સામાન્ય રીતે ચૈત્યવંદનમાં ત્રણ ગાથા હોય છે. કવિએ આરંભના ચૈત્યવંદનની રચના એટલે કે ઋષભદેવથી ચંદ્રપ્રભુ સુધીનાં ચૈત્યવંદન બે ગાથામાં છે. બાકીનાં ચૈત્યવંદન ત્રણ ગાથામાં છે. નમૂનારૂપે ઋષભદેવનું ચૈત્યવંદન અત્રે નોંધવામાં આવ્યું છે.
ઋષભ જિન ચૈત્યવંદન
(મંદાક્રાંતા છંદ)
“બોધાધારે રિખવજિનજી, વંદિએ આદિનાથં. દાતા ત્રાતા, ભવિકજનને, મુક્તિનાં મૂલ સાથે, વિના ખેદે સ્વગુણ ૨મણે, શાશ્વતાં સુખ આપે, દ્રવ્યે ભાવે નિજ પર કૃપા, આપમાં આપ થાયે. ।। ૧ || (સુ. વ્યવ., પા. ૩૧૧)
૨૫
“સારે વારે ભવ જલધિથી, પાપ સંતાપ કાપે, મેં તો ભેટ્યો ત્રિભુવન ગુરુ, સિદ્ધિનાં સુખ આપે; તારી વાણી વિમલ મતિએ, શુદ્ધતા રાખિ સાથે, પામે રિદ્ધિ શિવમનસુખે, અંગમાં રંગ વાધે. || ૨ || (સુ. વ્ય., પા. ૩૧૨) કવિએ મહાવીર સ્વામીનું ચૈત્યવંદન સર્વ લઘુ ૩૨ અક્ષરથી રચ્યું છે. છંદ શાસ્ત્રના એમના જ્ઞાનનો પરિચય આવી રચનાથી થાય છે ઃ
“પુરમ ધરમ ધર કરમ ભરમ હર,
ધરમ તીરથકર સકલ વિશ્વનહર,
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org