________________
૧૫૦
શ્રાવક કવિ મનસુખલાલ
કવિએ છપ્પયની રચનામાં પોતાનો નામોલ્લેખ કર્યો છે. પ્રથમ પંક્તિના પ્રથમ અક્ષર એકસાથે વાંચવાથી કવિ નામનો સંદર્ભ મળે છે.
મહાવીર જિનરાજ, અનંત ચતુસ્ત્રધારી, નયનિક્ષેપ પ્રમાણ; સીય પદ યુત અવિકારી, શુદ્ધ પ્રરૂપ્યા. અર્થ, જ્ઞાન સંયમના કારણ, ખચિત જેહથી થાય, કર્મ અરિ અષ્ટ નિવારણ લાભ તેનો લહી વિનિતજન, નિજ લાવે જે થિર રહે, લહિ લબ્ધિ પંચ નિજ શિવપુરે, સાદિ અનંતે સુખ લહે.
(સુ.વિ., પા. ૧૯૬) અનુભવ પ્રવેશિકામાં રત્નત્રયીનો મિતાક્ષરી આવતાં કવિ જણાવે
જિન દેશિત નવ તત્વને, લખે યથાવત જેહ // શુદ્ધાતમ નિજ ગુણ રચે, સમ્યગુ દર્શન એહ ૧ / ગુણ પર્યયયુત દ્રવ્યને, નય નિક્ષેપ પ્રમાણ // સકલ સ્વભાવ વિશેષને, જાણે તેહ સુજ્ઞાન // ૨ // રાગાદિક વિકલપ રહિd, રત્નત્રયી નિજ રૂપ // આચરતાં થિરભાવથી, રમતાં ચરણ અનુપ // ૩ //. તજી પર પરિણતિ રમણતા, ગ્રહી આતમ અધિકાર // દર્શન જ્ઞાન ચરણ સહિત, નિજાનંદ ચિત ધાર // ૪ / દઢ અનુભવ અભ્યાસથી, સિકે આતમ કાજ // મનસુખ શિવ સંપતિ વરે, નિજ પદમે નિજ રાજ / ૫ //
(સુ.વિ., પા. ૩૧૬) કવિ મનસુખલાલની જ્ઞાન અને ક્રિયાના સમન્વયની ભાવનાના પ્રતીકરૂપે રચાયેલી હરિગીત છંદની રચનામાં વેજલપુર(પંચમહાલ)માં
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org