________________
મનસુખલાલની કવિપ્રતિભા
પૌષધશાળા સ્થાપી હતી તેનો ઉલ્લેખ થયેલો છે.
પરમ પંચ પરમેષ્ઠિ વંદી, સુમનરંગ ઉમંગમાં, જળ ભરી થાપી કુંભ અમૃત આણ જિનભવિ સંગમાં || ૧ || આત્મભવને આજ થાપી કુંભ જ્ઞાનમૃત તણો,
તે પાન કરતાં પ્રગટ હોવે, અચળ વીરજ આપો. ॥ ૨ ॥ વર કલ્પતરૂ શુદ્ધચરણ મૂળ સીચિંએ અમૃત સદા,
ફળે ચરણ શીવ ફળ ચાખતાં હોય સહજ આનંદરસ મુદા II ૩ || દગજ્ઞાન ચરણ સુવીર્ય આદિક ગુણ અનંતા ઉપજે,
નહિ રોગ શોક વિયોગ જિહાં વલી દુવિધ સંપતિ સંપજે ॥ ૪ || સાદિ અનંતાનંત પ્રગટે, આત્મભૂમિ રયણ ભરી, સ્વતંત્ર સંગ સુરંગ શીવાશ્રય ભોગવે મનસુખકરી || ૫ || (સુ.પ્ર., પા. ૨૭)
મનસુખલાલની પ્રત્યેક કૃતિમાં દેશીઓનો પ્રયોગ થયો છે. દેશીઓની વિવિધતાની સાથે સંસ્કૃત વૃત્તો ને માત્રામેળ છંદોનો પણ પ્રયોગ થયો છે. કવિનું છંદવૈવિધ્ય નોંધપાત્ર છે. એમના ગંભીર વિચારોને વ્યક્ત કરતાં કાવ્યો સુગેય પદ્ય પદાવલીને કારણે રસાસ્વાદની ક્ષમતા ધરાવે છે.
૧૫૧
કવિની નવપદની પૂજાની રચના પર કવિ પંડિતવીર વિજયજીના પૂજા સાહિત્યનો પ્રભાવ પડ્યો છે. તે ઉપરથી દેશીઓ અને ધ્રુવપંક્તિની લોકપ્રિયતા ને લોકભોગ્યતાનો ખ્યાલ આવે છે.
નવપદની પૂજામાં પ્રયોજાયેલી દેશીઓ : ૧. નમો રે નમો શ્રી શેત્રુંજ્ય ગિરિવર. ૨. મનડું મોહ્યું રે મનમોહનજી. ૩. પ્રભુ પડિયા પૂજીને પોસહ કરિયે રે. ૪. મુક્તિસે જાઇ મિલ્યો રે મોહન મેરો.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org