________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૬૯
નામ પડામણ ફોઈને ચાપિયાંએ, બહુમૂલાં વસ્ત્રની જોડ” “ફોઈ માસી મામી હુલરાવતાંએ, નારિ મલિ થોકાથોક” “જ્ઞાતી મિત્ર સંતોષિયાએ”
ઉપરોક્ત વિગતો અન્ય હાલરડામાં જોવા મળતી નથી. તે દૃષ્ટિએ વિચારતાં મનસુખલાલના પારણાની વિગતોમાં નવીનતા ને વ્યવહારજીવનનો પૂર્ણ સંદર્ભ રહેલો છે. કવિની ઉપરોક્ત વિશેષતા છે તો બીજી તરફ પારણાને અનુલક્ષીને વાત્સલ્યભાવની સાથે આશીર્વાદ અને પુત્રના પરમોવળ ભવિષ્યની અભિવ્યક્તિ અંગે કોઈ માહિતી નથી.
દ્રવ્યાનુયોગના ગહન વિચારોને કાવ્યમાં ગૂંથી લેનારા કવિએ ભક્તિભાવપૂર્વક લલિત પદાવલીમાં મધુર ને આકર્ષક હાલરડા તરીકે સ્થાન અપાવે તેવી પારણાની કૃતિ છે.
(નવપદપૂજાદિ સંગ્રહ, પા. ૨૮૬) ૩. સજઝાય
(૧) સઝાય (રાગ : અપૂરવ અવસર એવો ક્યારે આવશે)
અવસર એવો ઉત્તમ ક્યારે આવશે, શુદ્ધ રૂપે ઉપયોગે રહું અમોલ જો, મમતા નાશે સમતા નિજ પાસે રહે, વિવેક મિત્રથી કારજ સિદ્ધ અમોલ જો. (૧) જગ જન સંગ તજી રંગે રહું સર્વદા, દર્શનજ્ઞાનચરણમય એક સુરંગ જો, પુદ્ગલ પરિણતિ એવં જુઠ સ્પર્શ નહીં, કરૂં ગુણ કેલી ઉદાસિનતા સંગ જો. (૨)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org