________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
થયેલા સત્તાગત સિદ્ધ સમાન આત્મધર્મને સમ્યક્ પરાક્રમ વડે પ્રગટ કરી સ્વતંત્ર અવિનાશી પરમાનંદમય અભૂતપૂર્વ (આગળ કોઈ કાળે નહિ પામેલા) એવંભૂત નયે આત્મસિદ્ધિ પામી સાદિ અનંતકાળ સુધી નિઃશંકપણે વિલાસ કરશે.”
કવિએ આ ગ્રંથમાં નીચેની સામગ્રીનો સમાવેશ કર્યો છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા મોક્ષમાર્ગ નામના અધ્યયનના સારરૂપે રચના કરી છે. આ અધ્યયનને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની શુદ્ધિ એ માર્ગ છે તેનો ચાર ઢાળમાં વિસ્તાર કરવામાં આવ્યો છે.
મધ્યકાલીન જૈન કાવ્ય પરંપરાને અનુસરીને ઇષ્ટદેવ શ્રી મહાવીર સ્વામી અને સરસ્વતીને વંદના કરવામાં આવી છે :
“ચરણ કમલ કમલા વસે, અમલ કમલ દલ નયણ, ચરણ નમું જિનવીરના, હૃદય ધરી તરુ વયણ. વિમલ કમલ વદને વસે, સ્વાતુ પદ યુત જિન વાણ, અમૃત રસઘન વરસતી, નમો સરસ્વતી સુવિધાન.
.
૨૩
// ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
// ૨ //
(41. 9)
૨૯મા ‘સમ્યક્ પરાક્રમ' નામના અધ્યાયનો સાર ૧૪ ઢાળમાં આપ્યો છે. સૌપ્રથમ મંગલાચરણ કરીને સંવેગાદિ ૭૩ બોલ સંવેગ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધા, ગુરુ સાધર્મિક શુશ્રુષા, પ્રત્યાખ્યાન, દોષ આલોચના, નિજદૂષણ નિંદા, ગહ, સામાયિક, ૨૪ જિનસ્તુતિ, દ્વાદશાવર્તવંદન, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, કાયોત્સર્ગ, ક્ષમા, સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, સૂત્રઆરાધના, એકાગ્રચિત્તત્વ, સંયમ, તપ, વિષયવિનિવર્તના આહાર, કષાય, યોગ, શરીર-પ્રત્યાખ્યાન, વૈયાવચ્ચ, વીતરાગતા, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, જ્ઞાન-દર્શન-ચારિત્ર-સંપન્નતા. પંચેન્દ્રિયનિગ્રહ, કષાયવિજય, મિથ્યાત્વવિજય, શૈલેશીભાવ અને અકર્મતા
www.jainelibrary.org