________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
કવિની શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસની રચના કવિત્વ-શક્તિના ઉદાહરણરૂપ છે.
કવિએ સ્તુતિચોવીશીની રચના કરી છે. સામાન્યત: ચાર ગાથાની સ્તુતિ હોય છે. પણ અપવાદરૂપે એક ગાથાની સ્તુતિની રચના પણ થયેલી છે. કવિ પંડિત વીરવિજયજી, પદ્મવિજયજી અને જ્ઞાનવિમલસૂરિએ દેવવંદનની રચનામાં એક જ ગાથામાં સ્તુતિની રચના કરી છે. મનસુખલાલે આ રચના પ્રભુગુણ ગાવાના પ્રયાસરૂપે કરી છે. તેમાં દેવદેવી કે શ્રુતજ્ઞાનનો સંદર્ભ અન્ય સ્તુતિઓ સમાન જોવા મળતો નથી. ઉદાહરણ તરીકે મુનિ સુવ્રત અને પાર્શ્વનાથની થોય નીચે પ્રમાણે છે. (માલિની છંદ)
“મુનિસુવ્રત જિણંદા, આત્મ આનંદ કંદા, ભર તિમિર નશાવે, જ્ઞાન જ્યોતિ દિણંદા;
સસમય સુખ આપે, મોક્ષ માર્ગાધિકારી સુખ પ્રશમરતીનું, શાંતી ઘો નિર્વિકારી || ૧ ||”
(સુ.વ્યવ., પા. ૩૫૭)
“મુનિ દ્વંદ સેવે પાય, આઠ કર્મ નાશ જાસ, પાસદેવ સેવ સાર, તે ઉદાર મેં લહી,
આત્મ શક્તિ વ્યક્તિ કરું, વાણિ ધ્યાનમાં રહી.” || ૧ |
(સુ.વ્યવ., પા. ૩૫૮) કવિએ એક જ ગાથામાં નવપદની સ્તુતિ રચી છે.
ગાય ગુણ કિન્નરી, ભોગ શીવ સુંદરી,
૨૭
જ્ઞાનપદની થોય
“પંચ જ્ઞાનમાં શુદ્ધ સદાગમ તે દાયક લાયક મુક્તિ તણો, જાણી શ્રુતધર પાસે ભવિજન, અતિ સન્માને શ્રુત ભટ્ટો;
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org