________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૫૩
૧૫૩
૨૭. ઘણા ઢોલા ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું. ૨૮. વાટડી ઘર આવોને ઢોલા. ૨૯. ગિરિ વૈતાઢ્યને ઉપર ચકાંકાનયરી લો. ૩૦. હું તો નહીં રે નમું દૂજા દેવને રે લો. એસો કર્મ અતુલ અલવાન જગતકુ પીડ રહ્યો કડખાની દેશી.
ઉપરોક્ત પ્રયોગ સાથે કેટલીક ઢાળમાં પ્રચલિત સ્તવન અને સક્ઝાયની પ્રથમ પંકિતનું અનુસરણ કરીને પ્રયોગ કર્યો છે. આ માટે “એ રાહ - એ ચાલ' શબ્દપ્રયોગ કર્યો છે.
ઉપરોક્ત સૂચી જોતાં એમ લાગે છે કે કાવ્યરચનાને અનુરૂપ પદ્યાત્મક અભિવ્યક્તિમાં રસ અને ભાવને પ્રગટ કરવામાં પૂરક બની છે.
કવિએ લલિત, માલિની, હરિગીત, વસંતતિલકા, પદ્ધરી, કેરબો, ભૈરવી ઝીંઝોટી, ભૈરવ, કૂતવિલંબિત, શિખરિણી, ઇંદ્રવજા, શાર્દૂલવિક્રીડિત, સારંગ, ધમાલ, સોરઠ, છપ્પય, કાફી, આશાવરી, ગોડી, સીંધી, ઇસાઈ, હોરી, ચોપાઈ, સવૈયા, મારુ, પ્રભાતી, ગઝલ, કવ્વાલી, વગેરેના પ્રયોગથી કાવ્યરચનામાં રાગવૈવિધ્ય જોવા મળે છે. તત્ત્વજ્ઞાનના દુર્બોધ વિચારને રોગયુક્ત પદ્યમાં વ્યક્ત કરવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. કવિએ પ્રયોજેલી દેશીઓ, શાસ્ત્રીય રાગ, સંસ્કૃત વૃત્તો અને માત્રામેળ છંદના પ્રયોગથી એમ લાગે છે કે આત્મારામજી મહારાજ કાવ્યસૃષ્ટિ સમાન રાગવૈવિધ્ય છે.
કવિના ગ્રંથો બહારગામના લોકોએ ખૂબ ઉત્સાહથી વાંચીને એમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. કથાનુંયોગથી ધર્મ પામી શકાય તેની સરખામણીમાં કવિ દ્રવ્યાનુયોગના વિચારોનો પ્રચાર કરીને આત્મશ્રેય કરવાના મૂળભૂત વિચારને મહત્ત્વ આપીને જીવનભર કાર્યરત રહ્યા હતા.
નમૂના રૂપે કેટલાક અભિપ્રાય નીચે દર્શાવ્યા પ્રમાણે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org