________________
શ્રાવક કવિ મનસુખલાલ
અભિગમ પ્રગટ કરીને ભક્તજનો માટે જ્ઞાન અને ક્રિયાના સંદર્ભમાં શુદ્ધ ઉપયોગ-આત્મલક્ષીપણા-ની મૂળભૂત ભાવના તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એમના ચાર ગ્રંથો ‘સુમતિ પ્રકાશ’, ‘સુમતિવિલાસ’, ‘સુમતિવ્યવહાર' અને ‘નવપદપૂજાદિ સંગ્રહ' ઉપલબ્ધ થાય છે. તેની વિશેષ માહિતી ચરિત્રને અંતે આપવામાં આવી છે.
८
સંવત ૧૯૬૦ના વર્ષમાં કવિને આંખની પીડા થઈ એટલે સ્વયં વાંચવા માટે શક્તિ ન રહી. પરિણામે ઉપદેશ આપવાનું અને સર્જનકાર્ય બંધ કર્યું. તેમ છતાં એમની ઇચ્છા તો હતી કે તબિયત સુધરે તો પુનઃ ઉપદેશ-સર્જનકાર્ય કરવું. એમણે જીવનનાં છેલ્લાં વર્ષો દાહોદમાં વીતાવ્યાં હતાં. વેજલપુર અને ગોધરાના ભક્તો ઉપદેશ માટે આમંત્રણ આપીને બોલાવતા હતા છતાં તંદુરસ્તી સારી નહિ હોવાથી દાહોદમાં જ સ્થાયી થયા હતા. દાહોદની ભૂમિમાં એમણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો.
સંવત ૧૯૬૦માં આંખની પીડા થઈ ત્યારપછી દાહોદની બે બહેનો કસ્તુરીબાઈ અને બાઈ ભુરાં ધર્મગ્રંથો વાંચતી હતી. કવિ શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આંખ ઉપરાંત શારીરિક પીડા વધી જતાં અસ્વસ્થતાનું પ્રમાણ વિશેષ રહેતું હતું. આ સમયે પોતે સમતા રાખીને અશુભ કર્મના ઉદયની સ્થિતિનો વિચાર કરતા હતા.
એમના જ્ઞાનના પ્રભાવનો એક પ્રસંગ લોકમુખેથી ચર્ચાતો જાણવા મળ્યો છે. જનશ્રુતિ અનુસાર આ પ્રસંગ અત્રે નોંધવામાં આવે છે.
કવિ એક વખત દાહોદમાં વ્યાખ્યાન-ઉપદેશ આપતા હતા ત્યારે એકદમ દૃષ્ટિ ઊંચી કરીને કંઈક જોતા હતા. આ વખતે બોલવાનું બંધ થઈ ગયું હતું. કોઈ ભક્તે પૂછ્યું કે ‘દાદા, તમે શું જુઓ છો ?' ત્યારે દાદાએ પ્રત્યુત્તર પાઠવ્યો કે ‘વેજલપુરમાં મારા ભક્ત દલસુખનાથજી ગાંધીનું અવસાન થયું છે.' પછી ઉપદેશ ચાલુ થયો. બીજે દિવસે દાહોદમાં સમાચાર આવ્યા કે વેજલપુરમાં દલસુખનાથજી ગાંધીનું અવસાન થયું છે.
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org