________________
શ્રાવક કવિ મનસુખલાલ
ક્ષાંત્યાદિક દશ ધર્મ ધરી દઢ ધારણા, શુદ્ધ સદાગમ સંગ સદા મન ઠાણ જો, સમક્તિ મિત્રની સાધે રાજ સંભાળશું, મારી મોહને ભેદજ્ઞાનનાં બાણ જો. (૩) ઇણ વિધિ કાપી અષ્ટ કરમના બંધને, સધર નીરે અંગ કરી નિજ શુદ્ધ જો, સેવી જિનપદ પૂજ્ય પરમપદ પામશું, નરભવ સાર સફલ કરવા હોય બુદ્ધ જો. (૪) સહજાતમ અધિકારે રહિશું રાજમાં, રાજ કાજ સવિ નિર્મલ બોધા જો, અપ્રમત્ત થઈ સંયમ શ્રેણી આરોહીને, યથાવાતુ ચરણે લહિ સુખ અપાર જો. (૫) કરતા કારણ કારજ નિજનિજમાં લહી, કારક પરિણતિ વર્તે વિના સહાય જો, આશા દાસી નાશે સત્ત્વ નિહાલતાં, કેવલ કમલા પ્રગટે શિવસુખ થાય જો. () પુદ્ગલ કર્મ પ્રદેશ પ્રસંગ નિવારીને, પંચ પ્રમાદે કલહું ન પામું લોભ જો, સમ ગણું તૃણ મણિ માન તથા અપમાનને, જાય કંદર્પ ને નાશે પરપદ લોભ જો. (૭) વિષય પરીસહ જીતું પૂરણ સત્વથી, દ્રવ્યાદિ ચતુવિધ નહિ પરપ્રતિબંધ જો, ઇહ પરલોકાદિક સવિ આશં ટળે, જીવિત મરણને કામ તણો નહીં ધંધ જો. (૮)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org