________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૪૯
ચોવીશ તીર્થકર ભવજલનિધિથી તર્યા છે એટલે તેઓ સંસાર સમુદ્રથી લોકોને તારવા માટે નાવ સમાન છે.
ચોવીશ જિનવર નમું હો. તું ભવજલ નિધિનાવ.
ભવજલનીધિનું રૂપક અને નાવની ઉપમા જૈન સાહિત્યમાં રૂઢ થઈ ગઈ છે. આધ્યાત્મિક વિચારોના નિરૂપણમાં તેનો વધુ પ્રયોગ થયેલો છે.
“સમ્યફ ન્યાય સુધારસમાં બાવન શબ્દપ્રયોગ દ્વારા વિશિષ્ટ અર્થબોધ પ્રગટે છે. કવિની અર્થગંભીર રચનાના ઉદાહરણીય કેટલાક દુહા નીચે પ્રમાણે છે :
બાવન જિન ઘર સંઘમાં મૂલ નાયક જિમ એક // બાવન પદથી તિમ લહે, પરમાતમ સુવિવેક / ૨ / સતિપાત અસંખનું બાવન અક્ષર મૂલ // બાવન પદ વિજ્ઞાનધન, સહેજાતમ અનુકુલ / ૩ // જે ઉજ્જવલ ઉધમ કરે, પાવે સુખ ભરપુર // શિવ સંપતિ તે પામશે પ્રગટી જ્ઞાન અંકુર / ૪ // ગાંધી દલસુખ તત્ત્વનો, રૂચિધર નિર્મલ ચિત // કસ્તુરાં આનંદ બહુ, જાણી નિજ પર હિત / ૫ /
એ બહુના આગ્રહ થકી, પદ બાવન અધિકાર // બાવન ચંદન રસ થકી, શાંતી અનંત અપાર // ૯ // સંવત ઓગણી બાસઠે કૃષ્ણ દશમ ગુરુવાર // વૈશાખે દોહદ રચ્યો, તત્વ સુધા સુવિચાર // ૭ / મનસુખ સુખકર વાણિ જિન, સેવો થઈ સાવધાન // આતમ ગુણ સિદ્ધિ લો, પામો પદ નિર્વાણ / ૮ //
(સુ. વિ., ૧૯૩)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org