________________
શ્રાવક કવિ મનસુખલાલ
આઠ દિન સુર નંદીસરે, ઉચ્છવ મંગલ થાય || મહાવી૨ ।। રાજા રાણી આનંદિયાએ, ઉચ્છવ કરત સુહાવ | મહાવીર | ૧૧ || ચેડા રાણી મામી આવિયાંએ, આંગણ ભૂષણ લેશ || મહાવીર ॥ આવ્યાં કોઈ ઉતાવલાં એ, આવ્યાં સજ્જન કેઈ || મહાવીર | ૧૨ || હોલાહોલી ખેલાવતાં ઐ, સુરનર વધુ મિલ ક્રોડ || મહાવીર | નામ પાડ્યું વર્ધમાનજીએ, ફોઈ તણાં પૂગ્યાં છે કોડ || મહાવીર | ૧૩ || નામ પડામણ ફોઈને આપિયાંએ, બહુ મૂલાં વસ્ત્રની જોડ | મહ || રયણભૂષણ બાજૂ બહેરખાં એ, રાખિ નહીં કાંઈ ખોડ । મહાવીર ।। ૧૪ ।। જ્ઞાતી મિત્ર સંતોષિયાંએ, સુખિ હુવા બહુ ભવિલોક || મહાવીર | ફોઈ માસી, મામી હુલરાવતાંએ, નાર મિલ થોકા થોક || મહા || ૧૫ || મેતો મારે ખોલે ન ખેલાવિયા એ, ત્રિભોવનતિલક કુમાર | મહાવીર | તેણે સમે હું તો દૂર હતીએ, ખેલાવું સુમન મોજાર || મહાવીર || ૧૭ || મારું મન મોહ્યું મુખ નિરખવાએ, દેખું પ્રભુ અખયઅખેદ | મહા || મુજ મનમંદિર પ્રભુ ૨મોએ, એ છે મારે પરમઉમેદ ।।
મહાવીર કુંવર જનમિયાએ. | ૧૯ |
૩૮
કવિએ પારણાની રચના કરી છે તેમાં કેટલીક વિશેષતા જોવા મળે છે. જૈન સાહિત્યમાં ઉપલબ્ધ પારણાં કે હાલરડાંની રચનાઓનો પ્રારંભ ભગવાનના જન્મથી થાય છે. અહી જન્મના ઉલ્લેખની સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્ર હતો તેમ જણાવ્યું છે. ગ્રહોની સ્થિતિ અને અન્ય વિગતો નીચેની પંક્તિઓમાંથી મળી આવે છે.
23
“ઉત્તમ ગ્રહ થયા ઉંચના”, “શુચી કરમ હરખે કર્યું રે “માગધ આદિ તીરથ જલેએ, પંચામૃત કર્યો અભિષેક” “બત્રીશવિધ નાટક કર્યાંએ”
“નામ પાડ્યું. વર્ધમાનજીએ ફોઈ તણાં પૂગ્યાં બે કોડ"
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org