________________
શ્રાવક કવિ મનસુખલાલ
લાગે છે. તે દૃષ્ટિએ એમની કૃતિઓનો વિચાર કરીએ તો સર્વસાધારણ જનતા સુધી પહોંચાડવાનો, એમની પાંડિત્યપૂર્ણ રચનાઓ કવિપ્રતિભાનું વિશિષ્ટ લક્ષણ છે. કવિએ જૈન સાહિત્યના ચાર અનુયોગમાંના દ્રવ્યાનુયોગનો આશ્રય લઈને કાવ્યસર્જન કર્યું છે. એટલે સ્વભાવિક રીતે જ તેમાં ગંભીરતા, ગહનતા રહસ્યાત્મકતા રહેલી છે. કવિના ભક્તોને એમની તાત્ત્વિક વાણીમાં ઊંડો રસ હતો. પરિણામે ગોધરા-વેજલપુર ને દાહોદમાં કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓ તેમાં જોડાયાં હતાં. કવિએ કોઈ નવો મત પ્રસ્થાપિત કર્યો નથી. એમણે તો વ્યવહાર ધર્મથી આગળ વધીને નિશ્ચયથી આત્મધર્મ તરફ વિચાર કરવા માટેનો શાશ્વત માર્ગ બતાવ્યો છે. અંતે તો જ્ઞાનભક્તિ કે કર્મ, તપ, જપ કે ધ્યાન દાન, શિયળ કે ભાવના એ આત્મસ્વરૂપને અનુલક્ષીને છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બાહ્ય ક્રિયા હોય તો લક્ષ તો આત્માનું જ હોવું જોઈએ કે જેના દ્વારા સ્વરૂપને પામવાનું છે. આવો મૂળભૂત વિચાર એમની લગભગ બધી જ રચનાઓમાં વણાયેલો છે.
૧૩૨
કવિની ઢાળબદ્ધ રચનાઓ અણીશુદ્ધ જ્ઞાનમાર્ગનું અનુસંધાન કરે છે, તો લઘુરચનાઓ ભક્તિમાર્ગનું પ્રતીક બને છે. પદ સ્વરૂપની રચનાઓમાં ઊર્મિ કરતાં આધ્યાત્મિક વિચારો ને આત્મા પરમાત્માસ્વરૂપ છે. તેનો અનેરો આહ્લાદ અનુભવ્યો છે. તેને વ્યક્ત કરવામાં આવ્યો છે તે દૃષ્ટિએ આ પદો ભક્તિરસ એટલે કે શાંતરસમાં લીન કરે છે. અધ્યાત્મ-માર્ગમાં જ્ઞાન, ભક્તિ કર્મયોગ અને ત્રિવિધનો ત્રિવેણી સંગમ છે. ભક્તિનું મૂળ શ્રદ્ધા છે. જ્ઞાન બુદ્ધિને સ્પર્શે છે. તેનાથી વિવેકદૃષ્ટિ (insight) ખીલે છે. અને કર્મયોગમાં પ્રવૃત્ત થવા માટે ક્રિયાઓ પ્રત્યેની આત્મલક્ષી જાગૃતિનો ધ્યેય રહેલો છે જે અંતે આત્માને પરમાત્મા સમાન બનાવવામાં મહાન નિમિત્તરૂપ સ્થાન ધરાવે છે.
જ્ઞાનમાર્ગ કઠિન, ગહન અને ગંભીર છે છતાં કવિઓએ પોતાની બુદ્ધિ અને શક્તિનો સદ્ઉપયોગ કરીને જ્ઞાનવિસ્તાર ને પ્રચારની મૂલ્યવાન
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org