________________
૧૪૮
શ્રાવક કવિ મનસુખલાલ
સમકિત વિણ સવિ અંધ ધંધો ક્રિયા કલેશ કુમતિ કરે, સમકિત સાચો માર્ગ સાધી
સહજ શીવ સંપત્તિ વરે. કવિનાં પદો, ગહુલીઓ અને સ્તવનોમાં ભક્તિરસનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. અન્ય રચનાઓમાં અધ્યાત્મવિષયક માહિતી પ્રધાન છે. ત્યારે ભક્તિરસનો આસ્વાદ કરાવતી કૃતિઓ વાચકવર્ગને આકર્ષણરૂપ બને તેવી છે.
લાગી લગન નિજ ગુણમેં જબ તુજ પ્રગટે જ્ઞાન ચેતના પ્યારી,
અખિયાં સફલ ભઇ મેરી આજ. કવિની ઉપમા અને રૂપકાત્મક અભિવ્યક્તિ નોંધપાત્ર છે. ભગવાનની વાણી શીતળ છે તે માટે વાચના ચંદનરસસમ, મનમધુકર, કુમતતિમિર, ચિત્તચોક, મુખપદ્મ, મોક્ષપ્રાપ્તિ માટે શીવસતી પરણ્યા, મયણમદ, ભવાટવી, દરશનદીપક, મિથ્યાતિમિર, શિવમહેલનું સોપાન, વગેરે દ્વારા રૂપકાત્મક અભિવ્યક્તિ કરીને ઉચિત અર્થપૂર્ણ શબ્દ-પસંદગીનું કવિ કર્મ થયું છે.
ધ્યાનની નોબત ગડગડે, જીતનો નિશાન બાજે, અમીરસ વેલડી, મનમંડપ, મોહસુભટ, કુરમતિ ડાકણ, મિથ્યામતિ ધુતારી, સતસુરવાજાં વામિયાં,
જ્ઞાન રવિ, અનુભવ રસ કેલી કરે. કવિની વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિનો એક નમૂનો જોઈએ તો,
શ્રીજિનશાસન બાગનું પુષ્કરા વર્ત મેહ હાંહાં રે, કુમતી સર્પના દર્યને હરવા મણિ એહ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org