________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
કરૂણા કોમલતા તિક્ષ્ણતા ભાવથી, અભય અદ્વેષ અખેદ અચલ સુચંગ જો, એહ મનોરથ જાણી સુમતા વિનવે, પ્રભુ તુજ પાસે સર્વે શક્તિ અભંગ જો. (૯) પણ મુજને વિસારી કાલ અનાદની, નિજ ધર કારજ સુંબું દુશ્મન હાથ જો, ; હવે મુજ સંગે પ્રભુ તુજને ચિંતા કિસી; દ્વારા મારા પ્રાણ જીવન શિવસાથ જો. (૧૦) કહે ચેતન સાચું તે પ્રાણપ્રિયા કહ્યું, તુજ વિણ ભવનમાં પામ્યો બહુ ક્લેશ જો, હવે એકાંગે રંગે રહિ એકાંતમાં,
જ્યાં નહિ કુમતા દુષ્ટનો લેશ પ્રવેશ જો. (૧૧) રાત અંધારી વિતે જોર ન ચોરનું, પ્રગટે જલફલ સમ્યક્દર્શન ભોર જો, જ્ઞાનાદિક સઘલા નિજ નિજ કારજ કરે, નાઠો કાલ અપાર વિયોગનો શોર જો. (૧૨) દાયકદર્શનજ્ઞાનચરણ ગુણ ઉલ્લસે, નિર્વિકલ્પ શુચી શુકુલધ્યાન જબ પાય જો, શ્રી જિન આણા અમૃત મનસુખ સેવતાં, પુરૂષ પરાક્રમ ફોરે સિદ્ધિ સદાય જો. (૧૩)
(સુ. વ્ય., પા. ૯૮)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org